• નવધા ભક્તિની આરાધના
  • (૧) શ્રવણ ભક્તિ
  • (૨) કિર્તન ભક્તિ
  • (૩) ચિંતવન ભક્તિ
  • (૪-૫) સેવન-વંદન ભક્તિ
  • (૬) ધ્યાન ભક્તિ
  • (૭) લઘુતા ભક્તિ
  • (૮) સમતા ભક્તિ
  • (૯) એકતા ભક્તિ
aaradhna
nh

આત્મકલ્યાણની શ્રેણીને પામવા માટે ભારતીય તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય ત્રણ પ્રકારની સાધના પદ્ધતિઓનો સ્વીકાર કરેલો જોવામાં આવે છેઃ ભક્તિમાર્ગની સાધના, જ્ઞાનમાર્ગની સાધના અને યોગમાર્ગની સાધના. પ્રાથમિક ભૂમિકાઓમાં ચિત્તશુદ્ધિને માટે નિઃસ્વાર્થ સેવાને પણ ઉપકારી જાણીને ઘણા તત્ત્વવિચારકોએ નિષ્કામ કર્મયોગને પણ એક વિશિષ્ટ સાધના પદ્ધતિ તરીકે સ્વીકારેલ છે. આપણે પાછળના વર્ષોમાં નવકાર, પંચપરમેષ્ઠિનું ધ્યાન, બાર ભાવનાઓ, શ્રાવકના સમ્યક્ બાર વ્રતો વિષય ઉપર દૃષ્ટિ કરી ગયા છીએ, આ વર્ષે કેલેન્ડરનો વિષય નવધા ભક્તિ ઉપર રાખેલ છે. આમાં આપણે અધ્યાત્મ દૃષ્ટિકોણને મુખ્ય રાખીને ભક્તિ-માર્ગની આરાધનાની સર્વતોમુખી વિચારણા કરવાના છીએ.

નારદજી વિરચિત ભક્તિ સૂત્રમાં કહેલું છે કે ભક્તિ પરમાત્મામાં પરમ પ્રેમ કરવા રૂપ છે, કોઇ સુપાત્રમાં ક્યારેક પ્રગટે છે, અતિસૂક્ષ્મ અને અનુભવ રૂપ છે. અર્થાત્ પરમાત્મા પ્રત્યેના દિવ્ય પ્રેમને ભક્તિ કહેવામાં આવે છે. અરિહંત પરમાત્મા, આચાર્ય ભગવંતો, વિશિષ્ટ શાસ્ત્રજ્ઞ તથા પ્રવચન પ્રત્યે વિશુદ્ધ પ્રેમ તે ભક્તિ છે. આ લોક તથા પરલોકની સર્વ ઇચ્છાઓનો ત્યાગ કરી આ ભક્તિ આરાધના કરવામાં આવે છે ત્યારે તે નિર્મળ ભક્તિ શીઘ્ર ચિત્તશુદ્ધિનું કારણ બને છે અને સાધક - ભક્ત આત્મકલ્યાણના માર્ગે ત્વરિત ગતિથી પ્રયાણ કરી શકે છે. આ કક્ષાએ બે વસ્તુ જાણી લેવી જોઇએ 1) ભક્ત કેવા હોય! અને 2) ભગવાન (ઉપલક્ષથી ગુરુ અને શાસ્ત્ર) કેવા હોય!

પ્રથમ ભક્તના સ્વરૂપનો વિચાર કરીએ. ભક્તનું સ્વરૂપઃ

આપણી ભક્તિની શ્રેણી કેવી છે તે જાણવા અને તેનો તાગ મેળવવા ભક્તનું સ્વરૂપ જાણવુ જરૂરી છે જેથી તેનું વ્યક્તિત્વ જોઇ આપણને તેવી વ્યક્તિત્વ કેળવવાની પ્રેરણા મળે. જે પ્રભુમાં પ્રીતિવાળો હોય, નિષ્ઠાવાળો હોય, સેવા-પૂજા-સ્મરણ કે કોઇપણ અન્ય પ્રકારે પ્રભુની ભક્તિ કરનાર હોય તે ભક્ત છે. ભક્તિમાર્ગની આરાધનાની પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં રહેલા ભક્તનાં મુખ્ય મુખ્ય લક્ષણો સંક્ષેપમાં અહીં કહ્યા છે. 1) વિવેક 2) નિઃસ્વાર્થપણું 3) શારીરિક પાપ કાર્યોનો ત્યાગ 4) ભક્તિક્રમના અભ્યાસમાં ઉત્સાહિત, 5) ચિત્ત પ્રસન્નતા અને 6) અનાસક્તિનો અભ્યાસ. આ અમુક પ્રકારનો લક્ષણો ભક્તમાં સહજ હોય છે જેથી તેની ભક્તિ અબાધિત રહે છે.

1) વિવેક ઃ અહીં હજુ વ્યાવહારિક વિવેકની જ મુખ્યતા હોય છે. સારું શું અને નરસું શું, ભક્ષ્ય શું અને અભક્ષ્ય શું, પુણ્ય શું અને પાપ શું, હિંસા શું અને અહિંસા શું, સ્વધન-સ્વસ્ત્રાળ શું અને પરધન - પરસ્ત્રાળ શું? વગેરે વસ્તુઓનો વ્યવસ્થીત પણે ભેદ પાડીને રૂડી વસ્તુઓને અહીં ગ્રહણ કરવામાં અવે છે અને આત્મકલ્યાણમાં (ભક્તિઆરાધનામાં) બાધક વસ્તુઓનો અપરિચય, ત્યાગ કરવામાં આવે છે. ધર્મ શ્રેષ્ઠ છે, સંતો-Nાષરૂજનોનો આદર કરવો જોઇએ, સત્ય - અહિંસા પાળવા જોઇએ વગેરે બાબતોના સ્વીકારની આ ભૂમિકા છે.

2) નિઃસ્વાર્થપણું ઃ જ્યાં તીવ્ર સ્વાર્થવૃત્તિ હોય ત્યાં સત્કાર્યમાં પ્રવૃત્તિ બની શકતી નથી. સ્વાર્થ એટલેકે પાંચ ઇદ્રિયના વિષયોની સગવડતા મેળવવાની લોલુપતા. રોજ-બ-રોજના જીવનમાં વિચારીએ તો નિઃસ્વાર્થતાનો અર્થ છેઃ કમ ખાના ઔર ગમ ખાના મારે તો જે હશે તે ચાલશે ચાલો, તમારી સાથે (પરમાર્થનું) કામ કરવા આવું છું મારે તો આ કામ કરવામાં કંઇ પણ વેતન લેવાનું નથી ઇત્યાદિ.

3) શારીરિક પાપ-Hાર્યોનો ત્યાગ ઃ જોકે જિજ્ઞાસુ ભક્ત મનથી અને વાણીથી પણ પાપકાર્ય કરવા ઇચ્છતો નથી તો પણ હજુ તેટલી સ્થિતિને પહોંચ્યો નથી તેથી લડાઇ-ઝઘડો નિવારે છે, વિશ્વાસઘાત કરતો નથી; છ વિગયનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ. જ્ઞાની ભગવંતોએ બતાવેલા 18 પાપસ્થાનકોથી કોષો દુર રહે છે અને આમ પોતાની પાપત્યાગની ભૂમિકાની સાધના દ્વારા પોતાની પાત્રતા વધારતો જ રહે છે.

4) ભક્તિક્રમના અભ્યાસમાં ઉત્સાહ ઃ પોતાના જીવનને પવિત્ર બનાવનાર એવાં સાધનોમાં નિયમિતપણે પ્રવર્તે છે એટલે કે વ્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, સત્સંગ વગેરેમાં ઉત્સાહપૂર્વક જાય છે, સદ્વાચન કરે છે અને કરાવે છે, પ્રભુદર્શન, પૂજા અને તીર્થદર્શનમાં ઉમંગવાળો રહે છે અને નિયમિતપણે સવારે, બપોરે કે સાંજે સ્તોત્ર, મંત્ર, પ્રાર્થના, પારાયણ, જાપ, વન્દના કે ભક્તિક્રમ હોય તેને નિયમથી આદરે છે. ધાર્મિક કાર્યોમાં ઉત્સાહ એ આ કક્ષાએ અગત્યનું લક્ષણ છે.

 

5) પ્રસન્નતા ઃ જોકે આ લક્ષણનો વિશિષ્ટ વિકાસતો આગળની ભૂમિકામાં થાય છે તો પણ અહીંથી જ તેની શરૂઆત થઇ જાય છે. કોઇ ધર્મકાર્ય વેઠરૂપે કરવામાં આવતું નથી. સર્વે કાર્યો કરતાં અને ખાસ કરીને ધર્મ અનુષ્ઠાનો કરતી વખતે તે ચિત્તની પ્રસન્નતા જારી રાખે છે.

6) અનાસક્તિનો અભ્યાસ ઃ જે ધર્મને ઇચ્છે છે, પ્રભુ પ્રેમને આરાધે છે, તે ધર્મના પ્રાણસ્વરૂપ એવી અનાસક્તિને પણ ઇચ્છે છે અને તેથી કોઇપણ પ્રકારની મોહાંધતાને વિશે રૂચિપૂર્વક - બુદ્ધિપૂર્વક પ્રવર્તતા નથી. આમ કરવા માટે ખાવમાં, પીવામાં, હરવાફરવામાં, વાતચીતમાં, ધંધાવ્યાપારમાં, લેણદેણમાં, કૌટુંબિક સંબંધોમાં કે અન્ય કોઇ પણ કાર્યમાં તે ભક્ત તીવ્રપણે આસક્ત થઇ જતો નથી. જગતના સમસ્ત પદાર્થો પ્રત્યેની મોહમાયાને ઘટાડવાનો પ્રયત્ન ભક્તજન નિરંતર કર્યા જ કરે છે. આ વાત સંત કબીરનાં આધ્યાત્મિક પદોમાંથી જાણવા મળે છે કે..

વિષયસે લગી પ્રીતડી, તબ હરિ અંતર નાહિ;
જબ હરિ અંતરમેં બસે, પ્રીતિ વિષયસેં નાહિ.

આ પ્રમાણે ઉપર વર્ણવેલા ગુણો જ્યારે ભક્તના જીવનમાં પ્રગટે છે અને પરિપક્વતાને પામે છે ત્યારે તે ખરેખર ભક્તિની આરાધનામાં ત્વરાથી આગળ વધે છે. કુદરતના તત્ત્વોને નિઃસ્વાર્થભાવે ચાહવા તે ધર્મ છે. જીવોની સેવા કરવી અને આનંદથી રહેવું તે વ્યવહાર ધર્મ છે અને સ્વયંની પરમાત્માદશાને પ્રગટ કરવી તે ।। વત્થુ સહાવો ધમ્મો।। ના સિદ્ધાંત અનુસાર ધર્મની પ્રાપ્તિ છે. માટે 21માં તિર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના સ્તવનમાં અધ્યાત્મયોગિ શ્રી આનંદઘન મ.સા. જણાવે છે કે..

જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહિ જિનવર હોવે રે; ભૃંગી ઈલિકાને ચટકાવે, તે ભૃંગી જગ જોવે રે.. ષટ્.. 7

અર્થાત્ - ઇયળની ફરતે ભમરી ભમરાતી રહે છે, ઘુમરાતી રહે છે, તેની સામું જુએ છે અને અવાર નવાર ઇયળને ચટકા ભરતી રહે છે, ડંખ મારતી રહે છે. આ ડંખની વેદનાથી ઇયળનું ધ્યાન સતત ભમરીમય બની જાય છે. ઇયળની વૃત્તિ ભમરીમાં તદાકાર થઇ જાય છે. ઉષ્ણકાળમાં ભમરી માટીનું ઘર બનાવે છે, અને તેમાં ઇયળને લાવીને મૂકે છે તથા તેને ચટકા મારે છે અને પછી બીજી માટી લાવી પોતાનું કરેલું ઘર બંધ કરે છે. તે દરમ્યાન ઇયળ તે, ભમરીના ડંખની વેદનાથી ભમરીનું ધ્યાન કરતી, મરીને તે જ ક્લેવરમાં ઉત્પન્ન થાય છે અને તે ઇયળને ભમરીના જેવી પાંખો તથા ડંખ મારવાની શક્તિ પેદા થાય છે. સત્તરમાં દિવસે ભમરી પોતાના તે ઘરને પોતાના ડંખથી ફોડે છે એટલે પ્રથમની ઈયળ જે ભમરી થઇ ગઇ હોય છે, તે ઊડી જાય છે અને તે વખતે આખું જગત તેને ભમરી રૂપે જ જુએ છે. અને ઇયળ જે બે ઇદ્રિય જીવ હતું તે હવે ચાર ઇદ્રિય વાળો જીવ બની જગત જોઇ શકે છે. પરમાર્થ આમાંથી એટલો જ કાઢવાનો છે કે જે સ્વરૂપમાં તમે લીન થઇ જાવો છો તે સ્વરૂપ તમે જરૂર પ્રાપ્ત કરી શકો છો.

