• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્ર : ગાથા - ૧લી અને ૨જીનું વિવેચન

भक्तामर-प्रणत-मौलि-मणि-प्रभाणा-मुद्योतकं दलित-पाप-तमो-वितानम् ।
सम्यक्-प्रणम्य जिनपाद-युगं-युगादा-वालम्बनं भवजले पततां जनानाम् ।।1।।


 यः संस्तुतः सकल-वाड्मय-तत्वबोधा-दुद्भूत-बुद्धि-पटुभिः सुरलोक-नाथैः।
स्तोत्रै-र्जगत्-त्रितय-चित्तहरै-रुदारैः स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ।।2।।

 

ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા-મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાનમ્ ।
સમ્યક્-પ્રણમ્ય જિનપાદ-યુગં યુગાદા-વાલમ્બનં ભવજલે પતતાં જનાનામ્ ।।૧।।


યઃ સંસ્તુતઃ સકલ-વાડ્મયતત્વબોધા-દુદ્ભૂત-બુદ્ધિ-પટુભિઃ સુરલોક-નાથૈ ।
સ્તોત્રૈ-ર્જગત્-ત્રિતય-ચિત્તહરૈ-રુદારૈઃ સ્તોષ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ્ ।।૨।।

ભગવાન Eષભદેવ...જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ]ષકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે ઃ-
સ્તુતિકાર શ્રી માનતુંગ મુનિરાજ કહે છે કે હું તે પ્રથમ જિનેદ્ર શ્રી Eષભદેવનું સ્તવન કરીશ,-જેમનાં ચરણોમાં જીડડિહૃ-ઊંડઠડણુ એટલે ભક્તિવંત દેવો નમી રહ્યાં છે; તે દેવોના મુગટના મણિની પ્રભાનો ઉદ્યોત કરનારા, પાપ-તિમિરના સમૂહને હરનારા અને ભવસાગરમાં ડૂબતા જનોને તરવા માટે ધર્મયુગની આદિમાં આલંબનરૂપ એવા પ્રથમ જિનેદ્રના પાદયુગમાં  `સમ્યક્ભાવે ' નમસ્કાર કરીને હું તેમની સ્તુતિ કરીશ.
હું જેમની સ્તુતિ કરું છું તે જિનેદ્રદેવની સ્તુતિ મોટા મોટા પુરુષોએ પણ કરી છે. સકલશાસ્ત્રના જ્ઞાન વડે જેમની બુદ્ધિ ઉદ્ભટ-પારંગત છે એવા કુશળ ઈદ્રોએ, ત્રણલોકનું ચિત્ત પ્રસન્ન કરે એવા સુંદર-ઉત્તમ સ્તોત્રવડે જેમની સ્તુતિ કરી છે તે આદિ જિનેદ્રને હું પણ આ ઉત્તમ સ્તોત્ર વડે સ્તવીશ. સ્તુત્ય એવા ઈષ્ટદેવ પરમ શ્રેષ્ઠ વીતરાગ સર્વજ્ઞ છે તો તેમના ગુણની સ્તુતિ પણ શ્રેષ્ઠ જ હોય ને!
આ ભરતક્ષેત્રમાં ગત ચોવીસીના અંતિમ તીર્થંકરના મોક્ષગમન બાદ 18 ક્રોડાક્રોડી સાગરોપમના અંતરે આ ચોવીસીમાં ભગવાન Eષષભદેવ પહેલા તીર્થંકર થયા, તેમણે આ યુગમાં ધર્મની શરૂઆત કરી; ભવસાગરથી તરવાનો ઉપાય બતાવીને તેમણે આ ભરતક્ષેત્રમાં ધર્મયુગનો પ્રારંભ કર્યો. દિવ્યધ્વનિ વડે વીતરાગતા અને સર્વજ્ઞતાનો માર્ગ ખુલ્લો કરીને અનેક જીવોને મોક્ષમાર્ગમાં લગાડયાં ને ભવસાગરથી તાર્યા. આ રીતે ધર્મયુગના પ્રણેતા એવા શ્રી આદિનાથ જિનેદ્રના ચરણોમાં નમસ્કાર કરીને સ્તુતિનો પ્રારંભ કરું છું-આમ કહીને માનતુંગમુનિરાજે સ્તુતિમાં જિનેદ્રમહિમાનો અદ્ભુત ધોધ વહેવડાવ્યો છે.
હે પ્રભો! ભક્તિભરેલા ચિત્તથી ઈદ્રાદિ-ભક્ત દેવો જ્યારે આપના ચરણોમાં નમે છે ત્યારે આપના નખની પ્રભાવડે એ દેવોના મુગટના મણિ ]ળહળી ઊઠે છે. અહા! ઈદ્રના મુગટમણિના દિવ્ય તેજ કરતાંય આપના એક નખની પ્રભા વધી જાય. તીર્થંકરના રૂપની દિવ્યતાની શી વાત! ઈદ્રનું રૂપ પણ જેની પાસે ]ાંખુ પડી જાય, એવું તો એમના દેહનું રૂપ! ત્યાં આત્માના અતીદ્રિય રૂપની તો વાત જ શી કરવી? કેવળજ્ઞાન ખીલી ગયું તેના મહિમાની શી વાત? જુઓ, આ સર્વજ્ઞની સ્તુતિમાં જિનગુણચિંતનની સાથે સાથે આત્માનો મહિમા ઘૂંટાતો જાય છે, તે ખરી સ્તુતિ છે, તેનો જ ખરો લાભ છે.
પ્રભો! દેવેદ્રના મુગટનો મહિમા અમને નથી ભાસતો, અમને તો આપના નખની પ્રભાનો મહિમા ભાસે છે. હે નાથ! આપના ચરણની દિવ્યપ્રભા પાસે ઈદ્રના મુગટમણિ અમને ]ાંખા લાગે છે. આપનો આત્મા ચૈતન્યપ્રભાથી ]ળકી ઊઠયો છે તેની ]ાંઇ જાણે નખમાંથી પણ ઊઠી રહી હોય, એવા દિવ્ય ચમત્કારથી આપના નખની પ્રભા ]ળકી રહી છે, ને તે નખનો પ્રકાશ ઈદ્રના મુગટના મણિ ઉપર પડે છે તેથી તે મણિ શોભી રહ્યો છે. જુઓ, ઈદ્રના મુગટમણિનો પ્રકાશ ભગવાનના નખ ઉપર પડે છે એમ ન કહ્યું પણ ભગવાનના નખનો પ્રકાશ ઈદ્રના મુગટ ઉપર પડે છે એમ કહીને ઈદ્રના મુગટ કરતાં ભગવાનના ચરણની મહત્તા બતાવી. હે નાથ! ઈદ્રનો મુગટ પણ આપના ચરણમાં નમે છે તેથી જ શોભે છે.
