• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

08

textborder1 દુષ્કર એવા રત્નત્રયીનું પ્રમાદ વડે ગુમાવવું textborder2


ભમતાં મહા ભવ સાગરે, પામ્યો પસાયે આપના, જે જ્ઞાન-દર્શન ચરણ રૂપી, રત્નત્રય દુષ્કર ઘણાં.
તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ ! કહું છું ખરૂં કોની કને કીરતાર આ, પોકાર હું જઈને કરૂં ?


 અનાદિકાળથી સંસારી જીવો, સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. અનંતકાળ આ રીતે પસાર થઈ ગયો. ગરમ પાણીના તપેલામાં જેમ નીચેના જલકણો ઉપર અને ઉપરના જલકણો નીચે ફર્યા કરતા હોય છે એકથી બીજી બાજુએ જતાં હોય છે. તે પાણી સ્થિર ન હોય જ્યાં સુધી અગ્નિના સંપર્કથી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી એ જલકણો ફર્યા જ કરે છે. તેવી રીતે કર્મના સંયોગથી જીવો આ સંસારમાં એકથી બીજા સ્થાને ગોળ-ગોળ ચક્રવાતમાં ફરતા રહે છે.ચકડોળમાં બેસેલી વ્યક્તિ ઘડીક ઉપર જાય છે. તો ઘડીક નીચે આવે છે. તેમ સંસારના જીવો કોઈ વાર ઉંચી ગતિમાં તો કોઈવાર નીચેની ગતિમાં ઉત્પન્ન થાય છે. આ જીવ 84 લાખ ફેરામાં ફરીને માનવ જન્મ લે છે. તે ચારગતિમાં, દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી થયો છે. આ જીવે અનંત જન્મ, મરણ કર્યા છે. તેનું કોઈ લક્ષ નથી. લક્ષ વિનાનું ચાલવું તે રખડવું છે. ભટકવું છે. પૂ.આચાર્યશ્રી કહે છે કે આપ સર્વ લક્ષ વિનાના અનાદિકાળથી ભટકી રહ્યા છીએ. એટલે એ ભ્રમણા કહેવાય. `ભમતા મહાભવ સાગરે' હે પ્રભુ! આ સંસારરૂપીસાગરમાં હું પણ અનાદિકાળથી પરિભ્રમણ કરું છું. આ જીવ અનંત અનંત વર્ષોથી 14 રાજલોકમાં જન્મ મરણ કરતો ભટક્યો છે. અર્થાત્ 14 રાજલોકમાં એવું કોઈ સ્થાન નથી. એવું કોઈ કુળ નથી. એવી કોઈ યોનિ નથી જ્યાં આપણે અનંતવાર જન્મ ન લીધો હોય. ને અનંતવાર મર્યા છીએ. આપણી યુવાવસ્થાની મસ્તીમાં આપણે એમ માનીએ છીએ કે હવે આપણે મરવાનું જ નથી. આપણે ભવભ્રમણના મુસાફર છીએ. કેટલું ભટક્યા ભવસાગરમાં ઘણું પરિભ્રમણ કર્યુ. જેનું કોઈ ચોIસ ગણિત નથી. અધધધ, અનંતા અનંત, કરોડો અબજો ને અબજો વાર જન્મ્યો છું ને મર્યો છું. જન્મ-મરણ કરતા કરતા મહાદુર્લભ તેવો આ મનુષ્ય ભવ મળ્યો છે. આ કોઈ જબરજસ્ત પૂણ્યયોગે સારા કુળમાં જૈન ધર્મમાં ને શરીરથી સ્વસ્થતા મળી છે. જ્ઞાન દર્શન ચારિત્રરૂપી દુષ્કર એવા ત્રણ રત્નો મેળવવા જીવને અવસર મળ્યો છે. આ ત્રણ સમ્યક્ પ્રકારે આદરવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. રોજ રોજ જે ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ તે શ્રદ્ધા સાથે કરવી. પ્રભુ મહાવીરે કહ્યું છે. `શ્રદ્ધા પરમ દુલ્લહા'. અહીં પૂજ્ય રત્નાકર આચાર્ય કહે છે કે જીવના પ્રમાદના કારણે ત્રણ રત્નો જીવે ગુમાવ્યા છે. આપ જેવા પરમાત્મા મળ્યા,જૈન ધર્મ મળ્યો તોપણ પ્રભુ હું મૂઢ જેવો ન સમજ્યો. હું કાળમીંઢ પત્થર જેવો છું. હવે હું કોની પાસે જઈ પોકાર કરું. મારી આંતરવ્યથા કોને કહું? કોણ સાંભળશે? હે નાથ! મને ક્ષમા કરો.

textborder

advt02.png