• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

18

ઓ માટીના મનકડાં, રંગેલા રમકડાં, તારૂં એળે ગયું આખું.. આયખું...


મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવકો કે સાધુઓનો,
ધર્મ પણ પાળ્યો નહિ, પામ્યો પ્રભુ નર ભવ છતાં, રણમાં રળ્યા જે વું થયું,
ધોબી તણા કુત્તા સમું, આ જીવન સહુ એળે ગયું.


જૈન દર્શન હંમેશા ગુણોને મહત્વ આપે છે. પોતાની આધ્યાત્મિક શક્તિને ખીલવે એવા ગુણોનું પ્રગટીકરણ કરે છે, ત્યારે પૂજનિય બની જાય છે. ત્યારે લોકો તેમની સ્તુતિ, ભક્તિ કે પૂજા કરે છે. સ્તુતિ કરનાર યોગોની સ્થિરતા અને એકાગ્રતા અત્યંત આવશ્યક છે. શ્રી ઉત્તરાધ્યન સૂત્રના એક અધ્યયનમાં ગૌતમસ્વામી પ્રભુ મહાવીર સ્વામીને પ્રüા કરે છે પ્રભુ! સ્તવ (નમુથ્થુણં) અને સ્તુતિ લોગસ્સ રૂપ મંગલથી જીવને શું લાભ થાય છે? ભગવાન મહાવીરે કહ્યું. હે ગૌતમ! સ્તવસ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, રૂપ બોધિલાભને પ્રાપ્ત કરે છે. તે જીવ અંતક્રિયા કરીને મોક્ષમાં જવા યોગ્ય તથા કલ્પ વિમાનમાં ઉત્પન્ન થવા યોગ્ય આરાધના કરે છે. અહિં સ્તવ શબ્દથી નમોત્થુણં એટલે કે ગુણ સ્તુતિનું વિધાન છે. આપણા અચિન્ત્ય ચિંતામણી રત્નસમા મહામંત્ર નવકારમંત્રમાં પણ પાંચેય પદો પર આ રૂપ જીવોને ગુણોની જ સ્તુતિ છે. તેમાં કોઈનું નામ નથી આવતું. અન્ય ધર્મોમાં `શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી ગણેશાય નમઃ, અલ્લાહો અકબર' આ રીતે નામ આવે છે પરંતુ મહામંત્રમાં ક્રમશઃ 12,8,36,25 અને 26 ગુણયુક્ત જે કોઈ આત્મા હોય તેને નમસ્કાર કરવામાં આવે છે. નામસ્તુતિ હોય કે ગુણસ્તુતિ તે ચિત્તની એકાગ્રતાપૂર્વક થાય તો જ તેના ફળ મળી શકે છે. `મેં ચિત્તની નહી, દેવની નહિ કે પાત્રની પૂજા રાચી.' શ્રી રત્નાકર આચાર્ય કહે છે મેં ચિત્તથી એટલે કે અંતઃકરણ પૂર્વકની દેવની પૂજા ન કરી. દેવ આ દુનિયામાં ઘણા છે. અર્થાત કદાચ કોઈ ભવમાં પરમ પુન્યાયથી તીર્થંકરોનો ભેટો થયો, એમના દર્શન,પૂજા, શ્રવણાદિ કર્યા.પણ જો ચિત્ત પૂર્વક ન કર્યા હોય તોએના પરિણામ સ્વરૂપે દુખનાશ સુખપ્રાપ્તિનું સુખ ન મળે. ને,શ્રાવક કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહિ. હે પ્રભુ! હું સાચો શ્રાવક ધર્મ ન પાળી શક્યો અને ન સાધુ ધર્મ પાળી શક્યો. શ્રાવકને સત્કાર્યોથી જીવન ભર્યું ભર્યું હોવું જોઈએ. અને શુભભાવમાં સાધુતાના ભાવ આવવા જોઈએ. હે વિભુ! આ પ્રકારના ભાવ વિહોણો હું રહ્યો. ``શ્રાવક ધર્મ અર્થાત્ બારસ્સ, વિહસ્સ સાપગ્ગ ધમ્મસ્સં પાંચ અણુવ્રત. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ કહ્યો છે. તેને ગુરૂમુખે સ્વીકારે એ જિંદગી પર્યંત તેનું યથાર્થ પાલન કરે તે સાચો શ્રાવક. સાધુ-ધર્મ ઃ શ્રી રત્નાકર આચાર્ય કહે છે કે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ, ધર્મનું જેઓ પાલન કરે તે સાધુ. નવકોરિએ પચ્ચક્ખાણવાળા હોય છે. શ્રાવકો વ્રતો દેશથી પાળવાના હોવાથી અણુવ્રત કહેવાય. અને સાધુના વ્રતો સર્વથી પાળવાના હોવાથી મહાવ્રત કહેવાય છે. સમિતિ એટલે ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ. હે પ્રભુ! મનુષ્ય ભવ મળ્યા છતાં સંસારમાં રહીને મેં સમિતિ શક્તિશુદ્ધ શ્રાવક ધર્મ ન પાળ્યો અને સંયમ અંગિકાર કરી શુદ્ધ સાધુ ધર્મ પણ ન પાળ્યો. મેં તો ``બાવાના બેઉ બગાડયા''જેવું કર્યું. હે પ્રભુ! મારું સમસ્તજીવન એળે ગયું. ધોબીના કુત્તા સમાન હું ન રહ્યો ઘરનો કે ન રહ્યો ઘાટનો. મેં મારા સ્વાર્થનું જતન કરવા ધર્મ ગુમાવ્યો. હું આપની પાસે ક્ષમા માગુ છું. વિભુ મને માફ કરી દે.

textborder

advt02.png