• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

02

textborder1 સત્કર્મોને અભાવે ભવોની નિષ્ફળતાtextborder2


તમેં પરભવે કે આ ભવે, પણ હિત કાંઈ કર્યુ નહિ, તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહિ.
જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કવાને થયા; આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા.


 `ધર્મ વાડીએ ન નિપજે, ધર્મ હાટે ન વહેંચાય, ધર્મે વિવેકે નીપજે, જો કરીએ તો થાય'

હેય, જ્ઞેય અને ઉપાદેય આ ત્રણ વિભાગોમાં જગતની વસ્તુ, વ્યક્તિ અને કાર્યો વિભક્ત થયેલા છે. પણ આ ત્રણેને યથાર્થરૂપમાં સમજનારા યા તો સમજ્યા પછી તે પ્રમાણે આચરણ કરનારા વિરલ આત્માઓ છે. અહીં આચાર્ય કહે છે કે મે પૂર્વભવમાં કે આ ભવમાં હિતનું કાર્ય કાંઇ ન કર્યું, કારણ કે જ્ઞેય, હેય, ઉપાદેયની વિવેકબુદ્ધિ જ ન પ્રગટી અને વિવેક તો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં જરૂરી છે. અવિવેક અને અસહિષ્ણુતા આ બન્ને તત્ત્વો કૌટુંબિક જીવનની શાંતિને સળગાવીને સાફ કરી નાખે છે. કાર્ય-અકાર્યનો વિવેક અને મન, વચન, કાયાની સહિષ્ણુતા જોઇએ. તો જીવનમાં શાંતિ, આનંદ, પ્રસન્નતા પ્રાપ્ત થાય. આ બધી વાતો મનનશીલ માનવ જ સમજી શકે તેથી વિશ્વના સર્વ ધર્મોએ માનવભવની મહત્તા બતાવી છે. પણ માનવભવ મળ્યા પછી આત્મહિત કરવાનો પુરુષાર્થ ન જાગે તો માનવ ભવ પણ નિષ્ફળ ગયો કહેવાય, રત્નાકર આચાર્ય ભવ આલોચના કરતા કહે છે હે પ્રભુ! મેં પરભવમાં કે આ ભવમાં આત્માનું હિત થાય એવી કાંઇ જ પ્રવૃત્તિ ન કરી, જ્યાં સુધી નIર ધર્મ ન થાય, કર્મનિર્જરાર્થે પ્રવૃત્તિ ન થાય ત્યાં સુધી આત્માનું હિત ન સાધી શકાય. આ હૂંડાવસર્પિણીકાળનો દુખમ્ નામનો પાંચમો આરો ચાલે છે, મતલબ કે સમય પણ દુખમય અને આત્માની પ્રવૃત્તિ પણ સ્વપરના હિતવિહોણી! તેથી સંસારમાં દુખ જ મળેને ? અલ્પ પણ સુખ કેમ મળે? જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કરવાને થયા..ઃ સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોઇ કહ્યું છે કે સંસાર દુખમય છે, પાપમય છે, સ્વાર્થમય છે, રાગ-મય છે, અજ્ઞાનમય છે. આવા સંસારમાં પૂર્વકૃતકર્મોના ઉદયે દુખાનુભૂતિ કરીએ છીએ માત્ર સુખની આભા, સુખનો આભાસ મળે અને એ પણ ક્યારે પલટાઇ જાય તે કાંઇ કહી શકાય નહિ. છતાં સમયે સમયે નવા પાપો કરતા જઇએ છીએ. આયુષ્ય દરમ્યાન દિવસો, મહિનાઓ અને વરસો પસાર થતા ગયા પણ ન સુખ મળે ન શાંતિ પ્રાપ્ત થાય. કવિ અખો કહે છે કે ઃ

``જયમ ત્યમ કરી સમજવો મર્મ, હું તે શું ચૈતન્ય કે ચર્મ? એ સમજવું પહેલું જને, પછી ઘેર રહેજે કે વને! `અખા' રામ નથી ઘેર કે વને, જ્યાં મળે ત્યાં પોતા કને!'

કસ્તૂરી મૃગની જેમ નામાં જ કસ્તૂરી હોવા છતાં અજ્ઞાનવશ જંગલોમાં શોધે છે તેમ અજ્ઞાની જીવ આત્મામાં જ શાંતિ હોવા છતાં બહાર જ શોધ્યા કરે છે ને ભવ પૂર્ણ થઇ જાય છે. આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા ઃ મનુષ્યભવની ઉત્તમ, શ્રેષ્ઠતમ બાજી હાથમાં આવી પણ હું હારી ગયો. ભૌતિકક્ષેત્રે મળતી હાર કે જીત વખતે જે સમભાવમાં રહી શકે, હસતાં હસતાં સર્વ પરિસ્થિતિને પચાવી શકે તે જ વ્યક્તિ મળેલ માનવભવની બાજીને જીતી શકે. આપણને સૌને મનુષ્યભવરૂપી બાજી મળી, જે મનુષ્યભવ પામી અનંતા જીવો સિદ્ધ થયા, તીર્થંકર થયા, કેવળી થયા, શ્રુતજ્ઞાની થયા એ જ મનુષ્યભવની બાજી આપણને પણ મળી, અને એને સાર્થક કરવાની તક પણ મળી. અજ્ઞાનવશ આ તકને આપણે ગુમાવી રહ્યા છીએ. આ શ્લોકમાં આચાર્ય કહે છે કે હે પ્રભુ! હું તો માનવભવરૂપી મળેલી બાજી હારી ગયો મને પરમાત્મા જેવી વિજયમાળા ક્યાંથી સાંપડશે.

textborder

advt02.png