આવો જે ભક્ત છે તેની ભક્તિનું પ્રયોજન પોતાના ચિત્તને નિર્મળ અને સ્થિર કરી જિનવરના સ્વરૂપમાં લીન થઇ પોતાને સિદ્ધત્વ પ્રગટાવવાનું છે. સરળ હૃદય સહિત એવી શુદ્ધ વસ્તુનું અવલંબન લેવું જોઇએ કે જેની સાથે સંપર્ક થતાં, પરિચય થતાં, મગ્નતા થતાં ભક્તનું જીવન પણ ત્વરાથી શુદ્ધિને પ્રાપ્ત કરે. 16મા તિર્થંકર શ્રી ધર્મનાથજીના સ્તવનમાં અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી જણાવે છે કે..

પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે,
દેખે પરમનિધાન જિનેશ્વર!
હૃદયનયન નિહાળે જગધણી,
મહિમા મેરુ સમાન જિનેશ્વર!
ધર્મ જિનેશ્વર ગાઉં રંગસું..

પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચન એટલે કે પરમાત્માના મુખથી ઉચ્ચરાયેલા વચનામૃતો કે જે શાસ્ત્રાેમાં ગુંથવામાં આવ્યા છે, તેને આત્મજ્ઞાની પુરુષના મુખથી અહોભાવ-બહુમાન-આદરભાવ પૂર્વક સાંભળવા, તેના ઉપર મનન-ચિંતન કરવું, જેથી તે આત્મામાં સમ્યગ્ પરિણામ પામે. આવા સમ્યગ્ પરિણમનને યોગીરાજ અહિંયા પ્રવચન અંજન તરીકે ઓળખાવી રહ્યા છે. આત્મજ્ઞાની એવા સદ્ગુરુ દ્વારા જ્યારે આવું પ્રવચન અંજન ભવ્યાત્માઓમાં કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાના જ હૃદયમંદિરમાં રહેલ અનંત જ્ઞાન-qર્શન-Sાારિત્રના નિધાનને પોતાના વિવેકચક્ષુ ખુલી જવાથી જુએ છે. શ્રાવક અથવા ભક્ત પોતાની શુદ્ધ ભક્તિના પરિણામથી વિવેકચક્ષુ ખૂલતા જ સમ્યગ્ રત્નત્રયીને પામે છે. આજ તિર્થંકર પરમાત્મા અને સત્પરુષોની સાચી કરૂણા છે કે જો જીવ માત્ર તેમના ચરણનો ઉપાસક પણ બની જાય તો સંસારરૂપી સાગર તરી મોક્ષરૂપી લક્ષ્મી સહજ પ્રાપ્ત કરી લે છે.

shravanbhakti

શ્રવણ ભક્તિ

શ્રવણ અને કિર્તન આ બે પ્રકારની ભક્તિ આરાધના નવધા ભક્તિના પાયારૂપ છે. શ્રવણશબ્દ શ્રુ ધાતુ ઉપરથી બનેલો છે અને પ્રીતિપૂર્વક પ્રભુના ગુણોનું અને ચારિત્રનું સાંભળવું તેમાં અભીષ્ટ છે. સર્વ આર્યદર્શનોમાં શ્રવણનું ખૂબ માહાત્મ્ય છે. વીતરાગદર્શનમાં ગૃહસ્થને શ્રાવકશબ્દથી સંબોધવામાં આવેલ છે. જે મનુષ્ય દરરોજ ઉત્તમ આચાર અને ઉત્તમ વિચારસંબંધી ઉપદેશ પ્રેમથી શ્રવણ કરે છે (અને યથાશક્તિ તેને જીવનમાં ઉતારે છે) તેને શ્રાવક કહેવામાં આવે છે. અન્યત્ર પણ શાસ્ત્રકારોએ પ્રત્યહં ધર્મશ્રવણમિતિ (શ્રીમાન હરિભદ્રસૂરિ) ઇત્યાદિ આજ્ઞાઓ કરીને ગૃહસ્થાશ્રમમાં રહેલા સાધકોને ભગવત્ સંબંધી ઉપદેશ સાંભળવાની આજ્ઞા કરેલી છે.

સામાન્ય મનુષ્યને ધર્મનો બોધ પ્રથમ તો કથારૂપે ગ્રાહ્ય બને છે. આ કારણથી જૈનદર્શનમાં પવિત્ર પુરુષોનાં ચરિત્રોનું વર્ણન કરનાર શાસ્ત્રાેને પ્રથમાનુયોગ એવું નામ આપેલ છે, પછી જેમ તેની પાત્રતા વધે તેમ સૂક્ષ્મ તત્ત્વનો બોધ ગ્રહણ કરવાની રુચિ અને શક્તિ તેનામાં વૃદ્ધિંગત થાય છે, તેથી પવિત્ર પુરુષોનાં ચરિત્રોને સાંભળવાની અને સંભળાવવાની પ્રથા આપણા સમાજામાં પ્રાચીન કાળથી ચાલી આવે છે. આ પ્રકારે પૂર્વે થયેલા મહાન તિર્થંકરો, મહદ્ આચાર્યો, ઋષિ-મુનિઓ, ભગવદ્ ભક્તો, દૈવી સંપત્તિવાળા પુરુષો કે યોગીશ્વરોનાં ચરિત્રો સાંભળીએ ત્યારે તેઓનાં જ્ઞાન, ધ્યાન, સંયમ, ભક્તિપરાયણતા, સાત્ત્વિક્તા, પરોપકાર, ક્ષમા, વિનય, સમાધિ, વૈશ્વમૈત્રી આદિ અનેક ગુણોનું પ્રત્યક્ષ આચરણ બતાવતા પ્રસંગોનું પ્રેમપૂર્વક શ્રવણ કરવાથી આપણા જીવનમાં તેમના પ્રત્યે પ્રીતિ પ્રગટે છે અને દિવસે દિવસે વધતી જાય છે. આવા સદ્ગુણો પ્રગટાવવાની શ્રવણધર્મ વડે આપણને રૂચિ ઉપજે છે અને અનેક સંકટો આવવા છતાં પણ પોતાના સત્યમાર્ગથી ચલિત ન થવાની તે મહાપુરુષોની વૃત્તિ, આપણને પણ આરાધના માર્ગમાં દૃઢપણે વળગી રહેવા પ્રેરણા આપે છે.

શ્રવણધર્મનું માહત્મ્ય પ્રારંભિક સાધનાકાળમાં રહેલા ભક્તજને ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વાર કે બે વાર, વ્યાખ્યાન - પ્રવચન - કે સ્વાધ્યાય દ્વારા સત્કથા સાંભળવા જવું જોઇએ, ત્યાર પછી જેમ જેમ તેને કથામાં રસ વધતો જશે અને શાંતિનો અનુભવ થતો જશે તેમ તેમ તે વધારે દિવસો કથાશ્રવણ કરશે અને એક દિવસ નિયમિત સાધક બની જશે. ઘણી વાર કથામાં જવાનો સમય નથી મળતો એમ બહાનું કાઢવામાં આવે છે, પણ તે ખરું જોતાં યોગ્ય નથી. બીજાં કાર્યોમાંથી થોડો થોડો સમય બચાવી દૃઢતાપૂર્વક શ્રવણધર્મમાં પ્રવૃત્ત થવાનો નિર્ધાર કરવો એ જ શ્રેયસ્કર છે.

 

સત્કથાનો પૂરો લાભ મળે તે માટે સત્કથાના સ્થળે પાંચ - દસ મિનિટ વહેલા પહોંચી વિનયપૂર્વક પોતાના યોગ્ય સ્થાને બેસી, બીજા સંસારી ભાવોને ગૌણ કરીને એકાગ્રતાથી સાંભળી તત્ત્વને ગ્રહણ કરવાથી શીઘ્ર આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે શરીરને ટકાવી રાખવા માટે દરરોજ ભોજનની આવશ્યકતા છે, તે પ્રમાણે આત્માની ઉજ્જવળતા ટકાવી રાખવા માટે ધર્મ સંબંધી ઉપદેશ સાંભળવાની આવશ્યકતા છે. થોડો વખત ઓરડો ન વાળીએ તો તે અવાવરો થઇ જાય છે, તેમ જો ધર્મશ્રવણાદિ દ્વારા આત્માને શુદ્ધ ન કરીએ તો અનેક સાંસારિક પ્રસંગ-પ્રપંચોથી મલીન થઇ તે દુઃખને પામે છે. આ કારણથી કથાશ્રવણ, પ્રભુગુણશ્રવણ કે શાસ્ત્રશ્રવણનો મોટો મહિમા પૂર્વાચાર્યોએ પ્રતિપાદિત કર્યો છે, જેમ કે

જે મનુષ્ય તત્ત્વ પ્રત્યે પ્રીતિવાળું ચિત્ત કરીને ધર્મની વાર્તા પણ સાંભળે છે તે ભવ્ય ખરેખર ભાવિમાં નિર્વાણને પાત્ર થાય છે.
• • •

ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે.. - શ્રીમદ્ યશોવિજયજીકૃત ચોવીશી
• • •

શ્રવણથી જાણે ધર્મને, શ્રવણથી કુબુદ્ધિ જાય;
શ્રવણથી પામે જ્ઞાનને, શ્રવણથી મુક્તિ થાય.

જાને બિનુ ન હોઇ પરતીતિ, નુ પરતીતિ હોઇ ન પ્રીતિ।
પ્રીતિ બિના નહિ ભગતિ દિઠઇ, જિમિ ખગેસ જલ કૈં ચિકનાઇ ।।
• • •

જાણ્યા વિના વિશ્વાસ પ્રાપ્ત થતો નથી, વિશ્વાસ પ્રાપ્ત થયા વિના, પ્રીતિ પ્રાપ્ત થતી નથી, પ્રીતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દૃઢતા આવતી નથી અને જ્યાં સુધી પ્રીતિ પ્રાપ્ત ન થઇ હોય ત્યાં સુધી જેમ જળના પોતાના સુકાઇ જવાના સ્વભાવના લીધે લાંબા કાળ સુધી ચિકાશ તેને સાથે દૃઢ થતી નથી.

- શ્રી રામચરિતમાનસ.

આવો ઉત્તમ શ્રવણરૂપી ધર્મ ભગવાન શ્રી ઋષભદેવ પાસેથી તેમના અઠ્ઠાણુ પુત્રોએ, ભગવાન શ્રી મહાવીરસ્વામી પાસેથી શ્રી ગૌતમસ્વામીએ, શ્રી ભદ્રબાહુસ્વામી પાસેથી સમ્રાટ ચંદ્રગુપ્તે, શ્રી હેમચંદ્રાચાર્ય પાસેથી મહારાજા કુમારપાળે ગ્રહણ કર્યો હતો અને તેને યથાર્થપણે જીવનમાં ઉતારી પોતાના જીવનને ધન્ય બનાવ્યું. આપણે પણ આ શ્રવણધર્મને પ્રેમથી, ભાવથી સ્વીકારી ધન્ય બનીયે.