સૌધમેદ્ર પાસે 32 લાખ દેવવિમાનની Eષદ્ધિ છે; પણ ભગવાનની સ્તુતિ કરતાં તે કહે છે કે હે પ્રભો! કેવળજ્ઞાનમય આપની દિવ્ય ચૈતન્યEષદ્ધિ પાસે અમારી આ પુણ્યની Eષદ્ધિની કાંઇ કિંમત નથી. નાથ! ધર્મીને પૂજ્ય ને આદરણીય તો આ ચૈતન્યEષદ્ધિ જ છે. આમ સ્તુતિકાર પુણ્ય અને ધર્મ વચ્ચેનું અંતર પાડીને સ્તુતિ કરે છે. જેના હૃદયમાં પુણ્યના વૈભવનું બહુમાન હોય તેને વીતરાગી ચૈતન્યEષદ્ધિ પ્રત્યે ખરી ભક્તિ ઉલ્લસે નહિ ને એનું ખરૂં બહુમાન જાગે નહિ અને જેને વીતરાગી કેવળજ્ઞાનનું બહુમાન જાગ્યું તેને રાગનું કે રાગના ફળનું બહુમાન હોય નહિ. રાગ અને વીતરાગતા (અર્થાત્ પુણ્ય અને ધર્મ) એ બે ચીજ જ જુદી છે. બંનેનું બહુમાન એક સાથે રહી શકે નહિ.
 હે ભગવાન્! ભક્ત દેવો આપના ચરણોમાં નમે છે, દેવોના સ્વામી એવા ઈદ્રો પણ આપના જ ચરણોને ભક્તિથી નમે છે ને આપની સર્વજ્ઞતાનું બહુમાન કરે છે, તેથી અમે એમ સમજીએ છીએ કે, રાગના ફળરૂપ ઈદ્રપદ કરતાં વીતરાગતાથી મળતું સર્વજ્ઞપદ જગતમાં શ્રેષ્ઠ અને આદરણીય છે. ચૈતન્યની ઉત્કૃષ્ટ વીતરાગપદવી પાસે જગતના બધાય પદ તૂચ્છ ભાસે છે. અહા! સર્વજ્ઞતાની અચિંત્યEષદ્ધિ પાસે ઈદ્રની Eષદ્ધિ પણ તરણાં જેવી તૂચ્છ છે. જગતમાં ઉત્તમ પુણ્યવંત એવા ઈદ્રો પણ તીર્થંકરના અને વીતરાગી સંતમુનિના ચરણોમાં આદરથી મસ્તક ]ષકાવે છે ને એ દશાની ભાવના ભાવે છે, તે એમ પ્રસિદ્ધ કરે છે કે પુણ્ય કરતાં પવિત્રતા પૂજ્ય છે, આદરણીય છે. ઈદ્ર પોતે સમકિતી છે, તેને પોતાને રાગની-પુણ્યની કે તેના ફળની રુચી નથી. જેને પુણ્યની રુચિ હોય તેને ઊંચા પુણ્ય બંધાય નહિ ને તે ઈદ્રપદ પામે નહી. રાગનો નકાર કરીને ચૈતન્યની સાધના કરતાં કરતાં વચ્ચે એવા ઊંચા પુણ્ય બંધાઇ ગયા ને ઈદ્રપદ મળ્યું. તે ઈદ્રની પુણ્યEષદ્ધિ અપાર છે; તે કહે છે; હે નાથ! અમારી આ Eષદ્ધિ ઉત્કૃષ્ટ નહિ પણ આપની ચૈતન્યEષદ્ધિ જ ઉત્કૃષ્ટ છે; સુખ હોય તો તે ચૈતન્યEષદ્ધિમાં જ છે, આ બાહ્યEષદ્ધિમાં કિંચિત્ સુખ નથી. પ્રભો! અમારા હૃદયમાં આપની ચૈતન્યEષદ્ધિ વસી છે, એની જ અમે સ્તુતિ કરીએ છીએ, એને જ અમે વંદન કરીએ છીએ ને એનું જ અમે ધ્યાન ધરીએ છીએ. પ્રભો! અમારું મસ્તક આપના ચરણમાં નમ્યું તે નમ્યું, તે હવે બીજાને કોઇ કાળે નહીં નમે આપની ભક્તિના અવલંબનના બળવડે અમે ભવસાગરને તરી જાશું, એટલે કે વીતરાગભાવના ઘોલનવડે રાગને તોડીને સર્વજ્ઞતાને પામશું. આપની ભક્તિ કરીને અમેય આપના જેવા થઇશું.
ભગવાન જેવો ભાવ પોતામાં પ્રગટ કરવો તે જ ભગવાનની પરમાર્થસ્તુતિ છે. દેહાદિથી ભિન્ન ચિદાનંદસ્વભાવને જાણવો એટલે કે સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે અર્હંતદેવની પહેલી પરમાર્થ સ્તુતિ છે-એ વાત કુંદકુંદાચાર્યદેવે સમયસારની 31 મી ગાથામાં અલૌકિક રીતે સમજાવી છે. આવી નિýાયસ્તુતિની સાથે જે વ્યવહારસ્તુતિ હોય તે પણ અલૌકિક હોય છે. અહા, જેણે ચૈતન્યની પરમાત્મદશા સાધવી છે તેને, તે દશાને સાધી ચૂકેલા ને સાધી રહેલા જીવો પ્રત્યે (એટલે કે દેવ-ગુરુ પ્રત્યે) અતિશય પ્રમોદ ભક્તિને બહુમાન ઉલ્લસે છે. નિયમસારમાં શ્રી પદ્મપ્રભસ્વામી કહે છે કે-
જીડક્રડજીડળડજીડદ્મડડ્ડથ્ડડ્ડદ્યડ જીડણ્ડક્રડડડ્ડત્ડ જીડક્રડત્ડ: ડEણૂડહૃ જીડડડ્ડડિહૃણુઁ઼ડ દ્યડ ખ્ર્ડઠડડદર્ત્ડ પ્
ત્ડડત્ત્ જીડક્રડડઠધ્ડડ્ઢડડ્ડગ્ર્ડઠડગ્ર્ળડ ણ્ડડત્ત્ઠડડ્ઢક્ષ્ડડદ્યત્ડણ્ડઃત્ડડદ્મ જીડક્રડડડ્ડત્ર્ડ પ્પ્ 12પ્પ્

અરે જીવ ભવભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? જો નથી તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છો. અહીં તો કહે છે કે હે નાથ? આ યુગની આદિમાં, ભવ્યજીવોને ભવસાગરથી તરવા માટે આપ જહાજ સમાન છો. આપનું આલંબન લઇને, એટલે પરમાર્થે સર્વજ્ઞસ્વભાવનું અવલંબન લઇને અમે આ ભવસમુદ્રને તરી જશું.
માનતુંગસ્વામીએ આ સ્તુતિમાં અલૌકિક ભાવો ભર્યા છે. આમ તો આ સ્તુતિ Eષષભદેવ ભગવાનને સંબોધીને કરી છે, પરંતુ બધાય તીર્થંકર ભગવંતોને તે લાગુ પડે છે. ગુણઅપેક્ષાએ એક તીર્થંકરની સ્તુતિમાં અનંતા તીર્થંકરની સ્તુતિ સમાઇ જાય છે. જિનગુણસ્તવન દ્વારા જેણે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન કરીને સર્વજ્ઞસ્વભાવનો વિશ્વાસ કર્યો તે જીવ તે સ્વભાવના ઘોલનવડે કેવળજ્ઞાન પ્રગટ કરીને સિદ્ધપદ જરૂર પામશે.
