• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1 કષાયના બંધનથી પ્રભુ ભજવાની અશક્તિ textborder2


હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડશ્યો મને. ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવુ તને?
મન મારું માયા જાળમાં મોહન! મહા મું]ાય છે; ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે.


માનવની આકૃતિ, તેની કૃતિ અને તેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન જોવા મળે. સંસારમાં આત્માના પરિભ્રમણનું મુખ્યકારણ જીવની પ્રકૃતિ છે. જીવની પ્રકૃતિમાં ચાર કષાયો જોવા મળે છે. ક્રોધ, માન, માયા અને લોભ. આ ચંડાળ ચોકડીના ચાર પેટા ભેદો છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલની. આ કષાયોયુક્ત જેની પ્રકૃતિ છે તે ન શાંતિથી રહે કે ન શાંતિથી રહેવા દે. ભગવાન રામના ઉજળા પક્ષમાં કૈકયી વિચિત્ર હતા જ્યારે રાવણના પક્ષમાં ઉદાર દિલ, ઋજુસ્વભાવના વિભીષણ હતા. પાંડવ પક્ષમાં દ્રૌપદીના એક કટુ વાક્યને કારણે 12 વર્ષ સુધી પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો જ્યારે યુદ્ધ સમયે કૌરવો માતા ગાંધારી પાસે આશિર્વાદ લેવા ગયા ત્યારે ગાંધારીએ `યતો ધર્મસ્તતો જયઃ' એમ માથા ઉપર હાથ મૂકી કહ્યું. કૌરવોની કાજળકોટડીમાં ગાંધારી રત્નદિપક સમાન હતા. ગુમડાના મૂળમાં જેમ આંતરડાની ગરમી કારણ હોય છે તેમ ક્રોધના મુળમાં જીવની વિષયકામના છુપાયેલી હોય છે. પાંચમાંથી એકાદ વિષયમાં વ્યક્તિ નિષ્ફળ જાય ત્યારે એને ક્રોધ આવે. અગ્નિનો સ્વભાવ ગરમ છે માટે આચાર્યે ક્રોધને અગ્નિની ઉપમા આપી છે. વળી લોભ સર્પ ડસ્યો મને ઃ સર્પદંશથી જેનું મૃત્યુ થાય તેના શરીરમાં જ્યાં જ્યાં ]ેર પ્રસરે એ અંગો કામ આપતા બંધ થઇ જાય અને ધીમે ધીમે હૃદય બંધ પડી જાય, લોભ એ સર્પદંશ જેવું છુપુ ]ેર છે માટે લોભને સર્પની ઉપમા આપી છે. ચાર કષાયમાં એ સૌથી છેલ્લે જાય માટે ક્રોધ કરતા લોભ વધુ ભયાનક છે. લોભ સર્વ આત્મગુણોનો વિનાશક છે, છતાં એને નષ્ટ કરવા માટે પહેલાં ક્રોધ વિજય કરવો પડે. જેનામાં લોભ કષાય વધારે હોય તે પરિગ્રહ વધારતાં જ જાય. લોભકષાયને કારણે પરિગ્રહી ચિત્તવાળો પાંચે વ્રતોનો સામૂહિક ભંગ કરે છે. લોભ કષાયને નાથવા ઉપનિષદમાં કહ્યું છે કે પહેલા ત્યાગ કરીને ભોગવો, ખવડાવીને પછી ખાવ. જેમ જેમ લાભ વધે તેમ તેમ લોભ. લોભ ઘટાડવાનો એક ઉપાય છે તે છે સંતોષ.

`ગોધન, ગજધન, વાજિધન, ઔર રતન ધન ખાન, જબ આવે સંતોષધન, સબ ધન ધૂરિ સમાન.'