શ્રવણ ભક્તિ - દૃષ્ટાંત : રોહિણીયો ચોર

rohiniyochorસતગુરુનાં વચનો સાંભળવા, વાંચવા કોમલ પરિણામ સહિત. જેઓનું માહાતમ્ય પરમ છે એવા નિસ્પૃહી પુરુષોનાં વચનમાં તલ્લિનતા તે આસ્થા. શ્રવણ ધર્મમાં એવી પ્રભાવકતા છે કે અધમમાં અધમ વ્યક્તિનાં અંધકારઘેરા હૃદયમાં ધર્મનો પ્રકાશ પાથરીને પરિવર્તન આણે છે. ભગવંતના વાણીનું એક વચનામૃત ઘેરાયેલા વિષપૂર્ણ માનવીને સત્યના પંથે દોરી જાય છે. રોહિણીયા ચોરના જીવનમાં આવેલું આ પરિવર્તન આનું જ જ્વલંત ઉદાહરણ છે.

ભગવાન મહાવીરસ્વામીના સમયમાં લોહખુર નામનો ઘરફોડ ચોર હતો. રાજગૃહી નગરમાં વૈભારગીરી પર્વતની ખૂબ દૂર એક ગુફામાં તે રહેતો હતો. તે ચોરી કરવામાં ખૂબ જ નિપૂણ હતો, ચોરી કર્યા પછી પોતાનું કોઇ નિશાન ત્યાં રહેવા દેતો નહિ જેથી ત્યાંના રાજા તેને પકડવામાં અસફળ રહયા હતા. લોહખુરને એક દિકરો હતો તેનું નામ હતો રોહિણીયો. ચોરી કરવામાં તે પિતા કરતા પણ સવાયો હતો. લોહખુર હવે ઘરડો થયો હતો, તેને પોતાની જીંદગીનો અંત નજીક છે તે સમજાઇ ગયું હતું, તેને પોતાના દિકરા રોહિણીયાના પાસે બોલાવી કહ્યું, બેટા! આપણા આ ચોરીના ધંધામાં તારી હોંશિયારી અને બાહોશી જોઇ મને ખૂબ જ સંતોષ થાય છે પણ જો તું પોતાની જીંદગીમાં સફળ થવા ઇચ્છતો હોય તો તારે ક્યારેય દેવોથી રચાયેલ સમવસરણમાં મહાવીર સ્વામીનો ઉપદેશ સાંભળવા જવું નહિ, કારણ કે ત્યાં બધી આપણા ધંધાની વિરુદ્ધ વાત હોય છે માટે તું મને વચન આપ તું ત્યાં કદી જઇશ નહિ. રોહિણીયાએ પિતાને વચન આપ્યું અને કહ્યું હું આ તમારી શિખામણ બરોબર પાળીશ.

લોહખુરના મરણ બાદ રોહિણીયાના ચોરીનો ત્રાસ ખૂબ જ વધતો ગયો, ઘર છોડીને જવું આ રાજ્યમાં હવે અસલામતિભર્યું લાગતું, પ્રજા હવે ત્રાસીને રોહિણીયાની ચોરીથી રક્ષણ માટે રાજા શ્રેણિક પાસે ગઇ, રાજાએ પોતાના બાહોશ મંત્રી શ્રી અભયકુમારને આ ચોર પકડવાનું કામ સોંપ્યું.

એકવાર રોહિણીયો છુપાતો રાજગૃહી તરફ જતો હતો, ત્યાં પ્રભુ મહાવીરનો ઉપદેશ ચાલી રહ્યો હતો. રોહિણીયાને પોતાના પિતાની શિખામણ યાદ આવી ગઇ તેણે તેના કાન પર હાથ રાખી ઝડપથી ચાલવા મંડ્યો પણ ત્યાં જ તેના પગમાં એક અણીદાર કાંટો ખૂંપી ગયો, એટલે કાંટો કાઢવા કાન પરથી હાથ લઇ લેવા પડ્યા અને આટલા સમય દરમ્યાન શ્રીભગવંતના શ્રીમુખથી વહેતી વાણી તેના કાનમાં પડી કે.. સ્વર્ગના દેવતા ચાલે તો તેમના પગ ધરતીને ન અડે, દેવોની આંખો પલકારા ન મારે, દેવોના ગળાની ફૂલોની માળા કરમાતી નથી, દેવોના શરીરે ધૂળ કે પરસેવો હોતા નથી.

રોહિણીયો કાંટો કાઢી ઝડપથી ત્યાંથી આગળ નીકળી ગયો, મનમાં થોડી વ્યથા રહી ગઇ હતી પણ તેણે વિચાર્યું કે આ વાણીને મનમાં સંઘરી રાખું તો જ પ્રતિજ્ઞા તૂટે! આ બાજુ મંત્રીના ગોઠવાયેલ છટકાથી રોહિણીયો પકડાઇ તો ગયો, પણ અભયકુમારને તેની પાસેથી ચોરી કરેલી કોઇ વસ્તુ ન મળી, વળી રોહિણીયાએ કીધુ કે હું શાલિગ્રામ નગરનો ખેડૂત છું. હવે મંત્રી પાસે રાજા સમક્ષ મુકવા કોઇ પુરાવો નહતો કે આ જ રોહિણીયો છે, માટે તેને એક યુક્તિ કરી. રોહિણીયાને તેને ખૂબ જ મદિરાપાન કરાવ્યું, જેથી રોહિણીયો બેહોશ થઇ ભાન ભૂલી ગયો, ત્યાં સુધી મંત્રીશ્વરે તેમના સિપાહીઓ પાસે એક સ્વર્ગની રચના કરાવી, સૌ કોઇ કિંમતી કપડા પહેરી દેવ જેવો દેખાવ ધારણ કર્યો, અને રોહિણીયાને ખૂબ જ કિંમતી કપડા પહેરાવ્યા. રોહિણીયો હોંશમાં આવ્યો ત્યારે આજુબાજુ અપ્સરાઓ અને દેવો નૃત્ય કરતા હતા, આજુ બાજુ દાસ-qાસીઓએ રોહિણીયાને કહ્યું કે તમે દેવલોકમાં આવ્યા છો અને જો તમે પાપ-પુણ્યનો હિસાબ આપી દો તો સદા માટે આ સ્વર્ગની સાહ્યબીમાં વસવા મળે.

પણ ક્યારેક જે ભૂલવાનું હોય તે શિલાલેખ બનીને મનમાં રહી જાય છે, તેમ રોહિણીયાને પણ પ્રભુ મહાવીરની વાણી યાદ આવી. શ્રમણ મહાવીરે કહ્યું હતું કે દેવના દેહને પડછાયો હોતો નથી અને આ દેવ અને દેવાંગનાઓના દેહના તે પડછાય પડે છે, એમણે કહ્યું હતું કે દેવની આંખ મટકું મારતી નથી, પણ અહીં ઊભેલાઓની આંખો તો મટકું મારે છે, આમ રોહિણીયો મંત્રી પ્રપંચ સમજી ગયો અને એણે કહ્યું કે હું તો ખેડૂત જ છું અને મે તો જીવનમાં સદા સત્કર્મો જ કર્યા છે. આ શકનો લાભ મેળવી છૂટી ગયેલા રોહિણીયાએ વિચાર્યું કે પ્રભુની પળ - બે પળની વાણીએ મને ફાંસીના ફંદામાંથી ઉગારી લીધો તો એમનાં વચનો કેટલા બધાં હિતકર હશે! પછી પ્રભુ મહાવીરના ચરણોમાં વંદન કર્યા, મહારાજા શ્રેણિક પાસે પોતે ચોર છે તેની કબૂલાત કરી અને સઘળો ચોરી કરેલો માલ રાજાને અર્પિત કરી દીધો અને પોતાને માફ કરી દે છે જેથી પોતે ભગવંત પાસે દીક્ષા લઇ શકે. રાજાએ જોયું તેને ચોરી કરેલો બધો માલ પણ આપી દીધો છે અને હવે આ દીક્ષિત થશે એટલે આગળના જીવનમાં ચોરી પણ નહી કરે માટે તેને માફ કરી દીધો. રોહિણીયાએ પ્રભુ પાસે દીક્ષા લીધી અને તપમય - ત્યાગમય જીવન ગાળી પોતાનું જીવન ધન્ય કરી મોક્ષ પામે છે. શ્રવણ ધર્મમાં એવી પ્રભાવકતા છે કે અધમમાં અધમ વ્યક્તિના અંધકારઘેરા હૃદયમાં ધર્મનો પ્રકાશ પાથરીને પરિવર્તન આણે છે. ભગવંતના વાણીનું એક વચનામૃત ઘેરાયેલા વિષપૂર્ણ માનવીને સત્યના પંથે દોરી જાય છે. રોહિણીયા ચોરના જીવનમાં આવેલું આ પરિવર્તન આનું જ જ્વલંત ઉદાહરણ છે.

shravanbhakti

કિર્તન ભક્તિ

શ્રવણરૂપી ધર્મને અંગીકાર કરવાથી જેના હૃદયમાં પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે દિવ્યપ્રેમની ઉત્પત્તિ થઇ છે તેવા ભગવદ્ ગુણોના આરાધક ભક્તજનો પોતાના ઇષ્ટ - માર્ગદર્શકોના ગુણાનુવાદ અને કીર્તન કરવા સહજપણે પ્રેરાય છે, સજ્જનોનો સ્વભાવ જ એવો છે કે તેઓ પોતા ઉપર થયેલો ઉપકાર ભૂલતા નથી અને તેથી પરમાત્મા સદ્ગુરુનાં યશોગાન કરવા માટે તેઓ ઉલ્લાસભાવથી પોતાનાં તન-મન-yાન સર્વ સમર્પણ કરે છે. પરમાત્માના દિવ્ય ગુણોનું અને ચરિત્રોનું ભાવપૂર્વક મોટે સ્વરેથી અન્ય જીવો પણ સાંભળી શકે તેવી રીતે ઉચ્ચારણ કરવું તેને કીર્તન નામનો ભક્તિનો બીજો પ્રકાર કહ્યો છે.

સામાન્ય રીતે, યથોચિત મન - વચન - કાયાની શુદ્ધિ સહિત સંધ્યાકાળ પછીના સમયે આ સાધના કરવામાં આવે છે. જેથી અન્ય મનુષ્યો પણ પોતપોતાના વ્યવસાયમાંથી નિવૃત્તિ મેળવી તેનો લાભ લઇ શકે. આવી સત્કથાના પણ બે પ્રકાર મુખ્ય છેઃ પહેલા પ્રકારમાં નાનાં નાનાં આધ્યાત્મિક પદો, ભજનો કે ધૂનો બોલવામાં અને બોલાવવામાં આવે છે અને બીજો પક્ષ તેને ઝીલે છે. આવા ક્રમની સાધનામાં એકતારો, હાર્મોનિયમ કે આવા જ કોઇ સંગીતના મૃદુ સાધન સહિત મોટેથી ઉચ્ચારણ કરી પોતાના અને અન્યના ભક્તિના ભાવોને જગાડવામાં આવે છે અને એ રીતે ચિત્તશુદ્ધિનો પ્રયોગ સમૂહમાં કરવામાં આવે છે આ પ્રકારને ભાવના અથવા ભજન કહીએ છીએ.

બીજા પ્રકારને પારાયણ કહીએ. અહીં કોઇ એક પ્રસિદ્ધ શાસ્ત્રનું ક્રમશઃ વાંચન કરવામાં આવે છે અને મુખ્ય કથાકાર તે તે શાસ્ત્રના રહસ્યને જાણનાર, અનુભવી અને પ્રસિદ્ધ વક્તા હોય છે. આવું શાસ્ત્રપારાયણ દિવસમાં ત્રણ કલાકથી માંડીને છ કલાક સુધી સામાન્યપણે રાખવામાં આવે છે. એક સવારની અને એક બપોરની એમ બે કે ત્રણ બેઠકોમાં ધર્મવાર્તા સંભળાવવામાં આવે છે, જેમાં શાસ્ત્રાેક્ત ચરિત્ર કે તત્ત્વને સમજાવવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મની પ્રણાલિમાં તો આ પ્રકાર પ્રસિદ્ધ છે જ, પરંતુ વીતરાગ દર્શનમાં પણ સિદ્ધાંતજ્ઞોએ આ પ્રકારને સ્વાધ્યાયરૂપી તપના ચોથા અને પાંચમા પેટાવિભાગરૂપે પ્રતિપાદિત કરી આમ્નાય (ઘોષ) અને ધર્મોપદેશના (તત્વાર્થસૂત્ર) નામથી તેની પ્રસિદ્ધિ કરી છે.

