• વત્થુ સુહાવો ધમ્મો

  ।। वत्थुसहावो धम्मो ।।
  વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. .

  નવકારમંત્ર

 • પરમેષ્ઠિ ભગવંતો

  ।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય,
  મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।।

  આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો અરિહંતાણં ।।
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો સિદ્ધાણં ।।
  રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણીરે;
  તે ધ્યાતા નિજ આત્મા, હોવે સિદ્ધ ગુણખાણીરે,
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો આયરિયાણં ।।
  ધ્યાતા આચરજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
  પંચ પ્રસ્થાને આતમા, આચરજ હોય પ્રાણી રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સંભાળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો ઉવજ્ઝાયાણં ।।
  તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
  ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો લોએ સવ્વસાહૂણં ।।
  અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે શોચે રે;
  સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
નમો આયરિયાણં 
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - ત્રણે સાધુઓના પ્રકારે છે. આ જ કારણ છે કે ``ચત્તારિ મંગલમ્'' વગેરે પાઠમાં
આચાર્ય તેમ જ ઉપાધ્યાયને પૃથકથી વર્ણવ્યા નથી. એમને ``સાહૂ'' શબ્દમાં ગર્ભિત કરેલ છે.

આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - ત્રણે સાધુઓના પ્રકારે છે. આ જ કારણ છે કે ``ચત્તારિ મંગલમ્'' વગેરે પાઠમાં આચાર્ય તેમ જ ઉપાધ્યાયને પૃથકથી વર્ણવ્યા નથી. એમને ``સાહૂ'' શબ્દમાં ગર્ભિત કરેલ છે. જે આ પ્રકારે છેઃ- `અરિહંતા મંગલમ્ સિદ્ધા મંગલમ્ સાહૂ મંગલમ્ કેવલિ પણત્તા ધમ્મો મંગલમ્.' તેથી સર્વ પ્રથમ જેમાં આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ - બધાં ગર્ભિત છે, એવાં સાધુઓના સામાન્ય સ્વરૂપ ઉપર વિચાર કરીએ છીએ. દસણણાણ સમગ્ગં મગ્ગં મોકખસ્સ જા હું ચારિત્તં; સાધયદિ ણિચ્ચસુદ્ધં સાહૂ સ મુણી ણમો તસ્સ. જેઓ સમ્યક દર્શન અને સમ્યક્ જ્ઞાનથી પરિપૂર્ણ, મોક્ષમાર્ગ સ્વરૂપ રાગાદિ રહિત શુદ્ધ ચારિત્રને હંમેશા સાધે છે, તેવા મુનિ સાધુ છે. એમને અમારા નમસ્કાર હો. ``જે વીરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્ય વા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરાં, પરંતુ ઈષ્ટ - અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી, શરીરની અનેક અવસ્થા થાય છે - બાહ્ય અનેક પ્રકારના નિમિત્ત બને છે પરંતુ ત્યાં કંઈપણ સુખદુઃખ જે માનતા નથી તથા પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને તેમ બને છે પરંતુ તેની ખેંચાતાણી જે કરતા નથી, પોતાના ઉપયોગને જેઓ બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિýાલ વૃત્તિને ધારણ કરે છે, કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે