• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

02

textborder1સૂર્ય સમક્ષ ટમટમિયાની શું હેસિયત?textborder2


અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું? હે દેવતાના પૂજ્ય ! આ, ચારિત્ર મુજ પોતા તણું;
જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂ શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહિ, ત્યાં પાઈની તો વાત ક્યાં?


વિશ્વની સમસ્ત જીવસૃષ્ટિ જે કર્મયુક્ત દશાને ભોગવી રહ્યા છે. તે સર્વનો સમાવેશ 84 લાખ જીવ યોનિમાં થાય છે. જૈન દર્શનમાં 84 લાખ લાખ જીવયોનિનું વિધાન છે. તેનાં એકેદ્રિય એટલે કે સ્થાવર જીવોની બાવન લાખ પ્રકારની જીવ યોનિ છે. આ બાવન લાખ જીવોને માત્ર નથી. એ સિવાયના બે ઈદ્રિયથી, સંજ્ઞીપન્ચેદ્રિય સુધીના 32 લાખ જીવયોનિના જીવો બોલતા છે. અહિંના જીવોની ભાષા આપણે સાંભળીએ છીએ. સંજ્ઞાથી જાણીએ છીએ. સ્પષ્ટ રીતે ન સમજી શકીએ. નારકીનાભાષા સાંભળવાનો આપણને કોઈ અવકાશ જ નથી. દેવની ભાષા ક્વચિત કોઈને જે સાંભળવાની મળે. માત્ર ગર્ભ મનુષ્યની ભાષા આપણે સાંભળીએ થીએ. પૂજ્ય રત્નાકર આચાર્ય તો મેઘાવી છે. તેઓ શાસ્ત્રાેના જાણકાર છે. આત્મહિતમાં તેઓ જ્ઞાનને લગાવી રહ્યા છે. છતાં જાણે પોતે અબૂ]ને અજ્ઞાન હોય તેટલી સમર્પણતા સાથે પરમાત્માને કહી રહ્યા છે કે હે પ્રભુ! મારા જીવનમાં આચરેલા સર્વ પાપો, સર્વ અવગુણો આપની સમક્ષ પ્રગટ કર્યા છે. હવે આનાથી વધુ કંઈ કહેવું બકવાસ કરવા જેવું છે. વળી હે પ્રભુ! મારા જેવા કેટલાય પાપી અધર્મિજીવો. આપની પાસે દિલની વાતો કરવા હૈયાવરાળ કાઢે. જેઓ સંસારથી, સ્નેહીઓથી, મિત્રોથી, આત્મિયજનોથી થાકે તે બધા જ આપને શરણે આવે અને આત્માની જે કાંઇ વ્યથા હોય તે આપ સમક્ષ રજુ કરે. તે સર્વની વાત આપ વિશાળ દિલથી સાંભળો છો. ઘણા જીવોની અંતર વ્યથા આપ સાગરવરગંભીરા બનીને સાંભળો છો. પણ પ્રભુ આપ નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ દશાને પામતો હોવાથી સૌની વ્યથા સાંભળ્યા પછી કોઈને આશ્વાસન બે શબ્દો આપે કહ્યા નથી. છતાં આýાર્ય એ છે કે આપની સમક્ષ પાપોને પ્રગટ કરી દેવા માત્રથી દુખી સંસારી જીવ હળવો ફૂલ થઈ જાય છે. એમના પૂર્વ જન્મના પાપો ઘટી જાય છે. એની મનોભૂમિકામાં સાંત્યનાયુક્ત નવી તાજગી આવી જાય છે. હવેથી નવા પાપો ન થઈ જાય એ માટે તારો ભક્ત સજાગ બનતો જાય છે. શ્રી પૂજ્ય રત્નાકર આચાર્યજી કહે છે કે મેં મારા દિલના દ્વાર