• વત્થુ સુહાવો ધમ્મો

  ।। वत्थुसहावो धम्मो ।।
  વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. .

  નવકારમંત્ર

 • પરમેષ્ઠિ ભગવંતો

  ।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય,
  મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।।

  આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો અરિહંતાણં ।।
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો સિદ્ધાણં ।।
  રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણીરે;
  તે ધ્યાતા નિજ આત્મા, હોવે સિદ્ધ ગુણખાણીરે,
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો આયરિયાણં ।।
  ધ્યાતા આચરજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
  પંચ પ્રસ્થાને આતમા, આચરજ હોય પ્રાણી રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સંભાળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો ઉવજ્ઝાયાણં ।।
  તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
  ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો લોએ સવ્વસાહૂણં ।।
  અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે શોચે રે;
  સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
अर्हन्तो भगवंत इन्द्र महिताः सिद्धाश्च सिद्धिस्थिता; आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायका
श्रीसिन्धान्तसुपाठका मुनिवरा, रत्नात्रयाराधका, पंचै ते परमेष्ठिनः प्रतिदिनं कुर्वंतु वो मंगलम.
નવકાર એ નિર્મળ ધ્યાનયોગનો જ એક પ્રકાર છે. નવકાર વડે જે ચિત્તની વિશુદ્ધિ થાય છે, તે જ દ્વાદશાંગી વડે થાય છે અને
દ્વાદશાંગી વડે જે પરિણામની વિશુદ્ધિ થાય છે, તે જ નવકાર વડે થાય છે.

धर्म : वत्थुसहावो धम्मो વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. આત્મસ્વરૂપમાં પ્રવેશ કરવા કે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે જે વિચારો કરવા, જે જે નિર્ણયો કરવા, મન ઉપર તે તે સ્વભાવને લગતા સંસ્કારો પાડવા તે ધર્મધ્યાન છે. સારાંશ કે સત્યની ગવેષણામાં ચેતના પરિણત થાય તેની જે એકાગ્રતા - એ ધર્મધ્યાન કહેવાય છે. ધાર્મિક વિષયનું ચિંતન તે `ધર્મધ્યાન' અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન `શુક્લધ્યાન' એ બન્ને - ધર્મ અને શુક્લધ્યાન મોક્ષસુખની પ્રાપ્તિના મૂળ ઉપાયો છે. આત્માના દૃઢ-નિýાળ અધ્યવસાય - પરિણામને ધ્યાન કહેવામાં આવે છે અને તે દૃઢ અધ્યવસાયરૂપ અર્થાત્ મનઃસ્થૈર્યરૂપ સર્વપ્રકારનું ધ્યાન ચિન્તનરૂપ હોવાથી તેને ચિન્તારૂપ પણ કહી શકાય છે. આ અપેક્ષાએ ધ્યાન અને ચિન્તાનો અભેદ છે. પરંતુ દૃઢ અદ્યવસાય એક અન્તર્મુહૂર્તથી અધિક નિરંતર રહેતો નથી તેથી એક ધ્યાનમાંથી બીજા ધ્યાનના મધ્યમાં અદૃઢ અધ્યવસાયરૂપ `ચિન્તા' છે તેને ધ્યાનાન્તરિકા પણ કહે છે. અને જે છુટી છુટી (વિપ્રકીર્ણ) ચિત્તની ચેષ્ટા તેને પણ ચિન્તા કહે છે. આવી સામાન્ય ચિત્તચેષ્ટા અને ધ્યાનાન્તરરૂપ ચિન્તા એ બન્ને ધ્યાનથી ભિન્ન છે. જૈન પરંપરા માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકારનાં ધ્યાનો દર્શાવે છે. દૃઢ અધ્યવસાયરૂપ ધ્યાનના ત્રણ ભેદ છે. 1) કાયિક ધ્યાન : કાયાના વ્યાપારથી વ્યાક્ષેપનો ત્યાગ કરી ઉપયુક્ત થઇ ભાંગા વગેરે ગણવા અથવા કાચબાની જેમ અંગોપાંગ સંકોચી સ્થિર રહેવું તે. 2) વાચિક ધ્યાન : (મારી આવી) નિર્દોષ ભાષા બોલવી (જોઇએ) પણ સાવદ્ય ભાષા ન બોલવી. આ પ્રમાણે વિચાર પૂર્વક બોલવું તે અથવા વિકથાનો ત્યાગ કરી શાસ્ત્રાભ્યાસ-સૂત્રપરાવર્તન આદિ ઉપયોગક પૂર્વક કરવું તે. 3) માનસ ધ્યાન : એક પદાર્થમાં ચિત્તની એકાગ્રતા તે.  ધ્યાનાન્તરિકા : દ્રવ્યાદિ એક વસ્તુ વિષયક ધ્યાનને પૂર્ણ કરી જ્યાં સુધી દ્વિતીય વસ્તુ વિષયક ધ્યાનમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી વચગાળામાં જે ચિન્તન વિચાર થાય, જેમ કે હવે ક્યા વિષયનું ધ્યાન કરું ? તિ વિચારને ધ્યાનાન્તરિકા કહેવાય છે. જેમ માર્ગમાં ચાલતો મુસાફર જ્યાં બે રસ્તા ફંટાતા હોય ત્યાં થોડીવાર બંને માર્ગની વચમાં ઊભો રહી વિચાર કરે કે બેમાંથી ક્યા માર્ગે જાઉં? જેથી મારા ઇષ્ટ સ્થાને ધ્યેય સ્થળે પહોંચી શકું. આ રીતે એક પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનેલું ચિત્ત એક અન્તર્મુહૂર્ત પછી ત્યાંથી ચલિત થાય છે, ત્યારે બીજા પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનાવવા માટે અનિત્યાદિ કે મૈત્ર્યાદિ ભાવનાઓ વડે ચંચળ થયેલા ચિત્તને વાસિત ભાવિત બનાવવું પડે છે અને જ્યાં સુધી દૃઢ અધ્યવસાયથી દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ ન થાય ત્યાં સુધીની અવસ્થાને ધ્યાનાન્તર કે ધ્યાનાન્તરિકા કહેવામાં આવે છે.

