• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪૬મી. - જિનમાર્ગનો આશ્રય કરનારને બેડીના બંધનોનો ભય નથી..
आपाद-कण्ठ-मुरु-शृड्खल-वेष्टिताड्गा गाढं बृहन्-निगड-कोटि-निधृष्ट-जड्घाः ।
त्वन्नाम-मन्त्र-मनिशं मनुजाः स्मरन्तः सद्यः स्वयं विगत-बन्ध-भया भवन्ति ।।46।।
  આપાદ-કણ્ઠ-મુરુ-શૃડ્ખલ-વેષ્ટિતાડ્ગા ગાઢં બૃહન્-નિગડ-કોટિ-નિધૃષ્ટ-જડ્ઘા: ।
ત્વન્નામ-મન્ત્ર-મનિશં મનુજા: સ્મરન્ત: સદ્ય: સ્વયં વિગત-બન્ધ-ભયા ભવન્તિ ।।46।।

ભવ વગરના ભગવાન જેના અંતરમાં બેઠા એને હવે ભવ કેવો ને ભય કેવો?
જેને પગથી માંડીને ગળા સુધી મોટી મોટી બેડીથી બાંધ્યો છે, ગાઢ બાંધેલી લોખંડની બેડીના ઘર્ષણથી જેની જંઘા-પગ વગેરે છોલાઇ ગયા છે,-એવો પુરુષ પણ હે જિનેદ્રદેવ! જો આપના નામરૂપી મંત્રનું નિરંતર સ્મરણ કરે તો તરત જ તે સ્વયં બંધનભયથી છૂટી જાય છે. આ સ્તોત્રવડે જિનસ્તુતિ કરતાં માનતુંગ મુનિરાજને પોતાને તો બેડી વગેરેનાં બંધન તૂટી ગયા હતા-એ વાત પ્રસિદ્ધ છે; એ રીતે પુણ્યયોગે કોઇને બહારનાં બંધન તૂટી જાય, કોઇને ન પણ તૂટે, છતાં `બંધનનો ભય' તો છૂટી જ જાય છે (ડડ્ડક્રડણ્ડત્ડ ધ્ડટ્ઠગ્ર્ડજીડળડડ જીડક્રડટ્ઠ); તથા અંદરના મોહબંધન તો ચોIસ તૂટે જ છે. ધર્માત્મા જિનભક્ત જેલમાં બેઠાબેઠા પણ `િજનગુણ-ચિંતન'’દ્વારા `િનજગુણ-ચિંતન'’વડે (આત્માના શુદ્ધસ્વરૂપના ચિંતન વડે) પોતાને `મુક્ત ' અનુભવી શકે છે. ત્યાં તેને બંધનભય રહેતો નથી, જેલનાં તાળાં તેને રોકી શકતા નથી, ને સુવિશુદ્ધ પરિણામને લીધે તેને પૂર્વબદ્ધ કર્મો પણ તડાક કરતા તૂટી જાય છે.
અહી ભક્તામરસ્તોત્રની રચનામાં તો બેડીનાં બંધન કે જેલનાં તાળાં પુણ્યપ્રભાવે તૂટી ગયા; પણ એવો પ્રસંગ ન બને તોપણ શુદ્ધભાવે જિનગુણસ્તવનનો મહિમા કાંઇ ઓછો નથી. જિનદેવ પ્રત્યેના `ભાવનમસ્કાર' ને તો પાપનો નાશક, પુણ્યનો વર્દ્ધક ને પરંપરા મોક્ષફળ દેનાર કહ્યો છે. (ભગવતી આરાધના: ગુજરાતી ગાથા 7પ2, 761) શ્રી કુંદકુંદસ્વામીએ પણ પ્રવચનસાર ગા. 80 માં કહ્યું છે કે-

જે જાણતો અર્હંતને ગુણ-દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.’

અર્હંત ભગવંતો દ્રવ્યથી-ગુણથી-પર્યાયથી સર્વ પ્રકારે શુદ્ધ ચેતનામય છે, રાગનો અંશ પણ તેમનામાં નથી; મારા આત્માનું શુદ્ધસ્વરૂપ પણ અર્હંત જેવું જ શુદ્ધ ચેતનામય ને રાગ વગરનું છે-આમ અંતર્મુખ અભ્યાસ કરતાં, પોતાની ચેતના રાગથી જુદી પડીને, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ લીન થઇને નિર્વિકલ્પઅનુભૂતિ થાય છે, ને તે ચેતનામાં મોહ રહી શકતો નથી.

