• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

 

02

textborder1સાવધાન! ભોગનું સેવન.. રોગનું આગમન!textborder2


મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈચ્છ્યું ધન તણું, પણ મૃત્યુને પીછયું નહિ;
નહિ ચિંતવ્યું મેં નર્કöકારાગૃહ સમી છે નારીઓ, મધુ બિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો.


`મેં ભોગ સારા ચિંતવ્યા તો રોગ સમ ચિંતવ્યા નહિ.' ભારતીય આર્ય સંસ્કૃતિ ત્યાગ પ્રધાન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ જન્મતાં જ જેમને પ્રાપ્ત થઈ છે તેવા આર્યોએ ભોગને નિઃસાર જાણી ત્યાગ અપનાવ્યો છે. ષટ્ ખંડાધિપતિ 12માંથી 10 ચક્રવર્તીઓ ત્યાગ અપનાવ્યો અને તદ્દભવેજ મોક્ષમાં પધાર્યા. કેટલાક રાજા-મહારાજા માંધાતાઓએ રાજકુમારોએ, શ્રેષ્ઠિ પુત્રોએ શરીરની સુકુમળતાનો સ્વેચ્છાએ ત્યાગી પ્ન્યૂયોગે મળેલ વિપુલ ભોગસામગ્રીઓને સ્વેચ્છાએ ત્યાગી સાધુ-સંન્યાસી, જોગી, યતિ બની ગયા. શ્રી તીર્થંકરો કથિત આચરિત શ્રમણ સંસ્કૃતિ ચિરકાલ ગૌરવવંતીજ રહેશે. કારણકે તેમાં સર્વથા ભોગનો ત્યાગનો સ્વીકાર કરેલ છે. આવા અદ્ભુત ત્યાગ સામે ભલભલા નમી પડે છે. ભોગમાં ક્ષણમાત્રનું સુખ છે. અને બહુકાલનું દુખ છે. દુખની માત્રા ઘણી છે. સંસારથી મુક્ત થવામાં વિપક્ષભૂત અવરોધક એવા કામભોગો તો અનર્થની ખાણ છે. આ માનવશરીરના ત્રણ કરોડ રોમરાઈ રૂંવાટી છે. તે પ્રત્યેકમાં બબ્બે રોગ સત્તામાં પડયા છે. અશાતાવેદનીયનો ઉદય થવા પર તે બહાર આવવાના જ છે. તેને બહાર લાવવામાં આ ભોગ તે સારો ભોગ ભજવે છે. એટલે કે ભોગનું સેવન રોગના ઉદ્ભવ માટે નિમિત્ત બને છે. પાંચ ઈદ્રિઓ દ્વારા વિષયોનું સેવન કરી અજ્ઞાની જીવ રોગને આમંત્રણ આપે છે. વિષયોમાં આસક્તિભાવ તેજ ભોગેચ્છા. તેનું પરિણામ ક્યારેય પણ સારું ન જ હોય. `આગમન ઈચ્છયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ.' આપણાં અચેતન મનમાં `િવતૈષણા' (ધનપ્રાપ્તિ ઇચ્છા) ઉત્પન્ન થાય છે, એના કારણે સમસ્ત જીવો ધન આવે એવું જ ઇચ્છતા હોય છે, એના માટે મહેનત કરતા હોય છે. એકવાર એક વિદ્વદ્સભામાં પ્રüા ઉપસ્થિત થયો કે વધુ ખતરનાક કોણ? અર્થ કે કામ ? શ્રી કે સ્ત્રાળ? એક વિદ્વાન પંડિતે તેનો આ રીતે ઉત્તર આપ્યો `સ્ત્રાળનુંરૂપ યુવાનોને વધુ આકર્ષે છે. પણ લક્ષ્મી તો સ્ત્રાળઓને, બાળકોને, તરુણોને વૃદ્ધોને અરે! નપુસંકોને પણ લલચાવે છે અને તે પણ સર્વદા.' લક્ષ્મીનું રૂપ લલચામણું અને છેતારમણું છે. લોકો લક્ષ્મીને અમૃત કહે છે તેથી સંતોષ હરગિ] નથી. જેમ કામાતુર માણસ અંધ હોય છે. તેને લજ્જા હોતી નથી. ક્ષુધાતુર માણસને રૂચિ કે સમયભાન હોતું નથી. ધનાતુર માણસને એક વાર તે ધનપતિ બને છે. ત્યાર પછી તે અતિતનો કાળ વિસરી જાય છે. અને પોતે સર્વસ્વ છે તેવો તેને અહેસાસ થાય છે તેથી તેને કોઇ ગુરુજન કે બન્ધુજન હોતું નથી તે સારા-નરસાનું ભાન પણ ગુમાવે છે. પૈસાની ગરમી અજબગજબની હોય છે. વધુ ને વધુ ધન મેળવવાની લાલસા, તૃષ્ણા, કામની તલપ, ક્રોધની જ્વાળા એક સાથે ધનપતિને ભભૂકી ઉઠે છે. જો ધન કોઇ કુપાત્રના હાથમાં આવી જાય તો તેના દ્વારા તેનો દૂરુપયોગ થાય છે. અર્થાત્ ધનપતિ તો સમજીને આંધળા થાય છે. અને અંતમાં ચારેકોરથી ભેગું કરેલું ધન ગેરમાર્ગે જાય છે અને પાપકર્મના બંધ પડે છે. પરંતુ તે જાણતો નથી કે ક્ષણવારમાં જો આ હ્રદય બંધ પડયું તો તેની બધી જ લક્ષ્મી આપી દે તો પણ આયુષ્યની એક ક્ષણ પણ વધારવા કોઇ સમર્થ હોતું નથી. નહિ ચિંતવ્યું મેં, નર્ક કારાગૃહ સમી છે નારીમાં. જેમ નર્કમાં ગયેલો જીવ ત્યાંના દુખોથી અકળાય છે. પણ ત્યાંથી છૂટી ન શકે. કારણ કે નર્કના જીવો અનપર્વતી આયુષ્યવાળા હોય છે.તેથી સંપૂર્ણ આયુષ્ય ન ભોગવાય ત્યાં સુધી અન્યગતિમાં જઈ ના શકે. તેમ જ કારાગૃહમાં કેદીને જેટલો સમય રહેવાનું નકકી થયું હોય તે સમય પૂર્ણ થયા પહેલા જેલમાંથી છૂટી ન શકે. `મધુબિન્દુની આશામહીં ભયમાત્ર હું ભૂલી ગયો.' આ સ્તુતિ ભગવાનની સામે સ્વદોષ દર્શન કરવા કહી છે, અહિં નર કે નારી તે તો માત્ર નિમિત્ત છે પણ મનુષ્યની પોતાની કામીની સંજ્ઞા એટલી તીવ્ર હોય છે કે તેની પુષ્ટિ કરવા તે બીજાના શરિરમાં પોતાનું સુખ શોધે છે જેનું બીજું નામ વાસના છે. જ્ઞાનીઓએ તેને મધુબિન્દુ સમાન કહ્યું છે. ઉપરોક્ત ચિત્રમાં જેમ પેલો માણસ મધના ટિપા મોઢામાં એક પછી એક પડે છે તેના ક્ષણીક સુખમાં એટલો લીન છે કે તેને નીચે રહેલો ઊંડો ભમરીયો કુવો દેખાતો નથી, તેમાં મોં ખુલ્લા રાખેલા અજગરો અને મગરમચ્છો પણ નથી દેખાતા, ઉપરથી બે ઊંદરો તે જ વેલને કાપી રહ્યા છે તે પણ નથી દેખાતા, જ્ઞાનીઓ પોકારી પોકારી ને કહી ગયા કે આવું તે સુખ શું કામનું જે ભયંકર દુખોને આપનારું બને પણ મનુષ્યો તો આવા અનેક મધપુડામાં ફસાઇ પડ્યા છે, માટે આચાર્ય કહે છે કે, હે પ્રભું ! મેં નારીને નરક સમાન કે કારાગૃહ સમાન જકડી રાખનાર જાણી નહિ.' હે પ્રભુ! મેં આચરેલાં કુઆચરણો કંઈક મધલાળથી જ થયા છે. ધન અને ધનવાનો મળશે. મારા પર પડી જશે. સ્ત્રાળઓ મારી બની જશે. લોકોમાં મને પ્રતિષ્ઠા મળશે. આવી મોહક, મધલાળો, આશાઓ નરક-નિગોધની ગતિઓના જન્મ, ત્યાંના ત્રાસ, દુખોનો સર્વ ભય હું ભૂલી ગયો. મધુબિન્દુની પ્રસિદ્ધ વાત સૌ જાણે છે. જો ભાગ્યમાં દુઃખ જ લખ્યું છે તો સુખ ક્યાંથી મળવાનું છે. હે પ્રભુ! મને બચાવો. મારી સ્થિતિ "મધુબિન્દુ" જેવી થઇ છે. મને ઉગારો. પ્રભુ ! મારા પર દયા કરો.

textborder

advt01.png