• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

02

textborder1પાત્રતા વિના પ્રાપ્તિ નહિ..textborder2


ત્ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણા વાક્યો મહિ, શાંતિ મળે ક્યાંથી મને ?
તરૂ કે મ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી?


જૈન દર્શનમાં મુખ્ય ત્રણ તત્ત્વો છે. દેવ, ગુરૂ, ધર્મ. ત્રાજવાના બન્ને પલ્લા સમાન તો જ રહે જો વચ્ચેનો કાંટો સ્થિર હોય. ત્રણ તત્ત્વોમાં ગુરુતત્ત્વ મધ્યસ્થાને એટલે કેદ્રસ્થાને આવેલું છે. જેઓ સદ્દેવ તત્ત્વની અને સદ્ધર્મતત્ત્વની ઓળખાણ કરાવે છે. કેદ્રસ્થાને હોવાથી તેમની જવાબદારી અનેકગણી વધી જાય છે, માટે તેનું માહાત્મ્ય વધી જાય છે. તિર્થંકરો પછી સદ્ધર્મના ઉપદેષ્ટા ગુરુ જ હોયછે. આવા ગુરુનું સાનિધ્ય તથા એમની આજ્ઞા વડે જ શિષ્યના સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આપણા સમાજમાં અરસપરસ અનેક પ્રકારના સંબંધો હોય છે. જેમ વિદ્યાર્થી શિક્ષક વચ્ચે વિદ્યાનો સંબંધ, નોકર શેઠ વચ્ચે વ્યાવસાયિક સંબંધ, મિત્ર મિત્ર વચ્ચે નિઃસ્વાર્થ પ્રેમનો સંબંધ, મા-દિકરા વચ્ચે વાત્સલ્ય અને મમતાનો સંબંધ હોય છે પરંતુ ગુરુશિષ્ય વચ્ચે તો આત્મિક સંબંધ હોય છે જે નિઃસ્પૃહ હોય છે. અન્ય સંબંધોનો ઉપકાર તો કેમે કરી વાળી શકાય પણ ગુરુનો ઉપકાર તો માત્ર તેમના જેવો બની જ વાળી શકાય. નહિતો અનંતકાળે પણ વાળી ન શકાય. એમના શુભઆશિષ, કૃપાવર્ષા, એમની અમીનજર શિષ્યનાજીવનમાં આમૂલ્ય પરિવર્તન લાવી તેને કેવળજ્ઞાન અપાવનારું થાય છે. શ્રી આચાર્ય કહે છે કે, ઉપરોક્ત આત્મિક સંબંધ ધરાવનારા જેના કૃપાપ્રસાદથી આત્મગુણોનો ઊઘાડ થાય એવા વાત્સલ્યમૂર્તિ ગુરુ મળ્ય, જેમણે કલ્યાણની કેડી દર્શાવી છતાં હું એમની વાણીથી વૈરાગ્યવાસિત ન થયો. અને વૈરાગ્ય ત્યારે જ આવે જ્યારે ધર્મારાધનામાં અત્યંત આદરભાવ જાગે, જેથી સંસારની સમસ્ત સુખ સામગ્રીઓ પ્રત્યે વિરક્તિ ભાવ જાગે. `દુર્જન તણાં વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને' વિશ્વના સર્વ ધર્મોએ સત્સંગનો મહિમા ગાયો. કુસંગથી દૂર રહેવા જણાવ્યું. દુર્જનોની સોબત કરવાની ના પાડી. નિતિશાસ્ત્રાે તો ત્યાં સુધી કહે છે કે હાથીથી હજાર હાથ દૂર રહો. શિંગડાવાળા પ્રાણીથી સો હાથ દૂર રહો પણ દુર્જન જે ગામમાં રહે છે તે