• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1પુણ્યહિન તે સ્થિરતા વિહીનtextborder2


મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે કે નાથજી ?
ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ, નાથ ! હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો.


આ અફાટ જગતને સંસારની જીવ-અજીવ સૃષ્ટિ પર કાળ મહારાજા પોતાનું પ્રભુત્વ જમાવીને બેઠા છે. જૈન દર્શન મુજબ માન્ય છ દ્રવ્યોમાં કાળ એક સ્વતંત્ર દ્રવ્ય છે. તે નવાને જૂનું કરે છે. અને જૂનાને જિર્ણ કરે છે. સર્વ જીવની બાલ્યાવસ્થા, કુમારવસ્થા, યૌવનવસ્થા અને વૃદ્ધાવસ્થા આ કાળદ્રવ્યથી થાય છે. અલબત કાળના પ્રભાવથી જ થાય છે. નિરંતર વહેતા આ કાળના પ્રવાહને કોઈ રોકી કે થોભાવી શક્યું નથી. અનંતો ભૂતકાળ પસાર થઈ ગયો. અને અનંતો ભવિષ્યકાળ બાકી છે. વર્તમાન તો એક જ સમયનો છે. પૃચ્છા સમયે જ વર્તમાન તો એક સમયનો જ ત્વરિત એ વર્તમાન ભૂતકાળની ગર્તમાં ધકેલાઈ જાય છે. આ પ્રમાણે કાળની ઘટમાળ ચક્રની માફક ચાલતી જ રહે છે. આપણા સૌ પર કાળચક્ર ફરી રહ્યું છે. `વીજળીના ચમકારામાં મોતી પરોવી લો' આ વાક્યમાં ઠાંસી ઠાંસી તત્વજ્ઞાન ભરેલું છે. સમયના વહેણ જોરદાર ચાલે છે. ભૂતકાળમાં યુગો ના યુગો ગયા તેમ ભવિષ્યકાળ આવશે ને ચાલ્યો જશે. વર્તમાન તો ક્ષણિક છે, જે સમય મળ્યો છે તો વર્તમાનમાં તમારૂં કામ કરી લો. પ્રભુને મેળવી લો. ભાવિમાં ક્યાં હશો! કોણ જાણે છે! પૂજ્ય આચાર્ય કહે છે અહિં મનરૂપી મોતીને પરમતત્વના ધાગામાં પરોવવાની વાત છે. મતલબ ઈશ્વરીય બનવાનું સૂચન છે. તે વર્તમાનમાં જ થઈ શકે છે. 21,600 વર્ષ હવે આ આરાનાં બાકી છે. તેમાં આ ભવ 60 વર્ષ સમજો. તે કાળની અપેક્ષામાં પળમાત્રમાં પૂરા થઈ જશે. કાળની એક અદ્ભૂત ઉકિત છે. ત્રણ સૂત્રો છે. 1) ભૂતકાળના, એટલે અતિત નિંદામી ઃ અતિતના પાપોની નિંદા કરું છું. 2) વર્તમાનના પાપોથી બચવાનું સૂત્ર છે.`પડુપનં સંવરેમિ'.ઃ વર્તમાનના પાપોથી હું સંવરું છું. 3) ભવિષ્યમાં પાપ ન થઈ જાય તે માટે આણાયં પચ્ચક્ખાણ ઃ ભવિષ્યમાં પાપ ન કરવા. એવું હું પચ્ચક્ખાણ કરું છું. જૈન દર્શનમાં બતાવેલા વિવિધ અણમોલ `પ્રતિક્રમણ કરી ત્રણ કાળના પાપનો પýાાતાપ કરવાનું મહાપુરૂષોએ કહ્યું છે. પૂજ્ય રત્નાકર આચાર્ય કહે છે. સમય સતત સરકતો જાય છે. નદીના પ્રવાહને બંધ બાંધી નદીને રોકી ન શકાય. સમયને રોકી રાખવો તે અશક્ય છે. તેથી પાપોને હટાવી પુણ્ય કરવામાં લાગી જવું તે શાણપણ છે. પૂર્વભવોમાં મેં પુન્યકાર્ય કર્યું નથી. વર્તમાનમાં હું કરતો નથી. તો આવતા ભવમાં ક્યાંથી થશે! પુન્યનો નિયમ પુણ્યાનુબંધી પુન્ય છે. અલબત્ત પુન્ય કરો તેથી એ પુન્યના પરિણામે આવતી ગતિએ પુન્ય થાય. પુન્ય કરવાના સંજોગો. ભાવના આવતા ભવમાં તે પ્રતાપે થાય. ભૂતકાળમાં સુખ દુખ ભોગવ્યું હોય તો વાગોળ્યા ન કરો. હવે ભાવિની ચિંતા કરો. તેમ પૂજ્ય આચાર્યશ્રી કહે છે. ચિત્ત! તું શીદને ચિંતા ગ્રહે! કૃષ્ણને કરવું હોય તે કરે. આ ઉક્તિમાં દયારામ પોતાની મનને સમજાવતા કહે છે કે તું હે મન તું વર્તમાનમાં ભગવાનને ભજીલે, બાકીનું બધું પરમાત્મા પર છોડી દેવાનું કહે છે. પુન્ય કરવાથી કેવા ફળ મળે છે! `પુણ્યાનુબંધી પુન્ય`, અન્નપુન્ય, પાણપુન્ય, લયનપુન્ય, શયનપુન્ય, વસ્ત્રપુન્ય, મળપુન્ય, વચનપુન્ય, કાયપુન્ય, નમસ્કાર પુન્ય. કુલ 9 પ્રકારના પુન્યનો લાભ મળે છે. ગતભવોમાં પુન્ય કર્યું હોત તો આ ભવમાં મને જરૂર ચરિત્ર લેવાની ભાવના થઈ હોત આચાર્યશ્રી કહે છે. સ્વામી! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો છું. હે પ્રભુ! મળેલા આ ભવને હું હારી ગયો. ન સ્વર્ગમાં જઈ શક્યો કે મૃત્યુલોકમાં રહી હું દુખો રહિત બન્યો. હું અધવચ્ચે જ લટકતો રહ્યો. ત્રિશંકુની વાત મહાભારતમાં આવે છે. હે પ્રભુ! મારી સ્થિતિ દયાજનક બની ગઈ છે. મારો મોક્ષ નથી થતો ને હું સંયમ લઈ પુન્ય પણ કરતો નથી. વિભુ! હું હારી ગયો છું મારા પર કૃપા કર. હે અરિહંત ! માત્ર તું જ મોક્ષ આપવા શક્તિમાન છે. તેથી મારા પર કૃપા કરો, દયા કરો. મને સુબુદ્ધિ આપો નાથ! મને બચાવો. હે ! વિભુ કૃપા કરો.

textborder

advt05.png