• વત્થુ સુહાવો ધમ્મો

  ।। वत्थुसहावो धम्मो ।।
  વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. .

  નવકારમંત્ર

 • પરમેષ્ઠિ ભગવંતો

  ।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય,
  મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।।

  આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો અરિહંતાણં ।।
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો સિદ્ધાણં ।।
  રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણીરે;
  તે ધ્યાતા નિજ આત્મા, હોવે સિદ્ધ ગુણખાણીરે,
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો આયરિયાણં ।।
  ધ્યાતા આચરજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
  પંચ પ્રસ્થાને આતમા, આચરજ હોય પ્રાણી રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સંભાળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો ઉવજ્ઝાયાણં ।।
  તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
  ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો લોએ સવ્વસાહૂણં ।।
  અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે શોચે રે;
  સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
નમો ઉવજ્ઝાયાણં 
જે રત્નત્રયથી સંયુક્ત છે, જિનકથિત બૃહદ શૂરવીર ઉપદેશક છે અને નિઃકાક્ષભાવ સહિત છે, એઓને ઉપાધ્યાય કહે છે.''

મહાત્માઓ ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ નિરૂપણ કરતાં કહે છે કે... ""રયણત્તય સંજુતા જિણકિહય પયત્થ દેસયા સૂરા, ણિIંખભાવ સહિયા ઉવજ્જયા એરિસા હોતિ. જે રત્નત્રયથી સંયુક્ત છે, જિનકથિત બૃહદ શૂરવીર ઉપદેશક છે અને નિઃકાક્ષભાવ સહિત છે, એઓને ઉપાધ્યાય કહે છે.'' ઉપાધ્યાય ભગવંતો બાહ્ય અને અભ્યંતર રત્નત્રયના આચરણ સહિત હોય છે અને જિનેદ્ર કથિત છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, નવ તત્વ અને નવ પદાર્થોમાં નિજ શુદ્ધાત્મ દ્રવ્ય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધાત્મ તત્વ અને નિજ શુદ્ધાત્મ પદાર્થ જ ઉપાદેય છે અને બીજા બધા હેય છે- જે આ જિનવાણીના સારભૂત પદાર્થોનો અને ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મોનો ઉપદેશ આપે છે. એ ઉપાધ્યાય છે. '' ઉપાધ્યાય ભગવંતો જૈન શાસ્ત્રાેના જ્ઞાતા થઈને સંઘમાં પઠન-પાઠનના અધિકારી બને છે, સમસ્ત શાસ્ત્રાેના પ્રયોજન ભૂત અર્થને જાણી એકાગ્ર થઈને જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, ઘણું કરીને તેમાં જ લીન રહે છે, પરંતુ કદાચિત કષાય અંશના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે વા અન્ય ધર્મ બુદ્ધિવાનને ભણાવે છે. એ ઉપાધ્યાય છે તે મુખ્યતઃ દ્વાદશાંગના અભ્યાસી છે.'' ઉપાધ્યાય પરમેષ્ઠીના 25 મૂળગુણ આ પ્રકારે છેઃ- અગિયાર અંગ - "" પ્રથમહિ આચારાંગ ગનિ, દુજે સૂત્ર કૃતાંગ ઠાણ અંગ તીજો સુભગ, ચોથો સમવાયાંગ, વ્યાખ્યા પણ્ણતિ પાંચવો, જ્ઞાતૃકથા ષટ જાન, મુનિ ઉપાસકાધ્યયન હૈ, અન્તઃકૃત દશ ઠાન. અનુત્તરણ ઉત્પાદ દશ, સૂત્રવિપાક પિછાન, બહુરિ પ્રüા વ્યાકરણ જૂત, ગ્યારહ અંગ પ્રમાન.

