• વત્થુ સુહાવો ધમ્મો

    ।। वत्थुसहावो धम्मो ।।
    વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. .

    નવકારમંત્ર

  • પરમેષ્ઠિ ભગવંતો

    ।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય,
    મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।।

    આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો અરિહંતાણં ।।
    અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
    ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
    અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
    ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો સિદ્ધાણં ।।
    રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણીરે;
    તે ધ્યાતા નિજ આત્મા, હોવે સિદ્ધ ગુણખાણીરે,
    વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
    આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો આયરિયાણં ।।
    ધ્યાતા આચરજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
    પંચ પ્રસ્થાને આતમા, આચરજ હોય પ્રાણી રે.
    વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સંભાળજો ચિત્ત લાઇ રે;
    આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો ઉવજ્ઝાયાણં ।।
    તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
    ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.
    વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
    આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

    નવકારમંત્ર

  • શ્રી નવકાર

    ।। નમો લોએ સવ્વસાહૂણં ।।
    અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે શોચે રે;
    સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે.
    વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
    આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

    નવકારમંત્ર

  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
સિદ્ધ પરમેષ્ઠી 
``જેમણે આઠ કર્મનો નાશ કર્યો છે, જેઓ અશરિરી છે, જે લોકાલોકના જ્ઞાતા-દ્રષ્ટા છે, પુરુષાકાર છે, તે આત્મા સિદ્ધ છે.
લોકના શિખર ઉપર રહેલા એ સિદ્ધ પરમેષ્ઠિનું તમે ધ્યાન કરો.''

ણટઠટઠકમ્મદેહો, લોયા લોયસ્સ જાણગો દટઠા, પુરિસાયારો અપ્પા સિદ્ધો ઝાએહ લોયસિહરત્થો. ``જેમણે આઠ કર્મનો નાશ કર્યો છે, જેઓ અશરિરી છે, જે લોકાલોકના જ્ઞાતા-દ્રષ્ટા છે, પુરુષાકાર છે, તે આત્મા સિદ્ધ છે. લોકના શિખર ઉપર રહેલા એ સિદ્ધ પરમેષ્ઠિનું તમે ધ્યાન કરો.'' સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ પણ સિદ્ધ પદ પ્રાપ્ત થવાની પ્રક્રિયા રૂપે લખેલ છે, તે આ પ્રકારે છે ઃ ``જે ગૃહસ્થ અવસ્થા ત્યાગી મુનિધર્મ સાધન વડે, ચાર ઘાતિકર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી કેટલોક કાળ વીત્યે ચાર અઘાતિ કર્મો પણ ભસ્મ થતાં પરમ-ઔદારિક શરીરને પણ છોડી આત્માના ઉર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈ બિરાજમાન થયાં છે, ત્યાં જેને સંપૂર્ણ પરદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે; ચરમ (અંતિમ) શરીરથી કિંચિંત ન્યૂન પુરુષાકારવત્ જેના આત્માના પ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે, પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યકત્વ-જ્ઞાન-દર્શનાદિક આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે; કર્મનો સંબંધ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તત્વાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે, જેને ભાવ કર્મોનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવ રૂપ પરિણમન થઈ રહ્યું છે, જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય-પર દ્રવ્ય, ઔપાધિક ભાવ સ્વભાવનું વિજ્ઞાન થાય છે; જેના વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્ય જે પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે, એવી નિષ્પન્નતાને પામેલ સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો.'' ઉપર કહેલ વ્યાખ્યામાં સિદ્ધોનાં સ્વરૂપનું ધ્યાન કરતાં મુખ્યરૂપથી નીચે મુજબ ચાર વાત કહેલ છેઃ- (1) પહેલા ત્રણ વાક્યોમાં સિદ્ધપદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનું વર્ણન કરેલ છે. (2) ત્યાર પછી પાંચ વાક્યોમાં પ્રતિપક્ષી કારણોનો અભાવ થવાના કારણે પ્રાપ્ત થતી સ્વભાવ ઉપલબ્ધિની ચર્ચા કરેલ છે. (3) ત્યારબાદ બે વાક્યોમાં કહેલ છે કે સિદ્ધોનું ધ્યાન ભવ્ય જીવોને સ્વયં સિદ્ધ બનવામાં સાધન છે.

