• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1 સૂર્યરૂપી આત્મા પર માનરૂપી ગ્રહણtextborder2


સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળા તણી, દેદિપ્યમાન પ્રભા નથી;
પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અIડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરું .


સંપૂર્ણ વિશ્વમાં જે વ્યક્તિને પૂર્વના પુણ્ય યોગે સુંદર શરીર, ગુણો, વિદ્યા, કળા, આવડત વિગેરે મળ્યા હોય, તો પ્રાયઃ કરીને તે બાબતનો અહમ્ આવવાની સંભાવના છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે રૂપ, ગુણ, વિગેરે કંઇપણ ન મળ્યું હોય તેવી વ્યક્તિઓ પણ અભિમાનના કારણે અIડ થઇને ફરતી હોય છે. ચાર કષાયમાં માન કષાય એવો છે કે જેને કારણે વ્યક્તિ કંઇ પણ ન પામી શકે અભિમાની વ્યક્તિ ક્યાંય વળે નહિ, વાણીમાં પણ નમ્રતા દાખવે નહિ તેવી વ્યક્તિઓ જ્ઞાનાદિ ગુણો કંઇ પણ પામી ન શકે. ચાર કષાયમાંના જે અનુત્તાબંધી આદિ ચાર પ્રકાર છે. તે ચરિત્રને, ગમે નહિ કે વળે નહિ તેવા ભિન્ન ભિન્ન સ્તંભની ઉપમા આપવામાં આવી છે.

1) જેમ પથ્થરનો સ્તંભ તૂટી જાય પણ વળે નહિ. તેમ અનંતાનુબંધી માનવાળા જીવો મૃત્યુ પામે ત્યાં સુધી નમે નહિ.

2) જેમ હાડકાના સ્તંભને પ્રયત્નપૂર્વક વાળવાનો પ્રયાસ કરવામાં આવે પણ તુરંત પહેલાની સ્થિતિમાં જ આવી જાય તેમ અપ્રત્યાખ્યાની માનવાળા જીવોને નમ્ર બનવાનો પ્રયાસ કરવામાં આવે પણ ફરીથી તે હતો ત્યાં ને ત્યાં અલબત્ત તે અભિમાની બની જાય છે.

3) જેમ લાકડાના સ્તંભને પાણીમાં પલાળી રાખવામાં આવે ત્યારે સામાન્ય જરામાત્ર વળે તેમ પ્રત્યાખ્યાની માનવાળા પણ સામાન્ય નમ્રતા દાખવે.

4) જેમ નેતર પાણીનો પ્રવાહ કે હવા આપે તો આખો વળી જાય. પણ એ પ્રવાહ બંધ થાય ત્યારે ફરીથી મૂળસ્થિતિમાં આવી જાય. તેમ સંજ્વલન માનવાળા જીવો ત્વરિત નમ્રતા દાખવી શકે અને એવો કોઈ પ્રસંગ ન હોય ત્યારે મુળસ્વભાવમાં પાછો પણ આવી જાય. ઘણા અભિમાની જીવઓ ]ષંકવાનું કે નમ્રતા દાખવવાનું શીખ્યા જ નથી હોતા. ભાષામાં પણ નમ્રતા નહિ. પછી નમતું જોખવાની કે જતું કરવાની તો વાત જ ક્યાં રહે! અભિમાનીનું સ્થાન ગરદનમાં છે મસ્તક આપવા તૈયાર છુ. પણ મસ્તક ]ષકાવશું નહિ. આવી વાત અભિમાની કરતા હોય છે. અભિમાની માણસની ચાલમાં, વર્તનમાં, ભાષામાં, વ્યવહારમાં જડતા હોય છે. તે એમ માનતો હોય છે કે હું જ સાચો ને હું જે કરું છું તેય બધું સાચું. પોતાની સિવાય તમામ વ્યક્તિઓમાં તેને દુર્ગુણ દેખાય છે.

1) તીર્થંકરની જાતીને કુખ પાસે આપણી જાતી નગણ્ય છે.