“``જીડડિહૃડઠડણુ''  તેમાં ભક્ત અને અમર એવા બે શબ્દની સંધિ છે; અમર એટલે દેવ; ઈદ્રાદિ દેવોનું આયુષ્ય બહુ લાંબુ (અસંખ્ય વર્ષોનું) હોય છે એટલે તેમને અમર કહેવાય છે; જો કે ત્યાં પણ પાછું મરણ તો ઊભું જ છે. આ મનુષ્યો તથા તિર્યંચો રહે છે તે મધ્યલોક છે; ઉપર ઊર્ધ્વલોકમાં સૌધર્મ વગેરે 16 સ્વર્ગ છે. તેની ઉપર નવ ગૈવેયક, પાંચ અનુદિશ તથા પાંચ અનુત્તર વિમાનો (સર્વાર્થસિદ્ધિ વગેરે) છે, તેમાં અસંખ્ય દેવો રહે છે. સર્વાર્થસિદ્ધિમાં સંખ્યાત દેવો છે તે બધાય એકાવતારી છે એટલે ત્યાંથી સીધા મનુષ્યભવ પામીને તે જ ભવે મોક્ષ પામશે. સ્વર્ગની ઊંચી પદવી તેમજ ઈદ્રાદિ પદવી જિનેદ્રદેવના ભક્તો જ પામે છે, બીજાને તેવી ઊંચી પદવીને યોગ્ય પુણ્ય હોતાં નથી. સ્વર્ગનો દેવ નજરે દેખાય ત્યાં સાધારણ અજ્ઞાની તો અંજાઇ જાય, તેને એમ જ લાગે કે જાણે
ભગવાને દર્શન દીધાં. પણ ભાઇ, સ્વર્ગનું દેવપણું એ કાંઇ આýાર્યની વાત નથી. સ્વર્ગના એ પુણ્યના પૂતળાં પણ સર્વજ્ઞ પરમાત્માના ચરણોમાં અત્યંત ભક્તિથી નમી પડે છે, ને ભગવાનના નખની પ્રભાથી એનાં મુગટનાં મણિ ]ળકી ઊઠે છે. અહી આચાર્ય કહે છે કે ઈદ્રને મણિરત્નોથી ]ગ]ગતો જે આવો મુગટ મળ્યો તે હે જિનેદ્ર! આપના ચરણની ભક્તિના પ્રતાપે જ મળ્યો છે. જેને જિનેદ્રદેવના ચરણની ભક્તિ નથી તેને ઈદ્રપદ હોતું નથી; એ તો ભવસાગરની વચ્ચે મગરના મોઢામાં પડેલો છે. આમાં તીર્થંકરને ઉત્તમ પવિત્રતા સાથે ઉત્તમ પુણ્ય કેવા હોય છે તેની પણ સંધિ બતાવી. તીર્થંકરને પણ રોગાદિ થવાનું કહે તો તેણે ભગવાનનું બાહ્યસ્વરૂપ (પુણ્ય) પણ ઓળખ્યું નથી; અંતરંગ પવિત્રતાની તો વાત શી!
વીતરાગસ્વભાવના ભાન સહિતની આ અલૌકિક સ્તુતિ છે. પ્રભો! આપની સ્તુતિ કરતાં-કરતાં આપની સર્વજ્ઞતાને અમે જ્યાં પ્રતીતમાં લઇએ છીએ ત્યાં તો મિથ્યાત્વાદિના ટૂકડેટૂકડા થઇ જાય છે, પાપનો સમૂહ છિન્નભિન્ન થઇને દૂર ભાગે છે; અમારી ચેતના આનંદિત થાય છે ને ઉપદ્રવો શાંત થઇ જાય છે. -આવું આ સ્તુતિનું ફળ છે કેમકે આ નિýાયસહિતની વ્યવહારસ્તુતિ છે.
વીતરાગસ્વભાવના ઘોલનપૂર્વક જિનેદ્રભગવાનની ભક્તિ જ્યાં ઊલ્લસી ત્યાં પવિત્રતાની સાથે પુણ્યનો રસ પણ વધી જાય છે, અને તેને લીધે કોઇ વાર બેડી તૂટવી વગેરે ચમત્કાર બની જાય છે, એટલે તેને સ્તુતિનું ફળ કહેવાય છે. વર્તમાન તે પ્રકારના પુણ્યનો યોગ હોય તો તેમ બની જાય, અને કોઇકને વર્તમાન તેવો પુણ્યયોગ ન હોય તો એવું ન પણ બને, પણ અંદરમાં તો વીતરાગસ્વભાવના બહુમાનથી ને જિનભક્તિથી પવિત્રતા વધતી જ જાય ને પુણ્યનો રસ પણ વધતો જ જાય-એ નિયમ છે. પણ ભગવાનના ભક્ત કહે છે કે હે નાથ! પુણ્યના ફળમાં આ દેવાદિની Eદ્ધિ મળી તેની અમને કિંમત નથી, આપે જે સર્વજ્ઞતા અને વીતરાગભાવ પ્રગટ કર્યો તે અજોડ મહિમાવંત છે, જગતમાં એનો જોટો નથી; એનો જ અમને મહિમા છે, તેથી અમે આપને જ નમીએ છીએ ને આપના જ ગુણગાન ગાઇએ છીએ. આપના ગુણગાન ગાતાંગાતાં વચ્ચે પુણ્ય તો એક દાસની જેમ આવીને ઊભા રહેશે, પણ તેને અમે નમતા નથી; તેની તરફ અમારો ]ાકાવ નથી, અમારો ]ાકાવ આપના જેવા વીતરાગ સર્વજ્ઞસ્વભાવ તરફ જ છે.
જુઓ, આ ભગવાનના ભક્ત! આવા ભાવથી ભગવાનની ભક્તિ કરવા જે ઊભો થયો તેની ભક્તિના રંગમાં ભંગ પડે નહિ.

 

Bhaktamar-Gatha 1

વીતરાગસ્વભાવને ભૂલીને વચ્ચે રાગને તે કદી આદરે નહિ; બહારમાં લક્ષ જાય તો વીતરાગ અર્હંતદેવનો આદર, ને અંદરમાં લક્ષ જાય તો વીતરાગ આત્મસ્વભાવનો અનુભવ, એનાથી વિરુદ્ધ બીજા કોઇને તે આદરે નહિ; એટલે હવે વીતરાગસ્વભાવના આદરથી રાગને તોડીને વીતરાગ થયે જ છૂટકો.
અહા, કેવળજ્ઞાનના અનંત પ્રકાશથી ખીલેલી પ્રભુની જ્ઞાનપ્રભાની તો શી વાત, પરંતુ તીર્થંકર ભગવાનના સમવસરણની શોભા, અને એમના દેહની શોભાય કોઇ દિવ્ય-અદ્ભુત હોય છે. ઈદ્રના મુગટ કરતાં જેના નખની પ્રભા વધે-એના સર્વાંગ રૂપની શી વાત! અરે, એ ભગવાનનો અહીં નમૂનો નથી એટલે શી રીતે બતાવવું? વિદેહક્ષેત્રમાં તો અત્યારે સાક્ષાત્ સીમંધરનાથ વગેરે તીર્થંકરો બીરાજી રહ્યા છે. એ ભગવાનના દિવ્ય દેદાર તો નજરે જોયા હોય-એને ખ્યાલ આવે. અહા, પ્રભો! તારા નખની પ્રભાવડે ઈદ્રના મુગટ ]ગમગે, અને તારી જ્ઞાનપ્રભા વડે તો સમસ્ત લોકાલોક ]ળકે.-તારા મહિમાની શી વાત?
