• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૫મી. - પ્રભુના દિવ્યધ્વનીએ ચૈતન્ય ખજાના ખોલી નાખ્યા..
स्वर्गांपवर्ग-गम मार्ग विमार्गणेष्टः सदधर्मतत्वकथनैक पटुः त्रिलोक्याः ।
दिव्यध्वनिः भवति ते विशदार्थ सर्व-भाषास्वभाव-परिणामगुणः प्रयोज्य ।।35।।
  સ્વર્ગાંપવર્ગ-ગમ માર્ગ વિમાર્ગણેષ્ટઃ સદધર્મતત્વકથનૈક પટુઃ ત્રિલોક્યાઃ ।
દિવ્યધ્વનિઃ ભવતિ તે વિશદાર્થ સર્વ- ભાષાસ્વભાવ-પરિણામગુણઃ પ્રયોજ્ય ।।35।।

હે દેવ! આપનો દિવ્યધ્વનિ સ્વર્ગ તેમજ અપવર્ગ એટલે કે મોક્ષમાં જવા માટેનો માર્ગ બતાવવામાં કુશળ છે, ઈષ્ટ છે. આપનો દિવ્યધ્વનિ સાંભળીને મુમુક્ષુજીવો મોક્ષનો માર્ગ પોતામાં દેખી લ્યે છે ત્રણ લોકના જીવોને સત્ ધર્મનું સ્વરૂપ કહેવામાં તે સમર્થ છે દેખી લ્યે છે. ત્રણલોકના જીવોને સત્. આપનો દિવ્યધ્વનિ સર્વ પદાર્થનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ સમજાવે છે અને વળી તે ધ્વનિમાં એકસાથે સર્વે ભાષારૂપ પરિણમવાનું સામર્થ્ય છે, એટલે બધા જીવો પોતપોતાની ભાષામાં સમજી જાય છે. વાણીનો આવો દિવ્ય અતિશય સર્વજ્ઞભગવાનને જ હોય છે. મોઢું ઊઘડયા વગર કે હોઠ હાલ્યા વગર તેમની વાણી સર્વાંગેથી નીકળે છે; તે જએ`અનહદ' નાદ છે. સંસ્કૃત-પ્રાકૃત-હિન્દી-ગુજરાતી કે ઈંગ્લીશ વગેરે 700 ભાષાના જીવો, તેમજ સિંહ-ગાય-મોર-સર્પ વગેરે તીર્યંચો પણ, સૌ પોતપોતાની ભાષામાં પ્રભુનો ઉપદેશ સાંભળે છે; દરેકને એમ લાગે છે કે પ્રભુ મારી જ ભાષામાં બોલે છે. પ્રભુના દિવ્યધ્વનિનો ઘણો મહિમા શાસ્ત્રાેમાં ગાયો છે. તેમાં મુખ્ય વાત એ છે કે તે મોક્ષનો માર્ગ દેખાડનાર છે; અને તે ભવે મોક્ષ ન પામે તો સ્વર્ગનો માર્ગ પણ દેખાડે છે. જોકે પ્રભુની વાણીનું પ્રયોજન તો વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ જ સાધવાનું છે; પણ મોક્ષને સાધતા-સાધતા સાધકને કંઇક રાગભાવ બાકી રહી જાય તો તે ભગવાનની ભક્તિ કરતાં-કરતાં સ્વર્ગમાં જાય છે ને ત્યાંથી નીકળીને પછી મોક્ષને સાધે છે. મોક્ષ વીતરાગતાપૂર્વક જ થાય છે, રાગનો કણિયો પણ ભવનું કારણ થાય છે ને મોક્ષને રોકે છે (-માટે ભગવાને કહ્યું છે કે)

તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઇને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.
(પંચાસ્તિકાય ગા. 172)

