• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪૭મી. - જેના અંતરમાં ભગવાન બીરાજે છે તેને ભય કેવો !!!
मत्त-द्विपेन्द्र-मृगराज-दवानला-हि-सड्नाम-वारिधि-महोदर-बन्धनोत्थम् ।
तस्याशु नाश-मुपयाति भयं भियेव यस्तावकं स्तवमिमं मतिमानधीते ।।47।।
  મત્ત-દ્વિપેન્દ્ર-મૃગરાજ-દવાનલા-હિ-સડ્નામ-વારિધિ-મહોદર-બન્ધનોત્થમ્ ।
તસ્યાશુ નાશ-મુપયાતિ ભયં ભિયેવ યસ્તાવકં સ્તવમિમં મતિમાનધીતે ।।47।।

Bhaktamar-Gatha 47

શ્લોક 38 થી 46 માં. જિનસ્તવન વડે જે જુદાજુદા અનેક ભયોના નિવારણની વાત કરી, તે બધા ભયોના નિવારણની સમુચ્ચય વાત આ શ્લોકમાં છે: હે જિનેદ્રદેવ! આ પ્રમાણે જે મતિમાન પુરુષ આપના આ સ્તવનને પઢે છે તેને મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધભૂમિ, શત્રૂસેના, તોફાની સમુદ્ર, જલોદર રોગ કે બેડીનાં બંધન વગેરેનાં જે ભયો, તે પોતે ભયભીત થઇને તુરત જ નાશ પામે છે.
અહા, આપના ભક્તને તો ભય નથી, પણ ઊલ્ટું તે બધા ઉપસર્ગો અને ભયો આપની સ્તુતિવડે ભયભીત થઇ ને ભાગી જાય છે. પરમાત્મા જેના અંતરમાં બિરાજે તેને ભય કેવો?
શાસ્ત્રાેમાં કહ્યું છે કે સમ્યગ્દૃષ્ટિજીવો આત્મસ્વભાવમાં નિ:શંક હોય છે તેથી મરણ વગેરે સાત ભયથી રહિત હોય છે; તેમ અહીં કહે છે કે હે દેવ! આપનો ભક્ત એટલે કે આપે કહેલા વીતરાગ ધર્મનો ઉપાસક સર્વે ભયોથી રહિત હોય છે; ભય પોતે ભયભીત થઇને તેનાથી દૂર ભાગે છે.-મૃત્યુ પોતે મરી જાય છે. આત્માના વિશુદ્ધપરિણામથી પાપકર્મો દૂર થઇ જાય છે તેથી બહારમાં પણ ઉપસર્ગજનિત ભય દૂર થઇ જાય છે; સર્વ ભયોથી રહિત એવા નિરામય મોક્ષપદને તે આનંદથી સાધે છે.
આ સ્તોત્રની શરૂઆતમાં કહ્યું હતું કે જિનદેવને `સમ્યક્' ભાવે પ્રણમું છું. અને અહી કહ્યું કે જે `ઠડડડ્ડત્ડઠડડદ્યડ' જીવ આ સ્તવન કરે છે;-મતિ એટલે કે સર્વજ્ઞપરમાત્માની શ્રદ્ધા-ઓળખાણપૂર્વક સ્તુતિની આ વાત છે. સર્વજ્ઞનું સ્વરૂપ કેવું છે તે ઓળખતાં વિભાવથી ભિન્ન આત્મા લક્ષમાં આવે છે, એટલે તે મતિમાનજીવ સમ્યક્ત્વાદિ પામીને ભવભયથી છૂટી જાય છે. સ્તુતિ કરવામાં જો રાગનો આદર કે સંયોગની અભિલાષા રાખે તો તે મતિમાન નથી, તેને સાચી સ્તુતિ કરતાં આવડતી નથી. મતિમાન-સુબુદ્ધિ જીવ તો રાગની કે સંયોગની અભિલાષા છોડીને વીતરાગસ્વભાવની ભાવનાથી જ સ્તુતિ કરે છે; ધન વગેરેની ભાવના તે નથી કરતો. જેના અંતરમાં આવી વીતરાગતાના ઘોલનરૂપ જિનસ્તુતિ છે તેનાથી ડરીને કર્મો દૂર ભાગી જાય છે; તેને તો કર્મોનો ડર નથી પણ ઉલટા કર્મો તેનાથી ડરીને દૂર ભાગે છે. જુઓ, આ ધર્માત્મા-જિનભક્તની નિ:શંકતા!
ભક્તજનોએ સ્તુતિના ભાવ બરાબર સમજીને આવી જિનસ્તુતિ દરરોજ કર્તવ્ય છે. ઘણા જિજ્ઞાસુ જીવો દરરોજ આ `ભક્તામર-સ્તોત્ર' ભણે છે-બોલે છે, પણ તેના અધ્યાત્મભાવો બરાબર સમજીને સ્વાધ્યાય કરે તો ખરો લાભ થાય, ને નિર્ભયપણે મોક્ષની સાધના થાય. તેથી આ પ્રવચનોમાં શ્રીગુરુએ તેના અધ્યાત્મભાવો ખોલ્યા છે તે જિજ્ઞાસુએ બરાબર સમજવા યોગ્ય છે.
હવે અંતિમ શ્લોકમાં સ્તોત્રનું ફળ બતાવીને ઉપસંહાર કરે છે. (47)

advt05.png