• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૭મી. - જિનેન્દ્રરૂપી સૂર્ય પાસે અન્ય કુદેવો ઝાંખા પડી જાય છે..
इत्थं यथा तव विभूति-रभूज्-जिनेन्द्र ! धर्मोपदेशन-विधौ न तथा परस्य ।
यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा तादृक् कुतो ग्रह-गणस्य विकाशिनोऽपि ।।37।।
  ઇત્થં યથા તવ વિભૂતિ-રભૂજ્-જિનેન્દ્ર ! ધર્મોપદેશન-વિધૌ ન તથા પરસ્ય ।
યાદૃક્ પ્રભા દિનકૃત: પ્રહતાન્ધકારા તાદૃક્ કુતો ગ્રહ-ગણસ્ય વિકાશિનોऽપિ ।।37।।

હે જિનેદ્ર! આ રીતે ધર્મોપદેશ સમયે સમવસરણમાં આપને અષ્ટપ્રાતિહાર્ય વગેરે જે દિવ્ય-આýાર્યકારી વિભૂતિ હોય છે તેવી બીજા કોઇ અજ્ઞાની-કુદેવોને હોતી નથી; એ તો બધા આપની પાસે, સૂરજની પાસે તારલા જેવા ]ાંખા લાગે છે. લાખો-કરોડો તારલાંનો સમૂહ ઊગીને ગમે તેવું ટમટમ કરે તોપણ, અંધકારને દૂર કરનારા એક જ દિનકર પાસે જેવી ]ગ]ગતી પ્રભા છે તેવી પ્રભા શું તે તારલામાં કદી થાય?-ન જ થાય. રાતના તારા ગમે તેવા પ્રકાશે પણ કાંઇ તેનો પ્રકાશ રાતનું અંધારું મટાડીને દિવસ ન બનાવી શકે; તેમ મિથ્યાત્વરૂપી રાતમાં રહેલા અજ્ઞાનીજીવો-કુદેવો ગમે તેટલો વિકાસ કરે તોપણ હે દેવ! તેને આપના જેવી વીતરાગતા ને જ્ઞાનપ્રકાશ તો દૂર રહો પરંતુ બાહ્યવિભૂતિ પણ આપના જેવી કોઇને હોતી નથી. અહા, હજાર આરાથી ચમકતું એ ધર્મચક્ર, રત્નજડિત એ માનસ્તંભો, ઇચ્છા વગર નીકળતી એ દિવ્યવાણી, એ આýાર્યકારી ભામંડળ, આકાશમાં કમલરચના, ઈદ્રદ્વારા પૂજ્યતા,-આવો આýાર્યકારી વૈભવ હે દેવ! જેવો આપને થયો તેવો બીજા કોઇને થતો નથી.-શું ટમટમતા તારલામાં કે આગીયા જીવડામાં કદી સૂર્ય જેવો પ્રકાશ હોય છે? સૂરજ ઊગે ત્યાં તારલાના તેજ ઢંકાઇ જાય ને તે દેખાતા પણ બંધ થઇ જાય, તેમ અમારા અંતરમાં જ્યાં સર્વજ્ઞદેવરૂપી સૂર્યનો પ્રકાશ થયો ત્યાં કુદેવરૂપી તારલાંના તેજ હણાઇ ગયા; પ્રભો! હવે અમને તે કોઇ દેખાતા નથી, અમારા પરમ ઈષ્ટ સાચા દેવ તો એક આપ જ છો.
પરમ સર્વજ્ઞ અને વીતરાગ એવા આપના સિવાય બીજા કોઇ દેવને અમારા અંતરમાં સ્થાન નથી. પ્રભો, આપના દિવ્ય વૈભવના આýાર્ય કરતાંય, અમને તો વૈભવની વચ્ચે પણ આપની વીતરાગતા વધુ આýાર્ય ઉપજાવે છે.-ક્યાં આવો વૈભવ! ને કયાં આવી વીતરાગતા!