2) બાહુબલી કે ભીમસેનના બળ પાસે આપણું શારીરિક બળ કંઈ વિસાતમાં નથી. તીર્થંકરોના ગણધર ગૌતમસ્વામીના અને શ્રેણિક મહારાજાના કે ચેલણા રાણીના રૂપ પાસે આપણું રૂપ વામણું લાગે. ચક્રવર્તીની સંપત્તિ, રિદ્ધિ, સમૃદ્ધિ, વૈભવને એશ્વર્ય પાસે આપણું ઐશ્વર્ય કોઈ ગણનામાં નથી. હે પ્રભુ! અભિમાન કરવા જેવા મદસ્થાનોમાંથી મારી પાસે કંઈ જ નથી. હું શાનું અભિમાન કરું! છતાં મારો માનકષાય ઘણો છે. મને આ મળેલું શરીર ઔદારિક છે કોઈ રૂપવાળું કે સૌષ્ઠવાળું, નમણું કે સુડોળ નથી. જેથી મને અભિમાન આવે. જેમને દૃષ્ટિએ અતિ ઉત્તમ સુંદરતા તથા નમણાશ મળ્યા હોય તેવા રૂપ, સૌંદર્ય મારી પાસે નથી. છતાં હે પ્રભુ! મારું અભિમાનનો કોઈ પાર નથી. સૌંદર્યની બાબતમાં મને છાંટો પણ રૂપ મળ્યું નથી. હે પ્રભુ! હું ગેરમાર્ગે દોરવાયો મને ક્ષમા કરો. રૂપતો નથી પરંતુ અંદરના આત્માના વિચારોનું સૌંદર્ય પણ મારામાં નથી. મારી દૃષ્ટિમાં પણ સુંદરતા નથી. એક કવિએ કહ્યું છે-

કોઈ કહે છે ધરતીનું સદન બદલો. કોઈ કહે છે જર્જરિત ગગન બદલો.
અમર તત્વ છે, અદલા-બદલી ની વાતો બદલવી હોય તો તમારી દૃષ્ટિ બદલો.

જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ તે ઊકિત પ્રસિદ્ધ છે. દૃષ્ટિ બદલાય તો ગુણવાન બની શકાય છે. જ્ઞાનીઓ કહે છે દૃષ્ટિ બદલે તો ગુણ ]રે. હે પ્રભુ! મારામાં ગુણો નથી. ગુણોનો સમુદાય નથી. છતાં મારામાં અભિમાન છલકાય છે. અધૂરો ઘડો વધુ છલકાય છે. ત્રણ લોકના સર્વ જીવો એમને પૂજ્યશ્રી માને છે. તીર્થંકર માત્ર એટલો વિચાર કરે કે અહીં દેશના અર્પિત કરવી છે. અને દેવો તે સમજમાં આવી જાય છે. અને ત્યાં જ તેજ ભૂમિ પર ત્વરિત સમવસરણની સુંદર રચના થઈ જાય છે. કેવો વૈભવ! પ્રભુ જ્યાં પગ મૂકે ત્યાં લાલ પાંખડીનું સુવર્ણ પદમ કમળ થઈ જાય, કેવો પુન્યોદય! અનંતાઅનંત ગુણો જે આ કાળમાં લખવા હોય તો કાગળો પણ ઓછા પડે છતાં ગર્વ શુન્ય. ભગવાન આદિનાથની સ્તુતિ કરતાં શ્રી માનતુંગ આચાર્ય ભક્તામર સ્તોત્રમાં કહે છે. હે ગુણોના સાગર! આપના ચદ્ર સમાન કાન્તિમાન, ઊજ્જવળ ગુણોને કહેવા માટે બુદ્ધિથી બૃહસ્પતિ જેવા પણ કોણ સમર્થ છે. હે પ્રભુ! મારા કોઈપણ પ્રકારના ગુણોનો સમુદાય નથી. ઉત્તમ વિલા કળા તણા દેદિપ્યમાન પ્રભા નથી.હે પ્રભુ! મારી પાસે કોઈ અદ્ભૂત કળા નથી. પ્રભુતા નથી. છતાં અભિમાનથી અIડ થઈ ફરું છું.કંઈક સત્તા, કંઈક રૂપ ક્ષણિક છે. હું કેવો વામણો! તેમાં રાચતો રહ્યો. પ્રભુ! મને ધિIાર છે. મને કૃપા કરી ક્ષમા આપો.

textborder

advt04.png