• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

02

textborder1આયુષ્ય દરમ્યાન જીવનની નિષ્ફળતા!textborder2


આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ ઘટે.
ઔષધ વિષે કરૂં યત્ન પણ હું, ધર્મને તો નવ ગણું; બની મોહમાં મસ્તાન હું, પાયાવિનાના ઘર ચણું..


 જૈન દર્શનનો કર્મ વાદ સમજાવે છે કે દરેક કર્મોના ચાર પ્રકારના બંધ છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ જીવે બાંધેલા કર્મોની સ્થિતિ પૂર્ણ થતાં જીવ તે કર્મમાંથી મુક્ત થઈ જાય છે. પ્રાયઃ કરીને આઠ કર્મોમાંથી મોટાભાગના કર્મોની સ્થિતિ પૂર્ણ થતાં વ્યક્તિને આનંદ થાય. જ્ઞાનાવરણીયકર્મની સ્થિતિ પૂર્ણ થાય અને યાદશક્તિ વધે તો આનંદ થાય. વેદનિય કર્મની સ્થિતિ પૂર્ણ થતાં દર્દ ઓછું થાય. તો ખુશી થાય. મોહનિયનો ઉપશમ થાય તો ત્રિતત્વ પર શ્રદ્ધા થાય તો પણ ગમે. એક માત્ર આયુષ્ય કર્મ એવું છે જેની સ્થિતિ જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ પ્રત્યેક જીવને દુખ થાય. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે, `સર્વ જીવો જીવવા ઈચ્છે છે, મરવા તે ઈચ્છતા નથી. આયુષ્ય કર્મની સ્થિતિ પૂર્ણ થયે મરણ નિýિાત થાય.' દેવલોકના દેવોનું આયુષ્ય પૂર્ણ થવાનું હોય તે પહેલાં છ મહિના અગાઉ તેમની ફૂલમાળા કરમાવા લાગે છે. એમનાં પુન્ય ભોગવળાનો કાળ પૂર્ણ થવાનો જાણીને દેવાત્માની દેહક્રાન્તિ ]ાંખી પડવા લાગે છે. તે ખિન્ન થવા લાગે છે. અન્યનું મોત નજરે જોનારા આપણે એ નથી વિચારતા કે એકવાર મારું પણ મોત આવશે. જેથી બેદરકારી અને આળસમાં અમુલ્ય અવસર ગુમાવી રહ્યા છીએ. ધર્મ કરણી કે ધર્માનુષ્ઠાનથી સમયને સાર્થક કરવાને બદલે ધર્મકાર્યમાં આળસ કરી આયુષ્યની ક્ષણોને નિરર્થક ગુમાવી રહ્યા છીએ. પ્રસિદ્ધ અંગ્રેજી નાટયકાર શેક્સપિયરે એક જગ્યાએ લખ્યું છે કે `માણસ ભોજન કરવા બેસે ત્યારે એમ માને કે બીજો આપવાનો નથી. અને મકાન બાંધે કે બ્લોકનું રીનોવેશન કરાવે ત્યારે એમ માને કે અમે ક્યારેય મરવાના નથી.' કહેવાય છે કે સંપત્તિ જાય તે પાછી આવે છે. સમુદ્રમાં વહાણ ગયા હોય તે પાછા આવે પરંતુ ગયેલો અવસર કે ગયેલા પ્રાણ કદી પણ પાછા આવતા નથી. કાળતો સદા નવો રહે છે. તે જીર્ણ થતો નથી. અન્ય દ્રવ્યો જીવ અજીવાદિની પર્યાયોને પલટયા કરે. નવામાંથી જુનું અને જુનામાંથી જીર્ણ કરે. બીજી વાત એ કે સંપત્તિને બેંકમાં, દાગિનાને લોકરમાં રાખવામાં આવે. સ્વાસ્થ્ય જાળવવાના ઉપાયો છે. સારવાર છે. સત્તાને કાયમી રાખવાના વ્યુહ છે. પણ સમયને સાચવવાનો કે સંગ્રહ કરવાનો કશો ઉપાય નથી. આવા સ્વતંત્ર મિજાજ ધરાવતા સમયને ઓળખી લેવો અને