 

Bhaktamar-Gatha 37

બીજા સામાન્ય જીવો તો વાતવાતમાં રાગી-દ્વેષી-ક્રોધી થઇ જાય છે ને સ્ત્રાળ વગેરે વિષયોમાં લલચાઇ જાય છે, -એનામાં નથી તો વીતરાગતા કે નથી સર્વજ્ઞતા; એને તે `દેવ ' કોણ કહે! વીતરાગ અને સર્વજ્ઞપણે શોભતા દેવ તો એક આપ જ છો. કોઇ દેવ વિક્રિયા વડે કદાચ સમવસરણ વગેરેની રચના દેખાડવા માગે તોપણ હે પ્રભો! જેવો અચિંત્ય પ્રભાવ આપનામાં છે તેના લાખમા ભાગનોય પ્રભાવ તેમાં આવી શકતો નથી. આપની પાસે તો સાક્ષાત્ ઈદ્ર આવીને નમે છે, માયાચારી રચનામાં તે ક્યાંથી હોય? જુઓ તો ખરા, પ્રભુનું આકાશગમન, આકાશમાં પગ નીચે સુવર્ણ-પુષ્પોની રચના, મોઢું ખોલ્યા વગર સર્વાંગેથી ખરતી નિરક્ષરી વાણી, અરિહંતપદમાં કરોડો વર્ષો સુધી અનાહારીપણું-આ બધો વૈભવ શુદ્ધ જૈન સિવાય બીજા કોણ માને છે? જેઓ ભગવાનને પણ ભોજન હોવાનું માને, રોગ માને, આકાશને બદલે જમીન પર ચાલવાનું માને, પુષ્પવૃષ્ટિને બદલે પ્રભુ ઉપર તેજોલેશ્યાનો શસ્ત્રપ્રહાર થવાનું માને.

 

એવી માન્યતાવાળા કોઇ જીવ, સર્વજ્ઞપરમાત્માની સાચી સ્તુતિ કરી શકે નહી. હજી જેને આવી બાહ્યવિભૂતિનોય વિશ્વાસ ન બેસે, એને સર્વજ્ઞતા ને વીતરાગતારૂપ અંતરંગ વૈભવ તો મ્યાંથી સમજાય? આ રીતે, ભગવાનની આýાર્યકારી સ્તુતિરૂપ આ જીડડિહૃડઠડણુર્ત્ડડદ્મઁ઼ડ શુદ્ધ જૈનઆમ્નાયવાળા મુનિરાજ માનતુંગસ્વામીની જ રચના છે...અને તેમાં અત્યંત સુંદરતા દેખીને સમસ્ત જૈનોએ તે અપનાવ્યું છે.
તીર્થંકર ભગવાનને પહેલાં સાધકદશામાં જે રાગથી આ તીર્થંકરપ્રકૃતિ વગેરે ઉત્તમ પુણ્ય બંધાયા, તે રાગનોય તે વખતે તેમને આદરભાવ ન હતો; ને હવે સર્વજ્ઞ થયા પછી તે પુણ્યના ફળ પામ્યાં તેમાં પણ પ્રભુને રાગ થતો નથી. જેને રાગનો આદર હોય તેને તો આવા ઉત્તમ પુણ્ય બંધાય જ નહિ. અંતરના અનંત ચતુષ્ટયરૂપ ચૈતન્યવૈભવની સાથે સાથે બહારમાં તીર્થંકરપદની વિભૂતિ તીર્થંકર ભગવંતોને જ હોય છે. બીજા સામાન્ય-કેવળજ્ઞાની ભગવંતોને જોકે અંતરનો ચૈતન્યવૈભવ તો તીર્થંકરપ્રભુ જેવો જ હોય છે, પણ બહારનો વૈભવ તેવો હોતો નથી.-છતાંય આકાશગમન, નીરાહારીપણું વગેરે તો તેમને પણ હોય જ છે. આત્મશક્તિનો મહિમા કોઇ અલૌકિક છે, તેનો પૂર્ણ વિકાસ થતાં તેની સાથેનો બાહ્યવૈભવ પણ આýાર્યકારી હોય છે. એવું કોઇ મહાન આýાર્ય આ જગતમાં નથી, કે પૂર્ણ પરમાત્મપદને પામેલા ભગવંતો પાસે પણ જે ન હોય! જગતના બધા આýાર્યોમાં પણ સૌથી વધુ આýાર્ય (અદ્ભૂતથી પણ અદ્ભૂત, અથવા બધા આýાર્યથીયે પાર) તો આત્માનો આનંદસ્વભાવ અને તેની અનુભૂતિ છે, અને તે સ્વભાવ હે દેવ! આપે જ પ્રગટ કરીને અમને દેખાડયો છે. અન્ય કોઇ દેવોને એવો સ્વભાવ પ્રગટયો નથી, તો તે દેથી શકે? આવા આýાર્યકારી આપને ઓળખીને જે ખાડી મ્યાંસમ્યક્સ્તુતિ કરે તેની ભવની બેડી તૂટી જાય...ને તે આપના જેવો થઇ જાય. (37)

advt08.png