જુઓ, આ ભગવાનનો ઉપદેશ! દિવ્યધ્વનિમાં ભગવાને આવો ધર્મોપદેશ દીધો..તે ]ાળલીને જીવો સ્વર્ગ-મોક્ષમાં ગયા. વાણીમાંય આýાર્ય તો જુઓ કે બોલે છતાં મોઢું ખોલે નહિ. ભગવાનનો ઉપદેશ ઇચ્છા વગર નીકળે છે. રોજ સવારે-બપોરે-સાંજે ને રાત્રે છ-છ ઘડી ભગવાનની વાણી નીકળે છે. (કુલ લગભગ 10 કલાક થયા.) તે વાણીમાં ક્રમ નથી હોતો; ભગવાનને ચાલવામાં પગલાંનો ક્રમ નથી હોતો, ભાષામાં પણ શબ્દોનો ક્રમ નથી હોતો, તથા જ્ઞાનમાં-જાણવામાં પણ ક્રમ નથી હોતો. ભાષામાં એકસાથે બધા તત્ત્વો આવે છે ને સર્વે જીવોનું સમાધાન થઇ જાય છે.

 

Bhaktamar-Gatha 35

અહો દેવ! આવા મહિમાવાળી વાણી આપના સિવાય બીજા કોને હોય? એ ]ાળલીને અનેક જીવો તક્ષણ અંતર્મુખ થઇને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પામી જાય છે.
અહો, ઈદ્રો અને મુનિવરો પણ જે સાંભળતાં એકાગ્રચિત્ત થઇ જાય તે વાણીની મધુરતાનું શું કહેવું? પ્રભુની વાણીમાં વીતરાગી અમૃત ]રે છે `વચનામૃત વીતરાગના પરમ શાંતરસ મૂળ', તેનું પાન ભવરોગને મટાડનારું છે. `કલ્યાણમંદિર' સ્તોત્રમાં કહે છે કે-

સ્થાને છે આ ગંભીર હૃદયાબ્ધિ થકી ઉદ્ભવેલી,
તારી વાણી તણી પિયુષતા છે જનોએ કથેલી;
તેને પીને પર પ્રમદના સંગભાગી વિરામે,
નિýાે ભવ્યો અજર-અમરા ભાવને શીઘ્ર પામે.

લોકોમાં કહેવાય છે કે સમુદ્રનું મંથન કરતાં તેમાંથી પહેલાં ]ેર ને પછી અમૃત નીકળ્યું,-એ તો બધી કલ્પિત વાતો છે પરંતુ આપના કેવળજ્ઞાનથી ભરેલા ગંભીર સમુદ્રમાંથી નીકળેલી વાણીને સત્પુરુષો `અમૃત' કહે છે તે યથાર્થ છે; કેમકે તેનું પાન કરનારા ભવ્યજીવો ચોIસ અમરપદને (સ્વર્ગ-મોક્ષને) પામે છે.
આપની વાણીરૂપ શ્રુતસમુદ્રનું મંથન કરતાં તેમાંથી તો એકલું અમૃત (એકલી વીતરાગતા જ) નીકળે છે. વાહ રે વાહ જિનવાણી! તું તો જગતના ભવ્યજીવોની માતા છો. ઁ઼ (ઓમકાર) એ જિનવાણીનું પ્રતીક છે.
ભગવાન કાંઇ “``ઓ..મ..ઓ..મ''” એવી અક્ષરરૂપ ભાષા નથી બોલતા, ભગવાનનો દિવ્યધ્વનિ તો નિરક્ષરી છે; તેને ઁ઼ એવા ચિહ્નવડે ઓળખાવાય છે.

 