ભગવાનના નખ, વચ્ચેથી ગોળાકાર જેવા જરાક ઉપસેલા, બંને બાજુ ઢળતા, વચ્ચે સહેજ લાલાશની ]ાંઇવાળા, ]ગમગ થતા હોય ને એમાંથી રંગબેરંગી કિરણો છૂટતા હોય, ચારેકોર એની પ્રભા ફેલાતી હોય.-જ્યારે ઈદ્ર નમસ્કાર કરે ત્યારે એના મુગટનું પ્રતિબિંબ ભગવાનના નખમાં પડે, અને એ નખનાં કિરણો મુગટના મણિઉપર પડે એટલે મેઘધનુષ જેવી રંગબેરંગી ]ાંઇથી તે ]ળકી ઊઠે. આમાં સ્તુતિકાર કહે છે કે હે પ્રભો! અમને જગતના મણિ-મુગટનો મહિમા નથી ભાસતો; આપના ચરણની ભક્તિ પાસે મણિ-મુગટ અમને ]ાંખા લાગે છે. જગતનો વૈભવ અમને વહાલો નથી, અમને તો આપનાં ચરણોની ભક્તિ જ વહાલી છે.
જુઓ, અંતરમાં સર્વજ્ઞપદને સાધતાં સાધતાં સાધક સંતોને ભગવાન પ્રત્યે ભક્તિનો પ્રેમ ઉલ્લસ્યો છે. જેમ સંસારમાં પુત્રના લગ્ન વખતે જેને તે જાતનો પ્રેમ છે તે કેવા ગાણાં ગાય છે? `મેં તો થાળ ભર્યો રે શગ મોતીએ, આંગણે હાથી ]ાલે અને મારે સોનાસમો રે સૂરજ ઊગીયો '’-એમ પ્રેમથી ને ઉમંગથી ગાય છે, ભલે ઘરમાં એમાનું એIેય ન હોય, ઘરમાં સાચું એક મોતી પણ ન હોય ને હાથી બાંધવા જેટલી જગ્યા પણ ન હોય, છતાં ત્યાં તો ખોટા વખાણ કરીને ગાય છે; અહી તો ભગવાનમાં જે ગુણો વિદ્યમાન છે તેના સાચાં વખાણ છે; ભગવાનમાં સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે જે ગુણો પ્રગટયા છે તેની લગની લગાડીને, પરમ પ્રેમથી ભક્ત તેના ગાણાં ગાય છે; પોતાને તે ગુણ ગોઠયા છે ને પોતામાં તેવા ગુણો પ્રગટ કરવા માગે છે તેથી તેના ગાણાં ગાય છે. એ ગાણાં કોઇ બીજાને માટે નથી ગાતા પણ પોતામાં તે ગુણો પ્રાપ્ત કરવાની જે ભાવના જાગી છે તે ભાવનાને જ પોતે મલાવે છે. તેથી સમંતભદ્રસ્વામીએ કહ્યું છે કે `ક્રડદ્યદ્મ ત્ડ્ભ્ઊડદ્ધડગ્ર્ડળડદ્મ'’ એકવાર સમંતભદ્ર કહે છે: હે દેવ! મને બીજું તો કોઇ વ્યસન નથી, એકમાત્ર આપનાં ગુણની સ્તુતિનું વ્યસન છે, તેના વિના મારાથી રહેવાતું નથી. (સમંતભદ્રસ્વામીએ ભગવાનની અદ્ભુત અને ગંભીર ભાવોથી ભરેલી કેટલીયે સ્તુતિઓ રચી છે.)
હે નાથ! મેં આપના અચિંત્ય ગુણોને ઓળખ્યા છે તેથી મને આપના ઉપર અપાર પ્રમોદ અને બહુમાન જાગ્યું છે. ગુણોની ઓળખાણ સહિતની ભક્તિ તે જ ખરી ભક્તિ છે. આવી ઓળખાણ સહિત કહે છે કે હે જિનેદ્ર! કેવળજ્ઞાન પામીને આપનું ચૈતન્યદ્રવ્ય ]ળકી ઊઠયું; આપના આ ચૈતન્ય]બકારાની તો શી વાત! આપના કેવળજ્ઞાનપ્રકાશનો તો અચિંત્ય મહિમા છે; એ કેવળજ્ઞાનપ્રકાશ થતાં ત્રણલોકમાં અજવાળાં થાય; અને તેની સાથે (સારા અનાજની સાથે જેમ ઘાસ પણ ઊંચા પાકે તેમ) સાધકદશામાં આપને જે પુણ્ય થયા તેના ફળમાં આપનું જે દિવ્ય શરીર રચાયું-તે શરીરની શોભાની પણ શી વાત? આપનો આત્મા તો લોકોત્તર ને દેહ પણ લોકોત્તર! ચક્રવર્તીઓ અને ઈદ્રો કાળજેથી ભગવાનને નમી પડે છે-હે નાથ! અમે આપની પાસે ન નમીએ તો જગતમાં અમારે નમવાનું બીજું સ્થાન ક્યાં છે? પ્રભો! અમારું હૃદય આપને જોતાં જેનો ઉલ્લસી જાય છે. અહા! આપની વીતરાગતા! જગતમાં જેટો નથી. એ વીતરાગતા પ્રત્યે નમેલું અમારું હૃદય હવે કદી રાગ પ્રત્યે નમવાનું નથી. હે દેવ! જગતમાં મોક્ષાર્થી જીવોને નમવાનું કોઇ સ્થાન હોય તો એક આપ જ છો, એટલે પરમાર્થે આપના જેવો જે વીતરાગી જ્ઞાનસ્વભાવ છે તે જ મોક્ષાર્થીને આદરણીય છે. રાગ તરફ જે નમે તે આપનો ભક્ત નહિ. બહારમાં કુદેવાદિને માથાં ]ાકાવે એની તો શી વાત, પણ એમ ન કરે ને અંદરમાં સૂક્ષ્મરાગના કણિયાથી ધર્મનો લાભ થશે એમ માને તો તેણે પોતાનું માથું રાગ તરફ ]ાકાવ્યું છે, વીતરાગનો તે ખરો ભક્ત નથી. વીતરાગના ભક્તનું માથું રાગને ન નમે.
    અહીં તો ઈદ્ર કહે છે કે હે પ્રભો, આપને અમે ન નમીએ તો જગતમાં એવું બીજું કયું સ્થાન છે કે જ્યાં અમે નમીએ?-પવિત્રતામાં અને પુણ્યમાં આપ જ સવોત્કૃષ્ટ છો...તેથી આપને જ અમે નમીએ છીએ. જગતના સામાન્ય જીવો ઈદ્રને પુણ્યવંત ગણીને આદરે છે, ને તે ઈદ્રો ભગવાન જિનેદ્રદેવને મહાન ભક્તિથી આદરે છે.-આવા ભગવાનની સ્તુતિ હું આ ભક્તામર-સ્તોત્ર દ્વારા કરું છું.
ભગવાનના ચરણોમાં ભક્તિથી નમનારા ઈદ્રો જાણે કહે છે કે હે નાથ! અમારા માથાના મુગટના મણિ કરતાં આપના પગના નખની શોભા વિશેષ છે; આપના ચરણની ભક્તિ તો અજ્ઞાન-અંધકારનો ને પાપનો નાશ કરનારી છે, એ તાકાત અમારા મુગટમણિના તેજમાં નથી; તેથી અમારા મુગટવંતા મસ્તક આપના ચરણોમાં ]ાકી રહ્યા છે. પ્રભો! આપના આત્માની સર્વજ્ઞતાનું દિવ્ય તેજ તો અમને જ્ઞાનપ્રકાશ આપે છે ને આપના ચરણની ભક્તિ નિબિડ પાપાંધકારનો નાશ કરે છે. આપની ભક્તિથી પાપનો વંશ નિર્વંશ થઇ જાય છે.
