• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૩મી. - પુષ્પવૃષ્ટિ જોતા ભવ્યજીવોની પ્રસન્નતા
मंदार-सुंदर-नमेरु-सुपारिजात सन्तानकादि कुसुमोत्कर वृष्टि रुद्धा
गद्योदबिन्दु शुभ मंद मरूप्रयाता दिव्या दिवः पतति ते वचसां ततिर्वा ।।33।।
  મંદાર-સુંદર-નમેરુ-સુપારિજાત સન્તાનકાદિ કુસુમોત્કર વૃષ્ટિ રૂદ્ધા
ગદ્યોદબિન્દુ શુભ મંદ મરૂપ્રયાતા દિવ્યા દિવઃ પતતિ તે વચસાં તતિર્વા ।।33

Bhaktamar-Gatha 33

પ્રભુના સમવસરણમાં ઉત્તમ સુગંધી પુષ્પો (મંદારપુષ્પ, સુંદર-પુષ્પ, નમેરુ પુષ્પ, પારિજાત પુષ્પ તથા સંતાનક વગેરે ઉત્તમ પુષ્પો) ની વર્ષા થાય છે, સુગંધી મંદમંદ વાયરો વહે છે, ને સુગંધી જળની ]રમર વરસે છે...અહા પ્રભો! આપના દર્શનથી અમારા આત્મામાંય શ્રદ્ધા-જ્ઞાનના સુગંધી વાયરા વહે છે. ને આનંદ-અમૃતની ધારા વરસે છે. જેમ પ્રભુના જન્મ પહેલાં આકાશમાંથી રત્નવૃષ્ટિ થઇ હતી તેમ હવે કેવળજ્ઞાન પછી પ્રભુના સમવસરણમાં આકાશમાંથી દિવ્ય સુગંધસહિત પુષ્પવૃષ્ટિ થાય છે. દેવો પણ કલ્પવૃક્ષનાં ફુલો લઈને પુષ્પવૃષ્ટિ કરે છે ને કુદરતી આકાશમાંથી પણ પુષ્પવૃષ્ટિ થાય છે. અનંત આકાશને થયું કે `અહા, મારી અનંત વિશાળતા કરતાંય આ ભગવાનના જ્ઞાનની અનંત વિશાળતા મહાન છે, તે અનંત મહિમાવાળી છે'’-આમ સમજીને જાણે આકાશ પોતે પુષ્પોવડે પ્રભુને પૂજતું હોય!-એમ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે. આવો પ્રભુનો અતિશય છે; પરંતુ વિવેક વગર, જીવહિંસા થાય તે રીતે ફૂલ વગેરે વપરાય નહિ, અને પ્રભુના અંગ ઉપર તો ફૂલ મુકાય જ નહી. વીતરાગની ભક્તિ પણ વિવેકવાળી હોય છે. ધ્યાનમાં રહે કે, પ્રભુના સમવસરણમાં જે પુષ્પવૃષ્ટિ થાય છે તે સચેત નથી પણ અચેત છે; તે કાંઇ ]ાડ ઉપર નથી થતા પણ સીધા આકાશમાંથી જ પરમાણુઓ એવી દિવ્યતારૂપે પરિણમીને, સુગંધી છાંટણા (ગંધોદક) તથા સુગંધી હવાસહિત વરસે છે. અહો દેવ, આપનાં દર્શન થતાં જ તે ફૂલોનાં બંધન છૂટી ગયા, બંધનથી છૂટેલા તે ફૂલ ખુશી થઇને ઊંચામુખે આપની પાસે દોડયા આવે છે; તેમ ભવ્યજીવો પણ પોતાની મુક્તિનો માર્ગ દેખીને આપની પાસે દોડયા આવે છે, ને શાંત રસરૂપ સુગંધી જળ તથા સમ્યક્ત્વની મધુર હવા સહિત આપના ચરણમાં નમી પડે છે. આમ ફૂલનું વર્ણન કરતાં, અથવા પુષ્પવૃષ્ટિ દેખીને, ભક્તનું હૃદય પણ કોમળ થઇને વીતરાગદેવના ચરણોમાં નમી જાય છે ને પ્રસન્નતાથી સ્તુતિ કરે છે. પ્રભુના સમવસરણમાં વરસતા તે પુષ્પો `ઊર્ધ્વમુખી'’ હોય છે. ડીટડાં નીચે ને ખીલેલો ભાવ ઉપર; તે રીતે જિનદેવના ચરણોમાં નમેલા ભક્તો પણ ઊર્ધ્વમુખી (વિશુદ્ધ પરિણામી) હોય છે, તેથી તેઓ સ્વર્ગ-મોક્ષના ઊંચા પદને પામે છે. (આ રીતે પ્રભુના 8 માંથી છઠ્ઠા પુષ્પવૃષ્ટિ-પ્રાતિહાર્યનું વર્ણન કર્ય઼ું.) (33)

advt04.png