જે વડે તે શુદ્ધોપયોગના બાહ્ય સાધનો છે તેમાં અનુરાગ કરે છે, પરંતુ એ રાગભાવને પણ હેય જાણી દૂર કરવા ઈચ્છે છે, તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ પરિણતિનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ અવસ્થા થતાં સૌમ્ય મુદ્રાધારી થયા છે, શરીર સંસ્કારાદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે, વનખંડાદિ વિષે જેઓ વસે છે, અઠ્ઠાવીસ મૂલગુણોને જેઓ અખંડિત પાલન કરે છે, બાવીસ પરિષહને જેઓ સહન કરે છે, બાર પ્રકારના તપને જેઓ આદરે છે, કદાચિત ધ્યાન મુદ્રાધારી પ્રતિમાવત નિýાલ થાય છે, કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મ ક્રિયાઓમાં પ્રવર્તે છે, કોઈ વેળા મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર વિહારાદિ ક્રિયામાં સાવધાન થયા છે. એ પ્રમાણે જેઓ જૈનમુનિ છે તે સર્વની એવી જ અવસ્થા છે. એમના સમતાભાવ અને એનાથી પ્રાપ્ત થતા અતીદ્રિય આનંદનું વર્ણન કરતાં કહ્યું છે કે.. ``અરિ-મિત્ર મહન-મસાન કંચન-કા નિન્દન-થુતિકરન, અર્ધાવતારન અસિપ્રહારન મેં સદા સમતા ધરન. યો ચિન્ત્ય નિજમેં થિય ભયે તિન અકથ જો આનંદ લહ્યો, સો ઈદ્ર નાગ નરેદ્ર વા અહમિદ્ર કૈં નાહીં કહ્યો.'' સમ્યક્ દર્શનની પ્રાપ્તિ માટે અરિહંત અને સિદ્ધની સમાન સાધુનું સ્વરૂપ જાણવું પણ આવશ્યક છે. સાધુના સ્વરૂપને જાણવા અત્યંત સાવધાનીની આવશ્યકતા છે કેમ કે ... ""ચલતે ફિરતે સિદ્ધોંસે ગુરુ ચરણો મેં શીશ ઝુકાતે હૈ, હમે ચલે આપકે કદમોં પર નિત યહી ભાવના ભાતે હૈ..'' સાધુ તો ચાલતા ચાલતા સિદ્ધ છે. સાધુ આપણા જીવનમાં પ્રેરણામૂર્તિ છે, જીવન્ત તીર્થ અને મુક્તિમાર્ગના પ્રદર્શક છે. કુગુરુ-ખોટા ગુરુના સંયોગ ન થાય તે માટે સાધુ ભગવંતના સ્વરૂપ વિશે જાણવામાં અત્યંત સાવધાનીની આવશ્યકતા છે. સાધુ આપણા પરમપૂજ્ય પંચ પરમેષ્ઠીઓમાં સમાહિત છે, જેમને આપણે દરરોજ નમોકાર મંત્રના રૂપમાં સવાર-સાંજ સ્મરણ કરીએ છીએ. એમના નામની માળા જપીએ છીએ, નમન કરીએ છીએ. એમના સંબંધમાં કોઈપણ પ્રકારની કરેલ અસાવધાની અથવા ઉપેક્ષા સન્માર્ગથી દૂર ભટકવામાં પ્રબળ કારણ બની શકે છે. એટલે આ સંબંધમાં વિશેષ સાવધાની અને સતર્કતા વર્તવાની આવશ્યકતા છે. જિનાગમમાં બતાવેલ ગુરુના સ્વરૂપને અનુરૂપ જો શ્રદ્ધાન-જ્ઞાન અને ચારિત્રના ધારક નહિ હોઈએ, જો આપણે એમને ભય-આશા-સ્નેહ અને લોભાદિકના કારણે ગુરુના સમાન પૂજ્ય માનીશું તો પણ આપણે મુક્તિમાર્ગની પાસે નહિ આવી શકીએ. સામાન્ય સાધુઓના સ્વરૂપમાં બતાવેલ બધી વિશેષતાઓ તો આચાર્ય પરમેષ્ઠીમાં હોય જ છે; કેમ કે મૂળ તો તે સાધુ જ છે; પણ સંઘના વડા હોવાને કારણે એમનામાં બીજી પણ કોઈક એવી વિશેષતાઓ હોય છે, જેનાથી એ આચાર્ય પદના અધિકારી હોય છે. જેવી રીતે ઘણાં વિદ્યાર્થીઓના વર્ગમાં એક વિદ્યાર્થી જે વર્ગનો વડો હોય છે. એ મૂળ તો વિદ્યાર્થી જ છે, એટલે એને સારું ભણવું - ગણવું અને વિદ્યાલયની દિનચર્યાનું પાલન કરવું આદિક તો એક સામાન્ય વિદ્યાર્થીની માફક પૂરા કરવાના હોય છે. પણ વર્ગનો વડો હોવાને કારણે એને ભણવા-ગણવા અને દિનચર્યાના સિવાય શિક્ષક ન હોય ત્યારે વર્ગમાં