vatthusuhavo
 વિસ્તીર્ણ એવી દ્વાદશાંગીનો સાર સુનિર્મળ ધ્યાન યોગ છે,
એમ શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે. દ્વાદશાંગી એટલે શ્રી જિન પ્રવચન, તે સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અણોરપાર, અગાધ છે; તેનો સાર નવકાર છે, એમ કહેવાય છે. તેનું તાત્પર્ય પણ નિર્મળ ધ્યાનયોગ છે.
નવકાર એ નિર્મળ ધ્યાનયોગનો જ એક પ્રકાર છે. નવકાર વડે જે ચિત્તની વિશુદ્ધિ થાય છે, તે જ દ્વાદશાંગી વડે થાય છે અને દ્વાદશાંગી વડે જે પરિણામની વિશુદ્ધિ થાય છે, તે જ નવકાર વડે થાય છે. તે કારણે સમર્થ એવા ચૌદ પૂર્વધર પણ અંત સમયે ચૌદપૂર્વનો સ્વાધ્યાય કરવા અસમર્થ બને ત્યારે ચૌદ પૂર્વનો સારરૂપ એક શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રના દ્યાનમાં લીન બની જાય છે અને તે દ્વારા ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ કરે છે.
આત્મ વિશુદ્ધિનું અનન્ય કારણ નિર્મળ ધ્યાન યોગ છે. પછી તેનું આલંબન ચૌદપૂર્વ બનો કે તેના સારરૂપ એક નવકાર બનો. એ દૃષ્ટિએ નવકાર, નવપદ, ચૌદપૂર્વ કે તેમાનું કોઇ એક પદ પણ સમાન કાર્ય કરે છે અને તે કાર્ય તે શુભાસ્ત્રવ, સંવર, અને નિર્જરારૂપ છે. જૈન શાસનમાં મોક્ષનો માર્ગ સંવર અને નિર્જરારૂપ કહ્યો છે. તેનું પ્રધાન સાધન તપ છે અને તપનું પણ પ્રધાન અંગ ધ્યાન છે તેથી ધ્યાન એ મોક્ષનો હેતુ છે.
(શ્રી તત્ત્વાર્થસૂત્રકાર ફરમાવે છે કે તપવડે સંવર અને નિર્જરા થાય છે. સંવર વડે અબિનવ કર્મનો ઉપચય રોકાય છે અને નિર્જરા વડે ચિરંતન કર્મનો ક્ષય થાય છે.)
ધ્યાન એ મોક્ષનો હેતુ છે છે, પણ તે સુવિશુદ્ધ હોવું જોઇએ. મનઃશુદ્ધિ રહિત તપ કે ધ્યાનના બળે ક્વચિત અભવ્યને પણ નવમા ગ્રૈવેયક પર્યંતની ગતિ સંભવે છે, પણ મોક્ષરૂપ ફળ મથતું નથી. મુકત્યર્થક કોઇપણ અનુષ્ઠાન ચિત્તનિ શુદ્ધિ માગે છે.
" શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો,
નહિ એહ સમાન કોઇ મંત્ર અહો! ભજીને ભગવંત ભવ અંત લહો. "

