• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૨મી. - દુંદુભી - વાજાં ધર્મરાજાનો જયજયકાર કરે છે - 5
गंभीरतार-रवपूरीत दिगविभागः लोक्यलोक शुभसंगम भुतिदक्षः ।
सद्धर्मराज जयघोषण घोषकः सन् खे दंदुभीः ध्वनति ते यशसः प्रवाही ।।32।।
  ગંભીરતાર-રવપૂરીત દિગવિભાગઃ લોક્યલોક શુભસંગમ ભુતિદક્ષઃ ।
સદ્ધર્મરાજ જયઘોષણ ઘોષકઃ સન્ ખે દંદુભીઃ ધ્વનતિ તે યશસઃ પ્રવાહી ।।32।।

Bhaktamar-Gatha 32

તીર્થંકર પ્રભુના અતિશયરૂપ આઠ પ્રાતિહાર્યમાં દેવદુંદુભી એ પાંચમું પ્રાતિહાર્ય છે. દેવોના એ દિવ્યવાજાં અત્યંત ગંભીર મધુર અને સ્પષ્ટ અવાજે દશે દિશામાં ઘોષણા કરે છે કે હે ત્રણલોકના જીવો! ધર્મરાજા સર્વજ્ઞ પરમેશ્વર અહી બિરાજે છે, તેમના દર્શન કરવા અહીં આવો, તેમનો સત્સંગ કરવા આવો, બીજા લાખ કામ છોડીને આત્માનો અચિંત્ય વૈભવ લેવા આ પ્રભુ પાસે આવો. અહા, જાણે સમવસરણના એ દિવ્ય નગારાનાં નાદ અત્યારે અહી સંભળાતા હોય! એવા ભાવથી સ્તુતિકાર કહે છે કે અહો દેવ! એ દુન્દુભીના નાદ સત્ધર્મનો તેમજ ધર્મસામ્રાજ્યના નાયક એવા આપનો જયજયકાર કરી રહ્યા છે ને આપનાં યશગાન સંભળાવી રહ્યા છે. ભવ્ય જીવોને સાદ પાડી રહ્યા છે કે હે જીવો! ધર્મ પામવા માટે અહીં આવો ને મોક્ષના સાથીદાર આ ભગવાનને સેવો. ધર્મની પ્રાપ્તિનો ઉત્તમ અવસર મળ્યો છે માટે પ્રભુના ધર્મદરબારમાં ધર્મનું શ્રવણ કરવા આવો. ભગવાનના સમવસરણમાં એક સાથે સાડાબાર કરોડ વાજાં દેવો વગાડતાં હોય, એમાં ઘોંઘાટ ન હોય પણ અત્યંત મધુરતા હોય. તે વાજાંનાં સુમધુર ધમકાર ઉપરાંત પ્રભુને દેવદુંદુભીનો એક અતિશય હોય છે. (ભગવાનને આઠ પ્રાતિહાર્ય હોય છે. તેનું વર્ણન આ ભકતામરસ્તોત્રમાં 28 થી 3પ આઠ શ્લોકમાં છે. તેમાંથી, શ્વેતાંબરમાન્ય ભકતામરસ્તોત્રમાં શરૂના ચાર લીધા છે, ને બાકીના ચાર દેવદુંદુભી, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ (શ્લોક 32 થી 3પ) તેમનામાં નથી. દિગંબરમાન્ય મૂળ ભકતામરસ્તોત્રમાં 48 શ્લોકની રચના છે. કદાચ પ્રતિલેખનની અસાવધાનીથી પણ એ ચાર શ્લોક છૂટી ગયા હોય!) સમવસરણમાં દુંદુભીના દિવ્ય નાદ વચ્ચે દેવો પ્રભુના જયજયકાર કરીને જાહેર કરે છે કે ધર્મના રાજા અહી બિરાજે છે, આત્માનો પરમાત્મવૈભવ બતાવનારા પરમાત્મા અહી બિરાજે છે; સત્ધર્મ પામવા હે જીવો! અહી આવો...મોક્ષનો માર્ગ અહીં ખુલ્લો છે.-

એભો ભો ભવ્યો! અવધૂણી તમારા પ્રમાદો સહુ ને, આવી સેવો શિવપુરી તણા સાર્થવાહ પ્રભુને...’
માનું આવું ત્રણ જગતને દેવ! નિવેદનારો, વ્યાપી વ્યોમે ગરજત અતિ દેવ-દુંદુભી તારો. (-કલ્યાણમંદિરસ્તોત્ર)

માનતુંગસ્વામી રચિત ભકતામરસ્તોત્ર, અને કુમુદચંદ્ર રચિત કલ્યાણમંદિરસ્તોત્ર, એ બંનેમાં ઘણું સામ્ય છે. અહા, સમવસરણ એ તો તીર્થંકરપ્રભુનો ધર્મદરબાર છે, ત્યાં આવનારા જીવો મહા ભાગ્યવંત છે; પ્રભુની વાણી તેમને આત્માનો પરમ વૈભવ સંભળાવીને મોક્ષનો માર્ગ દેખાડે છે. એવા સમવસરણમાં બિરાજતા ધર્મરાજાની આ સ્તુતિ ચાલે છે. તેમાં દેવદુંદુભીના વર્ણનદ્વારા પ્રભુની સ્તુતિ કરી. (આ રીતે પ્રભુના 8 માંથી પાંચમા દેવ-દુન્દુભી-પ્રાતિહાર્યનું વર્ણન કર્ય઼ું.) (32)

advt03.png