• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૧મી. - રત્નત્રની છત્રછાયા ભાવાતાપને રોકે છે - 4
छत्र-त्रयं तव विभाति शशाड्क-कान्त-मुच्चैः स्थितं स्थगित-भानुकर-प्रतापम् ।
मुक्ताफल-प्रकर-जाल-विवृद्ध-शोभं प्रख्यापयत्-त्रिजगतः परमेश्वरत्वम् ।।31।।
  છત્ર-ત્રયં તવ વિભાતિ શશાડ્ક-કાન્ત-મુચ્ચૈ: સ્થિતં સ્થગિત-ભાનુકર-પ્રતાપમ્ ।
મુક્તાફલ-પ્રકર-જાલ-વિવૃદ્ધ-શોભં પ્રખ્યાપયત્-ત્રિજગત: પરમેશ્વરત્વમ્ ।।31।।

Bhaktamar-Gatha 31

હે દેવ! જેની ]ાલરમાં ચંદ્રની ચાંદની જેવા મોતી ચમકી રહ્યા છે એવા અત્યંત સુશોભિત ત્રણ છત્ર, આપનું ત્રણ જગતનું પરમેશ્વરપણું પ્રસિદ્ધ કરી રહ્યા છે, અને સૂર્યકિરણોના પ્રતાપને રોકી રહ્યા છે. (આ ચોથું પ્રાતિહાર્ય છે.)
અહો દેવ! આપના ઉપર ]ષલતા અતિસુંદર છત્ર-ત્રય એમ સૂચવે છે કે રત્નત્રય વડે આ ભગવાને જગતત્રયનું પરમેશ્વરપણું પ્રગટ કર્ય઼ું છે. પ્રભુ પાસે ચંદ્ર હારી ગયો, કેમકે `પ્રભુનું પરમશાંત આત્મતેજ ત્રણ જગતને પ્રકાશિત કરે છે ને ભવના આતાપને હરે છે-પછી મારું શું કામ!' એમ પોતાનો અધિકાર હણાઇ જતાં હારેલો તે ચંદ્ર પોતે ત્રણછત્રનું રૂપ ધારણ કરીને પ્રભુની સેવા કરી રહ્યો હોય-એમ અમને તો લાગે છે. ચંદ્ર શાંત ગણાય છે, પણ હે દેવ! આપની પરમ શાંત-શાંત મુદ્રા પાસે હારી જઇને તે ચંદ્ર-જ્યોતિષઈદ્ર ત્રણ છત્રનું રૂપ ધારણ કરીને આપની સેવા કરી રહ્યો છે. વાહ, ત્રણ છત્રદ્વારા પણ કેવા અલંકાર કરીને પ્રભુના ગુણ ગાયા છે! પ્રભો, એ છત્રદ્વારા સૂર્યનો આતાપ રોકાઇ ગયો; રત્નત્રયવડે આપે જ્યાં ભવના આતાપને પણ દૂર કર્યો ત્યાં બહારમાં સૂર્યનો આતાપ કેવો? જેમ આપની છત્રછાયામાં સૂર્યના આતાપનો પ્રવેશ નથી, તેમ જેણે આપની છત્રછાયાનો સ્વીકાર કર્યો તે આત્મામાં ભવાતાપનો પ્રવેશ થતો નથી.
અહા, આýાર્ય છે કે, આપના ઉપર જે ત્રણ દિવ્ય છત્ર છે તે સાંકળથી ક્યાંય ટાંગ્યા નથી, કે કોઇએ છત્રીની જેમ ]ાલી રાખ્યા નથી, તે કોઇ આધાર વગર આકાશમાં એમને એમ લટકી રહ્યા છે. જેમ મોક્ષમાર્ગમાં આપના શુદ્ધ રત્નત્રયને બહારમાં કોઇનું આલંબન ન હતું, તેમ આપના ત્રણ છત્રો પણ કોઇના આલંબન વગર નીરાલંબીપણે આકાશમાં ]ાલી રહ્યા છે. આવી અદ્ભુત શોભા આપના સિવાય બીજા કોને હોય!-એ જ આપનું ત્રણલોકમાં શ્રેષ્ઠપણું જાહેર કરે છે. તે છત્રમાં જે મોતી ચમકે છે તે એવા લાગે છે-જાણે કે ચંદ્રની સાથે તારાઓ અને નક્ષત્ર-ગ્રહો આવીને આપની સેવા કરતા હોય. જ્યોતિષીદેવોના ઈદ્રો સૂર્ય-ચંદ્ર પણ જિનેદ્રદેવના સેવક છે. પ્રભુને ત્રણ જગતમાં કોણ ન સેવે! પ્રભુના રત્નત્રય-છત્રની છાયા ત્રણ જગતના જીવોને શાંતિ આપનારી ને કષાયના તાપથી બચાવનારી છે. પ્રભો! અમારા ઉપર શોભતી આપની છત્રછાયા અમારા ભવના તાપને દૂર કરનારી છે. આ રીતે ત્રણછત્રદ્વારા અલંકારિત રીતે ભગવાનનો મહિમા કરીને સ્તુતિ કરી છે. (આ રીતે ભગવાનના ચોથા પ્રાતિહાર્યનું વર્ણન કર્ય઼ું.) (31)

advt03.png