aacharyaઅનુશાસન - પ્રશાસન આદિનું ઉત્તર-દાયિત્વ પણ કરવું પડે છે, એટલે વર્ગમાં એવો વિદ્યાર્થી કક્ષા વડો બનાવવામાં આવે છે કે જે સામાન્ય વિદ્યાર્થીઓથી પણ વધારે પ્રતિભાવાન હોય, પ્રભાવશાળી વ્યક્તિત્વનો ધની હોય, ધીર-વીર-ગંભીર હોય, પોતાની દિનચર્યામાં નિયમિત હોય, પોતાનું કામ પૂરું કરવાની સાથે સાથે બીજાઓને મદદ કરવામાં સમર્થ હોય, જેમાં સંગઠન શક્તિ હોય, જેને પોતાના ગુરુનો વિશ્વાસ મળેલ હોય, જે ઈમાનદાર હોય, નિષ્પક્ષ હોય. બરાબર એવી રીતે બધા સાધુઓના સંઘમાં એવા સાધુને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, જે સામાન્ય સાધુઓથી વધારે પ્રતિભાવાન હોય, પ્રતિભાશાળી વ્યક્તિત્વના ધની હોય, જોવામાં સુંદર હોય, સંસાર શરીર અને ભોગોથી વિશેષ વૈરાગી હોય, ધીર-વીર અને ગંભીર હોય, દયાળુ અને ઉદાર હોય, મધુરભાષી બોલવાવાળા, શાસ્ત્રના મમર્જ્ઞ અને લોકવ્યવહારમાં શ્રેષ્ઠ હોય. દૂરદર્શી અને કુશળ ઉપદેશક હોય, પંચાચારમાં પરાયણ અને પાંચ ઈદ્રિયો પર વિજયી હોય એવા સાધુ જ આચાર્ય પદને યોગ્ય હોય છે. શાસ્ત્રાેમાં આચાર્ય પરમેષ્ઠીનું જે સ્વરૂપ બતાવેલું છે. એ મૂળતઃ આ પ્રકારે છે. "પંચાચાર સમગ્ગા પંચિદિયદંતિ ણિદ્દલણા, ધીરા ગુણગમ્ભીરા આયરિયા એરિસા હોંતિ. આચાર્ય દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય આ પાંચેય આચારોથી પરિપૂર્ણ પંચેદ્રિય રૂપી મદમસ્ત હાથીને કાબૂમાં કરવામાં નિપુણ, ધીર અને ગુણ ગંભીર હોય છે.'' જે પંચાચારમાં નિપુણ છે, અકિંચતાના સ્વામી છે, જેમણે કષાય સ્થાનોનો નાશ કર્યો છે અને જે પરિણમિત જ્ઞાનના બળ વડે પંચાસ્તિકાયના સ્વરૂપને સમજાવે છે અને વિકસિત સ્થિર સમાધિમાં જેમની બુદ્ધિ નિપુણ છે, એવા આચાર્યોને અમે ભવદુઃખ રાશિના નાશ કરવા માટે પૂજીએ છીએ. આચાર્ય છે તે અનેક ગુણોની ખાણ છે, શ્રેષ્ઠ તપના ધારક છે. કેવા છે આચાર્ય? જેઓ અનશનાદિ બાર પ્રકારના તપમાં નિરંતર ઉદ્યમી હોય છે, અને છ આવશ્યક ક્રિયાઓમાં સાવધાન હોય છે, અને પંચાચારના ધારક છે, દશલક્ષણ ધર્મરૂપ છે જેમનું પરિણમન, અને મન-વચન-કાયની ગુપ્તિ સહિત છે. આવા છત્રીસ ગુણોથી યુક્ત આચાર્ય હોય છે. એ સમ્યગ્દર્શનાચારને નિર્દોષ ધારે છે. અને સમ્યકજ્ઞાનની શુદ્ધતાથી યુક્ત છે. તેર પ્રકારની ચારિત્રની શુદ્ધતાના ધારક, અને તપýારણમાં ઉત્સાહયુક્ત, અને પોતાના વીર્યને છુપાવતા નથી. બાવીસ પરિષહોને જીતવામાં સમર્થ - એવા નિરંતર પંચાચાર ધારક છે. અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત, નિગ્રંથ માર્ગમાં ગમન કરવામાં નિપુણ છે, અને બે-ત્રણ ઉપવાસ પંચોપવાસ પક્ષોપવાસ માસો પવાસ કરવામાં તત્ત્પર છે, અને નિર્જન વનમાં, અને પર્વતના શિખરે અને ગુફાના સ્થાને નિýાલ શુભ ધ્યાનમાં મનને એકાગ્ર કરે છે. શિષ્યની યોગ્યતાને સારી રીતે જાણી દીક્ષા આપવામાં અને શિક્ષા કરવામાં નિપુણ છે, અને યુક્તિના નવ પ્રકારના નયને જાણવાવાળા છે, અને પોતાના શરીરનું મમત્વ છોડી રાતદિવસ બેસે છે, સંસાર સાગરમાં ભ્રમણ થવાથી ભયભીત છે. મન-વચન-કાયાની શુદ્ધતાથી યુક્ત નાકના અગ્રભાગમાં સ્થાપિત કરેલ છે, નેત્રયુગલ જેમના- એવા આચાર્યને બધા અંગો વડે પૃથ્વી સુધી નમીને મસ્તક વડે નમન કરીએ છીએ. અહીં એવું વિશેષ જાણવું કે - જે આચાર્ય છે એ સમસ્ત ધર્મના વડા છે. આચાર્યના આધારે બધો ધર્મ છે. એટલે એવા ગુણના ધારક જ આચાર્ય છે. મહાત્માઓએ આચાર્ય પરમેષ્ઠીના બીજા અનેક પ્રકારના ગુણોનું વર્ણન વિસ્તાર પૂર્વક કરેલ છે, જેનો ટૂંકમાં સાર આ પ્રમાણે છે. `"મુનિસંઘના નાયક આચાર્ય દેખાવમાં મનોહર કુલવાન, લૌકિક વ્યવહાર અને પરમાર્થના જ્ઞાતા, ઉત્તમ વિચારવાળા અને ઉત્કૃષ્ટ આચરણવાળા, સંસાર શરીર-ભોગોથી સદા વિરક્ત રહેવાવાળા, પ્રૌઢ પ્રતિભાશાળી અને પ્રભાવક વ્યક્તિત્વના ધની હોવા જોઈએ.

