• વત્થુ સુહાવો ધમ્મો

  ।। वत्थुसहावो धम्मो ।।
  વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. .

  નવકારમંત્ર

 • પરમેષ્ઠિ ભગવંતો

  ।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય,
  મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।।

  આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો અરિહંતાણં ।।
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો સિદ્ધાણં ।।
  રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણીરે;
  તે ધ્યાતા નિજ આત્મા, હોવે સિદ્ધ ગુણખાણીરે,
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો આયરિયાણં ।।
  ધ્યાતા આચરજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
  પંચ પ્રસ્થાને આતમા, આચરજ હોય પ્રાણી રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સંભાળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો ઉવજ્ઝાયાણં ।।
  તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
  ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો લોએ સવ્વસાહૂણં ।।
  અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે શોચે રે;
  સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
श्री अरिहंत परमेष्ठी 
શુદ્ધાતમ અરું પંચ ગુરુ, જગમેં શરના દોય; મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.

આત્મ સિદ્ધી તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિýાયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. પરંતુ જીવ આત્મસિદ્ધી અને આત્મસુખના લક્ષ્યથી જ ભ્રષ્ટ છે તેનું કારણ, તે શરીર તથા સંયોગોની અનુકૂળતા ઉપરાંત ધન વૈભવની ઉપલબ્ધિને જ સુખ માને છે અને તે પ્રાપ્ત કરવા માટે મંત્ર-તંત્રની સાધના કરે છે તથા દેવી દેવતાઓની ઉપાસના કરે છે, અને મોહી જીવ પોતાનું સંપૂર્ણ આયુષ્ય આ જ ભ્રાંતિમાં પૂરું કરી દે છે. જીવ એ પણ જાણે છે કે સાચું શરણ `ધન' નથી `ધર્મ' છે. દેવી-દેવતા નહિ પરંતુ પંચપરમેષ્ઠી ભગવંતો જ છે. જે એમની શરણમાં જાય છે તેને અન્ય કોઇનું શરણ શોધવું પડતું નથી પણ તે એટલો મહાન બની જાય છે કે દેવી દેવતાઓના સ્વામી સો સો ઇદ્રો પણ તેમને નમન કરે છે. વાસ્તવમાં જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સાતિશય પુણ્યોદયનાં ફળ સ્વરૂપ, આ બધી લૌકિક અનુકૂળતાઓ પણ તેને સહજ જ ઉપલબ્ધ થાય છે; પરંતુ ધર્માત્મા તેની અપેક્ષા રાખતા નથી. નમોકાર મહામંત્ર પંચ પરમેષ્ઠીનો વાચક તથા પ્રતિપાદક છે એટલે જ્યારે આત્મામાં જવાનું તથા સ્થિર રહેવાનું સંભવ થતું નથી અને વિષય - કષાયમાં જોડાવું અત્યંત કષ્ટદાયક અનુભવાય છે ત્યારે તેમનાથી બચવા માટે એકમાત્ર પંચ પરમેષ્ઠી ભગવંતો તથા નમોકાર મંત્ર જ શરણ છે. પાપોનો પુંજ પંચેદ્રિયોના વિષયોથી બચવા માટે તથા રત્નત્રયની વૃદ્ધિ માટે જ્ઞાનીઓ પણ નમોકાર મહામંત્ર દ્વારા પંચપરમેષ્ઠીનું સ્મરણ કરે છે. એટલે જો આપણે પણ આપણા મોહાન્ધકારનો અભાવ કરવો હોય, સમ્યજ્ઞાનનો સૂર્ય પ્રગટ કરવો હોય તો પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. તેને જાણ્યા ઓળખ્યા વગર આત્માની ઉપલબ્ધિ સંભવ નથી. તેથી જ જિનવાણીમાં દરેક ઠેકાણે નમોકાર મંત્રના જાપ કરવાની પ્રેરણા આપી છે. પરંતુ નમોકાર મંત્ર જપવાનો અર્થ એ નથી કે જેટલું જલ્દીથી બને તેમ માળા પુરી કરી લ્યો અને જાપ થઇ ગયા. જો સમય ના હોય તો ભલે નવ વાર જ જાપ કરો, પરંતુ મંત્ર બોલતી વખતે એક એક પરમેષ્ઠીના સ્વરૂપનો વિચાર કરતાં જાપ કરવો. પ્રયત્ન એવો કરવો કે આપણો ઉપયોગ આત્મસન્મુખ રહે, આત્મમય રહે અને જાપ આત્માર્થે થાય જેથી મન વિષય-કષાયમાં જોડાય નહિ.