જેમ જેમ જીવની પાત્રતા વધે છે, જેમ જેમ વધુને વધુ પ્રભુનું સ્વરૂપ અને માહત્મ્ય સમજાય છે તેમ તેમ જીવ પ્રભુભક્તિમાં ઓળઘોળ થતો જાય છે અને શ્રવણ, કીર્તન આદિ ભક્તિ દ્વારા એક ઉચ્ચકોટીની ભક્તિને પ્રાપ્ત થાય છે, આવા આત્મજ્ઞ સંત કે આવી વિશિષ્ટ સિદ્ધિ માટે પૂર્વજન્મના પ્રભુપ્રેમના સંસ્કાર, વર્તમાન જીવનમાં બાળપણથી જ ધર્મ અને સદાચારનો અભ્યાસ, ગુરુપરંપરા દ્વારા વ્યક્તિગત સિશ્તનું અનુશીલન, શ્રી દેવ-Nાષરુ-yાર્મ પ્રત્યે અંતરાત્માના આસ્વાદપૂર્વકની યથાર્થભક્તિ, છંદ, સંગીત, ભાષા, સ્વર પર વિશિષ્ટ પ્રભુત્વ અને જીભ પર જાણે કે સ્વયં સરસ્વતી જ બિરાજમાન થયાં હોય તેવો સહજ-સ્ફુરિત સ્પષ્ટ-મિષ્ટ-વાગ્ રણકાર ઇત્યાદિ અનેક સુદૃઢ પાસાંઓની આવશ્યકતા છે. આવા લૌકિક અને લોકોત્તર ગુણોના ધારક સંત મહાત્મા પાસેથી પ્રભુ - પ્રેમની વાત સાંભળવાનો અવસર પ્રાપ્ત થવો એ આ કાળમાં કોઇ મહત્પુણ્યના ઉદયથી જ બની શકે છે. આવા મહાત્મા જ્યારે પ્રભુ - ગુરુનો મહિમા કહેવા લાગી જાય છે ત્યારે ભાવોલ્લાસમાં આવી જઇને કોઇ વાર સમસ્ત શરીરમાં દિવ્ય - રોમાંચનો અનુભવ કરે છે, તો કોઇવાર તેમનાં નયનોમાંથી પ્રભુપ્રેમની અવિરલ અશ્રુધારા વહે છે, કોઇ વાર દેહભાન ભૂલીને નૃત્ય કરવા લાગે છે, કોઇ વાર ખૂબ મોટેથી પ્રભુ-Nાષણ ગાવા લાગી જાય છે, કોઇવાર પ્રભુના વિરહમાં જાણે કે ઉન્મત્તની માફક ચેષ્ટા કરતા હોય તેવું લાગે છે, તો કોઇ વાર આત્યંતિકપણે ભાવવિભોર થઇ જવાથી ગળું ભરાઇ જતાં દસ-વીસ સેકંડો સુધી વાગ્ધારા તૂટી જાય છે. આ અને આવા અનેક પ્રકારો બનતાં તે મહાત્મા પોતે વિશિષ્ટ સાત્ત્વિક આનંદનો અનુભવ કરે છે અને તેમના જીવનમાં એવી તો એક આનંદની લહેર વ્યાપી જાય છે કે પોતાનું સાધનામય જીવન તો પ્રસન્નતાથી ભરાઇ જ જાય છે, પણ આજુબાજુના અનેક મનુષ્ય પર પણ જાણે કે દિવ્યતાનો એક પટ છવાઇ જાય છે અને તત્ક્ષણ પૂરતો તેમને શાંતિનો અનુભવ થાય છે. આ કાળે આવા ઉત્તમ સંતનો ક્વચિત્ જ યોગ બને છે.

 

ભારતીય ભક્તિ-પરંપરામાં મધ્યયુગમાં થયેલા ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા, સંતશ્રી તુકારામ મહારાજ, ભક્તશિરોમણી શ્રી મીરાંબાઇ તથા શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ કીર્તનપદ્ધતિના વિકાસમાં અને પ્રસારમાં સારો ફાળો આપ્યો છે. કીર્તનરૂપી ભક્તિનો મહિમા અગાધ છે. તેનું મહત્વ જણાવતા કહ્યું છે કે ઃ

હે વીતરાગ દેવ! તમારા નામના કીર્તનમાત્રથી અમારા જેવા મનુષ્યોની સામે મનગમતી લક્ષ્મી (આત્મજ્ઞાનાદિ લક્ષ્મી) આજ્ઞા માગતી હાજર થઇ જાય છે.

ઇણ વિધ પરખી મન વિશ્રામી જિનવર ગુણ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે હો મલ્લિજિન..
શ્રીમદ્ આનંદઘનજીકૃત મલ્લિનાથસ્વામીનું સ્તવન

• • •

પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે; મ0 વાચક યશ કહે અવર ન ધ્યાવું, એ પ્રભુના ગુણ ગાઉં રે મનમોહન સ્વામી • • •
શ્રીમદ્ યશોવિજયજીકૃત અરનાથસ્વામીનું સ્તવન

નિરંતર મારા ધ્યાનમાં લાગેલા અને પ્રીતિપૂર્વક મારું ભજન કરવાવાળા તે ભક્તોને હું તત્ત્વજ્ઞાનરૂપી યોગ આપું છું, જેનાથી તેઓ મને પ્રાપ્ત કરે છે.
શ્રીમદ્ ભગવદ્ગીતા
• • •

હે નારદ! હું નથી વસતો વૈકુંઠમાં કે નથી વસતો યોગીઓનાં હૃદયમાં. જ્યાં મારા ભક્તો ગુણસંકીર્તન કરે છે ત્યાં હું વસું છું. • • •પદ્મપુરાણ-Aત્તરકાંડ

જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનનો હેતુ થતો નથી; માટે મુમુક્ષુએ જ્ઞાનની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. • • •શ્રીમદ્ રાજચંદ્ર.

આ પ્રમાણે ભક્તિમાર્ગની આરાધનામાં પ્રભુકીર્તનનું આગવું સ્થાન છે. અત્રે સાધકે એ ખ્યાલમાં રાખવાનું છે કે જેના ગુણોનું તે કીર્તન કરે છે, તેના સ્વરૂપની અને તેના ચરિત્રની પણ તેણે ભાવના કરવી જોઇએ. સાચા ભાવપૂર્ક ભગવાનનું નામકીર્તન કરવાથી કાયિક, વાચિક અને માનસિક શુદ્ધિની પ્રાપ્તિ થતાં ત્રણેય પ્રકારના (આધિ-વ્યાધિ-Aપાધિરૂપ) તાપોનો સમૂળ નાશ થઇ જાય છે, કરેલા પાપોનું પ્રાયýિાત્ત થઇ જાય છે, વિશિષ્ટ પુણ્યનો સ્વયં સંચય થાય છે અને પરમાત્મદર્શનને યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. જો કે કેવળ બૌદ્ધિક સ્તરે વિચારતાં કીર્તનનો મહિમા એકદમ ખ્યાલમાં આવતો નથી, પરંતુ જ્યારે, પૂર્વે થયેલા મહામુનિઓએ પણ પ્રભુગુણ શા માટે ગાયા હશે? એનો વિચાર કરીએ ત્યારે તેની અપૂર્વતા અને યથાર્થતાનો ખ્યાલ આવે છે.

છેલ્લા ઘણા જ વર્ષોથી ભૌતિક વિજ્ઞાને કરેલી અસાધારણ પ્રગતિ અને પાýાાત્ય વિચારસરણીની અસર હેઠળ આપણા દેશની ઘણી સુંદર સંસ્કારપ્રણાલીઓ ઘસાતી જતી જણાય છે, આમાંની આ અગત્યની પ્રણાલી તે કીર્તનપ્રણાલી છે. ભારતીય સંસ્કૃતિના હતચિંતકો માટે ગંભીરપણે આ બાબતનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આપણે સૌએ પોતાની જવાબદારી સમજી, પ્રથમ પગ પોતે જ મૂકવો જોઇએ એમ માની એવું આયોજન કરવું જોઇએ કે જેથી ભાવિ પેઢીઓને કીર્તનનો યોગ નિરંતર સાંપડતો રહે અને તે માટેનું સામાજિક, આર્થિક, બૌદ્ધિક અને શૈક્ષણિક સ્તરે યોગ્ય આયોજન થાય. આપણા જીવનને સાત્વિકતા અને શાંતિ આપનાર એવા પ્રભુ-Nાષરુ-Hાળર્તનને આપણા રોજબરોજના જીવનમાં વણી લઇએ એ જ અભ્યર્થના.

કિર્તન ભક્તિ - દૃષ્ટાંત : રાવણravanસત્પુરુષોના ગુણગ્રામ કરવા, સ્તુતિ કરવી, મંત્રોના ઉચ્ચારો કરવા કે ગોખવા, તે કોઇને કહી બતાવવું તે કીર્તન ભક્તિ. ભક્તિ એક શાંતિનું મંદિર અને આનંદનો મહાસાગર છે. પ્રભુની ભક્તિરૂપી અમૃતફુવારામાં રાવણે સ્નાન કરતા 'સવ્વિ જીવ કરૂં શાસનરસી'ની ભાવના ભાવી. ભક્તિમાં બાધા આવવાં છતાંય દેહભાન ભૂલેલા રાવણે ભક્તિ-નૃત્ય-સંગીત અખંડ રાખ્યું, કિર્તન ભક્તિના આ જ અખંડરસમાં રાવણે ભાવિ તિર્થંકરનામ કર્મનું ઉપાર્જન કર્યું.

રાવણ શબ્દ સાંભળતા જ આપણને દશ માથાવાળા લંકેશ્વરની યાદ કરાવે છે ખરૂંને? રાવણનું જીવન અને તેનું વ્યક્તિત્વ વિરોધાભાસી દેખાય છે તેના બન્ને વિરોધાભાસી છેડા આપણને ખબર છે. કે અષ્ટાપદને ઉપાડીને ફેંકવા તૈયાર થનાર પણ રાવણ અને ભગવાનની ભક્તિ ખાતર શરીરમાંથી નસ ખેંચી કાઢનાર પણ રાવણ! રાવણના કાળ સુધી આ બે વિરોધી અંતિમો તેમના જીવનમાં થતાં રહ્યાં. પણ ઘણીવાર માણસ મજબુર હોય છે કાંઇ એના હાથમાં નથી, પોતાની ભવિતવ્યતા અને કર્મ જેમ કરાવે તેમ તેને કરવું પડે છે, કઠપૂતળીની જેમ નાચવું પડે છે. નહિ તો આવા પ્રભુભક્ત આટલા કલંકિત કઇ રીતે બને? ઘરમાં અનેક રૂપવતી સ્ત્રાળઓ હોવા છતાં પરનારીમાં આસક્ત કેમ બને? પણ ભવિતવ્યતાની આજ્ઞાઓ ભલભલાને પણ સ્વીકારવી પડે છે.

રાવણના જીવનની સૌથી ધન્ય પળ, સૌથી ધન્ય ક્ષણ જે તેઓએ અષ્ટાપદ પર ભક્તિ કરી હતી તે હતી. જેના કારણે તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું, રાવણ વિષે આપણે ભલે ગમે તે સાંભળ્યું હશે પણ કીર્તન ભક્તિ થકી જ તેઓ તીર્થંકર ભગવંત પણ બનશે અને મોક્ષે પણ જશે એ પ્રસંગ આપણે અહીં જોઇએ.