તથા મધુર ભાષા બોલવાવાળા, શાસ્ત્રના મર્મજ્ઞ, સ્વમત અને પરમતના જ્ઞાતા, અનેકાંત અને સ્યાદવાદ વિદ્યામાં નિપુણ, ધીર-વીર અને નિýાલ હોવા જોઈએ.'' આચાર્યનું સ્વરૂપ આ પ્રકારે છેઃ- સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની અધિકતા વડે પ્રધાન પદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે, મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે પરંતુ કદાચિત્ ધર્મ લોભી અન્ય યાચક જીવોને દેખી રાગઅંશના ઉદયથી કરૂણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષા ગ્રાહકને દીક્ષા આપે છે તથા જે પોતાના દોષ પ્રગટ કરે છે તેને પ્રાયýિાત વિધિ વડે શુદ્ધ કરે છે એવા આચરણ કરવા-કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો. આચાર્ય પરમેષ્ઠીની ઉપર મુજબ વ્યાખ્યામાં નીચેની ચાર વાતો પર વિશેષ ધ્યાન આપેલ છે. એક તો - એમનામાં સામાન્ય સાધુઓ કરતા સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમયક્ચારિત્રની અધિકતા હોય છે. એ મુખ્ય રૂપથી તો નિર્વિકલ્પ સ્વરૂપચારણમાં જ લીન રહે છે. એમના અંતરંગમાં દીક્ષા, ધર્મોપદેશ અને પ્રાયýિાત આદિની મુખ્યતા નથી રહેતી. એમના માટે આચાર્ય પદ જરાપણ ભારરૂપ કે બોજારૂપ નથી હોતું; કેમ કે એમને રાગના ઉદયથી સહજ કરુણા બુદ્ધિ થાય છે, ત્યારે જ એ પોતાના સંઘના સાધુઓ અને ધર્મના જિજ્ઞાસુઓને ધર્મોપદેશ આપે છે, દીક્ષા ગ્રાહકોને દીક્ષા આપે છે અને પોતાની ઈચ્છાથી પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયýિાત વિધિથી શુદ્ધ કરે છે. તેઓ કોઈપણ કામ માટે કોઈના બંધાયેલા નથી અને ઉપર મુજબના કાર્યોમાં પણ તેઓ પોતાના ઉપયોગને વધુ ભમાવતા નથી. તેઓ પોતાની આત્મસાધનમાં મગ્ન રહેતા જ યથોયોગ્ય કેવળ મુનિસંઘની પ્રશાસન વ્યવસ્થા સંભાળે છે. ગૃહસ્થો અને તેમના ધાર્મિક સ્થળ મંદિર આદિની વ્યવસ્થાઓમાં કોઈ પણ રસ રાખતા નથી. માત્ર મુનિસંઘના નાયક મુનિરાજ જ વાસ્તવિકતામાં આચાર્ય પરમેષ્ઠી છે. ""નમો આઈરિયાણં'' માં એવા જ આચાર્યોને નમસ્કાર કરેલ છે. જ્યારે જ્યારે પણ નમોકાર મંત્ર વાંચીએ, ત્યારે આચાર્યોનું આ સ્વરૂપ આપણા ધ્યાનનું ધ્યેય અને જ્ઞાનનું જ્ઞેય બનવું જોઈએ. જ્યારે આચાર્ય પરમેષ્ઠીમું આવું