• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪૧મી. - જિનમાર્ગનો આશ્રય કરનારને કાળા સર્પનો ભય હોતો નથી..
रक्तेक्षणं समद-कोकिल-कण्ठनीलं क्रोधोद्धतं फणिन-मुत्फण-मापतन्तम् ।
आक्रामति क्रमयुगेन निरस्त-शड्क-स्त्वन्-नाम-नागदमनी हृदि यस्य पुंसः ।।41।।
  કરક્તેક્ષણં સમદ-કોકિલ-કણ્ઠનીલં ક્રોધોદ્ધતં ફણિન-મુત્ફણ-માપતન્તમ્ ।
આક્રામતિ ક્રમયુગેન નિરસ્ત-શડ્ક-સ્ત્વન્-નામ-નાગદમની હૃદિ યસ્ય પુંસ: ।।41।।

વિવિધ ભયોનું નિવારણ કરનારા નવ શ્લોકમાં આ ચોથા શ્લોકનું નામ `સર્પવિષ-નિવારક સ્તુતિ' છે.

સર્પ કેવો?...કે ક્રોધથી જેની આંખો રાતી થઇ ગઇ છે, જે કોકિલાના કંઠ જેવો કાળો છે, અતિશય ક્રોધથી ફેણ ઊછાળતો જે સામે આવે છે, એવો ભયંકર ફણિધર-સર્પ, તેને પણ હે જિનેદ્ર! તે પુરુષ નિ:શંકપણે બંને પગથી ઓળંગી જાય છે-કે જેના અંતરમાં આપના મંગલ નામરૂપી `નાગદમની' (-નામનું ]ેર ઉતારનારો મંત્ર અથવા ગરૂડમણિ) વિદ્યમાન છે. તેને સર્પનો ભય થતો નથી.
અહા! જેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા છે, જેની પાસે સર્વજ્ઞની શ્રદ્ધારૂપ ચૈતન્ય-મણિ છે, તેને હવે મિથ્યાત્વસર્પનું ]ેર કેવું? જુઓને, નાનકડા મહાવીરે શાંતભાવવડે નાગને વશ કર્યો, તેમ ધર્માત્મા, ચૈતન્યના અનુભવરૂપ મંત્રવડે મિથ્યાત્વ]ેરને દૂર કરે છે.
સર્પનું ઝેર તો એકવાર મારે છે, જ્યારે મિથ્યાત્વનું ઝેર સંસારમાં અનંતવાર મારે છે. તે મિથ્યાત્વ ઝેરને જિનશાસનની ઉપાસનાવડે જેણે દૂર કર્ય઼ું તેને હવે બહારમાં સર્પના વિષનો ભય કેવો? આ ભક્તામર-સ્તોત્ર ઉપરાંત `વિષ-અપહાર' નામથી પ્રસિદ્ધ એક સ્તોત્ર (ઋષષભદેવ ભગવાનની સ્તુતિ) છે તે મહાકવિ ધનંજયે રચેલ છે. તેઓ જિનભક્ત હતા;
એકવાર જિનમંદિરમાં એકાગ્રતાપૂર્વક પૂજન તથા જિનગુણચિંતન કરતા હતા; એવામાં ઘરે તેના પુત્રને સર્પ કરડયો; તે પુત્રની માતાએ તેમને ઘરે બોલાવવા માણસ મોકલ્યો; પણ ભક્તિ-કાર્ય અધૂરું મૂકીને તેઓ ઘરે ન ગયા. આથી ખીજાઇને, ઝેરથી અચેત થઇ ગયેલા પુત્રને લઇને તેની મા તેમની પાસે મંદિરે મૂકી ગઇ ને કહ્યું કે લ્યો, આ તમારો દીકરો! ભગવાનના મોટા ભક્ત છો તો બચાવો આ તમારા પુત્રને!
કવિ ધનંજય જિનભક્તિ ઉપરનો આ કટાક્ષ સમજી ગયા. પૂજા-ચિતનાદિં કાર્ય પૂરું થતાં તેમણે `ત્ક્રડડત્ઠડડદર્ખ્ડત્ડ: ત્ર્ડક્રડઃણ્ડત્ડ: ત્ર્ડઠડર્ત્ડ'... એ પદથી શરૂ કરીને 40 શ્લોકવડે જિનભક્તિની (વિષાપહાર-સ્તોત્રની) અદ્ભુત ભાવભીની રચના કરી, અને એ સ્તુતિ બોલ્યા કે સૌના આýાર્ય વચ્ચે અચેત પુત્રનું ]ેર ઊતરી ગયું ને જાણે તે ઊંઘમાંથી ઊઠયો હોય તેમ ચાલીને ચાલીને ઘરે પહોંચ્યો. જિનભક્તિના પ્રતાપે શુભકર્મની ઉદીરણા થતાં કોઇવાર આવા આýાર્યકારી પ્રસંગો બની જાય છે.