હે આદિનાથ જિનેદ્ર! આ ભરતક્ષેત્રમાં આપ જ આદ્યગુરુ છો. આપના અવતાર પહેલાં 18 કોડાકોડી સાગરોપમ સુધી આ ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગ ન હતો, જુગલીયાની ને ભોગભૂમિની રચના હતી. 18 કોડાકોડી સાગરોપમ (એટલે ઘણા અસંખ્યાત વર્ષો) ના અંતરે આ ભરતક્ષેત્રમાં આપ આ ચોવીસીના આદ્યતીર્થંકર થયા ને આપે જ મોક્ષમાર્ગ ઉઘાડયો તેથી આપ જ ધર્મયુગના આદિતીર્થંકર છો ને આપ જ આદ્યગુરુ છો. ભવસાગરમાં પડેલા જીવોને મોક્ષમાર્ગ બતાવીને આપે આલંબન આપ્યું; આપે અનેક જીવોને ભવસાગરથી તાર્યા. અહા, આપે ધર્મયુગની આદિ કરી; અમારા આત્મામાં અનાદિકાળથી ધર્મનો અભાવ હતો, હવે આપના પ્રતાપે અમારામાં ધર્મની આદિ થઇ. પ્રભો! અમે આપના ધર્મના સાધક થઇને આપના ચરણમાં નમ્યા ત્યાં અમારા મિથ્યાત્વાદિ પાપોની અનાદિની સાંકળ તૂટી ગઇ, ને ભવજળથી તરવાનું આલંબન (સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન) અમને મળી ગયું.
જુઓ તો ખરા...આ ભગવાનની ભક્તિ! પોતાના આત્માને ભગવાનના માર્ગમાં ભેગો ભેળવીને આ ભક્તિ કરી છે. ભગવાન Eષષભદેવ તીર્થંકર આ અવસર્પિણીના ત્રીજા આરામાં થયા છે ને સ્તુતિકાર આચાર્ય પંચમઆરામાં થયા છે; તેમની વચ્ચે અસંખ્ય વર્ષનું આંતરું છે; છતાં ભગવાન જાણે કે અત્યારે પોતાની સામે પ્રત્યક્ષ સાક્ષાત્ બિરાજતા હોય એવી અદ્ભુત સ્તુતિ કરી છે. હે પ્રભો! આપના ગુણોની એટલે કે આપના ચરણોની ભક્તિ સંસારસમુદ્રથી તરવા માટે આલંબનરૂપ છે. આપનો વીતરાગ ઉપદેશ ભવસમુદ્રથી તારનારો ને મોક્ષને દેનારો છે. પ્રભો હું આપને જ અવલંબું છું એટલે કે આપે ઉપદેશેલા વીતરાગ માર્ગને જ અવલંબું છું, એ જ આ ભવસમુદ્રથી તરવા માટેનો સહારો છે. અહા! આપની ભક્તિ તો મુક્તિ દેનારી છે. શુદ્ધ શ્રદ્ધા-જ્ઞાન ચારિત્રના ધ્યેયપૂર્વક વીતરાગભાવને ભજતો ભજતો સાધક ભવને તરીને મોક્ષને પામે છે.-આ રીતે હે નાથ! ભવથી તરવા માટે આપ અમને આલંબનરૂપ છો. જુઓ, રાગને માટે આપ આલંબનરૂપ છો-એમ ન કહ્યું, પણ વીતરાગરૂપ ધર્મને માટે જ આપ આલંબનરૂપ છો-એમ કહ્યું; કેમકે રાગ થાય ને પુણ્ય બંધાય એના ઉપર ભગવાનના ભક્તનું લક્ષ નથી; ભગવાનના ખરા ભક્તનું લક્ષ તો આત્માની શુદ્ધિ ઉપર જ છે. ભગવાને જેવું કર્ય઼ું તેવું જ તે કરવા માંગે છે. ભગવાને તો વીતરાગભાવનું સેવન કરીને રાગને છોડયો, તો તેનો ભક્ત પણ એમ જ કરવા માંગે છે. જો ભગવાને કર્ય઼ું તેથી વિરુદ્ધ કરે એટલે કે રાગનો આદર કરે તો તેને ભગવાનનો ભક્ત પણ કેમ કહેવાય? માટે ભગવાનના ભક્તની જવાબદારી છે કે તે વીતરાગભાવને જ આદરણીય માને ને રાગના કોઇ અંશને આદરણીય માને નહિ.
આ ભક્તામર-સ્તોત્ર બોલે છે તો ઘણા લોકો, પણ તેમાં વીતરાગતાના કેવા અદ્ભુત ભાવો ભર્યા છે તે તો કોઇ વિરલા જ સમજે છે. અરે, ચૈતન્યના મહિમા પાસે દેવોની Eષદ્ધિ પણ જ્યાં તૂચ્છ છે, ત્યાં તે બહારની Eષદ્ધિ (પૈસા વગેરે) ની ભાવનાથી ભક્તામર બોલે તેને સર્વજ્ઞ ભગવાનની ભક્તિ કરતાં આવડતી નથી. અરે ભાઇ! વીતરાગની ભક્તિ વડે તું સંસારને ઈચ્છે છે? -એ તે ભક્તિ કેવી? આ વીતરાગની સ્તુતિમાં તો મોક્ષના મંત્રો છે, ભાવરોગ મટાડવાના મંત્રો આમાં ભર્યા છે. ભગવાનની ભક્તિ ભવભય-ભેદિની છે.
સ્તુતિકાર કહે છે કે `ત્ર્ડઠળડણૂડઠ્ઠહૃ ઢડવ્ઊડઠળડ'’અર્થાત્ સમ્યક્ પ્રકારે પ્રણમીને હું આ સ્તુતિ કરીશ; એકલા શબ્દોથી કે એકલા રાગથી નહિ પણ સમ્યક્ પ્રકારે એટલે જ્ઞાનપૂર્વક વીતરાગભાવનો અંશ પ્રગટ કરીને હે જિનેદ્ર! હું આપને સ્તવીશ સમ્યગ્દર્શન તે ભગવાનનું પરમાર્થ સ્તવન છે. `વસ્તુસ્તવ' એટલે સર્વજ્ઞદેવના ગુણોનું જેવું સ્વરૂપ છે તેવું લક્ષમાં લેવું તે સર્વજ્ઞની સ્તુતિ છે. હું આ સ્તોત્ર દ્વારા એવી સમ્યક્ સ્તુતિ કરીશ. હે Eષષભજિનેદ્ર! યુગની શરૂઆતમાં આપ ભવસમુદ્રમાં ડૂબતા જીવોને આલંબનરૂપ થયા, આપે મોક્ષનો માર્ગ ખુલ્લો કરીને અસંખ્ય જીવોને તાર્યા. યુગની શરૂઆતમાં કહેતાં ધર્મયુગની શરૂઆતમાં અથવા કર્મભૂમિની શરૂઆતમાં સમજવું. Eષષભદેવ ભગવાન કાંઇ ચોથા આરામાં નથી થયા, તેઓ તો ત્રીજા આરાના અંતભાગમાં થયા છે ને મોક્ષ પણ ત્રીજા આરામાં જ (થોડા વર્ષ બાકી હતા ત્યારે) પામ્યા છે. તેમના પહેલાં આ ભરતભૂમિમાં અસંખ્ય વર્ષોથી ભોગભૂમિની રચના હતી એટલે મુનિપણું કે કેવળજ્ઞાન ન હતું. કલ્પવૃક્ષનાં ફળથી જીવનનિર્વાહ ચાલતો. પણ પછી કાળક્રમે ભોગભૂમિનો કાળ પૂરો થતાં કલ્પવૃક્ષનાં ફળ પણ બંધ થવા લાગ્યા ને લોકોને ખેતી વગેરે કાર્યોથી નિર્વાહ કરવાની જરૂર ઊભી થઇ. એવા યુગપરિવર્તન કાળની આદિમાં ભગવાન Eષષભદેવ થયા અને તેમણે જીવોને માર્ગદર્શન આપ્યું, મોક્ષનો માર્ગ પણ તેમણે જ દેખાડયો. ત્યારથી મુનિદશા કેવળજ્ઞાન અને મોક્ષ આ ભરતક્ષેત્રમાં અસંખ્યવર્ષે શરૂ થયા.
