• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૪મી. - પ્રભુના ભામંડળમાં ભવ્યોને દેખાય છે મોક્ષમંડળ
शुभंप्रभावलय भूरि विभा विभोस्ते लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपंती ।
प्रोद्यत् दिवाकर निरंतर भरि संख्या दीप्त्याजयत्यपि निशामपि सोम-सौम्याम् ।।34।।
  શુંભપ્રભાવલય ભૂરિ વિભા વિભોસ્તે લોકત્રયે દ્યુતિમતાં દ્યુતિમાક્ષિપંતી ।
પ્રોદ્યત્  દિવાકર નિરંતર ભરિ સંખ્યા દીપ્ત્યાજયત્યપિ નિશામપિ સોમ-સૌમ્યામ્ ।। 34।।

Bhaktamar-Gatha 34

હે દેવ! આપના દેહમાંથી નીકળતું દિવ્ય પ્ર-ભામંડળ હજારો સૂર્યના તેજ કરતાંય વધારે તેજસ્વી કાંતિવાળું છે. ત્રણલોકમાં હીરા-ચંદ્ર-સૂર્ય કે દેવોના મુગટ-વગેરે જેટલા પ્રકાશમાન પદાર્થો છે તે બધાયના તેજને, આપના ભામંડળનું તેજ ]ાંખા પાડી દે છે; અને હજારો સૂર્યો કરતાંય વધારે તેજસ્વી હોવા છતાં તે શાંત-સૌમ્ય છે, રાત્રે પણ તે પ્રકાશમાન રહે છે ને અંધકારને દૂર કરે છે. જુઓ, આ તીર્થંકરપ્રભુનો અતિશય! આ તો હજી દેહની પ્રભાની વાત છે; આત્માના કેવળજ્ઞાન-તેજની તો શી વાત! પુણ્યવંત દિવ્ય પુરુષોની મુદ્રાની આસપાસ પ્રકાશનું તેજ (કુંડાળું, તેજોમંડળ) હોય છે; તે જ્યાં જાય ત્યાં અજવાળા પથરાઇ જાય. તેમ સર્વજ્ઞતા સાથે દિવ્ય પુણ્યાતિશયવાળા તીર્થંકર ભગવાનની મુદ્રા ફરતું કોઇ દિવ્યતેજની પ્રભાવાળું માંડલું (ભા-મંડળ) હોય છે; તે હજારો સૂર્ય કરતાંય વધુ તેજસ્વી હોય છે અને છતાં તે શાંત-સૌમ્ય હોય છે; તે આતાપ નથી કરતું, તેની સામે જોવાથી આંખો અંજાઇ જતી નથી પણ ઠરે છે. સૂર્ય-ચંદ્ર કે હીરા-મોતીના તેજ પણ તેની પાસે ]ંખવાઇ જાય છે આવા ભગવાન પાસે અંધારાં હોય નહિ. તેમની સમીપમાં આતાપ ટળી જાય છે ને શાંતિ થાય છે. ભગવાનને પોતાને તો કોઇ રોગ કે શસ્ત્રાદિનો ઉપદ્રવ હોય નહિ; ને તે ભગવાનની હાજરીમાં (સમવસરણમાં રહેલા) બીજા જીવોને પણ શસ્ત્ર-રોગ વગેરેનો કોઇ ઉપદ્રવ ન થાય. ને હોય તોપણ પ્રભુની સમીપમાં (સમવસરણમાં) દાખલ થતાં જ તે દૂર થઇ જાય. અરે, આંધળા હોય તે પણ દેખતા થઇ જાય ને પ્રભુને દેખી લ્યે. અહા પ્રભો, આપને પામીને અમારી અજ્ઞાન-અંધતા દૂર થઇ ગઇ ને જ્ઞાનચક્ષુ ઊઘડી ગયા... ત્યાં આપનું દિવ્ય ચૈતન્ય રૂપ અમે દેખી લીધું...અને એના જેવું અમારુ ચૈતન્ય રૂપ અમે દેખી લીધું. અહા, પ્રભુનો આત્મા તો સર્વજ્ઞ...તેમના દિવ્ય જ્ઞાનતેજમાં તો ત્રણકાળ-ત્રણલોક ]ળકે; અને પ્રભુનો દેહ પણ એવો તેજસ્વી-પ્રભાવાળો કે તેમાંય જોનારને પોતાના સાત ભવ (પૂર્વના, ને આગલા હોય તો તે) દેખાય. અરે, પ્રભુને ઓળખતાં ને તેમના એ`જ્ઞાનદર્પણ'માં જોતાં, પોતાનો મોક્ષ પણ તેમાં દેખાય છે. પ્રભો! આપની વીતરાગી મુદ્રા પાસેનું પ્રભામંડળ, તે ખરેખર તો અમારા મોક્ષને જોવાનું મંગલ-દર્પણ છે; જગતના તે પવિત્ર દર્પણમાં અમને તો અમારો મોક્ષ દેખાય છે, આપના જ્ઞાનમાં અમારા મોક્ષનું પ્રતિબિંબ દેખાય છે. અને આપના શુદ્ધાત્માને દેખતાં અમારો શુદ્ધાત્મા દેખાય છે. આ રીતે ભામંડળના મહિમા દ્વારા પણ ધર્મીજીવો પોતાની મોક્ષભાવનાને ઘૂંટે છે. ભગવાનના ગુણના સ્તવન દ્વારા ખરેખર પોતાના તેવા સ્વભાવની ભાવના કરે છે. આ રીતે ભગવાનના 8 અતિશયમાંથી સાતમા ભામંડળનું વર્ણન કર્ય઼ું.

advt02.png