• વત્થુ સુહાવો ધમ્મો

  ।। वत्थुसहावो धम्मो ।।
  વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. .

  નવકારમંત્ર

 • પરમેષ્ઠિ ભગવંતો

  ।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય,
  મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।।

  આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો અરિહંતાણં ।।
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો સિદ્ધાણં ।।
  રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણીરે;
  તે ધ્યાતા નિજ આત્મા, હોવે સિદ્ધ ગુણખાણીરે,
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો આયરિયાણં ।।
  ધ્યાતા આચરજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
  પંચ પ્રસ્થાને આતમા, આચરજ હોય પ્રાણી રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સંભાળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો ઉવજ્ઝાયાણં ।।
  તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
  ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો લોએ સવ્વસાહૂણં ।।
  અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે શોચે રે;
  સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
સાધુ પરમેષ્ઠી

`નમો લોએ સવ્વ સાહૂણં' માં આ જ સાધુઓને નમન કરવામાં આવે છે. જ્યારે આપણે "નમો લોએ સવ્વ સાહૂણં' વાક્ય બોલીએ
ત્યારે સાચા સાધુનું સ્વરૂપ આપણા માનસ ઉપર અંક્તિ થતું ભાસિત થવું જોઈએ.

અપ્રમત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે. વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઈ રે; આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે. નમસ્કાર મહામંત્રમાં પાંચમું પદ શ્રી સાધુ પદ છે. જેઓ સાંસારિક સુખની અસારતા જોઈને આત્માના શાશ્વત સુખમાં ઠરવા માટે ગૃહવાસનો ત્યાગ કરે છે અને સદ્ગુરૂનું ભાવથી શરણ સ્વીકારી, પ્રમાદ રહિતપણે સત્તાવીશ ગુણો સહિત ઊજ્જવલ રત્નત્રયીનું ધીરપણે પાલન કરતા પોતાના જન્મને કૃતાર્થ કરી રહ્યા હોય છે. ક્ષમાપ્રધાન સાધુ ભગવંતોનો મુખ્ય ગુણ સહાય - વૈયાવચ્ચ છે. નિઃસ્વાર્થભાવે કલ્યાણ માર્ગમાં સહાય કરનાર આત્મા ઉત્તમ તત્ત્વો પ્રત્યે નમ્રતાપૂર્વક સાચો સેવાભાવ પ્રગટાવવા સમર્થ બની શકે છે. આવો સેવાભાવ એ જ મોક્ષના મેવા પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે. સેવાભાવના વિકાસથી જીવમાં એકલપેટાપણા નામનો દોષ નાશ પામે છે અને તેનામાં ભાવ ઐશ્વર્ય પ્રગટ થવા લાગે છે. સાધુ પરમેષ્ઠીનાં સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે.. ""વિષયાશાવશાતીતો નિરારમ્ભોડપરિગ્રહઃ, જ્ઞાનધ્યાન તપોરક્તસ્તપસ્વી સ પ્રશસ્યતે.'' જેઓના વિષયોની ઇચ્છા મૂળથી જ સમાપ્ત થઇ ગઇ છે, જેઓ હિંસોત્પાદક આરંભ અને પરિગ્રહથી સર્વથા દૂર રહે છે અને ધ્યાન તેમ જ તપમાં લીન રહેતાં નિરંતર નિજ સ્વભાવને સાધે છે એ સાધુ પરમેષ્ઠી છે. પંચમહાવ્રતધારી સાધુ ભગવંતોના મૂળગુણ 27 હોય છે. સાધુ તેનું નિરતિચાર પાલન કરે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કષાયોના

