• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

02

textborder1 દાનાદિ ધર્મવિહોણું જન્મ નિષ્ફળtextborder2


તમેં દાન તો દીધું નહિ, ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ.
એ ચાર ભેદે ધર્મમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યુ,મારું ભ્રમણ ભવસાગરે, નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું.


 શ્રી તીર્થંકર પરમાત્માએ ગૃહસ્થ જીવનના ચાર ધર્મો બતાવ્યા. દાન, શિયળ, તપ, ભાવ. રત્નાકર આચાર્ય આ શ્લોકમાં આ ચાર ધર્મો વિષયક વિચારણા કરી રહ્યા છે. આર્ય સંસ્કૃતિની પ્રણાલિકા ચાલી આવે છે કે `પહેલા દાન, પછી દાંતણ.' શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર નામક ગ્રન્થમાં સુખ અંગે એક સમીકરણ આપ્યું છે કે, ``ખાલી થઇને ભરાઇ જાઓ.'' ગ્રંથમાં શ્લોક છે કે... ઊંડકડદ્દઊડઃ કડદ્દઊડઃત્ડડઠડદ્મડડ્ડત્ડ, કડદ્દળડઃઠડડઊડર્ત્ડડ્ઢ દાડદ્રળડત્ડદ્મ પ્ કડદ્દઊડડઃદ્યડદ્યત્ક્રડજીડડક્રડડર્દ્મૈંળડટ્ઠ થ્ર્ડણ્ડથ્ઠ્ઠજીડડ્ઢત્ડથ્ડળડણૂડહૃë પ્પ્ અર્થાત્ પરવસ્તુના ત્યાગની રુચિવાળો ભલે પુદ્ગલો વડે અપૂર્ણ ગણાય પરંતુ તે આત્માના જ્ઞાનાદિ ગુણો વડે પૂર્ણતાને પામે છે. પુદ્ગલોના સંયોગમાં જ પુર્ણતાને માનનારો આત્માનંદથી વંચિત રહી જાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે, કૂકા ગણવામાં અને કીકાને રમાડવામાં જ જીવનની કૃતકૃત્યતા માનનારા માનવોને ભૌતિકતાના શિખરે શિખરે અશાંતિ અને અજંપાના ભૂતિયા મહેલ છે અને આધ્યાત્મિકતાના પગથિયે પગથિયે શાંતિ-સમાધિના દેવાલયો શોભે છે. ``અપૂર્ણ'' શબ્દની ખૂબી એ છે કે તેમાં બીજા અક્ષરો ઉમેરવાથી પૂર્ણ ન બને પણ તેમાંથી `અ' ખાલી કરો તો તુરંત ``પુર્ણ'' બને. પૂર્ણતા બહારથી લાવવાની ચીજ નથી, તે અંદરમાં અકબંધ પડી છે. તેના ઉપર કચરો છે તે ખાલી કરો. જે બચે તે પૂર્ણતા. દાન ધર્મનું પાલન કરવા શૂન્ય થતાં આવડવું જોઇએ. કડડદ્યડડદ્ર ધ્ડડન્îડડદ્મ દ્યડડક્રડઠડજ, Iડણુઠડજ ધ્ડડન્îડડદ્મ થ્ડઠડપ્ થ્ડદ્મદ્યડડદ્મ ત્ત્ડખ્ડ દ્ધડડડ્ડરુડળડદ્મ, ળડત્ત્ડદ્ર ત્ર્ડળડડદ્યડડદ્મ ણૂડહૃડઠડ પ્પ્ અર્થાત્ નાવમાં વધેલા પાણીને અને ઘરમાં વધેલા ધનને બન્ને હાથથી ઉલેચી ખાલી કરી શકાય. સંપત્તિને આ રીતે ખાલી કરવાની ભાવનાવાળા જ દાન કરી શકે, લોભ પ્રકૃતિવાળા જીવો આ દાનધર્મનું આચરણ ન કરી શકે. પ્રાયઃ દાન દેનારને અપેક્ષા હોય જ - કોઇને નામની, પ્રશંસાની કે વાહવાહની કે પછીના ભવમાં દેવાદિ સદ્ગતિઓની. `તલવારની