ખોલીને ખૂણે ખાંચરે પડેલા પાપદોષોને વીણી વીણી આપ પાસે રજૂ કર્યા, વળી હું કહું કે ન કહું' તો પણ આપ તો આપના કેવળજ્ઞાનના ]ળહળતા વૈભવ દ્વારા બધું જ જાણો છો. તેથી હવે મારું ઘણું બોલવું નિર્થક થશે. બકવાસ કરવા જેવું લાગશે. તેથી કહું છું કે ``અથવા નકામુ આપ પાસે નાથ! શું બકવું ઘણું, `જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મહારું શું માત્ર આ! હે ત્રિલોકના નાથ, પરમાત્મા! જ્ઞાનાવરણીય કર્મ સંપૂર્ણ નષ્ટ કરી, કેવળજ્ઞાનની જ્યોત પ્રાપ્ત કરી હોવાથી ઉર્ધ્વલોક, આધોલોક, તિર્છાલોક ત્રણને સ્વરૂપને આપ જાણો છો. આ વિસ્તાર 14 રાજલોક પ્રમાણે છે. `ખામણાં' માં કહ્યું છે કે અરિહંત, સિદ્ધ પરમાત્મા મન-મનની વાતો, ઘટઘટની, સમય સમયની વાતો જાણે દેખી રહ્યા છે. ભાવમન સર્વજીવોને હોય તેથી ભાવમન વિચારતાં સર્વ ભાવોને જાણે, લોક ન્યાયી એ દ્રવ્યો અને તેના સર્વગુણોને સર્વ પર્યાયો પ્રભુ પ્રત્યક્ષ જાણે છે. તેઓ પાપી જીવોની પાપવૃત્તિઓ અને પાપાચરણોને જાણે, રાગીના રાગને જાણે. દ્વેષીના દ્વેષને જાણે. ધર્મજીવોની ભાવના પણ જાણે છે. છતાં નિરંજન, નિરાકાર, વિતરાગ પ્રભુ કોઈના પણ ભાવોમાં મળે નહિ. હે પ્રભુ! ત્રણ લોકાલોકના સ્વરૂપને જાણનાર, એમાં હું પણ આવી ગયો, આપ પવિત્ર નિર્મળ, યશસ્વી, ઓજસ્વી, ચારિત્રના કારણે ત્રણ લોકના દેવેદ્રો, નરેદ્રોના પૂજ્ય બન્યા. અને મારું જે આગળ વર્ણવ્યું તેવું દિન, હિન, કાબરચીતરું મારું ચરિત્ર! જેમાં અનેક પ્રકારના, પાપના, દંભના, ડાઘ અને ધાબાં પડેલા છે. જાણી જોઈને મેં મારા (સાધુજીવને) શ્રાવક જીવનને પાપના ધાબાઓથી કાબરચીતરું બનાવી દીધું છે. ``જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈની તો વાત શી!'' હે પ્રભુ! આપ તો લખલૂંટ જ્ઞાનખજાનાના માલિક છો. તેથી મારા મનોગત ભાવોને જાણવા એ તો એક ક્રોડ રૂ. પાસે પાઈની વાત થઈ. હે પ્રભુ! સમર્પણ ભાવથી નમ્રતાથી મારા પાપો આપ સમક્ષ રજૂ કર્યા છે અને મારું હૈયું હળવું કર્યું છે. હ્રદય ખાલી કર્યું છે. આપ તો સર્વ વાતો પહેલેથી જાણો છો. જૈન સહસ્ત્ર કિરણોથી સૂર્ય જગતને પ્રકાશિત કરે આખા વિશ્વના ગાઢ, ઘેરા અંધકારને હટાવે, તે સૂર્યને માટે એક નાની ]ષંપડીને પ્રકાશિત કરવાનું કામ તદ્દન સરળ ગણાય. તેમ કેવળજ્ઞાની તેવા આપને માટે મારા પાપ દોષ જાણવા તે એકદમ સામાન્ય છે. હે પ્રભુ! મારા તમામ પાપની હું ક્ષમા ચાહું છું.

textborder

advt01.png