• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

17

textborder1જીવ મિથ્યા ઝળહળાટથી ભરમાયો.textborder2


આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી,
મિથ્યાત્વીની કટુ વાણી મેં, ધરી કાન પીધી સ્વાદ થી.
રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તો પણ અરે,
દિવો લઈ કૂવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે.


આત્મા નથી, પરભવ નથી. આ પ્રકારની માન્યતા અન્ય દર્શનોમાં દર્શાવવામાં આવી છે. આપણે આ દુનિયામાં બીજા લોકોના પણ સંપર્કમાં હોઈએ છીએ. તે લોકોના પ્રચારકો પોતાના ધર્મનો પ્રચાર કરતા હોય છે. અને આપણે તેમની વાતોમાં કોઈ ને કોઈ રસ લેતા હોઈએ છીએ. વિશ્વમાં ભિન્ન ભિન્ન માન્યતા ધરાવનારા મનુષ્યો છે. જૈન દર્શન કહે છે આત્મા છે તેજ કર્મોનો કર્તા છે. અને તેજ ભોક્તા છે. પુરૂષાર્થ દ્વારા કર્મોને ખપાવી તેજ આત્મા, પરમાત્મા બની શકે છે. જ્યાં સુધી સર્વ કર્મથી મુક્ત ન થાય ત્યાં સુધી ચાર ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. ગત જન્મના પુન્ય-પાપ અનુસાર જ આગામી ભવોમાં સુખ દુખ મળશે આવો નIર કર્મવાદ જૈન દર્શનમાં છે. જૈનો માને છે કે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય તેને મોક્ષ કહેવાય. જૈન દર્શનમાં મુખ્ય જીવ અને અજીવ તેમ બે મુખ્ય અગત્યના તત્વોમાં માને છે. પýિામના દેશોનું દર્શન કહે છે ખાઓ-પીઓ ને મોજ કરો. કાલની કોને ખબર છે. `આ ભવ મીઠો તો પરભવ કોણે દીઠો' તેઓ કહે છે કરજ કરવું પડે તો કરીને પીઓ. મોજ મજા કરો. પરભવમાં તેઓ માનતા નથી. તેઓ કહે છે કે મૃત્યુ પછી ચ્ર્ઢડ Eત્ઠ્ઠ સર્વ પૂર્ણ થાય છે. આત્મા નથી, પરભવ નથી, પાપ-પુન્ય કશું નથી. આવું માનનારા અને ધર્મની વાતોને હસી નાખનારા લોકોનું પણ અસ્તિત્વ છે. તેમ માનનારાને સાચો ને સત્ય ધર્મ મળ્યો નથી. તેમને વીર જેવા ભગવંત મળ્યા નથી. આવા વિવિધ સ્વાર્થી લોકો સાથે રહીને આપણે જૈનદર્શન સાચવી રાખવાનું છે. વીરતી વાણીમાં શ્રદ્ધા ન ડગે તો ન જ ડગે. સર્વને મજા કરવી છે. પ્રભુ વીર કહે છે હસતા હસતા કરેલા કર્મ રોતાં રોતાં પણ છૂટતા નથી. જૈન દર્શન મળ્યું છે તો ભવ સુધારી લો. રત્નાકર-આચાર્યશ્રી કહે છે કે આવી ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. બીજા દર્શનને આત્મા દેખાતો નથી. જીવ ક્યાં જાય છે. આત્મા કેવો છે! હોય તો બતાડો. તેનું વજન કેટલું છે તે દેખાવમાં કેવો છે! તે કેવી ગતિ કરે છે. આવા અનેક સવાલોના જવાબ નથી. તેથી તેઓની માન્યતાને પૃષ્ટિ મળે છે. ભાવતું તું ને વૈધે કહ્યું. મોજ મજા કરવી છે. પાપનો ડર નથી રાખવો. તેથી તેઓ તેમનું દર્શન કહે છે તેને તેઓએ વધાવી લીધું છે. જૈન ધર્મ કહે છે આત્મા છે. તે નિત્ય છે. અને અમર છે. તે કર્મોને કરનારો છે. કર્મનો કર્તા છે અને ભોક્તા છે. તેનું અસ્તિત્વ શ્રદ્ધાથી અને સ્વાનુભવથી સમજાય છે. હવા આપણને ક્યાં દેખાય છે! છતાં તેનું અસ્તિત્વ છે. કલ્પસૂત્રમાં કહ્યું છે આત્મા શબ્દ ક્યાંથી આવ્યો. વિશ્વમાં જે કંઈપણ ચીજ છે તેનું નામ છે. આત્મા નથી તો આત્મા નામનો શબ્દ આવ્યો ક્યાંથી! વળી એ લોકો વિજ્ઞાનનો સહારો લઈ આજે કહે છે તે કાલે જુદું જ કહે છે. વિજ્ઞાનની કોઈ એક બાત નથી. તે બોલીને ફેરવી તોળે છે. જૈન દર્શન કેવળજ્ઞાનીઓ જે કહ્યું છે તે સનાતન સત્ય હોય છે. કોઈ પણ ફેરફાર નહિં. અનંતા અનંત વર્ષોથી એક જ વાત. મારો આત્મા એક છે. શાશ્વત છે તથા જ્ઞાન-દર્શનથી યુક્ત છે. બાકી સર્વ સંયોગજન્ય વિભાવો. શ્રી રત્નાકર આચાર્ય મિથ્યાત્વ જીવોની એક પછી એક માન્યતા દર્શાવી છે. તેઓ માને છે કે આત્મા નથી. પરંતુ ઉપરોક્ત અનેક રીતે જૈન દર્શન આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. જૈન ધર્મમાં આત્માનો સ્વભાવ મોક્ષ કહ્યો છે. અને તેના ઉપાયો પણ કહ્યા છે. તેમાં મોક્ષનું સનાતન સુખ દર્શાવવામાં આવ્યું છે. વળી પાપ-પુન્ય કશું નથી. મિથ્યાત્વી જીવો તો પાપ-પુન્યમાં માનતા નથી. તેથી દાનના , પરોપકારનાં કે માનવ કલ્યાણના કાર્યે કરી પુન્ય ઉપાર્જન કરવું કે પાપથી બચવાનું એને મન નથી થતું. બેફામ રીતે જીવન વીતાવ્યે જાય છે. એક સંત કહે છે. પાપમાં ન માનનારા જ્યારે અનહદ દુખી થાય છે ત્યારે ઓ ગોડ, ઓ ગોડ. ભગવાન યાદ આવી જાય છે. મોજöમજા કરતી વેળા પ્રભુ યાદ નથી આવતા. કહેવાય છે ને! સુખમાં સાંભરે સાહ્યબી. દુખમાં સાંભરે મા ને બાપ. અર્થાત્ ભગવાન સાંભરે છે, ધર્મ સાંભરે છે. છેવટે તો વીરની વાણી જ સંપૂર્ણ સત્ય પૂરવા થઈ છે. જ્યારે જીવ કંઈક ભોગવવું પડે તથા જ્યારે કોઈ થપાટ વાગે ત્યારે જ મિથ્યાત્વી જેવી નાસ્તિક્તા છોડીને આસ્તિક બની જાય છે. લોકવ્યવહારમાં કહે છે. `વાંકો રહે ત્યારે સમજે છે.' મિથ્યાત્વની વાતો મોજમજાને પ્રોત્સાહન આપે તે પાપ-પુન્ય નથી. તેવી રસપૂર્વક સાંભળી. આવા નાસ્તિક લોકો પોતાની વાતો સામા માણસના મગજમાં ઠસાવવા ઘણી જાત પ્રપંચ કરતા હોય છે. પરંતુ હું તો વીરનો પુત્ર છું. હું જિન ભગવંતને માનનારો છું. એક શ્રાવક છું જૈન છું મને શું! તેવો ગર્વ મેં ન કીધો. પ્રભુ!તેનું જ્યાં થયું હોય તો હે વિભુ!હું ક્ષમા યાચું છું હે પ્રભુ! મારી દશા કેવી થઈ છે! શાસ્ત્રાેના મૂળ સુરયોને મેં કંઠસ્થ ન કર્યા. મારા કષાયોને વિષયોને હું વશ ન રાખી શક્યો. હાથમાં દીપક હોવા છતાં હું કૂવામાં પડયો અને ભવભવાંતરમાં રમવાડાના મેં વર્તંન કર્યું. મારી પાસે શ્રુતજ્ઞાન હોવા છતાં હું ઊંડી ખાઈમાં પડયો. હે પ્રભુ! મને બચાવો!મને ધિક્કાર છે હે પ્રભુ ! મારા ઉપકાર કરી મને ઉગારો.

textborder

advt03.png