 

Bhaktamar-Gatha 41

પણ ત્યાં ધર્માત્માનો આશય તો વીતરાગના ગુણગાન અને વીતરાગતાની ભાવનાનો જ હોય છે, લૌકિક ફળની આશા હોતી નથી. જેને માત્ર લૌકિક ફળની આશા છે તેને, બહારમાં જ્યારે એવા પ્રસંગ નહિ બને ત્યારે ધર્મની શ્રદ્ધા ટકાવવી મુશ્કેલ થશે. વર્તમાનમાં કોઇને અશુભકર્મના યોગે બહારમાં એવો યોગ ન બને તોપણ અંતરની જિનભક્તિ નિષ્ફળ જતી નથી, તેનું ઉત્તમ ફળ આવે જ છે. ચૈતન્યસ્વભાવમાં મોહનું ]ેર ઉતારી નાંખવાની તાકાત છે. જેની પાસે ]ેર ઉતારવાનો અમુક મંત્ર, જડીબુટી કે મણિ હોય છે તે સર્પથી ભરેલા ભયાનક વનની વચ્ચે જાય તોપણ તેને સર્પો ઉપદ્રવ કરતા નથી કે ]ેર ચડતું નથી. એક માણસને જીભમાં જ કોઇ એવી રચના હતી કે જીભ ઉપર ]ેરી સર્પો કરડાવે તોપણ તેને ]ેર ચડતું નહીં. એવા જીવો નિર્ભયપણે સર્પને ઓળંગીને ચાલ્યા જાય છે. તેમ જેની પાસે જ્ઞાયકભાવનો સ્વાદ છે, જ્ઞાયકનો મંત્ર ને જડીબુટી છે, ચૈતન્યનો ચિંતામણિ છે, એવા ધર્માત્મા જીવો ક્રૂર કર્મોના ઉદયરૂપ કાળાનાગને પણ પગ નીચે કચડીને નિર્ભયપણે મોક્ષના માર્ગમાં ચાલ્યા જાય છે; ઉદયનું ]ેર તેમની ચેતનાને અસર કરતું નથી; તેમની જ્ઞાનચેતના ઉદયભાવોથી જુદી ને જુદી, અલિપ્ત રહે છે. એ ચેતનામાં કાળો નાગ પણ ભય કરતો નથી. હે નાથ! ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે જ્યાં અમે આપની સર્વજ્ઞતાનું સ્મરણ ને જ્ઞાનસ્વભાવની ભાવના કરીએ છીએ ત્યાં અમને કોઇ શંકા કે ભય રહેતો નથી; ઉદયરૂપી કાળા નાગને પણ ઓળંગીને નિર્ભયપણે આપના માર્ગમાં ચાલ્યા આવીએ છીએ.

 

જુઓ તો ખરા આ ભગવાનની ભક્તિના રણકાર! ને ભક્તનો આત્મવિશ્વાસ! આવો ભાવ જેને પ્રગટે તેણે ભગવાનનું ખરૂં શરણ લીધું છે.
આવા અંતર્મુખ ભાવથી જેણે ભગવાનનું શરણ લીધું તેને હવે જગતમાં કોઇનો ભય નથી; તેને મોક્ષના માર્ગે જતાં કોઇ રોકી શકે નહી; એના ચૈતન્યપ્રદેશમાં હવે મોહનું ]ેર ચડવાનું નથી; એની જીભમાં (ચેતનામાં) અમૃત વસે છે. બહારમાં સર્પને દેખીને કદાચ કોઇ ધર્માત્મા ભયથી ભાગે, તોપણ તે જ વખતે તેને સ્વભાવનું ને જિનમાર્ગનું શરણ છૂટયું નથી; ઉદય અને જ્ઞાનના ભેદજ્ઞાનરૂપ મંત્રવિદ્યા વડે તે સર્પને તેમજ ભયને બંનેને પોતાની ચેતનાથી જુદા જ રાખે છે, તેને ચેતનામાં પ્રવેશવા દેતા નથી. માટે સર્પ વડે મારી ચેતનાનો નાશ થઇ જશે એવો ભય તેને નથી. તે ચૈતન્યમાં પ્રવેશીને નિર્ભયપણે મોક્ષને સાધે છે.
કોઇ મુનિરાજને એવી Eષદ્ધિ હોય છે કે, કોઇને ]ેરી સર્પ કરડયો હોય ત્યાં તે મુનિરાજના શરીરને સ્પર્શીને હવા આવે તો તેનું ]ેર ઊતરી જાય. તો હે સર્વજ્ઞદેવ! આપ તો જગતમાં સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાનEષદ્ધિવાળા છો, આપની સર્વજ્ઞતાને સ્પર્શીને આવતી શ્રદ્ધારૂપી હવાવડે જીવોના મિથ્યાત્વનું ]ેર ઊતરી જાય એમાં કોઇ આýાર્ય નથી.
આપના ભક્તને મિથ્યાત્વસર્પ કરડી શકતો નથી, ને બહારનો સર્પ પણ તેની આત્મસાધનાને અટકાવી શકતો નથી. જુઓ, ભગવાન પારસનાથ પૂર્વે છઠ્ઠા ભવમાં જ્યારે અગ્નિવેગમુનિ હતા ને ધ્યાનમાં બેઠા હતા, ત્યારે અજગર થયેલો કમઠનો જીવ તે મુનિને આખાને આખા મોઢામાં ગળી ગયો. (જુઓ ચિત્ર) તે અજગરના મોઢાની વચ્ચે પણ મુનિરાજ ભયભીત ન થયા, તેમણે આત્માની આરાધના છોડી નહિ, કેમકે તે વખતેય તેમના અંતરમાં જ્ઞાયક-તત્ત્વના વેદનનું અમૃત વિદ્યમાન હતું.
આ જ્ઞાયકતત્ત્વની ભાવના તે જ સંસારનું ]ેર ઊતારવાની સાચી જડીબુટી છે, ને એ જ સાચી જિનભક્તિ છે. (આ પ્રસંગના ચિત્રસહિત વર્ણન માટે જુઓ મહાપુરાણ ગુજરાતી પા. 460) આ પ્રમાણે સર્પવિષનિવારક-શ્લોક વડે જિનસ્તુતિ કરી; હવે `શત્રુભયનિવારક` શ્લોક વડે જિનસ્તુતિ કરે છે. (41)

advt08.png