• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1હે પ્રભુ! મોહઘેલા જીવ પર કરુણા કર.textborder2


હું કામધેનું ક્લપતરું ચિંતામણીના પ્યાર માં, ખોટા છતાં ]ંખ્યો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં.
જે પ્રગટ સુખ દેનાર તારો, ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નહાળી, નાથ ! કર કરૂણા કંઈ .


જ્ઞાની ભગવંતોએ મોહને ઉદ્દેશીને કહ્યું છે રે મોહ! તારી બલિહારી! તેં તો ભલભલાને ભવની ભૂલામણીમાં નાખ્યા. તારા પ્રભાવે વિવેકવાન પોતાનો વિવેક ચૂક્યા, કેટલાક જ્ઞાની સંતો હિતાહિતનું ભાન ભૂલ્યા, ત્યાગી તપસ્વીઓ હેય, જ્ઞેય, ઉપાદેયનું વિભાજન ન કરી શક્યા. અનેકને તેં આ સંસારમાં રખડાવ્યા. તારા કારણે કેટલાક સંસાર ત્યાગીઓને પણ દુર્ગતિ ભેટ મળી. માણસ હંમેશા પોતાના દુખોમાંથી મુક્તિ મેળવવા ફાંફાં મારે છે. પરંતુ દુખમુક્તિ તો જ થાય જો પાપ મુક્તિ થાય તો. પાપમુક્તિ ત્યારે જ થાય જ્યારે ઈચ્છામુક્તિ થાય. જો ઈચ્છાઓ ઘટે તો પાપ ઘટે ને દુખ ઘટે. કામધેનુ-આવા પ્રકારની ગાયનું વર્ણન ગ્રંથોમાં કે પુસ્તકોમાં આવતું હોય છે. અથવા કામધેનુ વાંચવામાં કે સાંભળવામાં આવતું હોય છે. કામધેનુ ગાય વિષે એમ કહેવાય છે કે ગાય બ્રહ્મચારી હોવા છતાં તે દૂધ આપે છે. અને જ્યારે ઈચ્છા થાય ત્યારે દોહી શકો તેવી વિશિષ્ટતા છે. પહેલાનાં વખતમાં પશુધનથી લોકો ધનવાન ગણાતા. દૂધથી જ બધા પદાર્થો બનતા ને તેમની રિદ્ધિ-સિદ્ધિ જળવાઈ રહેતી. પહેલાના કાળમાં દિલિપ રાજા પાસે `નંદિની' નામની કામધેનુ ગાય હતી. આ યુગમાં આવી ગાય જોવા મળતી નથી. પહેલા, બીજા, ત્રીજા આરામાં કલ્પતરુ વૃક્ષ થતું. આ વૃક્ષના ફળો એટલા તો મધુર હતા કે આ ફળો ખાઈને લોકોને સંતોષ ને તૃપ્તિ થઈ જતી. તે કાળના લોકો આજીવીકા માટે કાંઇ કાર્ય ન કરતાં પણ તે કાળમાં દશ પ્રકારના કલ્પવૃક્ષો હતા. તેનાથી જીવ તેમની આવશ્યકતાઓ પૂર્ણ કરતાં. આ કલ્પવૃક્ષોથી જુગલ્યા મનુષ્યોની આજીવિકા ચાલતી. તે દશ પ્રકારની વસ્તુઓ માણસને આપી શકતા, પણ માણસ જે ચિંતવે તે મળી જાય તેને માટે વૃક્ષ સમર્થ ન હતું. ચિંતામણી એ એક એવા પ્રકારનું સુંદર રત્ન છે, જે મનોવાંછિત સુખ, સંપત્તિ, સમૃદ્ધિ આપનાર હોય છે. તેની કિંમત ભલે ગમે તેટલી વધુ હોય આખરે જ્ઞાનીજનો માટે તો તે પૃથ્વીકાયનું ક્લેવર જ છે. પારસમણિ સોનું આપે. જેટલું લોખંડ હોય તેટલું સોનું આપે તે પારસમણિ. શ્રી રત્નાકર આચાર્ય પોતાનું હ્રદય ખુલ્લું કરી કહે છે કે, હે પ્રભુ! હું જાણું છું કે ભૌતિક સુખ ને વસ્તુ પ્રત્યેના મોહને મમત્વ ભાવનાના કારણે જ મેં કામધેનુ, કલ્પવૃક્ષ ને ચિંતામણીમા આસક્ત બની એમને મેળવવાના પ્રયાસ કર્યા. પ્રભુ! હું જાણું છું કે આ સર્વ ખોટું છે, મોહક છે, આકર્ષક છે. હકીકતમાં તો આપણને એટલું જ મળે છે કે જેટલું આપણા ભાગ્યમાં લખાયેલું છે. જેમ જેમ હું આકર્ષક વસ્તુઓ પાછળ દિવાનો થયો તેમ તેમ હું વધુને વધુ ગૃદ્ધ બનતો ગયો. શ્રી રત્નાકર આચાર્ય કહે છે કે મને એમ થાય છે કે મને કોઈ પ્રભાવક ચિંતામણી મળી જાય તેના પ્રભાવથી ભક્તોના દુખ દૂર કરી શકું અને લોકોમાં મારી વાહ વાહ થાય. ભક્તો મારી વધુ ને વધુ પૂજા કરે. જે પ્રગટ સુઘ દેનાર તારો ધર્મ તે મે સેવ્યો નહિ. પ્રત્યક્ષ ફળ આપનાર ધર્મનું મેં સેવન કર્યું નહિ. કેવળીપ્રરૂપિત જૈન ધર્મ એ રોકડીયો ધર્મ છે, ઉધારનો નહિ. દરેક વ્યાપારીને રોકડા પૈસા જ વધુ ગમતા હોય છે, જેમ ધંધામાં કે વેપારનું સુત્ર છે કે `આજ નકદ કલ ઉધાર' તેમ ધર્મના ક્ષેત્રનાં ઉદ્દેશ પણ ખ્યાલમાં રાખો કે `ધર્મ આજે, પાપ કાલે', `દાન આજે, અનિતી કાલે' `વાત્સલ્ય આજે, વાસના કાલે', `ત્યાગ આજે, ભોગ કાલે', `સમાધિ આજે, સંકલેશ કાલે!', `િસ્વકાર આજે, સામનો કાલે'! હે પ્રભુ! આવા મુર્ખાયભર્યા ભાવો નિહાળી હું કેવો દેખાઉં છું. હે વિભુ! મને ક્ષમા કરો. મારા પર કરૂણા કરો.

textborder 

advt04.png