ચોરી કરી, કરે સોયનું દાન, પછી આકાશે જોયા કરે, કેમ ન આવ્યું વિમાન..' શ્રી રત્નાકર આચાર્ય કહે છે કે, મેં મારી પૂર્વાવસ્થામાં દાનાદિ ચારે ધર્મોમાંથી કંઇ જ નથી કર્યું. જે બીજા પર અનુગ્રહ (ઉપકાર) કરવા માટે પોતાની માલિકીની વસ્તુનો ત્યાગ કરે તે દાન કહેવાય. નહિ તો એવું થાય `મધમાખીએ મધ કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટારુએ લૂંટી લીધું રે....' દાનના પાંચ પ્રકાર છે. 1) અનુકંપાદાન 2) પાત્રદાન 3) સુપાત્રદાન 4) કીર્તિદાન 5) અભયદાન. ભય, લોભ અને સ્નેહ - દાનના આ ત્રણ હેતુઓને છોડીને જે દાતા દાન આપે તે મોક્ષગામી બની શકે. શિયળ પણ પાળ્યું નહિ ઃ તીર્થંકર સ્થાપિત ચારેય તીર્થ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના જીવનમાં શિયળધર્મ એ પાયા સમાન છે. શિયળ એટલે ચારિત્ર ધર્મ. આત્માના સત્ત્વગુણને અને વીર્યને વેડફ્યા વિના આધ્યાત્મિકતાના માર્ગે વાળવું તે ચારિત્ર છે. પ્રભુ વીરે ચોથા વ્રતમાં શ્રાવકો માટે `સદારસંતોષિએ' અને શ્રાવિકા માટે `સભરથારસંતોષિએ' શબ્દ મૂકીને એક મર્યાદા બતાવી છે. જીવ દુન્યવી સંબંધોને અકબંધ રાખવા નિરર્થક આકાશ પાતાળ એક કરે છે, આ સંબંધો કોઇના ક્યારેય રહ્યા નથી. જીવને પરમાત્મા સિવાય બીજો કોઇ પ્રિયતમ લાગવો ન જોઇએ. આનંદઘનજી મહારાજ એકદા વિહાર કરતા હતા, ત્યારે એક મૃતક નનામી આગળ સોળે શણગાર સજી, વાળ છૂટા રાખી સતિ થવા એક સ્ત્રાળ તેની આગળ આગળ ચાલતી હતી. કરુણાવશ એ સ્ત્રાળને, આનંદઘન મ.સા. શ્રી ઋષભદેવની સ્તુતિ રચતા કહે છે, કે ઋષભજિનેશ્વર પ્રિતમ માહરો રે.. ઔર ન ચાહું રે કંત.. રીઝ્યો સાહિબ સંગ નવિ પરિહરે રે.. ભાંગે સાદિ અનંત.. સાંભળ બેન ! તારો આ પતિ તો તારો સંગ છોડીને ચાલ્યો ગયો પણ ઋષભજિનેશ્વરને તું સાચો પ્રિતમ માની લે, એ એકવાર રી]ાળ જશે તો તારો સંગ ક્યારેય નહિ છોડે, સાદિઅનંતભાંગે સિદ્ધદશામાં હંમેશ તને રાખશે. જો પરમાત્માને જ પ્રિતમ માનીને અપનાવી લઇએ તો આત્મવીર્ય અને આત્માનો સત્ત્વગુણ ખીલી ઊઠે. આ સ્થિતિને પામવા માટે ગૃહસ્થોને પહેલાં એક પતિવ્રતા અને એક પત્નીવ્રત ધર્મ સ્વીકારવા જોઇએ. રત્નાકર આચાર્ય કહે છે કે હે પ્રભુ! ભવભવાંતરમાં મે શિયળ ધર્મનું પાલન ન કર્યું જેથી મારો જન્મ નિષ્ફળ ગયો!. તપથી દમી કાયા નહી ઃ- `ઋરુíડડડ્ડદ્યડણુડદ્મગ્ર્ડર્ત્ડકડë' મનમાં ઊઠતી ઇચ્છાઓનો નિરોધ કરવો તે તપ. માનવના મનમાં સમયે સમયે નવી ઇચ્છાઓ જન્મ્યા જ કરે. ઇચ્છા, મોહનીય કર્મને ઉદયે જાગે છે વળી ઇચ્છાને આકાશ જેવી અનંત કહી છે. રુડડત્ત્ ણ્ડઋ ડડ્ડરુડદ્યત્ડડ ડડ્ડઠડìડદ્ર, ઠડદ્યડડ્ઢઊંડડ ધ્ડદ્મકડણુક્રડડત્પ્ ડડ્ડથ્ર્ડત્ર્ડણૂડહૃડદ્મ ણૂડડ્ઢહૃí દ્યડ રુડડડડ્ડત્ત્ળડદ્મ, ક્રડડદ્મ ડડ્ડત્ત્ ખ્ર્ડડત્ટ્ઠખ્ર્ડડત્પ્પ્ ભ. મહાવીરે જગતનાં સર્વ જીવો તપથી કર્મનિર્જરા કરી શકે આશયથી કોઇ જીવો તપથી વંચિત ન રહે એવા ભાવથી છ બાહ્ય તપ (1) અનશન (2) ઉણોદરી (3) વૃત્તિસંક્ષેપ (4) રસપરિત્યાગ (5) કાયક્લેશ (6) પ્રતિસંલીનતા. અને છ આભ્યંતર તપ (1) પ્રાયýિાત (2) વિનય (3) વૈયાવચ્ચ (4) સ્વાધ્યાય (5) ધ્યાન (6) કાયોત્સર્ગ તપની પ્રરૂપણા કરી છે. આ 12 પ્રકારના તપ મોહરાજાની આજ્ઞાથી, મોહને વશ થઇને જીવ કરે છે, જો આ તપ વીતરાગ કથિત પદ્ધતિ પ્રમાણે સાચા અર્થમાં આપણે કરીએ તો જ કર્મનિર્જરા થવા પામે. શુભ ભાવ પણ ભાવ્યો નહિઃ ભાવે જિનવર પૂજીયે, ભાવે દીજે દાન, ભાવે ભાવીયે ભાવના, ભાવે કેવળજ્ઞાન. આંખો ખુલ્લી છતાં કોઇ ચીજ કે વસ્તુ કે વ્યક્તિ ન દેખાય પણ આત્માના અતલ ઊંડાણમાં ઊતરી ગયા હોય તે ભાવ ધર્મ. ભાવ વિનાનું દાન માત્ર ધન વ્યય છે, ભાવ વિનાનું તપ માત્ર ભૂખનું દુખ છે અને ભાવ વિનાનું શીલ માત્ર કાયાક્લેશ જ છે. દાન કરવું હોય તો સંપત્તિ જોઇએ, શિયળ પાળવું હોય તો સત્ત્વ જોઇએ, તપ કરવું હોય તો શરીરશક્તિ જોઇએ પણ ભાવધર્મના પાલનમાં ઉત્તમ વિચારણા, અંતર્મુખતા, સ્થિર ચિત્ત જોઇએ. સામાન્ય તપ પણ નહી કરી શકનારા કુરગુડુમુનિએ સમતા ભાવને કારણે કેવળજ્ઞાન મેળવ્યું, જ્ઞાનના સદંતર અભાવમાં માષતુષ્મુનિને શુભચિંતનથી કેવળજ્ઞાન થયું, સાધુએ કાચાપાણીનો સ્પર્શ ન કરાય એવા વિવેકના અભાવમાં અયવંતા મુનિવર ઇરિયાવહિ પડિIમતા કેવળજ્ઞાની થયા. જૈન દર્શન ભાવ પ્રધાન ધર્મ છે.જીવને શુભભાવનો આશ્રય લેવો હોય તો 12 ભાવનાના સ્વરૂપને પિછાણવું પડે.

1) અનિત્ય ભાવના
2) અશરણ ભાવના
3) સંસાર ભાવના
4) એકત્વભાવના
5) અન્યત્વભાવના
6) અશુચિભાવના
7) આશ્રવભાવના
8) સંવરભાવના
9) નિર્જરા ભાવના
10) લોકભાવના
11) બોધિભાવના
12) ધર્મભાવના.

કેટલા ભાલાધારી ડાકૂઓ માળાધારી સંત બન્યા, ભરત ચક્રવર્તિ અરીસા ભવનમાં, મરૂદેવા માતા હાથીના હોદ્દે, ઇલાયચી કુમાર દોરડા પર નાચતાં નાચતાં, ગુણસાગર ચોરીમાં ફેરા ફરતાં માત્ર ભાવ ભાવતા કેવળજ્ઞાન પામ્યા. આ બધો ભાવ ધર્મનો પ્રતાપ! માટે ભાવધર્મની પ્રધાનતા છે એ મુખ્ય ધર્મ છે. શ્રી રત્નાકર આચાર્ય કહે છે મેં આ ચાર ધર્મમાંથી કાંઇપણ ન કર્યું તેથી મારું આ સંસારનું ભ્રમણ નિષ્ફળ ગયું.

textborder

advt08.png