એક વખત રાવણ તેમની રાણી મંદોદરી સાથે બેસી પુષ્પક વિમાનમાં રત્નાવલી નામની કન્યાને પરણવા જઇ રહ્યો હતો, પણ અચનાક જ રસ્તામાં તેમનું વિમાન અટકી ગયું, રાવણ તરત જ ક્રોધે ભરાયો! મારા વિમાનને અટકાવનારો કોણ? તેણે નીચે નજર કરી તો અષ્ટાપદ પર્વત પર રહેલા વાલિ મુનિ દેખાયા. ઓહ! આ એ જ વાલિ મુની છે જેમણે મને બગલમાં ઘાલી આખા જંબુદ્વીપને પ્રદક્ષિણા આપી હતી, પણ પહેલા આ ગૃહસ્થપણામાં હતા ત્યારે મારે આમને સાથે યુદ્ધ થયેલું, પણ હું એમને હરાવી શક્યો નહોતો. તેઓ અતુલ બલી હતા, મને મચ્છરની જેમ બગલમાં દબાવી દીધો હતો. પછી વૈરાગ્યવાસિત બની સાધુ બની ગયા હતા ત્યારે મે તેમને ખમાવી દીધા હતા. પણ અત્યારે મને ફરીથી ગુસ્સો આવ્યો. આ વાલિ સાધુ થયો પણ હજુ મારા પરનો ડંખ છોડતો નથી, સાધુના વેષમાં શેતાનનું કામ કરે છે, હું વિમાનમાં મારે રસ્તે ચાલતો જતો હતો એમાં એને અટકાવવાની શી જરૂર? આમ રાવણ ક્રોધિત થઇ ઉઠ્યો અને ક્રોધ વ્યાપ્ત થઇ તેણે પોતાને અટકાવનારને શું સજા મળવી જોઇએ તે વિચારવા લાગ્યો. પોતાની પુરી તાકાત લગાવી પૂરા પર્વતને નદીમાં ડુબાડવા તે સજ્જ થઇ ગયો. આ વિચારને જ કૃષ્ણલેશ્યા વિચાર કહેવાય છે કે જાંબુ ખાવા માટે ઝાડને જ કાપી નાખવું. રાવણે પોતાની એક હજાર વિદ્યાઓનું સ્મરણ કરી પોતાના વિદ્યાબળથી આખો અષ્ટાપદ પર્વતને અદ્ધર ઉપાડી લીધો, આઠ યોજનનો પર્વત અદ્ધર ઉચકાય એટલે શું, ભયંકર ખળભળાટ મચી ગયો. આ બાજુ વાલિ મુનિ વિચારમાં પડી ગયા.. અરે અચાનક વાતાવરણ અશાંત કેમ બની ગયું? શાંત સરોવરમાં પથ્થર કોણે નાખ્યો? કોણ આ પર્વતને હલાવી રહ્યું છે? મુનિએ પોતાના જ્ઞાનથી જાણ્યું કે આ રાવણનું પરાક્રમ છે. વાલિ મુનિએ વિચાર્યું કે જો રાવણે મારા પર હુમલો કર્યો હોત તો મારે પ્રતિકાર કરવાની જરૂર નહોતી કારણ કે ક્ષમા અને અહિંસા આ જ મારો ધર્મ છે, જે કાંઇ પણ કષ્ટ પડે તે મારે સમતાભાવે સહન કરવા જોઇએ પણ આ મુરખાએ તો આ આખા તીર્થને પણ ડૂબાડવા માંડ્યો છે. અત્યારે મારાથી ઉપેક્ષા કેમ થાય? વાલિ મુનિએ પોતાની શક્તિથી પગનો અંગૂઠો સહેજ દબાવ્યો અને તરત જ રાવણ પર ભયંકર દબાણ આવ્યું અને આખો આઠ યોજન ડુંગરનો ભાર તેના પર ખડકાયો અને તેને હાર સ્વીકારવી પડી. તેનો ક્રોધ શાંત થતા તેને સમજાયું કે મારું વિમાન હકિકતમાં વાલિમુનિએ રોક્યું જ નહોતું પણ તેમના તપના તેજથી મારું પુષ્પક વિમાન રોકાઇ ગયું હતું. અને તેને ભયંકર પýાાત્તાપ થવા લાગ્યો કે તેણે આખા તીર્થને ડુબાડવાની ચેષ્ટા કરી !! જીવોને તારનારા તીર્થને પોતે જ ડુબાડવા ચાલ્યો?? લોકો તીર્થમાં તરવા આવે અને હું જ તેને ડૂબાડવા ચાલ્યો.. મારા જેવું પામર કોણ? આમ પોતે પýાાત્તાપની ગંગામાં સ્નાન કરવા લાગ્યા. પોતે વાલિમુનિપાસે જઇ ક્ષમાયાચના કરી અને ક્ષમાશ્રમણ વાલિમુનિએ તેને ક્યારનીયે ક્ષમા આપી જ દીધી હતી.

પýાાત્તાપની આગમાં બળતા રાવણ અષ્ટાપદના મંદિરમાં ગયા, જ્યાં ભરત મહારાજાએ બનાવેલા સોનાના મંદિરો અને રત્નોની મનોહર મૂર્તિઓ જોઇ તેમનો મનનો મોરલો નાચવા લાગ્યો. મનમાં થયું આવા સુંદર તીર્થને તું નષ્ટ કરવા તૈયાર થયો? તેમની પત્ની મંદોદરી તેમની સાથે જ હતી. તે બંન્ને ભગવાનની ભક્તિમાં એકાકાર બની ગયા. રાણી મંદોદરી નૃત્યમાં ખૂબ જ કુશળ હતા અને રાવણ સંગીતમાં નિષ્ણાત હતા. મંદોદરી પ્રભુ સમક્ષ ભાવપૂર્વક નૃત્ય કરવા લાગી અને રાવણ વીણા વગાડવા લાગ્યા, ભગવાનની કીર્તનભક્તિ કરતા કરતા પોતાના પાપોને ધોવા તે ભક્તિની ગંગામાં સ્નાન કરવા લાગ્યા.

પણ ઓહ! આ શું? અચનાક જ રાવણની વીણાનો એક તાર તૂટી ગયો. હવે ? રંગમાં ભંગ? ના.. ના.. રંગમાં ભંગ તો નથી જ પડવા દેવો. એની પહેલા કે તે વીણાના સૂર બેસૂરા થાય, ક્ષણ વારમાં જ રાવણે પોતાના શરીરની જાંઘમાંથી એક નસ ખેંચી કાઢી અને વીણામાં જોડી દીધી. પગની જંગામાંથી લોહની ધારા ફૂટી નીકળવા છતાંય રાવણના મનમાં આનંદ સમતો ન હતો, રોમેરોમમાં ભક્તિ જાણે રોમરૂપે અંકુરિત બની હતી, તેમના મનમાં થવા લાગ્યું કે શું આ આનંદ હું એકલો જ માણીશ? શા માટે સર્વ જીવોને મારા આ આનંદમાં ભાગીદાર ન બનાવું? સર્વ જીવોને સંસાર દુઃખમાં તરફડતા છોડી દઇશ, હે જગતના જીવો અહીં આવો! શા માટે દુઃખી બની ભટકી રહ્યા છે, પ્રભુની ભક્તિરૂપી અમૃતફુવારામાં તમે સ્નાન કરો, ભક્તિ એક શાંતિનું મંદિર અને આનંદનો મહાસાગર છે. આમ તેણે સવિ જીવ કરૂં શાસનરસીની ભાવના ભાવી અને ભક્તિ-નૃત્ય-સંગીત અખંડ રહ્યું. કીર્તનભક્તિના આ જ અખંડરસમાં રાવણે ભાવિ તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું. ધન્ય છે પળ!! ધન્ય છે તે ભક્તિ!! ધન્ય છે તે ભક્ત!!

chintavanlogo

ચિંતવન

વૃત્તિ બાહ્યભાવ તજી પ્રભુ સન્મુખ બને તે અર્થે ચિંતવન કરવું. જેમ જેમ સાધક ભક્તિમાર્ગની આરાધનામાં આગળ વધતો જાય છે, તેમ તેમ તેના ભાવોની નિર્મળતા વધતી જાય છે અને તેવા નિર્મળ ભાવવાળો ભક્ત પ્રભુનું ચિંતન-મનન-yયાન કરવાની શક્તિ પ્રાપ્ત કરતો જાય છે. અત્યાર સુધી સ્થૂળ એવી ઇદ્રિયોનાં આલંબનથી પ્રભુનો પરિચય કરતો હતો. જેમ કે કાન દ્વારા પ્રભુના મહિમાનું શ્રવણ કરતો હતો, જીભ દ્વારા મોટા ઉચ્ચારણથી તેમનું કીર્તન કરતો હતો, પોતાની કાયિક શુદ્ધિથી પ્રભુના દર્શન, પૂજન, તીર્થોના દર્શન વગેરેમાં પ્રવર્તતો હતો. હવે નિર્મળબુદ્ધિની પ્રાપ્તિ થતાં સૂક્ષ્મ એવા ચિત્ત દ્વારા ચિંતનનો અભ્યાસ કરે છે. આગળની ભૂમિકામાં ચિંતનમાં સ્થિર થતાં ધ્યાનની દશાને પ્રાપ્ત કરે છે. ચિંતવનની સાધના બે પેટાવિભાગમાં પાડી શકાય.

1) જાપ અને 2) ચિંતવન.

1) જાપ ઃ જાપમાં પ્રભુનો કે ગુરુનો વારંવાર અંતરમાં મહિમા લાવી, વિશેષ પ્રયત્નપૂર્વક તેમના નામનો અથવા તેમણે આપેલા મંત્રનો જાપ કરવાનો છે.

અહીં સુધી જે ભક્ત પહોંચ્યો છે, તેનામાં વિવેક, વિનય, નિયમિતતા આદિ ગુણો પ્રગટ્યા હોય છે. આવા સાધકે જાપની સાધના માટે સેવા-પૂજાનો અલગ ઓરડો રાખવો. આ ઓરડો એવો હોય કે જેમાં બીજાં કોઇ સાંસારિક કાર્યો ન કરવામાં આવતાં હોય. આમ કરવાથી વાતાવરણની પવિત્રતા જળવાય છે. ઓરડામાં ઇષ્ટદેવ, ગુરુ કે સંતોના ફોટા રાખવાથી મનની પવિત્રતા જાળવવામાં સરળતા પડે છે. પ્રવૃત્તિમય કાળ દરમ્યાન મંત્ર બોલવાની કે પ્રભુનામના રટણની સિદ્ધિ કરવા. શરૂઆતમાં, કોઇ પણ વસ્તુ ખાતાં-પીતાં પહેલા પ્રભુનામ બોલવાનો નિયમ લેવો. જેથી દસ પંદર વખત તો પ્રભુજીનું નામ જીભ પર રમતું થઇ જાય. થોડા અભ્યાસ પછી તેમાં નીચે પ્રમાણે ધીમે ધીમે ઉમેરો કરતા જવું.

1) સવારે ઊંઘમાંથી ઊઠીને તરત અને રાત્રે સૂતી વખતે.

2) ઘરમાંથી કોઇ પણ કાર્ય કરવા માટે બહાર જતી વખતે. આ રીતે ક્રમ વધારતા વધારતા આ અભ્યાસ દ્વારા જીવ એટલો આગળ વધી શકે છે કે તે ખરેખર મહાન સાધની કક્ષામાં આવી જાય છે, કારણ કે આ અભ્યાસ દ્વારા હવે તે વખતો વખત પ્રભુનંં નામ બોલતો થઇ જાય છે. આ વત થઇ પ્રવૃત્તિ દરમ્યાન જાપની. આવો ભક્ત સાધક સવાર - સાંજ થઇ શાંતપણે ત્રણ માળાનો જાપ કરતો થાય, આગળ ઉપર ધીમે ધીમે પ્રબુદ્ધ ભક્ત તો જેમનું નામ તે જપે છે તેમનું સ્મરણ પણ કરતો થઇ જશે. કારણ કે નામ-નામી અભિન્ન છે. જેવી રીતે રાજનું નામ બોલતાં તેનો મહેલ, વૈભવ, લશ્કર, અંતઃપુર, સત્તા વગેરેનું સ્મરણ થાય છે, તેવી રીતે પ્રભુ કે ગુરુનં નામ લેતાં તેમનાં જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, સમાધિ, ક્ષમા, વૈરાગ્ય, પરમ સંયમ વગેરે ઉત્તમ ગુણોનું સ્મરણ વિવેકી ભક્તોને થાય છે. માટે જ નામ જાપનો કે મંત્ર જાપનો મહિમા મહાપુરુષોએ કહ્યો છે.

