• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૬મી. - પ્રભુ પ્રતાપે આકાશમાં ખીલ્યો ફૂલનો બગીચો..
उन्निद्र-हेम-नव-पड्कज-पझ्ज-कान्ति-पर्युल्लसन्-नख-मयूख-शिखा-भिरामौ ।
पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः पद्मानि तन्न विबुधाः परिकल्पयन्ति ।।36।।
  ઉન્નિદ્ર-હેમ-નવ-પડ્કજ-પઝ્જ-કાન્તિ-પર્યુલ્લસન્-નખ-મયૂખ-શિખા-ભિરામૌ ।
પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્ત: પદ્માનિ તન્ન વિબુધા: પરિકલ્પયન્તિ ।।36।।

શ્રી તીર્થંકર ભગવાનના 8 અતિશયો-અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર, દેવદુંદુભી, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ-તેમનું વર્ણન કર્ય઼ું. હવે તે ઉપરાંત ભગવાનના બીજા કેટલાક અતિશયોનું વર્ણન કરીને સ્તુતિ કરે છે. આ શ્લોકમાં, પ્રભુના શ્રી વિહાર વખતે આકાશમાં પદ્મ­કમળની રચના થાય છે તેનું વર્ણન છે. (આકાશમાં પ્રભુના શ્રી વિહારનું દૃશ્ય આ ચિત્રમાં જોઇને, તેમજ આવા બીજાં ચિત્રો જોઇને, એક આત્માર્થી બેનને અંતરમાં પ્રભુમહિમાનો એવો ઉમળકો આવી ગયો -કે જેમ જિનવાણી-માતાને હીરલેથી વધાવે તેમ તેણે રૂપિયાનો ખોબો ભરીને આ ચિત્રોને વધાવ્યા. હજી આ ચિત્રોને રંગીન બનાવવાની અમારી ભાવના છે.)
હે જિનેદ્રદેવ! આપનાં પગ નવીન ખીલેલા સુવર્ણકમળ જેવી કાન્તિવાળા છે, તેના નખોમાંથી મનોહર કિરણોની પ્રભા ચારેકોર ફેલાય છે. આપ જ્યાં વિહાર કરો છો ત્યાં આપના પગ નીચે 22પ (1પ જા 1પ) સુવર્ણકમલોની અદ્ભુત રચના થાય છે. સામાન્ય લોકો કહે છે કે આકાશમાં ફૂલ ન ઊગે; પણ પ્રભુ, આપ વિહાર કરો ત્યાં તો આકાશમાં આપના પગ નીચે દૈવી કમળો રચાય. આકાશમાં જાણે અદ્ભુત બગીચો ખીલ્યો.
આપના આત્મામાં તો અનંતગુણબગીચો ખીલ્યો ને બહારમાં જ્યાં આપનાં પગ પડયા ત્યાંપણ દૈવી કમળનો બગીચો ખીલી ઊઠયો, ભવ્યજીવોનું હૃદયકમળ પણ ખીલી ગયું; જેના અંતરમાં આપનાં ચરણ વસ્યા તે ભવ્ય જીવમાં ધર્મના બગીચા ખીલી ઊઠયા. જુઓ, આ ભક્તિ! ભગવાનના પગનાં તળીયા કમળ જેવા કોમળ ને અત્યંત સુશોભિત હોય છે.
પ્રભુ વિહાર કરે ત્યારે તેમને સાધારણ મનુષ્યોની માફક પગલાંનો ક્રમ નથી હોતો; તેમજ પ્રભુ પૃથ્વી પર પગ નથી મૂકતા. આકાશગામી પ્રભુનો શ્રી-વિહાર અદ્ભુત છે:

 

