• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૯મી. - જેના અંતરમાં ભગવાન બીરાજે છે તેને ભય કેવો..!!
भिन्नेभ-कुम्भ-गलदुज्झ्वल-शोणिताक्त-मुक्तफल-प्रकर-भूषित-भूमिभागः ।
बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि नाक्रामति क्रमयुगाचल-संश्रितं ते ।।39।।
  ભિન્નેભ-કુમ્ભ-ગલદુજ્ઝ્વલ-શોણિતાક્ત-મુક્તફલ-પ્રકર-ભૂષિત-ભૂમિભાગ: ।
બદ્ધક્રમ: ક્રમગતં હરિણાધિપોऽપિ નાક્રામતિ ક્રમયુગાચલ-સંશ્રિતં તે ।।39।।

હે દેવ! જેનું ચિત્ત આપના `યડહૃઠડળડડ્ઢણ્ડ' એટલે ચરણકમળમાં અચલપણે આશ્રિત છે તેને સિંહનો ભય નથી સિંહ પણ તેના પર આક્રમણ કરતો નથી. સિંહ પણ કેવો? કે જેણે પંજાના પ્રહાર વડે મોટા હાથીના કુંભસ્થળને ચીરી નાખ્યું છે ને તે હાથીના કુંભસ્થળમાંથી વેરાયેલા, લોહીથી સંગાયેલા, સફેદ ગજમોતી-મુક્તાફળવડે પૃથ્વીનો ભાગ ચમકી રહ્યો છે; ભદ્ર જાતિના ઉત્તમ હાથીના મસ્તકમાં મોતી પાકે છે, તેને ગજમોતી કહેવાય છે; આવા ગજમોતી બધા હાથીના મસ્તકમાં નથી હોતા. આવા બળવાન હાથીના મસ્તકને પંજાના પ્રહારવડે જેણે ચીરી નાંખ્યું છે એવો સિંહ `ધ્ડ્રુયડહૃઠડ ' છલાંગ મારતો આવતો હોય, ને આપનો ભક્ત `યડહૃઠડણ્ડત્ડઠડઠ્ઠ '’તેના પંજાની વચ્ચે આવી પડયો હોય, તોપણ એ`યડહૃઠડળડડ્ઢણ્ડ ' આપના ચરણકમળનો અચળ આશ્રય કરનાર ભક્ત ઉપર તે સિંહ આક્રમણ કરતો નથી. અહો જિનદેવ! આપની સમીપમાં સિંહ જેવા ક્રૂર જીવો પણ શાંત થઇ જાય છે. જુઓ, મહાવીર ભગવાનનો જીવ જ્યારે પૂર્વે દશમા ભવમાં સિંહ હતો. ત્યારે બે મુનિઓ તેને સંબોધવા આકાશમાંથી ઊતર્યા, ને સિંહ તો એ મુનિવરોની વીતરાગી શાંતિ દેખીને ચક્તિ થઇ ગયો; મુનિઓને તો સિંહનો ભય ન લાગ્યો, પણ ઊલટો તે સિંહ મુનિઓને દેખીને શાંત થઇ ગયો ને આત્મજ્ઞાન પામ્યો.
વળી, અંજના (હનુમાનની માતા) જ્યારે વનની ગૂફામાં રહેતી હતી ને મુનિસુવ્રતસ્વામીની ભક્તિ કરતી હતી, ત્યારે ગૂફાના બારણે એક ક્રૂર સિંહ આવીને ત્રાડ પાડવા લાગ્યો; ભયભીત અંજના જિનસ્મરણ કરવા લાગી; ત્યાં એક દેવે અષ્ટાપદ (આઠ પગવાળા સિંહ) નું રૂપ ધારણ કરીને તે સિંહને ભગાડી મૂક્યો ને અંજનાની રક્ષા કરી.-પુણ્યયોગે ધર્માત્માઓને આવો યોગ બની જાય છે. કોઇવાર મુનિને સિંહ-વાઘ ખાઇ પણ જાય છે ને! પારસનાથના જીવને પૂર્વે આનંદરાજાના ભવમાં સિંહ ખાઇ ગયો, સુકોશલમુનિને વાઘણ (-તેને જન્મદેનારી માતા હતી તે જ વાઘણ થઇને) ખાઇ ગઇ,-આવા પણ પ્રસંગ બને છે ને!’
