• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

02

textborder1 દુરુપયોગ દોરી જાય દુર્ગતિ તરફtextborder2


મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને;
વળી ચિત્તને દોષિત કર્યુ, ચિંતી નઠારું પરતણું, હે નાથ! મારૂં શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું.


 જૈન દર્શને નવતત્ત્વનું નિર્માણ કર્યું. તેમાં મુખ્ય તત્ત્વ ચૈતન્યયુક્ત તત્ત્વ હિતાહિતની ભેદબુદ્ધિ ધરાવતું છે. સમસ્ત જીવ સૃષ્ટિમાં જીવતત્ત્વની પ્રધાનતા છે. સર્વોપરિતા છે. કારણ કે અખંડ જ્ઞાનગુણ જીવતત્ત્વમાં સદાને માટે વિદ્યમાન હોય છે. સુક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થતા જીવને પણ આંશિક જ્ઞાનગુણ હોય છે જો ન હોય તો તે જીવ મરી અજીવ થઇ જાય. 84 લાખ જીવયોનિમાંથી જો તેનું વિભાજન કરીએ તો `52' લાખ યોની એવી છે કે જેને માત્ર એક સ્પર્શેદ્રિય જ મળી છે. કેવો કર્મોદય!!! જેમ ફળ પાકે કે તેમાં મધુરપ આવે. તેમ વ્યક્તિ ગુણોથી પરિપક્વ થાય ત્યારે મધુરવાણી બોલી શકે. મધુર જ બોલવું જોઇએ એ શ્રાવકોનો એક ગુણ છે. નિંદિત બોલવાથી કર્મ બંધન થાય. પુજ્યશ્રી રત્નાકર આચાર્ય કહે છે `મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઇને' જ્ઞાનીઓ કહે છે કે દોષો જ જોવા છે તો પાતાના જુવો. આપણે શા માટે ઉલટું કરી રહ્યા છીએ! દોષ દૃષ્ટિ વાળા બીજાના રાઇ જેવડા દોષને મેરૂ જેવડો મોટો કરી બતાવે છે અને કદાચ ગુણ દેખે તેમાંય પોતાનો સ્વાર્થ જ સમાયો હોય છે. દુર્યોધનને કોઇ રાજાઓમાં ગુણ ન દેખાયા. જેમ માખી પાસે ચંદન મુકો પણ તે તો એંઠવાડ જ પસંદ કરશે તેમ કેટલાક લોકો નિંદાના રસમાંજ મ્હાલતા હોયછે. આચાર્ય કહે છે કે જીભ તો પ્રભુના ગુણ ગાવા માટે મળી છે. ને આ નેત્રો તો રોજ સવારે ઉગતે પ્રભાતે મોક્ષ આપવાને શક્તિમાન એવા પ્રભુના દર્શન માટે મળ્યા છે. પણ આ નેત્ર તો મેં પરનારીમાં લપેટાઇને નિંદીત કર્યા છે. હાલમાં, જ્યાં પ્રભુ છે ત્યાં આપણે પહોંચી શકતા નથી કે તેમની દેશના સાંભળી શકતા નથી પણ જ્ઞાનીઓએ તેના માટે શાસ્ત્રાે અને આગમોની રચના કરી છે, આ નેત્રો શાસ્ત્રાે અને આગમોનો અભ્યાસ કરી વૈરાગ્ય મેળવવા હેતુ મળી છે. આજે પ્રભુ ભલે દેહ રૂપે અહીં નથી પણ તેમના અક્ષરદેહરૂપી તો તે આપણી સાથેને સાથે જ છે તેવી શ્રદ્ધા આપણામાં હોવી જોઇએ. આચાર્ય કહે છે કે, હે પ્રભુ! મારી આંખોને હું પવિત્ર ન રાખી શક્યો, નિંદિત, કલંકિત, મલિન બનાવી દીધી. વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારૂં પરતણું ઃ માણસને મન મળ્યું છે જેનાથી સારૂ કે નઠારું બન્ને વિચાર કરી શકાય. મારું જ ભલું થાય તે અધમાઅધમ, અમારું જ ભલું થાય તે અધમ, આપણું ભલું થાય એ મધ્યમ અને સૌનું ભલું થાય એમ ઇચ્છનારો-ઉત્તમ. દરેક તિર્થંકર ભગવંતોનો આત્મા તેમના આગલા ત્રીજા ભવમાં એવી ભાવના ભાવે કે ``સવિ જીવ કરું શાસન રસી એ ભાવના ઉર વસી' આવી ઉત્તમ ભાવનાના કારણે તેઓ તિર્થંકર નામગોત્ર ઉપાર્જન કરે. કષ્ટ આપનારનું પણ ભલું ઇચ્છવું એ ઉત્તમ ભાવનાની પરાકાષ્ઠા ગણાય. પ્રતિદિન ધર્મી સાધક સૌના સુખ, સમતા, શાંતિ, દિવ્યતા અને ભવ્યતાની જ કામનાકરે. માઠું ચિંતવનારનું તો મન દુષિત થાયજ. બીજાનું અહિત થાય એવું વિચારવા માટે સૌ પ્રથમ આપણે આપણાં મનને દુષિતક કરવું જ પડે. આચાર્ય કહે છે કે હે પ્રભુ! મેં પણ મારા ચિત્તને બીજાનું અનિષ્ટ બૂરું ઇચ્છીને દૂષિત કર્યું, અને પછી કહે છે હે નાથ! મારું શું થશે? ચાલાક થઇ ઘણું ચૂકી ગયો. આટલા મોટા આચાર્ય! શાસ્ત્રાેના જ્ઞાતા, આ બધું શ્રુતજ્ઞાન કંઇ બુદ્ધિમત્તા વિના મળે? આટલી બુદ્ધિમતા આટલી ચાલાકી છતાં હું ચૂકી ગયો. સામાન્ય વ્યક્તિ ભૂલ કરે તો ક્ષમ્ય ગણાય પણ આવી બુદ્ધિમત્તાના ધારક આચાર્ય! એમની ભૂલો હવે એમને ખટકી રહી છે. આ બધા કર્મબંધનના ફળ ભોગવવા પડશે માટે પýાાત્તાપ કરી ખુલ્લાદિલે પાપો પ્રગટ કરી, પાપોથી હળવા થઇ રહ્યા છે. અને પાપોની આલોચના કરી રહ્યા છે.

textborder

advt06.png