• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

02

textborder1 સર્વજ્ઞ સમક્ષ પાપનો એકરારtextborder2


ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણાતણા, વળી વૈદ્ય હે દુર્વાર આ, સંસારના દુખો તણા.
વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરું;  જાણો છતાં પણ કહી અને, આ હૃદય હું ખાલી કરું.


 કોઇપણ વસ્તુ આધાર વિના ટકી ન શકે. આધાર અને આધેય બે શબ્દો છે. જે બીજાને ટકાવી રાખવામાં સહાયક થાય તે આધાર. જે બીજાના કારણે ટકી શકે, સ્થિત થાય તે આધેય. શ્રી રત્નાકરસૂરિએ આ શ્લોકમાં પરમાત્માને ત્રણ જગતના આધાર ! કહીને સંબોધ્યા છે. કોઇ એક વ્યક્તિ આખા કુટુંબનો આધાર હોય, કોઇ રાજા કે નેતા પ્રજાના આધાર કહેવાય, ઘરડા માણસને ચાલવામાં લાકડી આધાર બને, અપંગને ઘોડી આધાર બને, અંધને દોરનાર આધાર બને. પણ અહીં આચાર્ય શ્રી સર્વશ્રેષ્ઠ, ઉત્કૃષ્ટતમ આધારની વાત કરે છે. ત્રણ લોકમાં સૌથી મજબૂત આલંબન હોય તો પરમાત્મા છે. આ આધાર જેને મળે તે જ ખરેખર સનાથ છે. જેને આ આધાર ન મળ્યો હોય તે અનાથ છે. રાજા શ્રેણીકે જ્યારે અનાથી મુનિને કહ્યું કે હું તમારો નાથ બનીશ ત્યારે મુનિ સચોટ ઉત્તર આપે છે કે.. `મુનિ અનાથી ત્યાં કહે, શ્રેણિક એ શું ઉચ્ચરે? તું નાથ મારો શું થઇશ? અનાથ પોતે છો ખરે! જન અબૂધ મુરખરાજ, વિદ્યાદાન ક્યાંથી આપશે? વંધ્યા કહે દઉં સૂત પણ સંતાન ક્યાંથી લાવશે? આપણા કોઇ વિશેષ પુણ્યથી જ આપણને જૈન ધર્મ મળ્યો, નાનપણથી નવકાર મળ્યો, શ્રી અરિહંત અને સિદ્ધ ભગવંતોનો વિતરાગ માર્ગ મળ્યો તેથી આપણે સનાથ છીએ તેની કિંમત સમજાવી જોઇએ. એક વખત 1 કરોડ શ્લોક પ્રમાણ પૌરાણિક ગ્રંથના માલિકીના ]ગડામાં દેવો, માનવો અને દાનવો વચ્ચે ]ગડો થયો. મધ્યસ્થી તરીકે એક જ્ઞાની મુનિને નીમ્યા. ઉકેલમાં ત્રણેયને 33-33 લાખ શ્લોક વેંચ્યા. બચેલા 1 લાખમાંથી ફરી 33-33 હજાર શ્લોકો વેંચાયા, વધેલા 1 હજારમાંથી 300-300 શ્લોકો વેંચ્યા. હવે 100 શ્લોકો બચ્યા, તેમાંથી 33-33 શ્લોક વેંચ્યા. 1 શ્લોક બચ્યો. અનુષ્ટુપ છંદનો એક શ્લોક 32 અક્ષરોનો હોય, તેમાંથી 10-10 અક્ષરો વેંચ્યા. હવે માત્ર બે અક્ષરો જ વધ્યા. મુનિ કહે આટલું વિભાજન કરી આપ્યું તે અને મહેનતાણા રૂપે આ બે અક્ષરો હું રાખું? બધાએ પ્રેમથી ``હા'' પાડી. એ બે જ અક્ષરથી તે મુનિ શિવ સુખને પામ્યા કારણકે એ બે અક્ષરો હતા `રામ' સંપૂર્ણ ગ્રંથનો સાર! સાચે જ બધા શાસ્ત્રનો સાર પ્રભુનામ છે અને તેનો આધાર આપણને મળ્યો છે. તેથી આચાર્યએ સંબોધન કર્યું છે. ત્રણ જગતના આધાર. અવતાર હે કરુણા તણાં ઃ હે પ્રભુ! આપ કરુણાના સાક્ષાત્ અવતાર છો! જેમ શ્રાવકની માતા જતના, સાધુની માતા અષ્ટપ્રવચનમાતા, તેમ તીર્થંકરની માતા કરુણા. કરુણાના કારણે તીર્થંકરત્વ પ્રાપ્ત થાય તેથી કરુણાને તીર્થંકરોની માતા કહી. જૈન દર્શનના ઇતિહાસમાં કરુણા રસાયણને આત્મસાત્ કરનારા શ્રી ધર્મરુચિ અણગારે કીડીઓ પર કરુણા લાવી કડવી તુંબીનો આહાર સ્વયં કરીને પ્રાણ ત્યાગ્યા. હાથીના ભવમાં સસલાની કરુણા માટે ત્રણ અહોરાત્રિ પગ ઊંચો રાખ્યો, જેથી અકડાઇ ગયેલા પગ મૂકવા જતાં પડીને મરણ પામી શ્રેણીકરાજાના પુત્ર મેઘકુમાર બન્યા. ભગવાન શાન્તિનાથ પૂર્વજન્મમાં મેઘરથ રાજાએ પારેવાની દયા પાળી, જીવન ધન્ય બનાવ્યું. કરુણા ભાવનાના ઘણા ઉદાહરણો જૈન ઇતિહાસમાં ઉપલબ્ધ છે. સામાન્ય માનવો કરતાં જિનેશ્વરોની કરુણા ઉત્કૃષ્ટ કક્ષાની હોય છે. કરુણાનિધાન પરમાત્મા જીવોને નિઃસ્પૃહતાથી બોધ આપી વિતરાગતાનો પરમ માર્ગ બતાવી જીવોને મોક્ષનું સુખ અપાવે છે. વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુખો તણાં જો અગ્નિમાં ઠંડક અનુભવાય, સિંહ જો શાકાહારી બની જાય, જો અમાસની રાત્રે ચદ્ર જોવા મળે અને જો પત્થર ઉપર કમળ ઊગે તો સંસારમાં એકલું સુખ જોવા મળે પણ સંસારને દુખનો દરિયો કીધો છે. આ સંસારના દુખો દુર્વાર ન નિવારી શકાય તેવા છે. આ સંસારની ઇમારત દુખફલક છે, એટલે કે દુખના પાયા પર જ ઊભી છે. આ દુખનું મૂળ કારણ છે, આત્મભ્રાંતિથી અજ્ઞાનમાં કરેલા પાપકર્મો. શાસ્ત્રાે અનુસાર દશાંગી એટલે કે સુખના દસ પ્રકારો બતાવ્યા છે. પણ જો જીવને તેમાંથી નવ સુખ મળ્યા હોય તો એક સુખના અભાવમાં નવના આનંદને લુપ્ત કરી દે છે. અને તેના માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. સાંસારિક સુખ, દુખના ભેળવાળું અને વિનાશી કહ્યું છે. શ્રી મહાવીરકષ્ટકમાં કહ્યું છે કે મહામોહે રોગે, સુખકર સમા વૈદ્ય જગના, વિનાપેક્ષા બંધુ, અશરણ ભયાકુલ જનના, ખરૂં સાધુનું છે ભવશરણ જે ઉત્તમ ગુણે, મહાવીર સ્વામી નયનપથગામી જિનવરા... સંસારના જીવો મહામોહનીય કર્મોના રોગથી ઘેરાયેલા છે, તેમના દર્દને દૂર કરી સુખ કરનારા પરમાત્મા વૈદ્ય સમાન છે; વળી પરમાત્માને કંઇ જ અપેક્ષા નથી, તથા જગતના ભયથી વ્યાકુળ, અશરણ જીવો માટે બધુ સમાન છે. શારિરીક દર્દને મિટાવવા જેમ જાણકાર વૈદ્ય અને યોગ્ય નિદાન જરૂરી છે તો જીવનું અજ્ઞાનરૂપી રોગ દૂર કરવા પરમાત્મા વૈદ્ય સમાન છે તેના માટે દાન, શિયળ, તપ, ભાવરૂપી ઔષધીઓ બતાવી છે. પરમાત્મા વિશ્વના સર્વજીવોના દુર્વાર દુખોને દૂર કરનાર વૈદ્ય છે. એમના શરણે જનાર વ્યક્તિનો ભવરોગ નાબુદ થાય, મહામોહનીયકર્મનો રોગ નષ્ટ થાય અને આત્મભ્રાન્તિનો રોગ પણ દૂર થાય. વિતરાગ પરમાત્મા પાસે નમ્રતા ભરેલા ભાવથી આચાર્ય શ્રી અરજી કરી રહ્યા છે ઃ- વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઊચ્ચરૂ- રાગ-દ્વેષ રહિત શ્રી વિતરાગ પરમાત્માને `બહુજન પ્રિય' કહ્યા છે. આખા વિશ્વના વલ્લભ થવું સહેલું નથી. ગમો-અણગમો કરી, આપણા વિચાર, વર્તન કે વલણથી આપણી આસપાસ કેવા વર્તુળો ઊભા કર્યા છે? આપણે કોને કોને પ્રિય થઇ શક્યા છીએ? પોતાનો સ્વાર્થ જ વ્યક્તિ પાસેથી સધાતો હોય તેને પ્રિય માનીને માનવ એના માટે ઘણું કરે પણ બધાને પ્રિય બનાવવા અને બધાના પ્રિય બનીને રહેવું અતિમુશ્કેલ! જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરૂં ઃ- હે પ્રભુ! આપ સર્વજ્ઞ, સર્વદર્શી હોવાથી સર્વના મનમનની, ઘટઘટની, સમયસમયની વાતો જાણો છો. કોઇના જીવનમાં થતા દોષો, અતિચારો, વ્રતભંગને પણ જાણો છો છતા હું મારાથી થયેલા પાપોની હૃદયથી કબૂલાત કરું છું અને હૃદયને હળવું બનાવી રહ્યો છું. સરળ, નિખાલસભાવે પાપોની કબૂલાત કે રજૂઆત કરે તે કર્મથી અવશ્ય હળવા બને, સર્વશ્રેષ્ઠ પર્વ સંવત્સરી પાપથી હળવા બનવા માટે જ છે.

textborder

advt08.png