ભગવાન Eષષભદેવ, મુનિ થયા પહેલાં એકવાર અયોધ્યાના રાજદરબારમાં બેઠા હતા. ઈદ્ર દેવ-દેવીઓના નૃત્યસહિત ભક્તિ કરતો હતો. એવામાં નીલંજસા નામની એક અપ્સરાનું આયુષ નૃત્ય કરતાં કરતાં જ પૂરું થઇ ગયું ને એકાએક તેના દેહનો વિલય થઇ ગયો. આવી ક્ષણભંગુરતા જોતાં જ ભગવાન સંસારથી વૈરાગ્ય પામ્યા ને સ્વયં દીક્ષિત થઇને કેવળજ્ઞાન સાધ્યું. પછી સમવસરણમાં એમના દિવ્યધ્વનિવડે ધર્મની `આદિ' થઇ, અનેક જીવો ધર્મ પામ્યા ને મોક્ષગતિ પણ શરૂ થઇ ગઇ.

 

Eષષભદેવના અવતાર પહેલાં તો આ ભરતક્ષેત્રમાં અસંખ્યવર્ષો સુધી જુગલીયા જીવો જ હતા; તેઓ અહીંથી મરીને એક દેવગતિમાં જ જતા. પણ જ્યાં તીર્થંકર ભગવાનના ધ્વનિના દિવ્યધોધ ચાલુ થયા ત્યાં ધર્મ પામીને જીવોનું મોક્ષમાં જવાનું પણ શરૂ થઇ ગયું, તેમજ ધર્મનો વિરોધ કરનારા જીવો નરકમાં પણ જવા લાગ્યા. આ રીતે મોક્ષગતિ અને નરકગતિ બંને ખૂલી ગઇ; પરંતુ ભગવાન તો ધર્મના જ એ`આદિનાથ' છે, પાપના નહિ; ભગવાનનો ઉપદેશ તો ભવથી તરવાનું જ નિમિત્ત છે, પાપનું નિમિત્ત તે નથી. આથી ભક્ત કહે છે કે હે ભગવાન! જેમ મેડી ઉપર ચડનારને દોરીનો સહારો છે તેમ મોક્ષમહેલની શ્રેણીમાં ચડતાં અમને આપના ચરણની ભક્તિનો સહારો છે. આપની વીતરાગતાનું અને સર્વજ્ઞતાનું બહુમાન અમને ભવમાં ડૂબવા દેતું નથી. આપના ચરણનો સહારો લેનારા ભવ્ય જીવો પરભવમાં ડૂબતા બચીને મોક્ષને સાધે છે. મોક્ષમાર્ગ આપે બતાવ્યો છે તેથી આપ જ મોક્ષમાર્ગના નેતા છો. આપ જ અમને મોક્ષમાર્ગે દોરી જનારા છો.
જુઓ તો ખરા, કેવા સુંદર ભાવથી સ્તુતિ કરે છે!!
પ્રભો, હું આપની સ્તુતિ કરું છું; આપની સ્તુતિ કોણ ન કરે? મહા પ્રવીણ એવા સુરલોકનાથ પણ ત્રણ જગતનું ચિત્ત હરે એવા ઉદાર સ્તોત્રવડે આપની ભક્તિની રેલમછેલ કરે છે. તીર્થંકરભગવાનનો જન્મ થાય ત્યાં ઈદ્રો આવીને ભક્તિથી તેમને મેરૂપર્વત ઉપર લઇ જાય ને દૈવી ઠાઠમાઠથી તેમનો જન્માભિષેક કરે.
પછી આનંદકારી તાંડવનૃત્ય કરીને 1008 ગુણવાચક મંગળ નામોથી એવી અલૌકિક સ્તુતિ કરે કે લોકો સ્તબ્ધ થઇ જાય. જિનેદ્રદેવનો એ અચિંત્ય મહિમા જોઇને ઘણા જીવો સમકિત પામી જાય. ભગવાન તો હજી એક જ દિવસના બાળક છે-પણ અસંખ્યદેવોના સ્વામી ઈદ્ર સ્તુતિ કરતાં કહે છે કે હે પ્રભો! આપ તો ત્રણ લોકના નાથ છો...આપ તરણ-તારણ છો...આપ આ અવતારમાં મોક્ષ પામશો ને જગતના ઘણાય જીવોને મોક્ષ પમાડશો. પ્રભો! હજી કેવળજ્ઞાન થયા પહેલાં આપના અવતારનો (દ્રવ્ય-તીર્થંકરનો) આવો મહિમા, તો જ્યારે કેવળજ્ઞાન પ્રગટાવીને સાક્ષાત્ પરમાત્મા (ભાવ-તીર્થંકર) થશો, એના મહિમાની તો શી વાત! લૌકિકમતમાં અજ્ઞાનીઓએ માનેલા જગદીશ તો પોતે ફરી સંસારમાં અવતાર ધારણ કરે છે ને જીવોને સંસારમાં મોકલે છે,- પરંતુ એ ખરા જગદીશ નથી; જીવોને સંસારમાં રખડાવે ને પોતેય જન્મ-મરણ કરે એને જગદીશ કેમ કહેવાય? ખરા જગદીશ તો આપ છો, આપ મુક્ત થયા પછી ફરી કદી સંસારમાં અવતાર ધારણ કરતા નથી, એટલું જ નહિ, ઉલટું આપના નિમિત્તે અનેક જીવો ધર્મ પામીને મોક્ષમાં જાય છે; એ રીતે આપનો અવતાર ધર્મોપદેશ વડે સંસારમાંથી જીવોને છોડાવીને મોક્ષમાં લઇ જાય છે. તેથી મોક્ષના ઈચ્છક જીવો આપની જ સ્તુતિ કરે છે ને આપના જ માર્ગને આદરે છે.