upadhyaya(1) આચારાંગ (2) સૂત્ર કૃતાંગ, (3) સ્થાનાંગ (4) સમવાયાંગ (5) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગ (6) જ્ઞાતૃકથાંગ (7) ઉપાસકાધ્યયનાંગ (8) અન્તઃકૃત દશાંગ (9) અનુત્તરોત્પાદક દશાંગ (10) પ્રüા વ્યાકરણાંગ (11) વિપાકસૂત્રાંગ. આ અગિયાર અંગ છે. ચૌદ પૂર્વ ઃ- ઉત્પાદપૂર્વ અગ્રાયણી, તીજો વીરજવાદ, અસ્તિનાસ્તિ પ્રવાદ પૂનિ, પંચમ જ્ઞાન પ્રવાદ છઠ્ઠો કર્મ પ્રવાદ હૈ, સતપ્રવાદ પહચાન અષ્ટ આત્મપ્રવાદ પુનિ, નવમો પ્રત્યાખ્યાન. વિદ્યાનુવાદ પૂરવ દશમ, પૂર્વ કલ્યાણ મહંત, પ્રાણવાદ કિરિયા બહુલ, લોક બિન્દુ હૈ અંત. (1) ઉત્પાદ પૂર્વ (2) અગ્રાયણી પૂર્વ (3) વીર્યાનુવાદ પૂર્વ (4) અસ્તિ નાસ્તિ પ્રવાદ પૂર્વ (5) જ્ઞાનપ્રવાદ પૂર્વ (6) કર્મપ્રવાદ પૂર્વ (7) સત્યપ્રવાદ પૂર્વ (8) આત્મપ્રવાદ પૂર્વ (9) પ્રત્યાખ્યાન પૂર્વ (10) વિદ્યાનુવાદ પૂર્વ (11) કલ્યાણવાદ પૂર્વ (12) પ્રાણાનુવાદ પૂર્વ (13) કિર્યાવિશાલપૂર્વ (14) લોકબિન્દુસાર પૂર્વ - ચૌદ પૂર્વ છે. 

અગિયાર અંગ અને ચૌદ મૂર્વ મળીને ઉપાધ્યાય પરમેષ્ઠીના 25 મૂળગુણ હોય છે. ઉપર મુજબની વ્યાખ્યામાં ઉપાધ્યાયના સ્વરૂપને સ્પષ્ટ કરતાં નીચે મુજબ કથનોની તરફ સ્પષ્ટ ધ્યાન આકર્ષિત કરેલ છે. પહેલા તો ઉપાધ્યાય પરમેષ્ઠી અંતરંગ અને બહિરંગ રત્નત્રયના ધારી હોય છે. બીજુ, એ જિનેદ્ર - કથિત તત્ત્વાર્થના ઉપદેશક હોય છે. ત્રીજુ - એ મુખ્યરૂપે તો દ્વાદશાંગરૂપ દ્રવ્ય શ્રુતનાપાઠી હોય છે. પણ એ જરૂરી નથી કે બધાં ઉપાધ્યાય દ્રવ્ય શ્રુતરૂપ દ્વાદશાંગીના પાઠી જ હોય. ભાવશ્રુતજ્ઞાન તો તેઓનું દ્વાદશાંગરૂપ જ છે, પણ સંપૂર્ણ દ્રવ્યશ્રુતના જાણકાર હોવાનો નિયમ નથી. ચોથી મહત્વપૂર્ણ વાત એ છે કે એ મુખ્ય રૂપથી તો બધાં શાસ્ત્રાેના સારરૂપ નિજાત્મદ્રવ્યમાં જ મગ્ન રહે છે. કોઈ કોઈ વાર કષાયના ઉદયથી જો ત્યાં ઉપયોગ સ્થિર ન રહે તો એ શાસ્ત્રાેનો પોતે અભ્યાસ કરે છે અને બીજાને ભણાવે છે. તાત્પર્ય આ છે કે ઉપાધ્યાય પરમેષ્ઠી પણ પૂર્ણ સ્વાધીન અને સ્વાવલંબી છે. એમનું શિષ્યોને ભણાવવું ભારરૂપ નથી હોતું. જો કે એમનું બધું કામ સ્વાન્તઃ સુખાય હોય છે, પણ એમાં શિષ્યોનું હિત પણ નિહિત (ગર્ભિત) હોય છે. સર્વે ઉપાધ્યાય પરમેષ્ઠીને નમસ્કાર. `નમો ઊવજ્ઝાયાણં'

advt06.png