આચાર્ય કહે છે કે લોભના પરિણામે મનમાં તેમ જ જીવનની ક્ષણેક્ષણમાં ]ેર ચડી ગયું છે. હે પ્રભુ! હું તને કેવી રીતે ભજું? ગળ્યો માનરૂપી અજગરે ઃ માનને અજગરની ઉપમા આપી છે, આચાર્ય કહે છે કે હે પ્રભુ! માનરૂપી અજગરે એવો ભરડો લીધો છે કે વિનયગુણની ઉપસ્થિતિ રહેવા જ નથી દીધી. માન અને વિનય બન્ને પરસ્પર વિરોધી છે, બન્ને સાથે ક્યારેય ન રહે. વિનયગુણને લાવવા અભિમાનના દુર્ગુણને કાઢવો જ રહ્યો. અહંકાર, માન, ગર્વ, હું પદ વ્યક્તિમાં નરમાશ ન રહેવા દે. અભિમાની, સદા સ્વપ્રશંસા અને પરનિંદા જ કર્યા કરે, એની દૃષ્ટિમાં બીજાની ખામી, ત્રુટિ, ભૂલ, દોષ જ દેખાયા કરે, પોતાના દુર્ગુણોને છાવરવાની કળા પણ એ જાણતો હોય, અન્યના અણુ જેવડા દુર્ગુણને મેરુ જેવા બતાવવાની હોંશિયારી એણે મેળવી હોય. આ માન જ્ઞાન ન થવા દે. `ગજ થકી હેઠા ઉતરો વીરા મોરા, ગજ થકી કેવળ ન હોય....' બ્રાહ્મિ અને સુંદરીના આ પ્રતિબોધથી ભગવાન બાહુબલીને તેમની ભૂલ સમજાણી કે એક વર્ષના કાયોત્સર્ગથી નહિ પણ માત્ર નજીવું એવું માન ઉતરતા કેવળજ્ઞાન પ્રગટ થયું. માન રૂપી સર્પના આઠ ફણા ઃ 1) જાતિમદ 2) કુળમદ 3) બળમદ 4) રૂપમદ 5) તપમદ 6) શ્રુતમદ 7) લાભમદ 8) ઐશ્વર્યમદ. પરંતુ આ આઠેય પ્રકારના મદસ્થાનોનું સેવન કરનારા આખરે ધૂળ ચાટતા થઇ જાય છે. નમ્રતા વિના પ્રભુ ભક્તિ શક્ય નથી અને માન અજગરની હાજરીમાં નમ્રતા હોઇ શકે નહિ. આથી આચાર્ય કહે છે કે આ માનરૂપી અજગરે મને ગળી લીધો છે એમાં હું પ્રભુભક્તિ ક્યાંથી કરી શકું? મન મારૂં માયાજાળમાં મોહન! મહામું]ાય છે....: જાળમાં બંધાયેલ પક્ષીઓ, માછલીઓના જીવન મુંજાય-ગુંગળાય- ગુંગળાઈને રૂંઘાઈ જાય. માયાના પણ જાળા બંધાઈ જાય. જેમ કરોળિયો પોતાના જ જાળમાં ફસાય છે તેમ માનવ પણ સ્વનિર્મિત માયાના જાળમાં ફસાય છે. માયા, પ્રાયઃ વક્રતાયુક્ત હોય. માયાવીના જીવનમાં સરળતાક્યારેય ન આવી શકે, વળી સરળતા વિના ધર્મ જીવનમાં ન આવે. ઋજુતા તો ધર્મપ્રાપ્તિ માટેનું પ્રથમ સોપાન છે. માયા કષાય સામી વ્યક્તિને ખબર ન પડી જાય એ રીતે પડદો પાડવાનું કામ કરે છે. કવિ અખો કહે છે `અખા! માયા કરે ફજેત, ખાતા ખાંડ અને ચાવતા રેત.' દંભી વ્યક્તિને પોતાનું અસલી સ્વરૂપ ક્યાંય પ્રગટ ન કરવું હોય. ઉપરથી મીઠું મીઠું બોલીને સામી વ્યક્તિ પાસે પોતાની સારી છાપ પાડવા પ્રયાસ કરે. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે `જહાં અંતો, તહા બાહિં' જેવો તું અંદર છે એવો જ બહાર રહે. રત્નાકર આચાર્ય કહે છે કે હું માયાના પાશમાં બંધાઇ ગયો છું, એમાં જ મું]ાઇ ગયો છું. આ ચોરો જેવા ચાર કષાય તે મારા આત્માના ગુણોરૂપી સંપત્તિને લૂંટી લે છે, માટે હે પ્રભુ ! મારા આત્મા પરથી આ ચાર કષાયોનું અનુશાસન હટી જાય અને ચૈતન્ય એના મૂ³સ્વરૂપને પ્રાપ્ત કરે તેવું બ³ મને આપ.

textborder

advt07.png