• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1 કામાંધ થઇ ઉપજાવેલી પીડાને પાપોની ક્ષમા textborder2


કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણી, એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી;
તે પણ પ્રકાશ્યું આજ લાવી, લાજ આપ તણી કને, જાણો સહું તેથી કહું, કર માફ મારા વાંક ને.


અનંત સંસારના પરિભ્રમણમાં ભિન્ન ભિન્ન ભવોમાં જીવે જે કર્યું છે તેનું પુનરાવર્તન કરવા માટે આ મનુષ્યભવ નથી. પૂર્વના ભવોમાં શું કર્યું છે! મનુષ્ય સિવાયની ત્રણ ગતિમાં પ્રાયઃ કરીને જ્યાં જ્યાં જન્મ ધારણ કર્યો છે ત્યાં આહાર પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યા. એના માટે હિંસક પ્રવૃત્તિ પણ કરી. વળી ભય મૈથુનની સંજ્ઞાઓનું સેવન કર્યું અને નિંદ્રા કરી. હે પ્રભુ! હું પણ કામની તલપથી પીડા પામ્યો, વિટંબણા પામ્યો. અનંત ભૂતકાળમાં અવિવેકના ભવોમાં તો વિષયોને સુખના કારણ માન્યા. પરિણામે હું દુખી થઈ વિટંબણા પામ્યો તથા અત્યારે આ માનવભવમાં વિષયોમાંજ સુખી માની આસક્ત રહું છું તેથી એનું પરિણામ દુખમાં જ આવશે. વિવિધ વિષયોમાં હું અંધ બન્યો. જેમ જનમથી અંધ વ્યક્તિને જન્માંધ કહેવાય, તેમ હું રાગમાં રાગાંધ મોહમાં મસ્ત ને મહાંધ, કાનમાં ગૃદ્ધ તે કાનાંધ, વિષયમાં આસક્ત તે વિષયાંધ, લોભમાં લીન તે લોભાંધ, ક્રોધથી ગ્રસ્ત તે ક્રોધાંધ કોઈ સ્વાર્થમાં મસ્ત રહે તે સ્વાર્થાંધ. આમ વિષયોમાં લીન રહેવાથી વિવેક બુદ્ધિ નથી રહેતી. હે પ્રભુ! આમની સમક્ષ મારી કરણી રજુ કરતા મને લાજ આવે છે. છતાં લજ્જાવાન બનીને, માર્ગાનુસારી બની છદ્મ સ્થળ થઈ થયેલી ભૂલોને કબુલ કરું છું. આપ તો પ્રભુ સર્વ જાણો છો. તો કૃપા કરી હે નાથ! મારા પાપોને ક્ષમા કર. હે પ્રભુ! હું પાપી હોવા છતાં મેં મારી જાતને ધર્મમાં ઓળખાવીને જે ભૂલ કરી છે તે માટે મને ધિIાર છે. હે પ્રભુ! મારા આ ક્ષતિયોની તું મને કૃપા કરી ક્ષમા કર. હું તારા ચરણોમાં નમીને ક્ષમા યાચું છું. કામ કાંટા સમાન છે. કામ વિષ સમાન છે. કામી દુર્ગતિને પામે છે. કામનું પરિણામ સારું તો નથી જ. કારણકે વિષયસુખમાં કદી તૃપ્તિ નથી. ઘણાં બધાં ભોગ ભોગવવા છતાં અતૃપ્તિ ચાડી ખાતી હોય છે. સંતોષ જ નથી. તે ક્ષણિક સુખ શું કામનું! આવા વિષયોમાં હું અંધ બન્યો. કહેવાય છે કે ઘુવડને દિવસના દેખાતું નથી. રતાંધળાને રાત્રિના દેખાતું નથી. કિન્તુ કામાંધને તો રાત્રિ-દિવસ ક્યારેય પણ દેખાતું નથી. ઈંધણ નાખવાથી જો અગ્નિ તૃપ્ત થતો હોય. સાગરમાં જો નદીઓ પાણી સતત ઠાલવ્યા કરે તોય સાગર પૂર્ણ ભરાતો નથી. હે વિભુ! હું કામાંધ બન્યો. ને તે કારણોથી હું ઘણા પ્રકારની વિટંબણા પામ્યો. ઘણી મુસીબતો, અપકિર્તીને દુખના દાવાનળમાં હું સળગ્યો. છતાં હે પ્રભુ ! આ જ્ઞાન વિહોણા તેવા મેં વિષય સુખમાં લુપ્ત થઈ તે સુખને સર્વસ્વ માની બેસવાની મૂર્ખતા મેં કરી. હે પ્રભુ! હું કેવો જડ! કેવો લજ્જાવિહોણો મેં વાસના રહિત તેવા મહાન સંતોના જીવનમાંથી કાંઈ શીખ્યો નહિ. તેનાં સંયમના અદ્ભુત ગુણોનું મેં ચિંતન ન કર્યું કે મેં જોવાનો પ્રારંભ સુદ્ધાં ન કર્યો. પ્રભુ! આવા આ ઘોર પાપીને મુઢને તું કૃપા કરી ક્ષમા આપ. હે! નાથ! તું જ મને બચાવી શકે તેમ છે. પ્રભુ! આપ તો વિતરાગ દેવ છો. ક્ષમાવીર છો, તેની જે ભૂલ કબૂલ કરીને તારા ચરણ કમલમાં જે શીષ ]ષકાવી સાચો પýાાતાપ કરે છે તેને તું હે નાથ! ક્ષમા કરે છે. તારા ગુણોનો કોઈ પાર નથી. હે નાથ! હું ભૂલને કબુલ કરું છું ને હવે પછી તેવી ભૂલ કદી નહિં કરું. પ્રભુ મને માફ કર, મને બચાવી લે. મને ઉગારી લે. હે પ્રભુ! હું ગુનેગાર છું. પાપકર્મોને કરનારો છું. મને જ્ઞાન આપો, ક્ષમા આપો. હે નાથ! મને માફ કરો. જન્મોજન્મ સુધી તારો સેવક બની રહીશ. જન્મોજન્મ તારો ભક્ત થઈ રહીશ.

textborder

 

advt02.png