નવકાર વડે યા ચૌદપૂર્વના કોઇપણ પદના આલંબન વડે ચિત્તશુદ્ધિ અને એકાગ્રતા થતી હોવાથી તેને નિર્મળ ધ્યાનયોગનું નામ આપી શકાય છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો... વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે જ ઉત્તમ ધ્યાન છે. મોક્ષદાયક ઉત્તમ ધ્યાનની બે શરત છે.
એક તો ચિત્તની વિશુદ્ધિ અને બીજી ચિત્તની એકાગ્રતા. વિશુદ્ધિનો હેતુ ભાવના દ્વારા સધાતી `સમતા' છે અને એકાગ્રતાનો હેતુ અભ્યાસ દ્વારા સધાતી `સ્થીરતા' છે. રાગાદિ દોષો આત્મસ્વરૂપનું તિરોધાન કરે છે, તેને વૈરાગ્ય ભાવના વડે દૂર કરી શકાય છે અને રાગદ્વેષના હેતુઓમાં પુનઃપુનઃ અભ્યાસની આવશ્યકતા રહે છે. સ્વસંવેદન જ્ઞાન વડે તે અભ્યાસ જ્યારે સ્થિરતા પ્રાપ્ત કરે છે ત્યારે આત્મનિýાય દૃઢ થાય છે અને આત્મસ્વરૂપથી ભિન્ન એવાં આવારક કર્મો ક્ષય પામે છે.
મોક્ષના પરમ ઇચ્છુક એટલે કે મુમુક્ષુ આત્માઓનું પરમ કર્તવ્ય નિર્મળ એવા ધ્યાનયોગનો આશ્રય લેવો તે છે. વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે ઉત્તમ ધ્યાન છે. ``શ્રી પંચ પરમેષ્ઠિ મંત્રરાજ, શ્રી નમસ્કાર મહામંત્ર, શ્રી નવકાર'' વડે ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવાના વિવિધ ઉપાયો આ પંચાંગ દરમ્યાન બતાવવામાં આવ્યા છે. પ્રથમ શ્રી પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ સમજાવવાનો પ્રયાસ કરાયો છે, ત્યારા બાદા વિવિધ ઉપાયો ધ્યાનની દૃષ્ટિએ પણ બતાવવામાં આવ્યા છે. પ્રિય આત્મનો, પ્રત્યેક કાર્ય તેની સામગ્રી સહિત જ ફળ આપે છે. ધ્યાનરૂપી કાર્યની મુખ્ય સામગ્રી ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને તેના ફળની વિચારણા છે. ધ્યાનના સર્વ અંગોની વિચારણા કરતા મુખ્ય અંગ તરીકે ધ્યેય સ્વરૂપ અહીં શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતોનું વર્ણન કરેલું છે. ધ્યાનનો વિષય જ્યારે પંચપરમેષ્ઠિ ભગવંતો બને છે, ત્યારે ચિત્ત ઉત્કૃષ્ટ વિશુદ્ધિને અનુભવે છે અને એકાગ્રતાનું કાર્ય સરળ બને છે. ધ્યેય તરીકે શ્રી પંચપરમેષ્ઠીનું આલાંબન `પુષ્ટાલંબન' છે, તે વડે ધ્યાતા સ્વયં ધ્યેયરૂપ બની જાય છે. પુષ્ટાલંબનનો અર્થ જ એ છે કે ધ્યાતાને જે સ્વરૂપ પામવું ઇષ્ટ છે તે સ્વરૂપને જેઓ સ્વયં પામેલા છે અને તે શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતો જ છે, બીજા નહિ. વાચકો શ્રી સંઘની સેવા કરવામાં વધુ ને વધુ ઊત્સાહી બને અને સ્વાધ્યાયાદિ દ્વારા અધિકાધિક આત્મવિકાસ સાધે, એ જ એક મનઃકામના. અંતમાં આ `સમ્યગ્ આરાધના પંચાંગમાં' અજ્ઞાનવસ્થાને કારણે જાણતા કે અજાણતા, શાસ્ત્ર, ધર્મ, કે જિનાજ્ઞા વિરુદ્ધ કંઇપણ લખાયું હોય તો અરિહંત ભગવંતની સાક્ષીએ સર્વની અંતઃકરણપૂર્વક ક્ષમા માગીએ છીએ.

advt08.png