2) ચિંતવન ઃ ચિંતવનમાં જેમનું નામ જપીએ છીએ અથવા જે મંત્રનો જાપ કરીએ છીએ તેના અર્થને અનુરૂપ ચિંતવન કરવાનું છે. એટલે કે પ્રભુના કે ગુરુના સ્વરૂપને કે તેમના ગુણોને યાદ કરવાના છે. આને સ્મરણ પણ કહે છે.

જે મંત્રનો જાપ કરતા હોઇએ તેના અર્થનું ચિંતન કરવું અથવા જે પ્રભુનું નામ લેતા હોઇ તેમના સ્વરૂપનું, મૂર્તિનું અવલંબન લઇ તેમના ગુણોનું ચિંતન કરવું. શાંત, પવિત્ર, સૌમ્ય, સમાધિના આનંદમાં મગ્ન પરમાત્માનું ચિંતવન કરવાથી આપણામાં પણ તેવા ભાવોનું સ્ફુરણ થાય છે; કારણ કે આત્મા, ભાવપૂર્વક જેનું જેનું ચિંતન કરે તેના તેના જેવો તે થાય છે. આ અભ્યાસની સિદ્ધિ માટે ખૂબ વિવેક, પરિશ્રમ, ધીરજ, વૈરાગ્ય, સહનશીલતા, અડગનિýાળબળ, માર્ગદર્શક પ્રેરક ગુરુ, આત્મવિશ્વાસ અને અભ્યાસની જરૂર પડે છે.

શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વદૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.

 

તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપના ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.

નામસ્મરણ (જાપ)ના અભ્યાસમાં ઉપયોગી મુદ્દા

1) પવિત્રતા ઃ પવિત્ર પુરુષોના ગુણો અને ચારિત્રને યાદ કરવા માટે ભક્તમાં ભૂમિકારૂપ પવિત્રતા આવશ્યક છે. માટે મોટાં વ્યસન અને સર્વ પ્રકારના દુરાચારનો ત્યાગ જરૂરી છે.

2) આહાર - વિહારની શિસ્ત ઃ સાદો, સાત્વિક અને મિતાહાર સાધનામાં ઉપયોગી છે. ભરપેટ અને ભારે આહાર પ્રમાદજનક હોવાથી આસન - સ્થિરતાને બાધક થઇ ચંચળતા ઉપજાવે છે, તેથી તે વર્જ્ય છે.

3) ભૂમિકા ઉપાર્જન ઃ શાંત, નિર્મળ ચિત્તથી ચિંતવનમાં જલ્દીથી સફળતા મળે છે. દૈનિક ગૃહસ્થકાર્યોમાં રોકાયેલો ભક્ત સ્મરણ જાપ કરવા બેસે તે પહેલા બે ત્રણ ભક્તિ - વૈરાગ્યનાં પદો બોલે અથવા દસેક મિનીટ શાસ્ત્રવાંચન કરે તો તેનું ચિત્ત સ્મરણને યોગ્ય બને છે, ચીકણા વાસણ ઉપર જેમ કલાઇ ચઢતી નથી અથવા છાર પર લીંપણ કરવાથી તે ટકતું નથી તેમ અતિશય ક્ષુબ્ધ (અશાંત) અને મલીન મન પ્રભુનામમાં કે પ્રભુસ્મરણમાં ચોંટવાની યોગ્યતાવાળું હોઇ શકતું નથી.

4) નિયત સ્થાન અને સમય ઃ અમુક ચોIસ સમયે અને ચોIસ જગ્યાએ અભ્યાસ કરવાથી ચિત્તવૃત્તિનો પ્રવાહ એક દિશામાં સહેજે સહેજે વળતો જાય છે.

5) સાધનાનું સાતત્ય ઃ ચિંતવન - સ્મરણ દરરોજ કરવું આવશ્યક છે. થોડા દિવસોનો આંતરો પડી જવાથી ચિત્તને પાછું એકાગ્ર કરવામાં મુશ્કેલી પડે છે. લગ્ન, મરણ, મુસાફરી, અકસ્માત, માંદગી કે એવા વિપરીત સંજોગોમાં સમય થોડો ઓછો કરીને પણ ચિંતવનના ક્રમને સંભાળી લેવાથી ઘણો ઘણો લાભ થાય છે. જાપમાં બેઠા પછી વચમાં બીજું કોઇ કાર્ય કરવાનું નથી.

6) ચિંતનમાં અવલંબનનો સ્વીકાર ઃ ચિંતનમાં પોતાના ઇષ્ટ પરમાત્મા કે સદ્ગુરુની મૂર્તિ, મુદ્રા કે ચરિત્ર પ્રસંગોમાં પોતાનું ચિત્ત જોડવું, જો તેમાં મંદવૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું, તેમનો સાધનાકાળનું સ્મરણ કરવું, તેમના અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ કરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોતકૃષ્ટ ઉપકાર તથા કલ્યાણસ્વરૂપ છે.

જાપમાં ઉચ્ચારણ વિશે

1) મંત્રોનો જાપ બહુ મોટેથી પણ નહી અને બહુ ધીમા સ્વરમાં પણ નહી - એ પ્રમાણે કરવો.

2) મંત્રના શબ્દનો ઉચ્ચાર શુદ્ધ અને સ્પષ્ટ કરવો.

3) મંત્ર બોલવાની ગતિ મધ્યમ રાખવી, બહુ જલ્દી બોલવાથી તેના અર્થના ચિંતવનમાં પાછળ રહી જવાય છે અને બહુ ધીમી ગતિએ બોલવાથી પ્રમાદ ઊપજવાનો ભય રહે છે.

આ પ્રમાણે ભક્ત, જાપમાંથી સ્મરણમાં ચિતવૃત્તિ સ્થિર થતાં આગળની ભૂમિકામાં જાય છે.

ચિંતન એ પ્રકાશ છે,
પ્રકાશ પ્રેરણા આપે છે.
ચિંતનથી સ્મરણશક્તિ વધે છે.
ચિંતનથી પ્રતિભાશક્તિ ખીલે છે.
ચિંતનથી જ્ઞાનાવરણ તૂટે છે.
જ્ઞાનાવરણ તૂટવાથી જ્ઞાનનો ઉઘાડ થાય છે.
જ્ઞાનના ઉઘાડથી મોહનીય કર્મ દબાય છે.
મોહનીય કર્મ દબાવવાથી વૈરાગ્ય વર્ધમાન થાય છે.
વૈરાગ્ય વધતાં ફરીથી જ્ઞાન વધે છે.
આવો અદ્ભુત જ્ઞાન - વૈરાગ્યનો સંબંધ છે.
તેનું પૂર્ણપણું એટલે સંપૂર્ણ જ્ઞાન ને વીતરાગતા.
સંપૂર્ણજ્ઞાન અને વીતરાગતા એ જ પૂર્ણાનંદ, એ જ બ્રહ્માનંદ.

આ પ્રકારે ચિંતવનનો અપૂર્વ મહિમા અંતરમાં લાવી, તેવા ઉત્તમ ભાવો આપણા આત્માને વિષે નિરંતર ઉપજે અને સ્થિર રહે તેવા પુરુષાર્થમાં લાગવાની પ્રભુ આપણને શક્તિ આપે એ જ અભ્યર્થના.

ચિંતવન ભક્તિ - દૃષ્ટાંત : માસતુષ મુનિ

maastus"જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ નકરો.'' આ પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે માસતુષ મુનિના ગુરુ તેમને બોધ આપે છે. પરંતુ પૂર્વ ભવના જ્ઞાનાવરણીય કર્મને લીધે ગાથા ભૂલીને માસતુષ, માસતુષ એમ ગોખવા લાગે છે, પરંતુ અડદના દાણા અને છીલકા અલગ થતાં જોઇ આ ગાથાના અક્ષર પાછળના ભાવને સમજી તેના પર ચિંતવને ચડી જાય છે અને આત્મજ્ઞાન પામી આત્મજ્ઞાની બની જાય છે.

માસતુસમુનિની કથા સંપ્રદાયાનુસાર આ પ્રમાણે છે. એક આચાર્ય હતા, તે આચાર્ય ગુણરૂપરત્નોના મહાનિધાન હતા. શ્રુતરૂપ મધુરસના અર્થી શિષ્યરૂપી ભમરાઓ તેમના ચરણકમળની સેવા કરી રહ્યા હતા. સૂત્ર-અર્થ રૂપી પાણી આપવામાં મહામેઘ સમાન હતા. શિષ્યોને સૂત્ર-અર્થ આપવામાં થાકતા ન હતા. સંઘ વગેરેના કાર્યોરૂપ ભારને પાર પમાડવામાં વૃષભ સમાન હતા.

