• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪૨મી. - જિનમાર્ગનો આશ્રય કરનારને શત્રુસેનાનો ભય નથી.
वल्ग-त्तुरड्ग-गज-गर्जित-भीम-नादं आजौ बलं वलवता-मपि भूपतीनाम् ।
उद्दद्-दिवाकर-मयूख-शिखा-पविद्धं त्वत्-कीर्तना-त्तम इवाशु भिदा-मुपैति ।।42।।
  વલ્ગ-ત્તુરડ્ગ-ગજ-ગર્જિત-ભીમ-નાદં આજૌ બલં વલવતા-મપિ ભૂપતીનામ્ ।
ઉદ્દદ્-દિવાકર-મયૂખ-શિખા-પવિદ્ધં ત્વત્-કીર્તના-ત્તમ ઇવાશુ ભિદા-મુપૈતિ ।।42।।

Bhaktamar-Gatha 42

આ શ્લોકનું નામ `શત્રુભયનિવારક સ્તુતિ' છે. ઊછળતા અને ગર્જના કરતા હાથી-ઘોડાના ભયંકર કોલાહલથી ભરેલી યુદ્ધભૂમિમાં બળવાન શત્રુરાજાઓના સૈન્યની વચ્ચે ઘેરાયેલ હોવા છતાં, હે જિનદેવ! આપનો ભક્ત જ્યાં આપનું સ્મરણ-કીર્તન કરે છે ત્યાં તો, જેમ સૂર્યના ઉદયથી અંધકાર ભેદાઇ જાય તેમ શત્રુસેના ભેદાઇ જાય છે, છિન્નભિન્ન થઇ જાય છે. પ્રભો, અંતરમાં અમે આપના માર્ગની ઉપાસના કરીએ છીએ ત્યાં ઉદયભાવોનો ઘેરો ભેદાઇને છિન્નભિન્ન થઇ જાય છે. આ રીતે જેના અંતરમાં જિનરાજ બિરાજમાન છે તેને શત્રુસેનાનો કે ઉદયભાવોનો ભય નથી; તેનાથી ભિન્ન રહીને નિર્ભયપણે તે મોક્ષને સાધે છે.
કોઇવાર ધર્મીરાજા પણ યુદ્ધમાં હારી જાય (-જેમ ભરતરાજા યુદ્ધમાં બાહુબલી સામે હારી ગયા), અશુભઉદયથી એમ બને, પણ જ્ઞાનીધર્માત્માની જ્ઞાનચેતના તે અશુભઉદય સામે હારી જતી નથી. જ્ઞાનચેતનામાં 148 કર્મના બંધનને તોડવાની તાકાત છે, ત્યાં બીજા બંધનની શી વાત! કહે છે કે માનતુંગસ્વામીના બંધન આ સ્તુતિ વડે તૂટી ગયા હતા. અરે, નિશ્ચય જિનભક્તિથી 148 કર્મ પ્રકૃતિનાં બંધન પણ તૂટી જાય તો પછી વ્યવહારભક્તિથી પુણ્યની ઉદીરણા થતાં કોઇને બહારનાં બંધન તૂટી જાય-તો એમાં આýાર્ય શું છે! પરમાત્મતત્ત્વની ભાવનાવાળાને વળી બંધન કેવાં! પરમાત્મભાવનાના અચિંત્ય સામર્થ્યથી મોહાદિના બંધન પણ તડાક કરતા તૂટી પડે છે. જ્ઞાનીની ચેતના અંતરમાં નિર્ભયપણે મોહાદિ શત્રુને જીતી લ્યે છે, ને ત્યાં વિશિષ્ટપુણ્યયોગે બહારના શત્રુ પણ જીતાઇ જાય છે.
હે દેવ! આપની ભક્તિનો જ આ પ્રભાવ છે-આમ કહીને સર્વજ્ઞપદનું કીર્તન કર્ય઼ું છે, તેનો મહિમા કર્યો છે, અને તે પરમ પદની ભાવના કરી છે. પ્રભો, આપ પરમાત્મા અમારા પક્ષમાં (હૃદયમાં) બિરાજો છો, પછી અમારી સામે શત્રુનું બળ કેવું? બળવાન મોહશત્રુનું જોર પણ અમારી ચેતના સામે ચાલી શકે નહિ. યુદ્ધભૂમિમાં હાથી-ઘોડા ઊછળતા હોય, તોપના ગોળા કે બોમ્બના ગોળા વરસતા હોય, તેની વચ્ચે પણ ભયભીત થઇને જ્ઞાનીઓ કદી જિનમાર્ગને છોડતા નથી. સૂરજ ઊગે ને અંધારું વીખાઇ જાય, તેમ જિનભક્તિરૂપ સૂર્યના પ્રતાપથી અશુભકર્મો વીખાઇ જાય છે. હે દેવ! જ્યાં આપના કેવળજ્ઞાનનો સ્વીકાર અને સત્કાર કરીએ છીએ ત્યાં જ્ઞાનચેતના ]ળકી ઊઠે છે ને. મિથ્યાત્વાદિ અંધકાર દૂર ભાગે છે, પાપકર્મો પણ પલટી જાય છે આ રીતે આપના સમ્યક્ માર્ગનું શરણ લેતાં, હે વિજેતા જિન! અમારો પણ સંસાર સામે વિજય જ છે; સંસારને ભેદીને અમે અમારા સર્વજ્ઞપદને જીતી લેશું, કેવળજ્ઞાનવૈભવ પ્રાપ્ત કરશું. -આમ નિýાય-વ્યવહારની સંધિસહિત જિનભક્તિ કરતા-કરતા સાધકજીવો આહ્લાદપૂર્વક પોતાના સિદ્ધપદને સાધે છે.-આવી અપૂર્વ ભક્તિનું આ વર્ણન છે. (42)

advt06.png