અહા, જગતમાં જેટલા ઉત્તમ જીવો છે તે બધાય આપની જ સ્તુતિ કરે છે. ગણધરો, ચક્રવર્તીઓ, વાસુદેવ-બળદેવ વગેરે સૌ આપની જ સ્તુતિ કરે છે, અન્ય કોઇની નહી. બાર અંગના જાણનારા મહા બુદ્ધિમાનો પણ હે જિનેદ્ર! આપને જ સ્તવે છે. કોઇ મૂર્ખ જીવો ભગવાનને ન ઓળખે તો તેની શી ગણતરી? જગતમાં જેટલા બુદ્ધિમાન ઉત્તમ પુરુષો છે તે તો બધાય મહાન ભક્તિથી જિનચરણને જ સેવે છે. ભગવાનની ભક્તિ-પૂજાનો કોઇ નિષેધ કરતું હોય તો કહે છે કે અરે ભાઇ! બારઅંગને જાણનારા ને દેવોના સ્વામી પણ ભગવાનની ભક્તિ-પૂજા કરે છે, એમની અગાધબુદ્ધિ પાસે તારી શી ગણતરી? ઈદ્ર જેવા પણ ભગવાન પાસે ભક્તિ કરતાં બાળકની જેમ થનગની ઊઠે છે. ધર્મના પ્રેમીને એ જાતનો પ્રમોદ ઉલ્લસ્યા વગર રહેતો નથી. જુઓને, મોટા મોટા જ્ઞાનીઓ ને મુનિઓનાં હૃદય પણ ભગવાનની ભક્તિમાં કેવા ઉલ્લસી પડે છે!
પ્રüા:- ભગવાન તો પરદ્રવ્ય છે, શું સમકિતી પરની સ્તુતિ કરે?
ઉત્તર:- ભાઇ, તેં હજી વીતરાગ પરમાત્માના ગુણનો મહિમા જાણ્યો નથી એટલે તને આવો પ્રüા ઊઠે છે. સર્વજ્ઞપરમાત્મા પ્રત્યે સ્તુતિનો જેવો ભાવ જ્ઞાનીને ઉલ્લસે છે તેવો અજ્ઞાનીને નહિ ઉલ્લસે. ભલે ભગવાન છે તો પરદ્રવ્ય, પણ પોતાને ઈષ્ટ-સાધ્ય એવી જે વીતરાગતા ને સર્વજ્ઞતા, જ્યાં ભગવાનમાં દેખે છે ત્યાં તે ગુણ પ્રત્યેના બહુમાનથી ધર્મીનું હૃદય ઉલ્લસી જાય છે. જગતમાં રાગી જીવો સ્ત્રાળની પ્રશંસા કરે છે તે શું સ્ત્રાળને માટે કરે છે?-નહિ, પોતાને તેનો જે રાગ છે તે પાપ-રાગનાં પોષણ માટે કરે છે; તેમ વીતરાગતાનો જેને પ્રેમ છે તે વીતરાગ સર્વજ્ઞપરમાત્માને દેખતાં ભક્તિ કરે છે, તે કાંઇ ભગવાનને પ્રસન્ન કરવા માટે નહિ પણ પોતાના ભાવમાં વીતરાગતાનાં પોષણ માટે છે. ભક્તિ વખતે ભલે શુભરાગ છે પણ તે વખતેય જ્ઞાનમાં તો વીતરાગસ્વભાવનું જ બહુમાન ઘૂંટાય છે, ને એનું જ નામ વીતરાગની ભક્તિ છે.
ચૈતન્યની અચિંત્ય શક્તિ ખીલી તેનો મહિમા શબ્દોથી પૂરો થાય-એમ નથી; સમવસરણમાં 1008 નામોથી ઉત્તમ સ્તુતિ કરીને છેવટે ઈદ્ર કહે છે કે હે નાથ! આ શબ્દોથી કે આ વિકલ્પોથી આપનાં ગુણની સ્તુતિ પૂરી નહિ થાય, જ્યારે આ વિકલ્પ તોડીને નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ઠરશું ને વીતરાગ થશું ત્યારે આપની સ્તુતિ પૂરી થશે.
અહા, કેવળજ્ઞાનના દિવ્ય પ્રકાશ સહિત તીર્થંકરદેવ, સમવસરણમાં ગણધરો અને મુનિવરોની સભા વચ્ચે બિરાજતા હોય ને ઈદ્ર નમ્રપણે 1008 નામોથી ભગવાનની સ્તુતિ કરતા હોય...ત્યારે તો એ દિવ્ય સ્તુતિ સાંભળતાં ત્રણ લોકના જીવો મુગ્ધ બનીને થંભી જાય છે. દેવો કે મનુષ્યો તો શું, તીર્યંચોનાં ટોળાં પણ સ્તબ્ધ બની જાય છે કે અરે, આ તે કોણ સ્તુતિ કરનાર! ને ઈદ્ર જેવા જેની આવી સ્તુતિ કરે એ ભગવાનનો મહિમા કેટલો? એમ સર્વજ્ઞતાના મહિમામાં ઊંડા ઊતરી જતાં કોઇ કોઇ જીવો તો સમ્યક્દર્શન પણ પામી જાય છે. અહા! સર્વજ્ઞની સ્તુતિ કોનું મન મુગ્ધ ન કરે! જેને સાંભળવાના કાન જ નથી મળ્યા એવા બિચારા એકેદ્રિયાદિ જીવોની શી ગણતરી? અહી તો આત્માનું હિત કરવા જે તૈયાર થયો છે-એવા જીવની વાત છે. એવો જીવ ભગવાન સર્વજ્ઞદેવની સ્તુતિ સાંભળે ને એનું ચિત્ત ભક્તિથી ડોલી ન ઊઠે-એમ બને નહિ.
શાસ્ત્રકાર તો અલંકારથી કહે છે કે અરે, આ મૃત્યુલોકનું મુમુક્ષુ-હરણીયું પણ ભગવાનની સ્તુતિ સાંભળવા માટે ઉડીને ચંદ્રલોકમાં ગયું, તો મનુષ્યને ભક્તિનો ઉલ્લાસ ન આવે એ કેમ બને? સૂર્ય-ચંદ્રના જ્યોતિષ દેવોના વિમાનોમાં શાશ્વત રત્નમય જિનબિંબો છે. (-ચક્રવર્તી પોતાના મહેલમાંથી એ જિનબિંબના દર્શન કરે છે.) ત્યાંના ઈદ્રો ને દેવો તેની સ્તુતિ કરે છે. પ્રભો! આપની સ્તુતિ કોને પસંદ ન પડે? દેવલોકના દેવો દિવ્ય સંગીતસહિત આપની જે સ્તુતિ કરે છે તે સાંભળીને હરણીયા જેવા તિર્યંચ જીવો પણ મુગ્ધ થઇ ગયા ને સાંભળવા માટે ચંદ્રલોક સુધી પહોંચ્યા. તો બીજાની શી વાત? ચંદ્રમાની અંદર હરણીયા જેવી જે આકૃતિ દેખાય છે, કેટલાક કહે છે કે તે કલંક છે, પણ ના, તે કલંક નથી, પરંતુ તે તો ચંદ્રલોકમાં દેવો ભગવાનની જે દિવ્ય સ્તુતિ કરે છે તે સ્તુતિના ગુણગાન સાંભળવાનું રસીયું હરણીયું અહીથી ચંદ્રલોકમાં તે ગુણગાન સાંભળવા ગયું છે, તે દેખાય છે. વાહ! ભગવાનના ભક્ત હરતાં ફરતાં સર્વત્ર ભગવાનનો જ મહિમા દેખે છે; એના હૃદયમાં વીતરાગતાનો મહિમા વસ્યો છે એટલે બહારમાં પણ એ જ દેખે છે. આમ ઈદ્રોની સ્તુતિને યાદ કરીને અહી સ્તુતિકાર કહે છે કે હે જિનેદ્ર! મોટામોટા ઈદ્રોએ જેમ આપની સ્તુતિ કરી તેમ હું પણ આપની મનોહર સ્તુતિ કરું છું.