તેમના દીક્ષિત બનેલા બીજા બંધુ હતા. કે જે વિશિષ્ટશ્રુતથી રહિત હતા. બેસવુ, ઉંઘવું વગેરે ઇચ્છા મુજબ કરતા હતા. સ્વાર્થમાં તત્પર હતા. એક વખત તે આચાર્ય ભગવંત કોઇ કાર્ય કરીને થાકી ગયા પણ મુગ્ધબુદ્ધિ શિષ્યોએ આચાર્ય થાકી ગયા છે માટે હમણાં વાચના નહિ લેવી જોઇએ એમ અવસરને જોયા વિના (ઓળખ્યા વિના) તેમની પાસે વાચના લીધી. ખૂબ જ થાકના કારણે વાચના આપવાને અસમર્થ હોવા છતાં શિષ્યોએ વાચના લેવાથી આચાર્ય ખિન્ન બની ગયા. ખિન્ન બનેલા તેમણે વિચાર્યું કે આ મારો ભાઇ ધન્ય છે, પુણ્યવાન છે, કારણ કે એ ગુણરહિત છે, એથી કોઇ જાતની પરાધીનતા વિના સુખપૂર્વક સૂઇ શકે છે. પણ હું અધન્ય છું કારણ કે મારા પોતાના જ ગુણોએ મને પરાધીન બનાવી દીધો છે. આથી હું સુખે રહી શકતો નથી, તેમણે આવી વિચારણા કરીને જ્ઞાનની અવજ્ઞા કરવાથી ઘોર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું, અશુભ વિચારણાની આલોચના કર્યા વિના મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને કોઇક સ્થળે સારા કૂળમાં જન્મ પામ્યા. સમય જતાં સાધુનો સંપર્ક થવાથી જૈન ધર્મ પામ્યા. સુગુરની પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી આચાર્ય મહારાજ પાસે સામાયિક શ્રુતભણવાનું શરૂ કર્યું. પણ પૂર્વભવમાં બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી એક પદપણ ભણી શકતા નથી. શ્રુતજ્ઞાન ઉપર બહુમાન હોવા છતાં અને નિરંતર ભણવા છતાં એક પદ પણ યાદ રહેતું નથી. આથી આચાર્ય મહારાજે તે તપસ્વી સાધુને ભણવામાં (Hંઠસ્થ કરવામાં) અસમર્થ જાણીને મા રુસ મા તુસ એટલે કે રાગ ન કર અને દ્વેષ ન કર એ પ્રમાણે સંક્ષેપમાં સામાયિકશ્રુતનો અર્થ અને મર્મ સમજાવ્યો. અને મા રુસ મા તુસ એ પ્રમાણે કંઠસ્થ કરવાનું કહ્યું. આથી તે મુનિ ભક્તિપૂર્વક મોટેથી ગોખવા લાગ્યા. પણ તેમાં પણ ભૂલી જાય છે. ઘણા પ્રયત્નથી તેને યાદ કરે. યાદ આવે એટલે આનંદમાં આવીને ગોખવા લાગે. આમ છતાં મા રુસ મા તુસના બદલે માસ તુસ એમ ગોખવા લાગે. દરરોજ માસતુસ એમ ગોખવાથી રમતિયાળ છોકરાઓએ તેમનું માસતુસ એવું નામ પાડી દીધું. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી માસતુસ એ પણ ભૂલી જાય ત્યારે ગોખવાનું બંધ કરીને શૂન્યચિત્તે બેસી રહેતા તેમને આ રીતે બેઠાલા જોઇને બાળકો હસીને અહો! આ માસતુસ મુનિ મૌનપણે બેઠા છે એમ બોલતા. આથી તે મુનિ બાળકોએ મને યાદ કરાવ્યું તે સારુ કર્યું એમ માનતા યાદ કરાવવા બદલ બાળકોનો ઉપકાર માનીને ફરી માસતુસ એ પ્રમાણે ગોખવાનું શરૂ કરી દેતાં. તેમને માસતુસ એમ ખોટું બોલતા સાંભળીને સાધુઓ આદરથી મા રુસ મા તુસ એમ ગોખો એ પ્રમાણે શીખવાડતા હતા. આથી આનંદ પામીને તે મા રુસ મા તુસ એમ ગોખવા લાગતા. પણ થોડીવાર પછી પાછું ભૂલીને માસતુસ એમ ગોખવા લાગતા. તેમને વિચાર આવે છે કે માસતુષનો કંઇક અર્થ તો થાય છે પણ તેમાંથી ગુરુવર શું સમજાવા માંગે છે તે ખબર નથી પડતી. આમ તો માસ એટલે અડદ થાય અને તુષ નો અર્થ તેની છાલ થાય બીજો તો કોઇ અર્થ ખાસ નથી થતો પણ પ્રબળ ગુરુભક્તિથી તેમ સમજે છે કે જે મંત્ર દીધો છે તે બરાબર જ છે અને મારે ગોખવાનો જ છે. એક દિવસ સાધુ નગરમાં જઇ રહ્યા હતા ત્યારે એક ઓટલા પર એક મહિલા અડદની દાળ ધોઇ રહી હતી અને તેમાંથી અડદના છિલકા અલગ થઇ જતા હોય છે. આ દૃશ્ય જોઇને મુનિનું મન હવે મૌન થઇ ગયું, ચિત્ત શાંત અને સ્થિર થઇ ગયું, ગુરુભક્તિની કૃપાથી ગુરુએ જે અર્થ અને મર્મ સમજાવ્યો હતો તેના ઉપર ચિંતવને ચડી ગયા કે જેમ અડદની દાળ અને તેના છિલકા અલગ અલગ થઇ ગયા અને તેનું શુદ્ધ સ્વચ્છસ્વરૂપ રાખે છે, તેમ જ આ આત્માની પણ વાત છે. આ આત્મા કર્મ રાગદ્વેષ મોહ અનેક છાલોથી ઘેરાયેલો છે, વસ્તુતઃ આત્મા એક ન્યારી જ વસ્તુ છે અને આ બધા વિકાર ન્યારી વસ્તુ છે. એમ વારંવાર આ ભાવના મનાવે તો આત્મા શુદ્ધ અને સ્વચ્છ થઇ જશે. આ રીતે માસતુષમુનિને આત્મજ્ઞાન, ગુરુભગવંતના એક અક્ષર પર ચિંતવન કરવાથી થયું, માટે સત્પુરુષના વચનોનું ચિંતવન એ તો મુક્તિનું કારણ જ બની રહે છે.

45sevanvandan

સેવન - વંદન ભક્તિ

સેવન ઃ ભાવના, બાર ભાવના વગેરે વારંવાર વિચારી આપણા ભાવ, જે ચિંતવનથી આત્મહિતનો નિર્ણય થયો હોય તે રૂપ રહ્યા કરે એવો અભ્યાસ પાડવો. જેમ માળામાં ચકલી ઈંડા ઉપર બેસી રહે છે અને બચ્ચું થતાં સુધી ઈંડું સેવે છે, તેમ આત્મજ્ઞાન થતાં સુધી સદ્ગુરુની આજ્ઞાનું સેવન કરવાનું છેજી.

વંદન ઃ સંસારભાવમાંથી વૃત્તિ વાળીને સદ્ગુરુચરણે રાખવાનો પુરુષાર્થ; એક વાર પ્રભુવંદના (પ્રભુને ઓળખીને) આગમ રીતે થાય.

इक्कोवि नमुक्कारो जिनवरवसहस्
वद्धमाणस्स, संसारसागराओ तारेइ नरं व नारीं वा.

શ્રવણ - કીર્તનઆદિ ભક્તિના પ્રકારોની આરાધનાથી જેના હૃદયમાં પ્રસ્ફુટિત થયો છે. પ્રભુપ્રેમ તેવો ભક્ત હવે સ્થૂળ અપેક્ષાએ પણ પ્રભુના ધનિષ્ઠ સાન્નિધ્યને ઝંખે છે અને આ કાર્યની સિદ્ધિ માટે યથાયોગ્ય ધર્મસ્થાનકોમાં જઇ પોતાના અંતરંગ પ્રેમના બાહ્ય પ્રતીકરૂપ એવી ભગવાન કે સદ્ગુરૂની મૂર્તિ, ચિત્રપટ કે અંકનનું અવલંબન લઇ તેમનાં દર્શન, વંદન, પૂજન, સેવા, અભિષેક, સ્નાત્રપૂજા, ભક્તિ-ભાવના ઇત્યાદિમાં પ્રવૃત્ત થાય છે અને જો પ્રત્યક્ષ સદ્ગુરુનો લાભ મળે તેમ હોય તો સર્વ પ્રકારે પોતાનાં તન-મન-yાનથી તેમની સેવા શુશ્રૂષામાં ઉલ્લાસથી લાગ્યો રહે છે.

પ્રભુની સેવા - પૂજા કરવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ ભિન્ન ભિન્ન મત-સંપ્રદાયોમાં પ્રવર્તે છે અને તેથી પૂજાના પ્રકારો અને વિધિઓ પણ અનેક છે. સેવા-પૂજામાં અમુક સિદ્ધાંતોને જો ખ્યાલમાં રાખી કરવામાં આવે તો તે વિશેષ શ્રેયનું કારણ થવા યોગ્ય છે, જેમ કે સેવા પૂજામાં ઓછામાં ઓછા દ્રવ્યનો ઉપયોગ કરવો. અહિંસા અને જયણા ખાસ પાળવી. મૂર્તિની મહત્તા અને પવિત્રતા જળવાય એ રીતે મન, વચન, કાયાની પ્રવર્તીને જે પ્રકારે ભાવોની નિર્મળતા વધે તે પ્રકારે વર્તવું.

ભક્તજનોએ જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં દરરોજ પ્રભુનાં દર્શન કરવા દહેરાસરે જવું. યથાયોગ્ય શુદ્ધિ સહિત, ચોખ્ખાં કપડાં પહેરી, ઘરેથી નીકળતાં જ મનમાં પ્રભુનું સ્મરણ ચાલું કરી દેવું. હું સંસાર ભાવોથી નિવર્તું છું એવા ભાવ સાથે દેરાસમાં પ્રવેશતા પહેલાં ત્રણ વાર નિસીહિ બોલવું. ભગવાનની મૂર્તિનાં દર્શન થતાં નમો જિણાણં એમ ત્રણ વાર બોલવું. ભાવવાહિ સ્તુતિ વગેરે બોલવું, સ્તુતિ બોલતા આપણે કોઇ બીજા શ્રાવકોને અંતરાય ન થાય તે રીતે સ્તુતિ મનમાં અથવા એકદમ મંદસ્વરે બોલવી. ત્રણ પ્રદક્ષિણા કરવી.

પ્રભુદર્શનનું માહત્મ્ય કેવું છે?

દર્શનં દેવ દેવસ્ય, દર્શનં પાપનાશનં
દર્શનં સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનં.

પ્રભુદર્શન સુખ સંપદા, પ્રભુદર્શન નવનિધિ;
પ્રભુદર્શનથી પામિયે, સકલ મનોરથ સિદ્ધિ.

દર્શન કર્યા પછી શાંતિથી બેસીને પોતાની શક્તિ, ભક્તિ, સમય પ્રમાણે વિશેષ સ્તુતિ બોલવી, થોડીવાર પ્રભુનામ(મંત્ર)નો જાપ કરવો, સ્વાધ્યાય કરવો અને આ વિધિ પૂરી થયે શુદ્ધ ચિત્તથી પ્રભુનું ફરીથી સ્મરણ કરી વિધિને સમાપ્ત કરવી.

ભગવાનની કે ગુરુદેવની પૂજાના અનેક પ્રકારો શાસ્ત્રાેમાં વર્ણવેલા છે; તેમનાં મુખ્ય બે પ્રકાર છેઃ 1) દ્રવ્ય પૂજા અને 2) ભાવ-પૂજા.

દ્રવ્ય પૂજા ઃ મોટા ભાગના ભક્તો માટે આ પ્રકારની પૂજા જરૂરી અને ઉપકારી છે. સાધકે પ્રથમ ભૂમિકામાં પરમાત્માની પરમશાંત, સૌમ્ય મૂર્તિનું અવલંબન લઇ તેનું અંગલૂંછણ કરી, ચંદનઆદિથી પૂજા કરવાથી મન પવિત્ર અને શાંત બને છે. આ પૂજા આઠ પ્રકારી, સત્તર પ્રકારી એમ અનેક ભેદથી શાસ્ત્રાેમાં વર્ણવવામાં આવી છે. પણ આ સર્વ કરવા પાછળનું ધ્યેય ચિત્તની શુદ્ધિ કરવા કરવું. સૌથી વધારે પ્રચલિત પૂજા અષ્ટપ્રકારી પૂજા છે તેમાં પૂજાની જે સામગ્રી વપરાય છે તેની પાછળના રહેલા ભાવોને એકવાર જાણી લઈએ.

1) ભગવાનને શુદ્ધ જળ ચઢાવવાથી આત્મ-મલીનતા ધોવાય.

2) ભગવાનને ચંદન ચઢાવવાથી સંસારતાપ શાંત થઇ શીતળતા પ્રગટે.

3) ભગવાન સમીપ ફૂલ ચઢાવવાથી કામ-વિકારનો નાશ થાય.

4) ભગવાનને ધૂપ કરવાથી આઠ કર્મો બળી તેનો નાશ થતા ધૂપના ધૂમાડાની જેમ આત્મગતિ પણ ઉચ્ચ થતી જાય છે.

 

5) ભગવાન આગળ દીવો કરવાથી મોહરૂપી અંધકારનો નાશ થાય.

6) ભગવાનને અક્ષત (Sાાેખા) ચઢાવવાથી અક્ષય(મોક્ષ)પદની પ્રાપ્તિ થાય.

7) ભગવાનને નૈવેદ ચઢાવવાથી ક્ષુધારૂપી રોગનો નાશ થાય.

8) ભગવાન સમીપ ફળ ચઢાવવાથી ઉત્તમ એવા મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય.

ભાવ પૂજા ઃ આ પૂજાની અધ્યાત્મ-સાધનામાં સર્વત્ર મુખ્યતા છે અને ઉપરોક્ત દ્રવ્યપૂજાનું ફળ પણ પૂજા વખતે જેવા ભાવ રાખવામાં આવે છે તેના ઉપર જ મુખ્યપણે છે. સાધકની ભૂમિકા અને પાત્રતા વધતા વિવિધ સાધના દ્વારા બુદ્ધિ શુદ્ધ અને અતિ નિર્મળ થઇ જાય છે. ભાવપૂજાનું માહત્મ્ય આ દુહામાં કરવામાં આવ્યું છે.

ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવીયે, ભાવે કેવળજ્ઞાન.

ધ્યાનધૂપં મનઃપુષ્પં, પંચેદ્રિયહુતાશનમ્
ક્ષમા જાપ સંતોષ પૂજા, પૂજ્યો દેવો નિરંજનઃ

આ પ્રમાણે ભક્ત સાધક માટે તો ધ્યાનરૂપી ધૂપ, મનરૂપી પુષ્પ, પાંચ ઇદ્રિયોરૂપી અર્પણતા, ક્ષમારૂપી જાપ અને સંતોષરૂપી પૂજા દ્વારા દેહદેવળમાં રહેલા નિરંજન આત્મદેવરૂપી પરમાત્મા જ પૂજવા યોગ્ય છે.

