• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

07

textborder1 કઠોર અને ચંચળ મન સાધના માટે અયોગ્ય textborder2


અમૃત ઝરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ, ભીંજાય નહિ મુજ મન અરે રે! શું કરૂં હું તો વિભુ.
પથ્થર થકી પણ કઠણ મારૂં, મન ખરે કયાંથી દ્રવે ? મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે


તીર્થંકર નામગોત્રના પ્રભાવથી અને વચનાતિશયથી યુક્ત તીર્થંકર પરમાત્માની વાણી પાંત્રીસ પ્રકારની સત્યવચન વાણી હોય છે જે વાણી સાંભળનારા પશુઓ એમના જન્મજાત વેરને ભૂલી જાય, તે વાણીના પ્રભાવથી સમવસરણથી બધી દિશાઓમાં 25-25 યોજન સુધી માર નહિ, મરકી નહિ, સ્વચક્ર-પરચક્રનો ભય નહિ. દેશના સાંભળનાર મનુષ્યો, તિર્યંચો, દેવો, વાણવ્યંતર દેવો, જ્યોતિષી દેવો, વૈમાનિક દેવો આ બાર પ્રકારની પર્ષદા પોતપોતાની ભાષામાં સમજી શકે એવો તીર્થંકરોનો અતિષય! જાણે પુષક્રાવર્ત મેઘની ધારા! મધુર, મૃદુ, સ્યાદ્વાદથી શોભતી અને ભવ્યજીવોને તારનારી, પરમ હિતકારી, આખા વિશ્વમાં આહ્લાદકારી, સુશાંત, ધીરગંભીર અને અમૃતમય વાણી તીર્થંકરોના મુખચદ્રમાંથી ]રતી હોય છે. આવી અદ્ભુત, મનમોહક વાણી સાંભળવા સમવસરણમાં આવનાર, ભવ્યજીવો વાણી સાંભળતા જ કાં તો સર્વવિરતી ચારિત્ર સ્વીકારવા તૈયાર થઇ જાય, અથવા દેશવિરતિ ચારિત્ર, શ્રવણપણું તો અવશ્ય સ્વીકારે જ. તિર્થંકરોનું જીવન સ્વયં જીવંતશાસ્ત્ર છે. એમની વાણીમાંથી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અપ્રમાદ અને અનેકાન્તના નાદ ગુંજે છે અને માનવસમાજના એ આધારસ્તંભ છે. શ્રી રત્નાકર આચાર્ય પોતાનાં પાપોની આલોચના કરતા કહે છે હે વિશ્વવંદ્ય પરમાત્મા ! આપની વાણીનો ઉપરોક્ત અપરંપાર મહિમા છે! જાણે આપના મુખરૂપી ચદ્રમાંથી અમૃત ]રી રહ્યું છે, જે અમરતાના માર્ગે લઇ જાય છે.! તિર્થંકર ભગંવતોની વાણીમાં ક્રોધ, લોભ, ભય, હાસ્ય - મોહનીય કર્મજન્ય આ ચારે કારણો વિદ્યમાન ન હોવાથી એમની ભાષામાં અસત્યનો અંશ પણ સંભવી ન શકે, એ તો સત્ય, પથ્ય, તથ્ય અને પાવનકારી જ હોય તે શંકારહિત વાત છે. આ વાણીને રત્નાકરસૂરિએ અમૃતની ઉપમા આપી છે. આચાર્ય પ્રભુ આગળ પýાાત્તાપ કરતા કહે છે `હે પ્રભુ! અમારા મનમાં, દ્રષ્ટિમાં, વચનમાં આવા ઇર્ષ્યાના, અદેખાઇના, ક્રોધના, વેરનાં ]ેર ભર્યા છે જેના કારણે પરમાત્માના શ્રીમુખેથી નીકળતી અમૃતમય વાણી અમને સ્પર્ષતી નથી, અસર કરતી નથી. આપની અમૃતમયવાણીનો ધોધ વહેતો હોવા છતાં મારું મન જરાપણ ભીંજાતું નથી. પત્થરથકી કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે- મનની કઠોરતા બતાવવા આચાર્યએ મનને પથ્થરથી પણ કઠોર બતાવ્યું છે. વ્યવહારમાં કોઇ કઠોર માણસની વાત કરતાં આપણે કહીએ છીએ કે આ તો કાળમીંઢ પત્થર છે, એ જલ્દી પીગળશે નહિ. `મન લોભી મન લાલચી, મન ચંચલ મન ચોર, મન કે મતૈ ન ચાલિએ, પલક પલક મન ઓર.' મન અસ્થિર છે, પવનની માફક ચંચળ છે માટે તેનો અટકાવ કે સ્થિરતા સંભવ નથી પણ નિગ્રહ સંભવ છે. મનના નિગ્રહનાં બે સાધનોછે અભ્યાસ, અને વૈરાગ્ય. શ્રી રત્નાકર આચાર્ય પણ મનની આવી ચંચળતાથી ખૂબ થાક્યા છે મન મર્કટ (વાંદરા) જેવું ચંચળ છે એનાથી હારીને થાકીને આચાર્ય કહે છે મર્કટ સમા આ મન થકી, હું તો પ્રભુ! હાર્યો હવે.. આવું મન અમૃતમય વીતરાગવાણીને ગ્રહણ ન કરી શકે તે સ્વાભાવિક છે. આપણે મનની ભૂમિકાને કોમળ અને સ્થિર બનાવીએ તો ભગવંતના અમૃતમય બોધવચનોને ગ્રહણ કરી શકીએ.

textborder

advt06.png