• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

02

textborder1મતીભ્રમથી અમૂલ્ય-મૂલ્યરહિત બનેtextborder2


નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને;
કુદેવની સંગત થકી, કર્મો નકામા આચર્યા, મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા.


 વિશ્વના તમામ જીવો પ્રગતિ ઈચ્છે છે. તે સાંસરિક હોય કે ધર્મક્ષેત્ર હોય. પ્રગતિ તરફ માણસોની કૂચ અવિરત ચાલુ રહી છે. સાંસારિક સિદ્ધિ હાંસલ કરવા ત્રણ સોપાનો છે. 1) શક્તિ 2)બુદ્ધિ 3) સિદ્ધિ. પોતાની શારિરીક શક્તિને કામે લગાડી બુદ્ધિમતાના જોરથી આગળ વધે છે. અંતે સાંસરિક, ભૌતિક સિદ્ધિ હાંસલ કરી મનમાં આનંદ માણે છે. તેવી જ રીતે ધાર્મિક યા આધ્યાત્મિક સિદ્ધિ હાંસલ કરવાના પણ ત્રણ સોપાન છે. 1) શાંતિ, 2) બોધિ, 3) શુદ્ધિ. ધર્મી જીવને સંજોગવસાત્ આવતા સુખ દુખના પ્રસંગોમાં મનમાં શાંતિ જ હોય એ સમ્યક્ત્વ બોધિબીજને પ્રયત્નપૂર્વક મેળવીને જ જંપે. અને એના જીવનમાં શાંતિ અને બોધિ પ્રાપ્ત થાય. અને અંતે આત્મશુદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય. પૂર્વ જન્મની સાધના, પૂર્વ ભવોનું પુન્ય એકત્ર થાય ત્યારે જીવને સો ટચના સોના જેવો નગદ જૈન ધર્મ પ્રાપ્ત થાય. વિશાળ અને ઉદાર એવું આ ધર્મ ક્ષેત્ર મળી ગયા માત્રથી સિદ્ધિ હાંસલ થઈ જતી નથી. પરંતુ સોપાનોથી સિદ્ધિ મળે છે. નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને. જૈન ધર્મનો અપાર મહિમાવંત, અલૌકિક શક્તિ-વંત, અચિન્ત્ય, બલપ્રદ, કષ્ટભંજક, શાંતિદાયક, મહામંત્ર તેવો નવકારમંત્ર આપણને પ્રાપ્ત થયો છે. પરંતુ ફલિભૂત ન થયો. કારણ એ છે કે આપણે તેના પર અથાગ શ્રદ્ધા કેળવી નહિ. આ મંત્ર ગત્ જન્મોમાં પણ આપણને મળ્યો હશે. કિન્તુ આ જન્મમાં ગળથુંથીમાંથી જ નવકાર મંત્રનો પ્રભાવ આપણને માતા-પિતા તરફથી જાણવાનો મળ્યો. જે બાળપણથી જ સંસ્કારમાં તેનો સાર સમજવાનો મળ્યો. છતાં આ મંત્ર સિવાય અન્ય મંત્રો શીખ્યા ને તેના ચમત્કારમાં શ્રદ્ધા રાખી. પરંતુ આપણને મળેલું ચિંતામણી રત્નની કિંમત આપણે પોતે જ ન કરી શક્યા. અને નવકાર મંત્રનું હાર્દ ને મર્મને આપણે ન પામી શક્યા. નવકારમંત્રની મહત્તા સમજાવતા વિદ્વાનોએ કહ્યું છે કે નવકાર જેવો મંત્ર, પર્વતોમાં ગિરિરાજ તથા દેવોમાં વીતરાગદેવ. નવકારમંત્રની અન્ય મંત્રો જોડે તુલના ન કરી શકાય. આ પૃથ્વી પર હીરા-માણેક, મોતી, ચંદન જેવા સુગંધી પદાર્થો સીસમ, સવન, કેસર જેવી અન્ય ઔષધી કિંમતી હશે છતાં આ મંત્ર જેવી મુલ્યવાન વસ્તુ આ વિશ્વમાં બીજી કોઈ નથી. તે સમજી લેવું પડે. શબ્દોનો પ્રભાવ હોય છે. તેની ગોઠવણ અને રચનાને કારણે તે પરિણામ આપનાર બને છે. જેમકે આ કાળમાં મહાત્મા ગાંધીના શબ્દો `ભારત છોડો' `ક્વીટ ઇન્ડિયા' આ શબ્દો સ્વતંત્રતાની ચળવળમાં પ્રભાવિત હતા. તેવી રીતે હજારો-લાખો મંત્રોની અપેક્ષામાં નવકાર મંત્રની શબ્દોની ઇમારત્ અદ્ભૂત છે. તે ચિંતન કરવા જેવું છે. `સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂર્વનો સાર, એના મહિમાનો નહિ પાર એનો અર્થ અનંત અપાર' હે પ્રભુ! મહિમાવંત, અલૌકિક, દિવ્ય શક્તિ ધરાવતો મહામંત્ર મળ્યો પરંતુ સાથે દુન્યવી અન્યધર્મોના ભિન્ન ભિન્ન મંત્રો પણ વાંચવાના મળ્યા, સાંભળવાના મળ્યા છે. ખોટું જેમ વધુ ચમકે છે તેમ તેવા તત્ત્વોના આશરો લઇ નવકારમંત્ર પર શ્રદ્ધા ન રાખી, ને ખોટો માર્ગ પકડી અન્ય તત્ત્વો પર નજર રાખી. તેથી હે પ્રભુ! હું કેવો મુર્ખ તેનો પýાાતાપ આપ સમક્ષ રજુ કરુ છું ને આવા ગેરઉપયોગી વર્તનથી હું આપની ક્ષમા યાચું છું હે પ્રભુ! મને માફ કરી દે! આગમોનું મહત્ત્વ હું ન સમજી શક્યો, પ્રભુ કુશાસ્ત્રાેના વાક્યો વડે મે આગમોની વાણીની અશાતના કરી. તિર્થંકર પ્રરૂપિત જિનાગમોમાં વિશ્વભરના સમસ્ત જીવસૃષ્ટિના પ્રüાાેના સમાધાન ભર્યા છે. જિન આગમોને શાસ્ત્રિય ભાષામાં નિર્ગ્રંથ પ્રવચન પણ કહેવાય છે. આગમોની ભાષા એટલે સત્ય, સર્વશ્રેષ્ઠ, કેવલિપ્રરૂપિત, પરિપૂર્ણ, અત્યંતશુદ્ધ, માયા આદિ શલ્યોને કાપનાર, સિદ્ધિ, મુક્તિ અને નિર્વાણનો માર્ગ બતાવનાર. સર્વ દુખોનો નાશ કરનાર. વિશ્વમાં આનાથી શ્રેષ્ઠ આગમો શાસ્ત્રાે કયા હોય શકે? પ્રભુ આવા અજોડ આગમોને હું ન જાણી શક્યો તે કેવું હું મુઢ ! મને ક્ષમા કર. પ્રભુ ! મને ક્ષમા કર.

textborder

advt07.png