• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1 દંભ ત્યાગ અતિ દુષ્કરtextborder2


ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા.
વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું; સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું.


`મોહનીય કર્મની પ્રધાનતાવાળા આ સંસારમાં જીવો પ્રાયઃ મોહાસક્ત જ જોવા મળે છે. મળેલ સંપત્તિ, સામગ્રી તથા સ્નેહી સંબંધીઓમાં જીવોની રાગબુદ્ધિ પ્રતિક્ષણે બધતી જાય છે. તેમાં વર્તમાન સમયની ભૌતિકતાથી ભરમારયુક્ત જીવન!. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં હ્યું છે કે, `આ શરીર મોહથી ઘોરાયેલું છે.' કાળ ભયાનક ચાલી રહ્યો છે. અને માનવ શરીર મન વગેરે શક્તિહીન, નિઃસત્ત્વ બનતા જાય છે. નબળા મનના નિઃસત્ત્વ જીવોને વૈરાગ્ય જાગવું કઠિન છે. લાખ્ખો, કરોડો, અબજો મનુષ્યોની આ વસતીમાં વિરક્ત થયેલા સાધુ બનેલા કેટલા? ખામણામાં સંખ્યા બતાવી છે. મોહાસક્તિ ન છૂટે ત્યાંસુધી વિરક્ત ભાવ ન આવે. જગતના સ્વભાવનો વિચાર કરવાથી સંવેગ જાગે અને કાયાના સ્વભાવનોં વિચાર કરવાથી વૈરાગ્ય જાગે. જગતના સર્વ પદાર્થ ક્ષણિક છે. એમાં આસક્ત થવા જેવું શું છે?

વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ,
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ?

આ બધા જ ક્ષણિક પ્રસંગોમાં જીવ શું રાચે છે તેમાં આસક્ત થવા જેવું શું છે? આપણાં શરીર અનિત્ય, અશુચિમય, અશુચિમાં ઉત્પન્ન થયેલું છે. આ શરીરમાં આત્માનો વસવાટ અશાશ્વત છે. શરીર દુખ થને ક્લેશનું ભાજન છે. આવી રીતે શરીર સંબંધી વિચારણા કરતાં જીવને વિરક્ત ભાવ આવશે. આપણે પણ જાણીએ છીએ કે કમળની પરાગમાં આસક્ત થયેલો ભમરો, આસક્તિને કારણે બીડાયેલા એવા કમળની કોમળ પાંખડીમાંથી પણ ઉડી ન શક્યો. સ્નેહ, લાગણી, મમત્વ અને આસક્તિના તંતુ આ સંસારના કોચલાને તોડી બહાર આવવા દેતા નથી, વિરક્ત થવા દેતા નથી. વૈરાગ્ય રંગથી રંગાવવા દેતા નથી. `ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના' હા! સાચે જ, વૈરાગ્યને વેશ સાથે કંઈ જ લેવાદેવા નથી. જેમ સાધુ વૈરાગી હોઈ શકે, તેમ ગૃહસ્થ પણ વૈરાગી હોઈ શકે. વેશ ધારણ કરવાથી સાધુતો બની જવાય. પરંતુ સાધુત્વનું જે મુલ ચુકવે તેને જ તેના ફળ મળે. વેશ ધારણ કર્યા પછી મન વૈરાગી છે કે પછી શરીર? તે તો તે જ માણસનું માનસ જાણે છે. આચાર્ય અહીં આત્મનિંદા કરી કહી રહ્યા છે કે હે પ્રભુ! હું મારા જ્ઞાનવૈભવના કારણે લોકોમાં શ્રદ્ધા-ભક્તિનું પાત્ર બન્યો, પણ મારું અંતઃકરણ કહે છે કે `તું ભોળા ભક્તજનોને ઠગી રહ્યો છે' હે પ્રભુ! લોકોને આા રીતે ઠગવાથી મારી શી દશા થશે? હું પણ દંભી સાધુ બન્યો, મેં મારા સાધુ વેષથી ઘણાને ભરમાવ્યા.' ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા ઃ આચાર્ય કહે છે કે `મેં ધર્મ ઉપદેશ દ્વારા લોકરંજન કર્યું. ધર્મોપદેશ આપતાં એવો ભાવ નહીં કે લોકો ધર્મ પામે, આત્માનું ઉત્થાન કરે, ગૃહસ્થાશ્રમમાં રહીને આદર્શ શ્રાવક બને અથવા સર્વ વિરતિના માર્ગે આવે!' લોકોને પણ એવી આદત હોય કે શું મહારાજ સાહેબનું વ્યાખ્યાન!!! અને સંતોના મનમાં જાણ્યે-અજાણ્યે અપ્રગટ લોકેષણાનો ભાવ પડ્યો જ હોય `અમારું ચોમાસું ખૂબ ગાજે, લોકો ખૂબ તપýાર્યા કરે, ધામધુમ થાય, અમારી વાહવાહ થઇ જાય!' કોઇ વિરલ સાધુસાધ્વી એવા હશે કે જે મનમાં મનમાં મલકાતા ન હોય. વિદ્યા ભણ્યો હું વાદ માટે ઃ વિદ્યાવાન જેમ જેમ વિદ્યા મેળવતા જાય તેમ તેમ અહંકારી બનતા જાય અને જ્ઞાની જેમ જેમ જ્ઞાન વધારે પ્રાપ્ત કરે તેમ તેમ નમ્ર બનતા જાય. વિદ્યાવાન માને કે મારું તે સાચું, હું કહું જ તે બરાબર! જ્ઞાની માને `જે સાચું તે મારું' જ્ઞાની યથાર્થનું જ કથન કરે. માટે અહીં આચાર્યશ્રીએ વિદ્યા શબ્દ વાપર્યો છે જ્ઞાન નહિ. આચાર્ય પýાાતાપ કરતા પ્રભુને કહે છે કે `મે મારી વિદ્યા દ્વારા કેટલાની સાથે વાદવિવાદ કર્યાં, કેટલાને હરાવ્યા, કેટલાને પછાડ્યા! અમે મારા અહમ્ ભાવને પોષતો ગયો. હે પ્રભુ! હું મારી આવી કેટલી કથની કહું? કેટલા પાપો પ્રગટ કરું? કારણ કે મારામાં પાપનો ખજાનો ભર્યો છે. સાધુ થઇને બહારથી દાંભિક અંદરથી રહું : `િવશ્વસ્ત માનવીને ઠગવામાં શું વિશેષતા? ખોળે સૂતેલ સાથીને, હણવામાં શો પરાક્રમ?' જે શ્રદ્ધાળુ સમાજ અથવા વિશ્વાસુ ભોળા ભક્તજનો છે તેને ઠગવા કે ભરમાવવા બહું સહેલા હોય છે. આચાર્ય શ્રી સ્વનિંદા કરતા કહે છે, `હે પ્રભુ! મેં પણ અન્યને ઠગવાનું અમાનવીય કામ કાર્યું છે! જેમણે મારા જીવનમાં વિશ્વાસ કર્યો, જેણે મારી સાધુતા પ્રત્યે શ્રદ્ધા કેળવી, સાધુ માનીને મારી સેવા, ભક્તિ, વૈયાવચ્ચ કર્યા તેમને જ મેં ઠગ્યા!!!! ખોટા ભ્રમમાં નાખ્યા !!! હે પ્રભુ! શ્રદ્ધાળુને ઠગવામાં મેં મારો અનંતસંસાર ઊભો કરી દીધો. હું મારી કેટલી કથની કહું!!???''

textborder

 

advt08.png