યથાર્થરૂપ આપણા ધ્યાનનું ધ્યેય બનશે ત્યારે નમો આઈરિયાણં બોલવું સાર્થક થશે. આચાર્ય પરમેષ્ઠીના 36 મૂલગુણ હોય છે, જે આ પ્રકારે છે. ""દ્વાદ્વશ તપ દશ ધર્મ, જુત, પાલે પંચાચાર, ષટ આવશિ ત્રય ગુપ્તિ ગુન, આચારજ પદ સાર.'' (1) બાર તપ, (2) દશ ધર્મ (3) પાંચ આચાર (4) છ આવશ્યક (5) ત્રણ ગુપ્તિ; આચાર્ય પરમેષ્ઠીના આ 36 મૂળગુણ હોય છે. -: બાર તપ :- અનશન ઉનોદર કરે, વ્રત સંખ્યા રસ છોર, નિનિક્ત શયનાસન ધરે, કાય કલેશ સુઠોર. પ્રાયýિાત ધન વિનયુ જુત, વૈયાવૃત,સ્વાધ્યાય, પુનિ ઉપસર્ગ વિચાર કૈ, ધરે ધ્યાન મન લાય. (1) અનશન (2) ઉનોદર (3) વ્રતપરિસંખ્યાન (4) રસ પરિત્યાગ (5) વિવિક્ત શય્યાસન (6) કાયકલેશ (7) પ્રાયýિાત (8) વિનય (9) વૈયાવ્રત (10) સ્વાધ્યાય (11) વ્યુત્સર્ગ (12) ધ્યાન - આ બાર પ્રકારના તપ છે. -: દશ ધર્મ ઃ- ""છિમા મારદવ આરજવ, સ્તયવચન ચિત્તપાગ, સંયમ તપ ત્યાગી સરબ, આકિંચન તિયત્યાગ.'' (1) ઉત્તમ ક્ષમા (2) ઉત્તમ માર્દવ (3) ઉત્તમ આર્જવ (4) ઉત્તમ સત્ય (5) ઉત્તમ શૌચ (6) ઉત્તમ સંયમ (7) ઉત્તમ તપ (8) ઉત્તમ ત્યાગ (9) ઉત્તમ આકિંચન (10) ઉત્તમ બ્રહ્મચર્ય આ દશ ધર્મ છે. -: પંચાચાર :- (1) દર્શનચાર (2) જ્ઞાનાચાર (3) ચારિત્રાચાર (4) તપાચાર (5) વીર્યાચાર, આ પાંચ આચાર છે. -: છ આવશ્યક ઃ- સમતા ઘર વંદન કરૈ, નાના યુતિ બનાય. પ્રતિક્રમણ સ્વાધ્યાય જુત, કાયોત્યર્ગ લગાય. (1) સમતા (2) વંદના (3) સ્તવન (4) પ્રતિક્રમણ (5) સ્વાધ્યાય (6) કાયોત્સર્ગ આ છ આવશ્યક છે. -: ત્રણ ગુપ્તિ :- મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિઓ છે. આ બધાં મળીને આચાર્ય પરમેષ્ઠીનાં (36) મૂળગુણ છે. અથવા સ્વાનુભૂતિથી ઉછળતાં સુખ સાગરમાં લીન રહેવાવાળા અતિદ્રિય આનંદના ઝૂલાં ઝુલવાવાળાં આચાર્ય પરમેષ્ઠી જ્યારે જ્યારે શુભ ભાવની ભૂમિમાં આવે છે ત્યારે ત્યારે એમને ઉપર મુજબ (36) મૂળગુણોનું નિરતિચાર પાલન કરવાનો જ ભાવ આવે છે. અને બહારથી આ બાહ્ય લક્ષણોથી એમના સ્વરૂપને જાણી - ઓળખી શકાય છે. સ્વભાવમાં અને પરિણતિમાં તો બધા સાધુ એક સમાન જ હોય છે. માત્ર શુભભાવોમાં હિનાધિકતા હોવાથી જ એમના ભેદ પડે છે. જેમાં નાના મોટાપણાની ઓળખાય થાય છે. સર્વે આચાર્ય પરમેષ્ઠીને નમસ્કાર.

advt06.png