ગોમ્મટસારમાં કહ્યું છે કે ભગવાને કેવળજ્ઞાનમાં જે જાણ્યું, વાણીમાં તેનો અનંતમો ભાગ જ આવ્યો; વાણીમાં જે આવ્યુ તેનોય અનંતમો ભાગ ગણધરદેવે શ્રુતજ્ઞાનમાં ]ાળલ્યો; ને ગણધરદેવે જે ]ાળલ્યું તેનોય અનંતમો ભાગ બારઅંગ-શાસ્ત્રાેરૂપે રચી શકાયો.
આ ઉપરથી સર્વજ્ઞના જ્ઞાનની અને તેમની વાણીની પરમ ગંભીરતાનો ખ્યાલ આવશે. આજે તે જ્ઞાનઅમૃત વિદ્યમાન છે; ભલે થોડું છે, તોપણ અમૃતના સમુદ્રમાંથી ભરેલા એક કળશની માફક તે ભવ્યજીવોને મોક્ષમાર્ગ દેખાડીને તેની તૃષાને મટાડે છે. શ્રીગુરુઓના પ્રતાપે આજેય મોક્ષમાર્ગ જીવંત છે. (અમૃત વરસ્યા રે પંચમકાળમાં..એમ ગુરુ કહાન પ્રમોદપૂર્વક મધુર હલકથી ઘણીવાર ગાતા, ને ત્યારે શ્રોતાજનો અતિ પ્રસન્નતાથી તાલી વગાડીને પોતાનો હર્ષ વ્યક્ત કરતા.)
અહા, પ્રભુના ધર્મદરબારમાં એકકોર દિવ્ય દેવદુંદુભીના નાદ, ને બીજી કોર પ્રભુના સર્વાંગેથી દિવ્યધ્વનિના નાદ; અહો પ્રભો! આપના દિવ્યધ્વનિની મધુરતા પાસે દેવોનાં વાજાં પણ ]ાંખા પડી જાય છે. આપનો તે ઉપદેશ ભવ્યજીવોને સ્વર્ગ તેમજ મોક્ષનો પંથ દેખાડનાર છે. આપની વાણી સાંભળનારા જીવો ભવ્ય જ હોય. અભવ્યજીવ તીર્થંકરના દરબારમાં આવે જ નહિ તીર્થંકરો મોક્ષસ્વભાવી છે ને મોક્ષનો માર્ગ દેખાડનારા છે.-એ` ડડ્ડત્ડજ્ડડઊડટ્ઠ ત્ડડણુળડડઊડટ્ઠ'’ પ્રભુ પોતે ભવથી તર્યા ને બીજા જીવોને ભવથી તારનારા છે. (આત્મામાં દિવ્યધ્વનિના સંસ્કાર અવ્યક્તપણે પડેલા હોવાથી ગુરુકહાનને દિવ્યધ્વનિ પ્રત્યે વિશેષ ઉલ્લાસ-ઉર્મિઓ જાગતી, ને તેનો મહિમા કરતાં-કરતાં તેઓ પ્રસન્નતાથી ખીલી ઊઠતા.)
પદ્મનંદી-પચ્ચીસીનો આધાર આપીને ગુરુકહાન કહે છે: અહો Eષષભદેવ પ્રભો! આપે તો અંતરના ચૈતન્યખજાના ખોલી નાંખ્યા, ને દિવ્યધ્વનિ વડે જગતની પાસે તે ખજાના ખુલ્લા મૂકી દીધા. હવે એવો કોણ બુદ્ધિમાન છે કે જે આ ખજાના ન લ્યે! અર્થાત્ બુદ્ધિમાન ભવ્યજીવો તો આપની પાસેથી ચૈતન્યખજાનાની વાત સાંભળતાં જ, તેની પાસે રાજપાટને અત્યંત તૂચ્છ સમજીને તે છોડીને ચૈતન્યખજાના લેવા માટે વનમાં ચાલ્યા ને મુનિ થઇને કેવળજ્ઞાન-ખજાના પ્રાપ્ત કર્યા; ધર્મી-સમ્યગ્દૃષ્ટિ જીવોએ પણ પોતાના તે ખજાનાને દેખી લીધા. આ રીતે હે જિનદેવ! આપ અમને ધર્મના દાતાર છો...આપના દિવ્યધ્વનિનો ઉપદેશ ચૈતન્યખજાના બતાવીને અમને મોક્ષવૈભવની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રમાણે પ્રભુના આઠમા પ્રાતિહાર્યરૂપ દિવ્યધ્વનિનું વર્ણન કર્ય઼ું. (3પ)

advt05.png