શ્રી માનતુંગ-મુનિરાજે આ સ્તુતિના સર્વજ્ઞદેવની ભક્તિના પૂર વહાવ્યા છે, ધર્મતીર્થની આદિ કરનારા એવા આદિનાથ તીર્થંકરની આ સ્તુતિ છે. અંદરમાં શ્રદ્ધા-જ્ઞાન ચારિત્ર વડે સર્વજ્ઞસ્વભાવી આત્માની સેવના તે પરમાર્થ ભક્તિ છે, ને બહારમાં સર્વજ્ઞ પરમાત્માને ઓળખીને તેમના પ્રત્યે પ્રમોદ-ભક્તિ-બહુમાનનો ભાવ તે વ્યવહારભક્તિ છે. અહી માનતુંગ સ્વામીને પ્રભુભક્તિનો ઉછરંગ આવ્યો છે. અહો! સર્વજ્ઞ જેવો મારો જ્ઞાનસ્વભાવ છે-એવી અનુભૂતિ તો થઇ છે ને સાથે આ ભક્તિનો ભાવ આવ્યો છે.
ઉપસર્ગ વખતે જેલમાં બેઠા બેઠા આ સ્તુતિ કરી રહ્યા છે. પ્રભો! તારા ભક્તને વળી બંધન કેવા? તારી ભક્તિ કરે ત્યાં ભવના બંધન પણ તૂટી જાય છે. પ્રભો! આપે આપના તો ભવનો નાશ કર્યો ને અમારા ભવનો પણ નાશ કરનારા છો. ભવમાં ડૂબતા જીવોને તરવા માટે આપનો ઉપદેશ આલંબનરૂપ છે. આપ પાપઅંધકારનો નાશ કરનારા છો, પુણ્યપ્રકાશનો ઉદ્યોત કરનારા છો, ને ધર્મની પ્રાપ્તિ કરાવીને ભવસમુદ્રથી તારનારા છો. બાર અંગને જાણનારા મહા બુદ્ધિમાનો, તેમજ ઈદ્ર અને ગણધર જેવા સમર્થ પુરુષોએ આપની સ્તુતિ કરી છે તેમ હું પણ મારી અલ્પ બુદ્ધિ-અનુસાર આપની સ્તુતિ કરું છું. બુદ્ધિ અને શક્તિ ભલે થોડી હોય પણ ભક્તિભાવ તો પૂરો છે.- આમ કહીને માનતુંગ સ્વામીએ આ ભક્તામર-સ્તોત્રમાં ભક્તિરસનાં પૂર વહાવ્યા છે.
પ્રભો! આપે તો મોક્ષનો જ ઉપદેશ આપ્યો છે. ભગવાનનો ખરો ભક્ત મોક્ષ સિવાય બીજા વૈભવને ઈચ્છે નહી. બહારના વૈભવની અભિલાષાથી ભગવાનનું સેવન કરે તેને અમે ભગવાનનો ખરો ભક્ત કહેતા નથી. રાગને ઈચ્છે તે વીતરાગનો ભક્ત કેમ કહેવાય? ઈદ્ર, પોતાને મળેલા ઈદ્રપદના દૈવી વૈભવને પણ ભગવાનના અચિંત્ય આત્મવૈભવ પાસે અત્યંત તૂચ્છ ગણીને, ભક્તિભાવથી ભગવાનના ચરણને સેવે છે, ને 1008 નામોથી અદ્ભુત સ્તુતિ કરે છે; આદિપુરાણમાં તેનું સરસ વર્ણન છે. તે 1008 નામોમાં સૌથી પ્રથમ ૂડડદ્રઠડડદ્યડઠ્ઠ (એટલે અનંતચતુષ્ટયરૂપ અંતરંગલક્ષ્મી તથા અષ્ટપ્રાતિહાર્યરૂપ બહિરંગ લક્ષ્મી સહિત) તેમજ સ્વયંભૂ વિભુ વગેરે, અને છેલ્લે ગ્ર્ડઠડઃત્ર્ડડઠડવ્ડથ્ર્ળડદ્યડડળડણૂડહૃ એવું નામ છે; એ રીતે ભક્તિમાં અધ્યાત્મનું રહસ્ય પણ ભેગું જ ગૂંથેલું છે. પં બનારસદાસજીએ પણ 1008 નામોથી ભગવાનની સ્તુતિ રચી છે, તેમાં પ્રથમ જ `ઁ઼કારરૂપ' એવા નામથી શરૂઆત કરી છે. તેમજ જ્ઞાનગમ્ય, અધ્યાત્મગમ્ય, બહુગુણ-રત્નકરંડ વગેરે અને વિશેષણોથી સ્તુતિ કરી છે. (આ ઉપરાંત 1008 નામોથી જિનેદ્રદેવના મહાપૂજનનું ખાસ મંડલ વિધાન છે; તે મંડલવિધાનપૂજન સોનગઢમાં અનેકવાર થઇ ગયું છે, તેમાં પણ ઘણા ભાવો ભર્યા છે.) હે ભગવાન! એવો કોણ બુદ્ધિમાન છે કે જે આપની સ્તુતિ ન કરે! અહો! આપની સર્વજ્ઞતાને લક્ષમાં લઇને જેનું ચિત્ત આપની ભક્તિમાં લીન થયું તેને જગતનો ભય હોય નહિ. અરે, ક્રૂર સિંહ હરણને મારવા છલાંગ મારે, હરણ સિંહના પંજા વચ્ચે પડયું હોય, પણ આપની ભક્તિનું શરણ લેતાં તેને સિંહનો ભય રહેતો નથી; આપની ભક્તિ કરતાં મારા સર્વજ્ઞ-સ્વભાવનું મને ભાન થયું ને તે સ્વભાવનું શરણ લીધું ત્યાં હે નાથ! ક્રૂર કર્મના ઉદયરૂપ સિંહ કે પ્રતિકૂળતાના સંયોગ તેની દોડમાં અમે દબાઇ જવાના નથી, કર્મરૂપી સિંહનો પંજો હવે અમારા ઉપર ચાલવાનો નથી. બહારમાં સિંહની વાત લીધી ને અંદરમાં આ વાત છે: હે નાથ! કોઇ કર્મમાં કે સંયોગમાં એવી તાકાત નથી કે મારી ભક્તિને તોડી શકે. હૃદયમાં સર્વજ્ઞતાને સ્થાપીને તારી ભક્તિ કરતો કરતો સર્વજ્ઞપદને સાધવા નીકળ્યો ત્યાં તારા ભક્તને શુભનો પણ એવો રસ થઈ  જાય છે કે પાપનું પુણ્યરૂપે સંક્રમણ થઈ જાય છે, એટલે સિંહ વગેરેની કોઇ પ્રતિકૂળતા તેને નડતી નથી.-એ વાત આ સ્તોત્રમાં આગળ બતાવશે. હે પ્રભો! આપની સર્વજ્ઞતાનો મને પરમ પ્રેમ છે તેથી હું આપની સ્તુતિ કરું છું; તેમાં મને જગતના બંધન નડવાના નથી. સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઇને આપની ભક્તિ કરતાં કરતાં અમેય આપના જેવા થઇ જશું.
આમ પ્રથમના બે શ્લોકમાં સ્તુતિ માટેની ભૂમિકા બાંધીને હવે ત્રીજા શ્લોકમાં સ્તુતિકાર પોતાને બાળક જેવો વર્ણવીને સ્તુતિ કરશે. (1-2).

advt08.png