એનો ખુલાસો પહેલાં કહેવાઇ ગયો છે. એ પ્રકારના અશુભકર્મનો ઉદય બાકી હોય તો તેવો પ્રસંગ બની જાય, પણ એવા પ્રસંગેય જેના અંતરમાં જિનભક્તિ છે તેને કોઇ ભય નથી; મૃત્યુ આવે તોપણ તેઓ ધર્મની આરાધના છોડતા નથી. સિંહ આવીનેય શું કરશે? શું તે મારા સમ્યક્ત્વાદિ ધર્મને ખાઇ જશે?-કદી નહી.-એમ ધર્મીજીવ નિ:શંક ને નિર્ભય રહે છે. પાછળ સિંહ આવતો હોય ને ધર્મીજીવ ભાગે પણ ખરા, એ જાતના નોકષાયરૂપ ભય હોય, પણ જિનમાર્ગમાં તેઓ નિ:શંક છે, તે વખતેય નિજધર્મના નાશનો ભય કે મિથ્યાત્વરૂપ ભય તેમને હોતો નથી. સિંહના પગ વચ્ચે પડયા હોય તોપણ ધર્માત્મા નિ:શંક છે કે સિંહ મારા ધર્મ ઉપર આક્રમણ નહી કરી શકે.
જુઓ, આ જિનભક્તિની અંતરંગ દશા! બહારમાં ક્રૂર સિંહ ને અંદરમાં અશુભકર્મોના ઉદયરૂપ સિંહ, તેના ઉપસર્ગો જિનભક્તને વિશુદ્ધ પરિણામવડે દૂર થઇ જાય છે; એવા ઉપસર્ગ કદાચ આવે તો તે ઉપસર્ગની વચ્ચે સાધકજીવની શૂરવીરતા એવી જાગી ઊઠે છે કે, ઉપસર્ગથી ડરીને તેઓ આરાધનાને છોડતા નથી.

 

Bhaktamar-Gatha 39

અશુભકર્મનો ઉદય પલટવામાં કોઇવાર આવી સ્તુતિના શ્લોક પણ નિમિત્ત બની જાય છે; તેથી આગલા શ્લોકનું નામ `ગજભયભંજક-સ્તુતિ '’હતું ને આ શ્લોકનું નામ `િસંહભયભંજક-સ્તુતિ ' છે. પ્રભો! સિંહના બે પગ વચ્ચે ઊભા હોઇએ ત્યારે પણ અમારા હૃદયમાં આપ બિરાજો છો, અમારા અંતરમાં આપ હાજર છો, પછી આપની સમીપમાં અમને સિંહનો ભય કેવો? જ્યાં પરમાત્મા બિરાજતા હોય ત્યાં સમવસરણમાં સિંહ વગેરે પણ શાંત-અહિંસક બની જાય છે; ને સસલાં પણ તેનાથી ડરતાં નથી. તો જ્યાં અમારા જેવા ધર્માત્માના હૃદયમાં આપ બિરાજી રહ્યા છો ત્યાં અમને સિંહ વગેરેનો ભય કેવો? કર્મના ઉદયરૂપ સિંહનો કે પ્રતિકૂળતાનો પણ અમને ડર નથી. એનાથી ભિન્ન જ્ઞાયક-ચિદાનંદતત્ત્વની અનુભૂતિ ને ભાવના નિરંતર વર્તે છે. અમે સર્વજ્ઞનું શરણ લીધું છે; સર્વજ્ઞના સમ્યશ્રદ્ધા-જ્ઞાનરૂપ બે ચરણનું જેણે શરણ લીધું છે એવા અમે, કદાચ સિંહના પંજા વચ્ચે હોઇએ તોપણ ધર્મમાં મૂં]ાતા નથી, ભયભીત થઇને ધર્મને છોડતા નથી. અપજશ આવે, દરિદ્રતા આવે, રોગ આવે, કોઇ બેડીથી બાંધીને જેલમાં પૂરે-તોપણ હે નાથ! આપના ભક્ત કર્મરૂપી સિંહના પંજામાં સપડાતા નથી, નિર્ભયપણે તે મોક્ષના માર્ગે ચાલ્યા જાય છે. અનંતવીર્યશક્તિવાળા આત્માનું શરણ લીધું ત્યાં હવે કોનો ભય? ચૈતન્યના સાધક ધર્માત્માને પૂર્વનાં અશુભકર્મો હોય તે છૂટી જાય છે ને નવાં પુણ્ય બંધાય છે. અને કદાચ કોઇ અશુભકર્મ રહી જાય ને પ્રતિકૂળતા આવી પડે તો ત્યારે તેને વિશેષ પુરુષાર્થ જાગી ઊઠે છે; ઉદયના પંજામાં તેની ચેતના ફસાતી નથી. પુણ્ય અને પુરુષાર્થનો તેને સુમેળ હોય છે. અહા! પ્રભો! જેનું ચિત્ત આપના ધ્યાનમાં લાગેલું છે તેને બહારમાં સિંહ આવીને ખાતો હોય તોપણ શું? આપના ગુણમાં જેનું ચિત્ત લાગેલું છે તેને સિંહનો ભય નથી; અરે, માથું સિંહના મોઢામાં હોય ને અંદર આત્મામાં કેવળજ્ઞાનની તૈયારી ચાલતી હોય!-તેણે અંતરમાં પરમાર્થ ભગવાનનું (આત્મસ્વભાવનું) શરણ લીધું છે.
કર્મના ઉદયરૂપ સિંહ છલાંગ મારીને અમને દબાવી દેશે કે અમારા ચેતનશરીરને (-ધર્મને) ખાઇ જશે-એવી બીક ધર્મીને થતી નથી, એણે તો અંદરમાં પરમાત્મસ્વભાવનું શરણ લીધું છે. બહારમાં કોઇ દેવ સિંહનું રૂપ ધારણ કરીને કહે કે તું જિનધર્મને છોડી દે, નહીતર તને ખાઇ જઇશ;-તો પણ સિંહનો ભય પામીને જિનેદ્રભગવાનનું શરણ ધર્માત્મા છોડતા નથી.
 

હે દેવ! અમે આપના ચરણનો ને આપના વીતરાગમાર્ગનો આશ્રય લીધો ત્યાં સિંહ-વાઘ અમને હવે શું કરશે? એ તો પશુ છે ને આપ તો પરમાત્મા છો. આપનું શરણ લેનારને એ તિર્યંચ-બિચારાં શું કરશે! જ્ઞાયકસ્વરૂપની ગૂફામાં કર્મરૂપી સિંહનો પ્રવેશ નથી. જેણે જ્ઞાયકસ્વરૂપનો આશ્રય લીધો (શુદ્ધોપયોગ વડે તેમાં પ્રવેશ કર્યો) તેના ઉપર કર્મરૂપી સિંહ આક્રમણ કરી શકતો નથી. અંતરમાં આત્માની આવી નિર્ભયદશા ખીલી ગઇ તેની મુખ્યતા છે; ને જ્યાં સ્વસન્મુખ આવી નિર્ભયદશા થઇ ત્યાં બહારના સંયોગથી પણ નિર્ભય થઇ ગયો; હવે કોઇ સંયોગ આવીને મારા ધર્મને દાબી દેશે એવો ભય તે ધર્મીને રહ્યો નહિ. જ્યાં ચૈતન્યસ્વભાવનો આશ્રય કર્યો ત્યાં કર્મરૂપી સિંહના પગ બંધાઇ ગયા. ચૈતન્યની ચેતના સામે હવે ઉદયનું જોર ચાલે નહીં. અમે અમારા સ્વભાવમાં જઇએ છીએ ત્યાં કર્મોદયો ખરીને અકર્મરૂપ થઇ જાય છે. આ રીતે નિર્ભયપણે ધર્મીજીવ જિનભક્તિ કરતાં કરતાં મોક્ષપુરીમાં ચાલ્યા જાય છે. ભક્તામર સ્તોત્રના આ 39 મા શ્લોકમાં `ધ્ડ્રુયડહૃઠડ, યડહૃઠડણ્ડત્ડટ્ઠ અને યડહૃઠડળડડ્ઢણ્ડ આવા ત્રણ શબ્દો છે, તે તરફ લક્ષ ખેંચીને પૂ. કાનજીસ્વામીએ કહ્યું હતું કે જુઓ, દરેક દ્રવ્યની પર્યાયના ઉત્પાદ-વ્યય `ક્રમબદ્ધ' થાય છે એ સિદ્ધાંત છે. વિશ્વના સમસ્ત પદાર્થોમાં ક્રમબદ્ધ-નિયમિત પરિણમન, અને ભગવાન સર્વજ્ઞદેવને સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોનું જ્ઞાન,-આ રીતે સર્વજ્ઞનો જ્ઞાનસ્વભાવ, ને જ્ઞેયોનો પરિણમનસ્વભાવ, તેની સંધિ છે, તેમાં આડું અવળું થતું નથી; એટલે કે સર્વજ્ઞ-જ્ઞાન જાણે કાંઇક, અને પદાર્થમાં પરિણમન થાય બીજું કાંઇક,-એમ બનતું નથી. અને આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરનાર જીવને શુદ્ધ જ્ઞાનરૂપ મોક્ષમાર્ગનો ક્રમ પોતામાં શરૂ થઇ જાય છે.-આ ન્યાય તેઓશ્રીને ખૂબ પ્રિય હતો અને તેનું જ્ઞાનસ્વભાવની સન્મુખતાપ્રેરક અતિ સુંદર, ગંભીર અને સ્પષ્ટ વિવેચન તેઓશ્રીએ જે 13 પ્રવચનોમાં કર્ય઼ું છે તે પ્રવચનો `।઼ડડદ્યડત્ક્રડજીડડક્રડ ઊંડડદ્વણુ ।઼ડદ્મળડત્ક્રડજીડડક્રડ' નામના પુસ્તકરૂપે છપાયેલા છે - જેનું સંકલન બ્ર. હરિભાઇએ કરેલું છે. ગુજરાતી આત્મધર્મ વર્ષ-12 અંક-133-34 માં પણ તે છપાયા છે. આત્માના જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં અથવા સર્વજ્ઞની શ્રદ્ધામાં, અંતર્મુખી મોક્ષમાર્ગનું કેટલું જોર આવે છે તે વાત ઘણી અલૌકિક શૈલિથી તેમણે સમજાવી છે). અહી કહ્યું કે હે ભગવાન આદિનાથ! આપના જેવા સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરીને, તેનો સમ્યક્આશ્રય કરનારા જીવને મોક્ષમાર્ગ સાઘવામાં સિંહનાં પગ વચ્ચે પણ ભય થતો નથી, સિંહ તેના પર આક્રમણ કરતો નથી; અને કદાચ આક્રમણ કરે તોપણ નિર્ભયપણે તે મોક્ષમાર્ગને સાધે છે. જ્યાં આપનો આશ્રય છે ત્યાં મોક્ષની સાધનામાં કોઇ વિઘ્ન નથી. આપના માર્ગનો, આપના ક્રમયુગનો આશ્રય લઇને અમે આનંદથી મોક્ષને સાધી રહ્યા છીએ, મોક્ષપુરી તરફ આવી રહ્યા છીએ.

advt04.png