ગામ જ છોડી દો. કારણ કે કુતરો કરડે, ગધેડો લાત મારે, સાપ ડંખે પણ દુર્જન તો આપણો આ ભવ અને પરભવ પણ બરબાદ કરી નાખે. સંસારના બે પાસા છે. સજ્જન અને દુર્જન. ક્યારેક માત્ર સજ્જન જ હોય તો ક્યારેક દુર્જન જ હોય એવું ન બને, બન્નેને સાચા સ્વરુપમાં ઓળખવા, દુર્જનનો ખરાબ અનુભવ પછી સજ્જનની સજ્જનતાનો ખ્યાલ આવે. પૂજ્ય રત્નાકર આચાર્ય કહે છે કે હે પ્રભુ! ગુરુવાણી સાંભળીને વૈરાગ્ય ન આવ્યો. દુર્જનોની સંગત કરી. એના વચનો સાંભળ્યા. એમાંથી શાંતિ ક્યાંથી મળે. દુર્જનના જ જીવનમાં શાંતિ ન હોય તે બીજાને ક્યાંથી આપે! કૂવામાં જ ન હોય તો હખેડામાં ક્યાંથી આવે! `તરું હું કેમ સંસાર અધ્યાત્મ તો નહિ જરી.' એક જિજ્ઞાસુએ સંત મહાત્માને પુછ્યું કે `અધ્યાત્મ' એટલે શું, સંતે તેને પ્રેમાળ શબ્દોમાં ઉત્તર આપ્યો કે, `ત્રણ ઉપરથી નજર ઊઠાવી લઇને ત્રણ તરફ દોરી જવી તેનું નામ અધ્યાત્મ અને તે આ રીતે', 1) સ્વાર્થી મટીને પરાર્થી બનવું. `પેટ ભરાણું ને જગ ધરાણું' આવી મનોવૃત્તિ છોડીને `સૌના સુખમાં મારું સુખ' આવી મનોવૃત્તિ કેળવીને પરદુખભંજક બનવાનો પ્રયાસ કરવો. 2) દેહ પર જે દૃષ્ટિ ચોંટી છે ત્યાંથી ઊઠાવી આત્મા તરફ લઇ જવી. દેહાધ્યાસ છોડી આત્મચિંતન કરવું. 3) આલોક ને પરલોકની ચિંતા છોડી સ્વતરફ એટલે કે સ્વભાવ તરફ વળવું જેથી પંચમગતી મોક્ષનું કારણ બને. શ્રી રત્નાકર આચાર્ય કહે છે.. હું ભવસાગરને પાર કરવાના માર્ગમાં આવ્યો, પણ મારા જીવનમાં અધ્યાત્મભાવ ન આવ્યો જેથી ભવસાગરને કેમ તરી શકું? અધ્યાત્મભાવ તો ભવસમુદ્ર તરવામાં નાવ તરીકે કાર્ય કરે છે સાધુ હોય કે સંસારી જો આ નાવ પ્રાપ્ત થાય તો ભવસાગરથી અવશ્ય પાર ઉતરી શકાય. તુટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી? પાત્ર ગમે તે હોય, તેના તળિયામાં છિદ્ર હોય, તિરાડ હોય તો એમાં પાણી કેમ ધારણ કરી શકાય, વરસતા વરસાદમાં જો ઘડો જ ઊંધો મુક્યો હોય તો તે પાણી કઇ રીતે ગ્રહણ કરે? સાધક ગમે તે સ્તરનો હોય પણ દુર્ગુણ રૂપી છીદ્રો સાધકની સાધનાને સફાચટ કરી નાખે છે. શ્રી આચાર્ય કહે છે કે હે પ્રભુ! મારો આત્મઘટ તૂટેલ તળિયાવાળો છે. તેમાં આત્માપ્રશંસા, પરનિંદા વગેરે છિદ્રો પડેલાંછે. જેથી એમાં સાધનાનું જળ કેમે કરી ભરાતું નથી. હે પ્રભુ! મારા દોષો માફ કરી, મારી રક્ષા કર.

textborder

advt01.png