sadhuઅભાવપૂર્વક મન, વચન, કાયાથી હિંસાદિ પાંચે પાપોનો સર્વથા ત્યાગ પંચમહાવ્રત છે. મિથ્યાત્વ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ રૂપ મોહ-રાગ-દ્વેષના અભાવથી ઉત્પન્ન વિતરાગ પરિણતિ મહાવ્રતિ સાધુભગવંતોની ભાવ-અહિંસા છે અને તે પ્રમાણે ત્રસ સ્થાવર જીવોની વિરાધના ન થવી, દ્રવ્ય અહિંસા છે. આ બે પ્રકારની અહિંસા જ સાધુ પરમેષ્ઠીના અહિંસા મહાવ્રત નામનો મૂળગુણ છે. સાધુ ભગવંતોના 27 મુળગુણ 1) પ્રાણાતિપાત વિરમણ 2) મૃષાવાદ વિરમણ 3) અદત્તાદાન વિરમણ 4) મૈથુન વિરમણ 5) પરિગ્રહ વિરમણ 6) રાત્રી ભોજન વિરમણ 7) પૃથ્વી કાયની રક્ષા 8) અપકાયની રક્ષા 9) તેઉકાયની રક્ષા 10) વાયુકાયની રક્ષા 11) વનસ્પતિ કાયની રક્ષા 12) ત્રસ કાયની રક્ષા 13) સ્પર્શ ઇંદ્રિયનો નિગ્રહ 14) રસે ઇદ્રિયોનો નિગ્રહ 15) ધ્રાણેં ઇદ્રિયોનો નિગ્રહ 16) ચક્ષુ ઇંદ્રિયનો નિગ્રહ 17) શ્રોતે ઇંદ્રિયનો નિગ્રહ 18) લોભ નિગ્રહ 19) ક્ષમા ધારણ કરે 20) ચિત્તની નિર્મલતા કરે 21) વસ્ત્રાદિકનું

પડિલેહણ 22) સંયમ યોગમાં પ્રવૃત્તિ 23) અકુશલ મનનો નિરોધ 24) અકુશલ વચનનો નિરોધ 25) અકુશલ કાયાનો નિરોધ 26) પરિષહો સહન કરવા 27) મરણાદિક ઉપસર્ગો સહન કરવા. `નમો લોએ સવ્વ સાહૂણં' માં આ જ સાધુઓને નમન કરવામાં આવે છે.   જ્યારે આપણે "નમો લોએ સવ્વ સાહૂણં' વાક્ય બોલીએ ત્યારે સાચા સાધુનું સ્વરૂપ આપણા માનસ ઉપર અંક્તિ થતું ભાસિત થવું જોઈએ. મુનિધર્મના ધારક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મુખ્યરૂપથી તો આત્મસ્વરૂપને જ સાધે છે અને બાહ્યમાં (27) મૂળગુણોનું અખંડિત પાલન કરે છે. બધા આરંભ અને અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે, હંમેશા જ્ઞાન-ધ્યાનમાં લવલીન રહે છે, સાંસારિક પ્રપંચોથી હંમેશા દૂર રહે છે. આચાર્ય અને ઉપાધ્યાય તો મુનિસંઘની વ્યવસ્થાના અંર્તગત પ્રશાસનિક તેમજ શૈક્ષણિક પદ છે. જે સાધુ પોતાના મૂળ પ્રયોજનને સાધતા તેના યોગ્ય થાય છે, તેઓને આ પદ પ્રાપ્ત થાય છે. છેલ્લે સમાધિના હેતુથી આચાર્ય ઉપાધ્યાય પણ પોતાના યોગ્ય શિષ્યોને પેતાનું પદ આપીને, પોતે એ પદોથી નિવૃત્ત થઈ નિજ સ્વભાવની સાધનામાં લાગી જાય છે. આમ આપણે જોઈએ છીએ કે નમોકારમંત્રમાં પંચપરમેષ્ઠીઓને નમન કરવામાં આવ્યા છે અને તેમનું સ્વરૂપ વીતરાગી - વિજ્ઞાનમય છે. વીતરાગ-વિજ્ઞાનમય પંચપરમેષ્ઠીઓના સ્વરૂપને સમજીને, એમનું સ્મરણ કરતાં નમોકારમંત્રનો પાઠ કરવો જ નમોકારમંત્રનું સ્મરણ છે અને આ પ્રકારના સ્મરણથી જીવ પાપભાવો અને પાપકર્મોથી બચી શકે છે.

advt04.png