• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું.textborder2


ત્હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ !
મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતા જડે હે વિભુ !
મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી,
આપો સમ્યગ્ રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી.


વિશ્વના આસ્તિક દર્શનોએ પરમાત્માની સર્વોપરિતા, ઉદ્ધારક્તા માની છે. વિશ્વ સામે એ માન્યતા ધરી છે. એ સિદ્ધ કરી બતાવી છે કે, વિશ્વમાં સૌથી સમર્થ વ્યક્તિ હજારો, લાખો નહિં કરોડો દૃષ્ટિકોણથી સમર્થ પરમાત્મા જ છે. ઈશ્વર કર્તુત્વમાં માનનારા દર્શનો તો ત્યાં સુધી કહે છે કે ઈશ્વરેચ્છા વિના પાંદડુ પણ હલતું નથી. જૈન દર્શન આત્માને અકર્તા માનતો હોવાથી સૃષ્ટિનાં કર્તા, હર્તા કે ભર્તા પરમાત્માને ન માને, છતાં કરૂણાવશ વિશ્વનાં દીન, હીન પ્રાણીઓને ધર્મનો ઉત્તમોત્તમ માર્ગ બતાવી શ્રેય સાધવા માટે પ્રરૂપણા કરે અને જીવનો ઉદ્ધાર કરે. તીર્થંકર પરમાત્માની દેશના સાંભળવા આવનાર તિર્યંચો અને મનુષ્યો અવશ્ય કંઈ ને કંઈ વ્રતપ્રત્યાખ્યાન, દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ અંગિકાર કરી આત્માનો ઉદ્ધાર કરે. પાપી, અધર્મી, હિંસક, નિંદક, દુરાચારીનો પણ એ સમર્થ આત્માએ ઉદ્ધાર કર્યો. એમની શક્તિ અમાપ છે. કૃપાળુ અસીમ છે અને દયાના સિંધુ છે. `ત્હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ!' હે પ્રભુ! દીન, દુખીનો, ઉદ્ધાર કરવામાં તમારાથી વધુ સમર્થ કોઈ નથી, હે પ્રભુ! આપ ચંદ્રથી શીતળ, સૂર્યથી તેજસ્વી, સાગર કરતાં ગંભીર, પૃથ્વીથી વધુ સહનશીલ, મેરૂ કરતાં ધીર, વજરાજ કરતાં વધુ શૌર્યવંત્, ગજરાજ કરતા બળવાન, અનંત શક્તિનો પૂંજ, હે પરમાત્મા! મને સંપૂર્ણ ખાતરી છે કે તારા વિના આ વિશ્વમાં અમ જેવા દીન, દુખીના ઉદ્ધારક, બીજા કોઈ નથી. છોરૂ કછોરૂ થાય, પણ માવતર કમાવતર ન થાય. એમ કહેવાય તેથી મને તારા ચરણ કમલમાં જગ્યા આપી મારો ઉદ્ધાર કરજે. પ્રભુ! હે વિભુ! ભવાન્તરમાં મારે ચક્રવર્ત બનવાનું હોય, અને જૈન ધર્મ ન મળવાનો હોય તો પ્રભુ એવા ચક્રવર્તી માટે નથી થવું. હે પ્રભુ મને જૈન ધર્મ આપજો, અરિહંત પરમાત્મા મને મળે. ``સંસારી જીવોનો સર્વરી સાથે વિરોધાભાસ''હે પ્રભુ! આપ સદા વિતરાગી, હું રોજનો રાગી, આપ નિર્બંધન, હું જકડાયેલો, આપ સંપૂર્ણ હું પ્રભુ અપૂર્ણ-અધૂરો, આપ નિરાભિમાની, હું માનથી ભેરલો આ કેવલજ્ઞાની. હું સાવજ અજ્ઞાની આપ ઉપશાંતસાગર, હું ક્રોધી, હે પ્રભુ મારો ને તારો મેળ ક્યાંથી પડે! પ્રભુ! મારી પાત્રતા કઈ! આપ સર્વ શક્તિમાન છો. મારા પર કૃપા કરો. પૂજ્યશ્રી કહે છે કે પýાાતાપની પાવન ગંગામાં આત્મસ્નાન કરી પવિત્રાત્મા બનેલા શ્રી રત્નાકર આચાર્ય વિચારે છે મેં પ્રાયýિાત દ્વારા આત્મનિંદા દ્વારા, કર્મના ભારને હળવો કર્યો છે. એ મારા માટે ઘણું છે. મને દ્રવ્ય લક્ષ્મી નથી ખપતી. મને ભાવ લક્ષ્મી મળે પ્રભુ. હે પ્રભુ! આપ કરૂણાસાગર છો. સાગર એટલે રત્નાકર. અલબત આપ રત્નાકર છો. વિભુ! અને રત્નાકર સમક્ષ હું શું માંગુ! કોઈ સામાન્ય ચીજ શા માટે માંગુ! તું સમર્થ શક્તિશાળી છે. તારી પાસે સમ્યક્ રત્ન જ માંગું છું. જે મળવાથી મારા આત્માને સંતોષ થઈ જાય. સમ્યક રત્ન મળે તો હું અપનેઆપ સમ્યક્ચારિત્રશિલ બનીશ. પૂજ્ય આચાર્ય ઘણા કુશળ છે, કાબેલ છે. એમણે તો પાયાની વાત જ માંગી લીધી. સમ્યક્ત્વ છે તો મોક્ષ છે જ. કાઈ પણ જૈન કે શ્રાવક જેને વિશાળ પુન્યોદયથી અરિહંત પરમાત્મા મળ્યા છે. જૈન દર્શન મળ્યું છે. તેમણે પ્રથમ અરિહંત પ્રભુને પૂર્ણ ઓળખવા જોઈએ. પ્રભુની પણ એક જ ઈચ્છા છે સર્વ જીવો, તેના ભક્તો, તેના શ્રાવકો સર્વને સમ્યક્ જ્ઞાન મળે, મોક્ષ મળે. આવા વિરલ પ્રભુ પાસે આપણે જે કર્મબંધન કરી ભાવનાઓ ભમીએ છીએ. તેમાંથી મુક્તિ મેળવવા પýાાતાપની સરિતામાં સ્થાન કરી તમામ કર્મનો મેલ કાઢી નાખીએ અને આત્માને નિર્મળ બનાવી મોક્ષને પ્રાપ્ત કરીએ.

textborder

advt01.png