• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1 જ્યાં કામ ત્યાં રામ નહિtextborder2


આવેલ દૃષ્ટિ માર્ગમાં, મૂકી મહાવીર આપને, મે મૂઢધીએ હૃદયમાં, ધ્યાયા મદનના ચાપને,
નેત્ર બાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ.. (13)


અનંતા અનંત પુણ્યની રાશિ એકત્ર થાય ત્યારે આ ભવમાં મહાવીરસમા દેવ મળ્યા જેમને મનમંદિરમાં, હૃદયના સિંહાસન પર વાણીના હિંડોળે, સ્થાપિત કરવાના છે. દુખ કાળમાં આ એક માત્ર આધાર છે. અફાટ સમુદ્રના પાણીમાં એક જહાજ જઇ રહ્યું છે તેના પર એક પક્ષી બેઠું છે. ચારે તરફ પાણીને પાણી છે. પક્ષીને ઉડવાની ઇચ્છા થાય છે જો તે ઊડીને જાય તો પણ તેનો બેસવાનો આધાર આ જહાજ માત્ર છે. કિનારો ક્યાંય ન દેખાતો હોય, માત્ર પાણી જ દેખાતું હોય તો પક્ષી વિહરીને અંતે જહાજ પર જ આવે. પક્ષીને મન સાથે સરખાવી કહ્યું છે કે આ ચંચળ મન સુખ મેળવવા માટે બહાર ગમે ત્યાં જાય, ગમે તેટલું દોડે, ગમે તેટલું મેળવે પરંતુ આખરે તો એક જ આધાર છે ને તે મહાવીરના ચરણકમલ. ધર્મનું શરણમાત્ર અને આત્મસ્મરણજ છે. બહાર કોઇ પણ વ્યક્તિ સુખ મેળવવા ગયેલો અંતે થાક્યા જ છે ને હાર્યા છે, અંદર સુખ મેળવવા ડૂબકી લગાવનારા મરજીવાઓ જ જીત્યા છે. વૃદ્ધમાજી ખોવાયેલી સોયને બહાર બત્તિના પ્રકાશમાં શોધતા હતા તેમ આપણે આત્મામાં રહેલા સુખને બહાર શોધી રહ્યા છીએ. હે પ્રભુ! હું આપના દૃષ્ટિમાર્ગમાં આવ્યો એ મારા પરમ પૂન્ય છે. પુણ્યોદય છે. અર્થાત્ આપના જૈન શાસનમાં અને તેમાંએ અણગાર ધર્મમાં આવ્યો, અને મૂઢ બુદ્ધિવાળાએ આપને જ પડતા મુકી દીધા.14


મૃગ નયની સમ નારી તણા, મુખ ચંદ્ર નીરખવા વતી,
મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગાઢો અતિ;
તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી,
તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી.. (14)


પરમ કરૂણાના અવતાર પરમાત્માની દૃષ્ટિ જેના પર પડે એ પાપી પાવન થઇ જાય. અરે! હું એવા સદ્ભાગ્યને પામ્યો કે આપના સાધુ તરીકે ઓળખાયો. લોકો કહે છે કે ભગવાન મહાવીરના સાધુ છે ને શ્રાવકને કહે છે, પ્રભુ મહાવીરનો શ્રાવક છે આ તો પ્રભુ મોટો જ પુન્યોદય છે. તારા નામથી હું ઓળખાવું છું તે મારું અહોભાગ્ય છે. મને જે કંઇ મળ્યુ છે તે તારી કૃપાથી મળ્યું છે તે હું ભૂલી ગયો નથડી આપનરને પોતાના મિત્રને વારંવાર યાદ કરે છે પણ નથડી પહેરવા માટે જેણે નાક આપ્યું છે એ નાથને ભૂલી જવાય છે. હે પ્રભુ! મારી મતિની મુઠતાને કારણે મે આપને મારા અંતઃકરણમાં સ્થાપિત ન કર્યો. તો કોને હૃદયમાં સ્થાન આપ્યું! મારા મનમંદિરમાં મે કામદેવની પ્રતિષ્ઠા કરી. હે પ્રભુ! આપે મોહનિય કર્મને દારૂના નશાની ઉપમા આપી તે યથાર્થ જ છે. મને મોહનો એવો નશો ચડ્યો છે કે જેના કારણે કામના બાણોથી મારું દિલ વિંધાયું છે. કામ એટલે વિષયસેવવાની ઇચ્છા. પાંચેય ઇદ્રિયોના વિષયો પ્રત્યેની આસક્તિ, વિકારભાવે મારા મન પર એવો અડ્ડો જમાવી દીધો છે. મારા આરાધ્ય તિર્થંકર પરમાત્મા છે અને તેમની કૃપાથી હું આ સ્થાન પર પહોંચ્યો છું. માટે તો પર સ્ત્રાળ માતા, બહેન સમાન ગણવા જોઇએ. હું અનોખું જૈન શાસનને પ્રભુ મહાવીર તથા ગુરૂવર્યોનો સત્સંગને ભક્તિથી વિમુખ થઇ સ્ત્રાળઓની મોહજાળમાં ફસાયો. તે મારા માટે શરમજનક નહિ તો બીજું શું છે! મારા આવા અનિચ્છનીય વર્તન માટે હે પ્રભુ! મને ક્ષમા કર.

textborder

advt04.png