siddha (4) અને અંતમાં કહેલ છે કે સિદ્ધ ભગવાન પોતાના શુદ્ધ સ્વભાવને દર્શાવવા માટે એક સ્વચ્છ પ્રતિબિંબ છે. સાર એ છે કે જે જીવ સિદ્ધોના સ્વરૂપના ધ્યાનથી પોતાના સ્વરૂપને ઓળખી સિદ્ધો સમાન મોક્ષમાર્ગ ઉપર અગ્રસર થઈ પોતાના પ્રતિપક્ષી કર્મોનો અભાવ કરે છે. એમના સંપૂર્ણ આત્મિક ગુણ પ્રગટ થઈ જાય છે, જેનાથી તે અનંતકાળ સુધી અતીદ્રિય બાધા રહિત સુખ ભોગવે છે. સિદ્ધભગવંતોનું અતિ સંક્ષેપ સ્વરૂપ જાણવું હોય તો આચાર્ય નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીની ગાથાનું સ્મરણ કરવું જોઈએ. જે આ પ્રકારે છે. ``ણિકમ્મા અટ્ઠગુણા, કિંચુણા ચરમદેહદો સિદ્ધા; લોયગ્ગાઠિદો ણિચ્ચા ઉપ્પાદવએહિં સુંજત્ત્તા.'' સિદ્ધ ભગવાન કર્મોથી રહિત છે. આઠગુણોના ધારક છે. અંતિમ શરીરથી કાંઈક ઓછા આકારવાળા છે, લોકના અગ્ર ભાગમાં સ્થિત છે. નિત્ય છે અને ઉત્પાદ-વ્યયથી યુક્ત છે. સિદ્ધના આઠ ગુણો કહેલ છે, જે આ પ્રકારે છેઃ- સમકિત દર્શન જ્ઞાન, અગુરુલઘુ અવગાહના, સૂક્ષ્મ વીરજવાન નિરાબાધ ગુણ સિદ્ધકે. (1) ક્ષાયિક સમ્યક્ત્વ (2) અનંત દર્શન (3) અનંત જ્ઞાન (4) અગુરુલઘુત્વ (5) અવગાહનત્વ (6) સૂક્ષ્મત્વ (7) અનંત વીર્ય અને (8) અવ્યાબાધ; આ સિદ્ધના આઠ મૂળ ગુણ હોય છે.

અહીં ધ્યાન દેવા યોગ્ય વિશેષ વાત એ છે તે જ્યાં અરિંહંત પરમેષ્ઠીનાં સ્વરૂપનું વર્ણન કરતાં તેમની સર્વજ્ઞતા અને વીતરાગતા ઉપર ભાર મૂકવામાં આવેલ છે, ત્યાં સિદ્ધપરમેષ્ઠીના સ્વરૂપના નિરૂપણમાં સ્વભાવોપલબ્ધિથી ઉત્પન્ન તેઓનાં અતીદ્રિય આનંદ અને નિરાકુળ સુખ ઉપર બળ આપેલ છે. સિદ્ધ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતાં લખ્યું છે કેઃ- ``જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા તે હૈ નિકલ અમલ પરમાતમ ભોગે શર્મ અનંન્તા. જ્ઞાન માત્ર જેઓનું શરીર છે અને જેઓ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ રૂપ મેલથી રહિત અતિ નિર્મળ અને મહાન સિદ્ધ પરમેષ્ઠી છે, તે અનંત કાળ સુધી અપરિમિત-અસીમ-અનંત સુખ ભોગવે છે.'' આવા સિદ્ધ પરમેષ્ઠીની જે કોઈ આરાધના કરે છે, એ પણ ટૂંક સમયમાં સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે; કેમ કે સિદ્ધોનું ધ્યાન ભવ્ય જીવોને સ્વયં સિદ્ધ બનવામાં સાધન છે. તથા સિદ્ધ ભગવાન પોતાના શુદ્ધ સ્વભાવને દર્શાવવા માટે સ્વચ્છ પ્રતિબિંબ સમાન છે. તેથી દરેક સાધક જીવોએ સિદ્ધની આરાધના અવશ્ય કરવી જોઈએ. ""નમો સિદ્ધાણં.''

advt02.png