pacnhparmesthi : નમોકાર મહામંત્ર : નમોકાર મહામંત્ર સમસ્ત જૈન ધર્માનુયાયીઓનો સર્વ માન્ય મહામંત્ર છે. અનેક સંપ્રદાયો તેમ જ પેટા સંપ્રદાયોમાં વિભક્ત સંપૂર્ણ જૈન સમાજ તેને અત્યંત અતૂટ શ્રદ્ધાથી ભાવે છે. અને દરરોજ જાપ પણ કરે છે. પ્રત્યેક મંગળ અવસરે સૌ પ્રથમ નવકાર મહામંત્રનો પાઠ કરે છે. આ મહામંત્રમાં જૈનોના પરમ આરાધ્ય પંચ પરમેષ્ઠીઓને સામુહિક રીતે નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમાં કોઇ વ્યક્તિ વિશેષને નમસ્કાર ન કરતાં, એ પાંચ પરમપદોને નમસ્કાર કરવામાં આવ્યા છે જેઓ સ્વઆત્મા, આત્મઆરાધનાના પરમ પુરુષાર્થથી પ્રાપ્ત કરે છે. જે જીવ મોક્ષ અને મોક્ષમાર્ગ સ્વરૂપ આ પાંચ અવસ્થાને પ્રાપ્ત કરે છે તે જીવ જ આ મહામંત્રના આરાધ્ય છે. આ મહામંત્રમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવા સિવાય કંઇ જ કહ્યું નથી, ન તો કોઇ પ્રકારની આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી છે અને ન તો કોઇ ઇચ્છા કરવામાં આવી છે. નિષ્કામ વંદના જ આ મંત્રને મહામંત્ર બનાવે છે અને તે જ તેની મહાનતા પણ છે. આ મંત્રની મહાનતાથી અભિભૂત જૈન જગતમાં તેના સંબંધમાં જેટલી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોવામાં આવે છે તેટલી ભ્રાન્તિપૂર્વકની ધારણાઓ પણ કંઇ ઓછી પ્રચલિત નથી. ભ્રાન્ત ધારણાઓનું નિરાકરણ અને જિજ્ઞાસાની ઉપશાન્તી માટે તેનું જેટલું પરિશીલન કરવામાં આવે તેટલું ઓછું છે. આ પરિશીલન આત્મહિત માટે પણ અત્યંત ઉપયોગી છે.

નવકાર મહામંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આઇરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુIારો સવ્વ પાવ પ્પણાસણો મંગલા ણં ચ સવ્વે સિં પઢમં હવઇ મંગલં મંત્રની પ્રથમ પંચ ગાથાઓનો સામાન્ય અર્થ એવો છે કે લોકમાં સર્વ અરિહંતોને નમસ્કાર હો, સર્વ સિદ્ધોને નમસ્કાર હો, સર્વ આચાર્યોને નમસ્કાર હો, સર્વ ઉપાધ્યાયોને નમસ્કાર હો, સર્વ સાધુઓને નમસ્કાર હો. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચે પરમેષ્ઠી કહેવાય છે. આ મંત્રમાં આ પાંચેય પરમેષ્ઠીઓને ભાવપૂર્ણ નમસ્કાર કરવામાં આવ્યા છે. પણ માત્ર વચન બોલવાથી તથા શરીર નમાવીને નમસ્કાર કરવા તે વાસ્તવિક નમસ્કાર નથી. પાંચેય પરમેષ્ઠીઓના સ્વરૂપ સમજી, તેમના ગુણોથી પૂર્ણ પરિચિત થવાથી તેમના પ્રત્યે જે ગુણાનુરાગ ઉત્પન્ન થાય છે, તેમના પ્રત્યે જે સમર્પણનો ભાવ ઉત્પન્ન થાય છે તે જ સાચા નમસ્કાર છે. જે જીવ આ પાંચે પરમેષ્ઠીઓનાં સ્વરૂપને જાણીને ઓળખીને તેઓને નમન કરે છે, સ્મરણ કરે છે, તેઓએ બતાવેલ માર્ગ ઉપર ચાલી તેઓનું અનુકરણ કરે છે, તેઓને સાચું સુખ પ્રાપ્ત થાય છે અને તેઓ પોતે પરમાત્મા બની જાય છે. નવકાર મંત્રમાં સૌ પ્રથમ પૂર્ણ વીતરાગી અને સર્વજ્ઞ અરિહંત ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ અશરિરી એવા સર્વ સિદ્ધાત્મા - સિદ્ધભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ વીતરાગ માર્ગ ઉપર ચાલવાવાળા સર્વ આચાર્ય, ઉપાધ્યાય અને મુનિભગવંતો તથા સાધુ ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ભગવંત એ પાંચે `પરમપદ' છે અને જેઓ આ પાંચ પરમપદમાં સ્થિત હોય તેને `પરમેષ્ઠી' કહે છે.

advt06.png