 

Bhaktamar-Gatha 46

એ રીતે સમ્યગ્દર્શન પામીને તે જીવ મિથ્યાત્વનો નાશ કરે છે.-આ સાચી જિનભક્તિનું ફળ છે. એને જ (સમયસાર ગા. 31માં) સર્વજ્ઞની પરમાર્થસ્તુતિ કહેવામાં આવી છે. જુઓ તો ખરા, જૈનસંતોની વાત! ચારે પડખેથી એક જ પ્રયોજન બતાવીને શુદ્ધાત્મામાં લઇ જાય છે ને બંધનથી છોડાવે છે. `િજન જેવા નિજ' સ્વભાવમાં એકાગ્રતારૂપ (-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ) જે પરમાર્થ જિનભક્તિ, તેના વડે મિથ્યાત્વથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના બધા કર્મબંધનની બેડી છેદાઇ જાય છે ને આત્મા પોતે મુક્ત-સર્વજ્ઞપરમાત્મા બની જાય છે. આત્માનો સ્વભાવ બંધન વગરનો, શુદ્ધ-બુદ્ધ-મુક્ત છે, તેની ઉપાસના કરનાર જીવ બંધનમાં કેમ રહે? જિનદેવના ભક્તને એટલે કે શુદ્ધાત્માના ઉપાસકને એવો ભય કે શંકા નથી રહેતી કે `મારે હજી અનંત ભવ સુધી બંધન રહેશે!' સ્વભાવસન્મુખ થઇને હું મોક્ષના પંથે ચડયો ત્યાં હવે અનંત ભવ છે જ નહી, અલ્પકાળમાં જ મુક્તિ થવાની છે-એમ તે ધર્મી જીવ નિ:શંક હોય છે. ભવ વગરના ભગવાન જેના અંતરમાં બેઠા, હવે એને ભવ કેવો? ને બંધનનો ભય કેવો? મુક્ત-પરમાત્મા મારા અંતરમાં...મારી ચેતનામાં બિરાજે છે, તો હવે મારી ચેતનામાં મોહના કે કર્મના બંધન રહી શકે નહિ-એમ ધર્મી નિ:શંક છે. શ્રી માનતુંગસ્વામી પ્રભાવશાળી દિગંબર મુનિ હતા;

 

પ્રસિદ્ધ કથાઅનુસાર ઉજ્જૈનના રાજા ભોજે તેમની શક્તિની પરીક્ષા કરવા તેમને બેડીના બંધન બાંધીને જેલમાં પૂર્યા હતા; તે વખતે ભગવાન આદિનાથ જિનેદ્રની સ્તુતિ કરતાં-કરતાં તેમની બેડીનાં બંધન તૂટી થયા ને કર્મના બંધન પણ તૂટી ગયા. તે પ્રસંગમાં તેમણે ભગવાન Eષષભદેવનું ચિંતન કરીને જે સ્તુતિ કરેલી તે જ આ `ભક્તામર-સ્તોત્ર.' ધર્માત્મા સાધકજીવોને (તેમજ યમપાલ-ચાંડાલ જેવા મિથ્યાદૃષ્ટિ જીવોને પણ) પુણ્યયોગે બહારમાં કોઇવાર આવો અતિશય બની જાય છે, પણ તેમાં મહત્વ ધર્મની સાધનાનું ને ભગવાનના ગુણમહિમાનું છે, રાગનું કે પુણ્યનું નહી. આમ બરાબર સમજીને ભેદજ્ઞાનપૂર્વક ભક્તિ કરવી જોઇએ. આ વાત જે સમજે તેને વીતરાગ ભગવાન પ્રત્યે ભક્તિ-બહુમાનનો ભાવ ઉલ્લસે જ. માનતુંગમુનિરાજે ભાવભીની જિનસ્તુતિ કરી...અને ચમત્કાર થયો! એમના બંધનની બેડીઓ સ્વયમેવ તૂટી પડી, જેલના દરવાજા ખુલી ગયા. વિશુદ્ધપરિણામના બળે અશુભકર્મોનો ઉદય દૂર થયો ને શુભ કર્મોનો ઉદય આવ્યો; ઉપસર્ગ ટળ્યો ને જૈનધર્મની મહા પ્રભાવના થઇ. આ બહારના ચમત્કાર કરતાંય ખરો ચમત્કાર તો અંતરમાં ચૈતન્યની આરાધનાનો છે. આરાધના સાથે બહારના આવા અતિશયો તો ધર્માત્માને સહેજે બની જાય છે; ખરી કિંમત આરાધનાની છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે આ સૃષ્ટિને વિષે એવો કોઇ પ્રભાવજોગ-અતિશય કે ચમત્કાર નથી કે જે પૂર્ણપદને પામેલા પરમાત્માને પ્રાપ્ત ન હોય! આમ કહીને તેમણે, ચૈતન્યના પરમાત્મપદ પાસે બહારના પુણ્યજન્ય અતિશયોનું તુચ્છપણું દેખાડયું છે. આત્માની પવિત્રતા પાસે પુણ્ય તો પાણી ભરે છે. પ્રભો, કોઇ પૂર્વના પાપકર્મોદયને લીધે બહારથી ભલે કોઇ જેલ કે બેડીનું બંધન હોય, પણ અંતરમાં નિર્દોષ આરાધના વડે અમારો આત્મા ભવની જેલના બંધનથી છૂટી રહ્યો છે; અમારા હૃદયમાં આપ બિરાજો છો, આપની આરાધનાવડે ભવબંધન તૂટતાં બહારનાં બંધન પણ છૂટી જશે.-આમ જિનભક્ત ધર્માત્મા મોક્ષની સાધનામાં નિ:શંક વર્તે છે. હે ભવ્યજીવો! આ સંસારબંધનથી છૂટવા તમે પરમ જિનભક્તિ સહિત શુદ્ધાત્માની ઉપાસના કરો. (આ રીતે નવ ભયનિવારક 9 શ્લોક ભક્તામર-સ્તોત્રમાં પૂરા થયા.) (46)

advt07.png