આત્મગુણો મેળવવામાં, એનો ઉપયોગ કરી લેવો. એજ જીવનની સફળતા છે. આચાર્ય કહે છે પોતાનું આયુષ્ય પળે પળે ઘટી રહ્યું છે તે ઘટતા આયુષ્યને જાણી તે સર્વથા ખતમ ન થઈ જાય તે પહેલા સત્કાર્ય કરવા નહિ. સજાગ રહે છે પરંતુ પાપબુદ્ધિને ઘટાડવા માણસ સજાગ થતા નથી. હે પ્રભુ! સમયે સમયે આયુષ્ય ઘટવા છતાં મારામાં પાપ બુદ્ધિનો ઘટાડો થતો નથી. આનંદઘનજી મ.સા. કાયાને ઉદેશ્યી ને કહે છે, હે કાયા! તને ઘણું જતન કરી સાચવી. તારા માટે હિંસા, અસત્ય, ચોરી, અબ્રમ્હ સેવન અને પરિગ્રહ ઘારણ કર્યા. તારા માટે શું ન કર્યું! હવે તું મારી સાથે ચાલ. પરંતુ કોઈની કાયા આજ સુધીમાં જીવની સાથે ગઈ નથી. બિચારો જીવ પાપબુદ્ધિ સેવીને પરલોકમાં દુર્ગતિ પામે છે. આશા જીવનની જાય પણ મિથ્યાભિલાષા ન મટે.માણસને જીવવાની જ્યારે બિલકુલ આશા ન હોય મૃત્યુની તલવાર જ્યારે માથે લટકતી હોય. ઘડીકમાં શું થશે તેની ખબર ન પડતી હોય પણ ઈંદ્રિયોનું વિષય સુખનું આકર્ષણ અંતિમ પળ સુધી રહે છે. તે માણસ જાણતો હોવા છતાં તેના જાતિય મોહ છોડી શકતો નથી. તે એક આýાર્ય છે ! ``ઔષધ વિષે કરું યત્ન પણ ધર્મને તો નવગણું.'' કોઈપણ વ્યક્તિને આશાતાવેદનિયનો ઉદમ જાગે ત્યારે વિવિધ દર્દને શમાવવા ઔષધ, ડોક્ટર અને દવાખાના માટે કેટલાં ફાંફાં મારે છે. અમેરિકા સારવાર માટે લઈ જવામાં આવે છે. પ્લાસ્ટિક સર્જરી, ટ્રાંસપ્લાંટ જેવા અનેક ઉપાયો કરવામાં આવે છે. પણ જેમ જેમ વિજ્ઞાન વધ્યું તેમ તેમ દર્દો ઘટવાને બદલે વધ્યા. માણસની ખાવા-પીવાની રીતભાત શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેનાથી ઊંધી થઈ ગઈ છે. ખાવા-પીવામાં આજે ]ેર ભળી ગયું છે. ભોજન મલિન બની ગયું છે. સેન્ટ, પરફ્યુસ્મનું ચલણ શરીરમાં ધીમું ]ેર ફેલાવે છે. પહેલું સુખ તે જાતે નર્યા. મતલબ કાયા સારી ને તંદુરસ્ત તો સર્વ સુખ સારા. નિરોગી રહેવા ધર્મ પર શ્રદ્ધા ઘણી અગત્યની છે. તે વિસરાઈ ગઈ છે. `બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું.' હે પ્રભુ! મોહનીય કર્મમાં મસ્ત બની રાગદશાથી મોહ ભાવથી મારી જે સ્થિતિ થઈ છે તે દયાજનક બની ગઈ છે. મકાન બનાવવા તેની ઊંચાઈ, ચણતર, પાયો તે કોઈપણ સિદ્ધાંતો સમજ્યા વિના હું હવામાં ઘર બાંધી રહ્યો છું. ધર્મક્ષેત્ર, શ્રદ્ધાનો પાયો હું ન સમજી શક્યો. મુજ અજ્ઞાનીને હે વિભુ! ક્ષમા કર, મને ક્ષમા કર. મુજને મોહનિય કર્મનો નશો ચડયો છે. તેનું હું ભાન-સાન ગુમાવી બેઠો છું. મોહમાં મસ્ત બની હું સંસારના કહેવાતા મિથ્યા સુખમાં ઓતપ્રોત થઈ મેં ઘણા કર્મ બંધન કર્યા છે. તે પાપ મને ક્ષમા કર. પ્રભુ મને બચાવો, મારા પર કૃપા કરો વિભુ!

textborder

advt07.png