Bhaktamar-Gatha 36

`િવના ડગ ભરે, અંતરીક્ષ જાકી ચાલ હૈ.' પ્રભુનું કેવળજ્ઞાન અક્રમે જાણનારું છે, તેમાં ક્રમ નથી; પ્રભુની વાણી અક્રમરૂપ છે, તેમાં અક્ષરોનો ક્રમ નથી; અને પ્રભુનો વિહાર પણ પગલાંના ક્રમ વગરનો છે, તેઓ એક પછી એક પગલાં નથી ભરતા. જેમ પંખીને આકાશમાં ગમન કરવા માટે પગલાં નથી ભરવા પડતા, તેમ ગગનગામી ભગવાનને બંને પગ એક સાથે રહીને આકાશગમન થાય છે. આýાર્યકારી છે ભગવાનની વાત! અરે, Eષદ્ધિધારી મુનિવરો પણ પગલાં ભર્યા વગર આકાશમાં વિહાર કરી શકે છે, તો તીર્થંકર પરમાત્માની શી વાત! પ્રભો! અંતરમાં આપના ગુણોનો બગીચો ખીલ્યો ત્યાં બહારમાં પણ ફૂલનો બાગ ખીલી ઊઠયો...ચારેકોર સુગંધ પ્રસરી ગઇ. પ્રભો! આ ભક્તિ દ્વારા અમારા હૃદયમાં આપના ગુણસ્વભાવની સુગંધ પ્રસરી ગઇ, તેમાં હવે વિભાવની દુર્ગંધ પ્રવેશી શકે નહિ.

  અને આપના ચરણોની નીચે ખીલેલાં કમળો દેખીને હું તો એમ સમજું છું કે જે ભક્તના હૃદયમાં આપનાં ચરણ બિરાજમાન છે તેના અંતરમાં ગુણના બગીચા ખીલી જાય છે. પ્રભુના શ્રી વિહાર વખતે આકાશમાં સુવર્ણકમળોની રચના એ કાંઇ કલ્પના નથી પણ દેવો તેવી રચના કરે છે. ભક્તની ભક્તિ અને ભગવાનનો મહિમા એ બંને આýાર્યકારી છે. તે 22પ સુવર્ણકમળ અચેત હોય છે, તે અચેત ફૂલનેય પ્રભુ અડતા નથી, અલિપ્ત રહે છે, ત્યાં સચેત ફૂલની તો વાત કેવી? અહા, પ્રભુને ઉપરથી રત્નો વરસે ને પગ નીચે ફૂલ બિછાય.
હે દેવ! આવો બાહ્ય પ્રભાવ પણ આપના સિવાય બીજાને હોતો નથી. અંતરનો કેવળજ્ઞાન-વૈભવ તો કોઇ અચિંત્ય ને અતીદ્રિય છે. આવા દિવ્યવૈભવ વચ્ચે પણ પૂર્ણ વીતરાગતા તો આપને જ શોભે. જેમ અત્યારે પણ મોટા માણસોનું સ્વાગત કરવા મખમલની લાલ જાજમ વગેરે બિછાવે છે તેમ પ્રભુના વિહારમાં દેવો દૈવી સુવર્ણકમળ બિછાવીને પ્રભુનું સન્માન કરે છે. વિબુદ્ધ-દેવો આવી રચના કરે છે. એવો જ તીર્થંકર પ્રભુના પુણ્યનો અતિશય છે. જેમ મોક્ષમાં ગયેલા સિદ્ધ ભગવાન, સંસારમાં પાછા આવે નહિ, તેમ કેવળજ્ઞાન પામીને ગગનવિહારી થયેલા અરિહંત ભગવાન જમીન પર પાછા આવે નહિ; કેવળીપ્રભુનો વિહાર આકાશમાં જ હોય, સમવસરણ પણ જમીનથી ઊંચે અદ્ધર હોય. ઊંચે ગયેલા આત્મા નીચે કેમ આવે! તેમ હે દેવ! આપને અમારા અંતરમાં વસાવ્યા છે તેથી અમારો આત્મા પણ હવે ઊર્ધ્વગામી જ છે, અમે પણ હવે ઊંચા અર્હંતપદ તથા સિદ્ધપદને પામશું.-પાછા સંસારમાં પગ નહી મૂકીએ.-આમ પોતાના આત્માને ભેગો, ભેળવીને આ સમ્યક્ભક્તિ કરી છે. જુઓ, આ સર્વજ્ઞ પરમાત્માના ગુણોની ભક્તિ! આકાશમાં પુષ્પરચનાના વર્ણન દ્વારા પ્રભુના ગુણોનું સ્તવન કર્ય઼ું. (36)
advt07.png