• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪૮મી. - જેના અંતરમાં ભગવાન બીરાજે છે એને ભય કેવો?
स्तोत्र-स्त्रजं तव जिनेन्द्र ! गुणै-र्निबद्धां भक्त्या मया रुचिर-वर्ण-विचित्र-पुष्पाम् ।
धत्ते जनो य इह कण्ठगता-मजस्नं तं मानतुड्ग-मवशा समुपैति लक्ष्मीः ।।48।।
  સ્તોત્ર-સ્ત્રજં તવ જિનેન્દ્ર ! ગુણૈ-ર્નિબદ્ધાં ભક્ત્યા મયા રુચિર-વર્ણ-વિચિત્ર-પુષ્પામ્ ।
ધત્તે જનો ય ઇહ કણ્ઠગતા-મજસ્નં તં માનતુડ્ગ-મવશા સમુપૈતિ લક્ષ્મી: ।।48।।

Bhaktamar-Gatha 48

(પરમાત્માની સાચી સ્તુતિ કરનાર પોતે પરમાત્મા બની જાય છે)

આ અંતિમ શ્લોકમાં સ્તોત્રના ઉપસંહારપૂર્વક તેનું ઉત્તમ ફળ પણ દેખાડતાં, પ્રસન્નતાથી સ્તુતિકાર કહે છે કે: અહો જિનેદ્રદેવ! મેં આપના ઉત્તમગુણોવડે આ સ્તુતિમાળા ગુંથી છે, તે વિવિધપ્રકારનાં સુંદર શબ્દ-અલંકારો તેમજ દૃષ્ટાંતોરૂપ રંગબેરંગી સુગંધીપુષ્પોથી શોભે છે. આપના ગુણોના સ્તવનરૂપ આ માળાને (ભક્તામરસ્તોત્રને) જે કંઠસ્થ કરીને સદાય હૃદયમાં ધારણ કરે છે તે મહાનુભાવ (`માનતુંગ' અર્થાત્ ઉત્તમ મનુષ્ય) સ્વાધીન એવી ઉત્તમ મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે છે; અંતરમાં તો તે મોક્ષલક્ષ્મીને પામે છે ને બહારમાં ઈદ્રપદ-તીર્થંકરપદ વગેરે પુણ્યલક્ષ્મીને પામે છે. ભક્તને માટે `ઠડડદ્યડત્ડડ્ઢટ્ઠણ્ડ'’શબ્દનો પ્રયોગ કરીને આ શ્લોકમાં અલંકારિક રીતે સ્તુતિકાર-મુનિરાજે પોતાનું નામ પણ ગુંથી દીધું છે.
જુઓ તો ખરા, પરમાત્માના ગુણો પ્રત્યે ધર્માત્માને કેવો ઉલ્લાસ જાગે છે! સ્તુતિકાર કહે છે કે હે દેવ! આ સ્તુતિ મેં આપના ગુણો વડે ગૂંથી છે. આપના આત્મામાં જે અદ્ભૂત ચૈતન્યબગીચો ખીલ્યો છે તેમાંથી ગુણરૂપી પુષ્પો ચૂંટી ચૂંટીને, ભક્તિરૂપ દોરામાં પરોવીને, મેં આ સ્તુતિમાળા બનાવી છે; સર્વજ્ઞતા, અતીદ્રિય આનંદ, વીતરાગતા વગેરે આપના ગુણો પ્રત્યે પ્રમોદ આવતાં મેં આ સ્તુતિ રચી છે. આપના પવિત્ર ગુણોરૂપી ફૂલડાં વડે ગૂંથાયેલી આ મંગળ-સ્તુતિમાળા જે ભવ્યજીવ પોતાના કંઠમાં ધારણ કરશે એટલે કે કંઠસ્થ કરશે તથા હૃદયમાં આપનાં ગુણોને ધારણ કરશે, તે ભવ્ય-એ`માનતુંગ' (ઉત્તમ મનુષ્ય) ઈદ્રપદ, તીર્થંકરપદ વગેરે ઉત્તમ પુણ્યવિભૂતિપૂર્વક કેવળજ્ઞાનાદિ સ્વાધીન મોક્ષલક્ષ્મીને પામશે. આપનો ભક્ત આપના જેવો પરમાત્મા થઇ જશે. બાહ્ય લક્ષ્મી-વૈભવની તો શી વાત! ચૈતન્યના વૈભવરૂપ સ્વાધીન (ઊંડક્રડખ્ર્ડડ ઇં અન્યને વશ નહિ એવી) કેવળજ્ઞાનલક્ષ્મી પણ તે ઉત્તમ ધર્માત્મા પાસે દોડતી આવશે. મોક્ષલક્ષ્મી-કેવળજ્ઞાનલક્ષ્મી તે સ્વાધીન છે, આત્મામાંથી જ પ્રગટે છે; અને ઈદ્રપદની લક્ષ્મી કે સમવસરણાદિ તીર્થંકરપદની લક્ષ્મી તે તો કર્મોના ઉદયને આધીન છે, તે સ્વાધીન નથી, આત્મામાંથી પ્રગટેલી નથી. આવા વિવેકપૂર્વક આ સ્તુતિ કરી છે.
જેમ વસંતEતુમાં આંબાના ]ાડ ઉપર `મોર' દેખીને કોયલ પ્રસન્નતાથી ટહૂકી ઊઠે તેમ આપનાં ગુણો દેખતાં મારું અંતર ભક્તિથી ટહૂકી ઊઠયું તેથી આ સ્તુતિ રચાઇ ગઇ છે. આપના ગુણોનો મહિમા જ આ સ્તોત્રમાં ભર્યો છે. તે ગુણોના મહિમાને જે પોતાના અંતરમાં ધારણ કરે છે તેને સંસારનાં સર્વે વિઘ્નો દૂર થાય છે...ને તે શીઘ્ર મોક્ષલક્ષ્મીને પામે છે. આ રીતે પરમાત્મસ્તુતિનું ફળ પરમાત્મપણું છે. જે ભવ્યાત્મા સમ્યક્ભાવે પરમાત્મગુણોનું સ્તવન કરશે તે પોતે પરમાત્મા થઇ જશે.વાન જેના અંતરમાં બેઠા, હવે એને ભવ કેવો? ને બંધનનો ભય કેવો? મુક્ત-પરમાત્મા મારા અંતરમાં...મારી ચેતનામાં બિરાજે છે, તો હવે મારી ચેતનામાં મોહના કે કર્મના બંધન રહી શકે નહિ-એમ ધર્મી નિ:શંક છે.

advt05.png