આ રીતે વિધિથી આપેણે જે પૂજાનું અનુષ્ઠાન કર્યું તે વ્યક્તિગતપણે કે સામૂહિકપણે કરવાથી પોતાના ભાવોની વિશુદ્ધિ થાય છે અને દેવસ્થાનકના વાતાવરણમાં પણ એવી પવિત્રતાનાં સ્પંદનો ફેલાય છે, જેથી ત્યાં આવનાર કોઇપણ ભક્તજનને શાંતિ અને શીતળતાનો અનુભવ થાય છે. સૌ કોઇને સુખ, શાંતિ અને કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના આપણે પૂજાને અંતે બોલીએ છીએ, તે પણ સામૂહિક કલ્યાણભાવનાનું જ પ્રતીક છે. જેમ કે સમસ્ત જગતનું કલ્યાણ કરનારા એવા શ્રી તીર્થંકર ભગવંતો, ગણધરદેવો, પૂર્વાચાર્યો તથા ઋદ્ધિધારી મુનિઓ અમોને બોધ-સમાધિ અને શાંતિ આપનારા બનો. રોગ, ઉપદ્રવ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતા શાંત થાઓ. ચિત્તને સંતોષ થાઓ, સર્વ પ્રકારની સંપત્તિની વૃદ્ધિ થાઓ, પાપોની શાંતિ થાઓ અને અશુભ કર્મફળો શાંત થાઓ. સમસ્ત શ્રીસંઘમાં, ધર્મસભાના સભ્યોમાં, નગરના સર્વ લોકોમાં, રાજ્યમાં, દેશમાં, દુનિયામાં અને સમસ્ત ત્રણે લોકમાં સર્વત્ર શાંતિ થાઓ, શાંતિ થાઓ.

કબીર યહ તન જાત હૈ,
સકૈ તો ઠૌર લગાય,
કૈ સેવા કર સંતકી,
કૈ પ્રભુકે ગુણ ગાય.

મહાત્મા કબીર આ દોહામાં કહી ગયા છે કે આ શરીર તો અહીં જ પડી રહેવાનું છે, સાથે આવવાનું નથી, છેવટે તેની તો રાખ બની જવાની જ છે, માટે તેને ઠૌર એટલે કે યોગ્ય જગ્યાએ લગાવ, સફળ કરી દે તારા આ જનમને. તે કેવી રીતે? તો સંત પુરુષોની સેવા કરીને અને પ્રભુના ગુણો સમજીને, તેને ગાઇને તેની ભક્તિ કરીને.

અહીં જમાનાને અનુસરીને એક વાત વીચારીએ કે પ્રૌઢાવસ્થામાં ધર્મજીવનનું આયોજન હોવું આવશ્યક છે અને ખાસ કરીને તે છે સેવા અને સમર્પણતાનો ભાવ. વીવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ શક્તિઓ ધરાવનારા શ્રાવકો આપણા સમાજમાં મુખ્યત્વે જોવા મળે છે. પચાસ વર્ષની ઉંમરે તેઓએ વિવેક રાખી સમાજના આધ્યાત્મિક વિકાસમાં ભાગ લઇ શકે તેવા ચોIસ નિર્ણય પર આવવું જોઇએ. વિવેકી ધાર્મિક પુરુષે પ્રૌઢાવસ્થામાં પ્રવેશતા ગૃહસ્થ અને ઇતર વ્યવસ્થાની મમતા ઓછી કરવી જોઇએ.

આ માટે પોતાની આજુબાજુના તીર્થોમાં, ધર્મસ્થાનકોમાં પોતાના જીવનનો હવે પછીનો ભાગ ગાળવો જોઇએ. પૌષધાદિ, વ્યાખ્યાન, સત્સંગ, સેવા-પૂજન, વંદન વગેરે તીર્થક્ષેત્રોમાં જઇ કરવાથી વિશેષ પુણ્ય બાંધે છે અને અધ્યાત્માસાધના માટે ખૂબ જ અનુકૂળ નિવડે છે.

તીર્થમાં રહેવાથી શાંત, પવિત્ર વાતાવરણનો તેને લાભ મળશે અને સાત્ત્વિક દિનચર્યાનું સહેજે સહેજે પાલન થશે. ત્યાં આવતા સંત, મહાત્માઓ, સાધુ-સાધ્વી ભગવંતો, સાધર્મિક મુમુક્ષુઓ, યાત્રિકોના સત્સંગનો, આહારદાનનો, સેવા-શુશ્રૂષાનો પણ તેને લાભ મળી શકશે. ભગવાનની સેવા-પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થશે, વાંચન, લેખન, શ્રવણ, કીર્તન, ચિંતન-મનનનો અપૂર્વ યોગ સાંપડશે. આ અને આવા બીજા અનેક લાભોની સંભાવના હોવાને લીધે ભક્તજનોએ કબીરજીના ઉપરના દોહાને યાદ કરી આ પ્રમાણે પ્રવર્તવું તેને માટે હિતવાહ છે.

વંદન ભક્તિ - દૃષ્ટાંત : બાહુબલીbahubaliભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. આ દુહામાં ભાવનું માહતમ્ય કરવામાં આવ્યું છે. માત્ર વંદન કરવાના ભાવથી હજુ એક પગ ઉપાડ્યોને ત્યાંજ બાહુબલીજીએ સર્વ ઘાતી - અઘાતી કર્મો બાળી નાખ્યા. આવો છે વંદન ભક્તિનો મહિમા. માટે જ્ઞાનીઓને વંદનનો મહિમા આપણે જાણી તન-મન-ધન અને આત્મ સમર્પણતાથી વંદન કરવા જોઇએ.

ઋષભદેવપ્રભુ ભરત વિગેરે પુત્રોને રાજપાટ સોંપીને દીક્ષા લીધી. ભરત રાજા પણ 60 હજાર વર્ષે 6 ખંડ જિતીને વિનીતા નગરીમાં પાછા ફર્યા. હવે માત્ર નાના ભાઇ બાહુબલીને પોતાની આજ્ઞામાં લેવાનું કામ બાકી હતું. એક દિવસ ભરત મહારાજાએ સુવેગદૂત દ્વારા બાહુબલીજીને તક્ષશિલા સંદેશ મોકલ્યો, મહારાજા ભરતની આજ્ઞા માનો બાહુબલીજીએ પ્રતિ ઉત્તર આપ્યો હું કોઇની આજ્ઞા માનવા તૈયાર નથી.

એક તરફ ભરત મહારાજા ચક્રવર્તી થવાના હોવાથી શક્તિશાળી હતા જ પણ બાહુબલી પણ ખૂબ જ બળવાન હતા. બાહુબલીજીએ તેમના પૂર્વ ભવમાં 500 મુનિઓની વૈયાવચ્ચ અને ખૂબ જ સૂંદર સેવાભક્તિ કરી હતી. તે પુણ્ય ઉપાર્જનથી તેઓ અતુલ બળશાલી હતા. ભરત મહારાજાએ પોતાના નાના ભાઇ બાહુબલીને સમજાવવા બાર વર્ષ સુધી પ્રયત્નો કર્યા, તેમનો રાજ્યાભિષેક પણ લંબાયો, તો પણ પરિણામ કાંઇ ના આવ્યું ત્યારે ભરત મહારાજાએ લડાઈની તૈયારે કરાવી.

યુદ્ધની છેલ્લી ક્ષણે દેવોના ઇદ્ર વચ્ચે પડ્યા અને બન્ને ભાઇઓને વિનંતી કરી કે વીતરાગ પરમાત્માના પુત્રોને આ શુભતું નથી. સૈન્યનું યુદ્ધ બંધ કરો અને તમે બે જ એકબીજાના બળની પરીક્ષા કરો. આ વાત માની બંન્ને ભાઇ વચ્ચે દૃષ્ટિયુદ્ધ, વાગયુદ્ધ, દંડયુદ્ધ તેમ જ બાહુયુદ્ધ કર્યું. આ બધા જ યુદ્ધમાં ભરતરાજા હારી ગયા, ત્યાર બાદ મુષ્ટિ યુદ્ધમાં અંતિમ વિજય પ્રાપ્ત કરવા જ્યાં બાહુબલીજીએ હાથ ઉપાડયો ત્યાં ઉચ્ચ કુળને કારણે વિચાર પલટાયો ને હાથ થંભી ગયો.

બાહુબલીજીએ વિચાર્યું અહો! આ તો મારા વડીલબંધુ! મારા માટે તો એ પિતાતુલ્ય છે. નશ્વર સંસાર અને રાજ્ય માટે આ હું શું કરું છું? મારે રાજપાટ જ ના જોઇએ. પરંતુ આ ઉપાડેલી મુઠ્ઠિનું શું? તે જ વખતે એ મુઠ્ઠિથી માથાના સુશોભિત વાળનો લોચ કર્યો અને સંસારનો ત્યાગ કર્યો. ચારિત્ર ગ્રહણ કરેલ જોઇ ભરત મહારાજે વંદન કર્યા, ક્ષમા માંગી અને ગ્રહણ કરેલા સંયમ ધર્મની ભૂરી ભૂરી અનુમોદના કરી.

બાહુબલજીએ દીક્ષા તો લીધી પણ તેમને એક વિચાર આવ્યો કે જો હું ઋષભદેવ ભગવંત પાસે જઇશ તો મારે મારા 98 નાના ભાઇઓને, જેમણે મારા પહેલા દીક્ષા લીધી છે, તેમને વંદન કરવા પડશે માટે હું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ જઇશ. બસ આટલું માન તેમના મનમાં ઘર કરી ગયું. ત્યાર બાદ તેઓ કેવળજ્ઞાન પ્રાપ્તિ અર્થે કાઉસગ્ગમુદ્રામાં ધ્યાને ચડ્યા.

ખડ્ગાસનમાં બાહુબલીજી પુરા એક વર્ષ અચલ ઊભા રહ્યા, પંખીઓએ તેમના ઉપર માળા બાંધ્યા, હરણ જેવા ચંચળ પ્રાણી પણ બાહુબલીજીના પગ આગળ પોતાનું શરીર ખંજવાળી જતા, આવું એક વર્ષનું અચળ તપ બાહુબલીજીનું ચાલુ હતું પણ પગમાં કાંટો ખૂંચે તેમ શુભ ધ્યાનમાં અભિમાન ખટકતું રહ્યું, તેમની બન્ને બહેનોએ પણ દીક્ષા લીધી હતી. તેઓને ભાઇના આવા અહંકાર બદલ દુઃખ થયું, ભગવંતની આજ્ઞા મેળવી એ બંન્ને સાધ્વીઓ ભાઇને પ્રતિબોધવા ગઇ. ત્યાં જઇને તેઓએ કહ્યું વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચઢે કેવળ ન હોય રે. (અર્થાત્ ઃ મોટાભાઇ અભિમાન રૂપી હાથી પરથી નીચે ઉતરો. તેના પર બેસીને કોઇ દિવસ કેવળજ્ઞાન થાય નહી.) ગૂઢ અર્થ વાળા આ શબ્દો બાહુબલીજીના મન ઉપર અસર કરી ગઇ. પહેલા તેમને વિચાર આવ્યો કે હું હાથી પર તો નથી બેઠો પણ પછી તરત સમજાયું કે હું અભિમાનરૂપી હાથી પર બેઠો છું, અહંકાર છોડ્યા વિના મને કેવળજ્ઞાન કેવી રીતે મળશે? સૌથી પહેલા હું ભગવંતને વંદન કરી મારા 98 ભાઇઓને વંદન કરીશ એવા વિચાર સહ હજુ જ્યાં પગ ઉપાડ્યો ત્યાં જ તેમને કેવળજ્ઞાન ઉપજ્યું. ત્યાર બાદ ભારતભૂમિ પર વિચરી જીવો ઉપર અમાપ ઉપકારો કર્યા, ઘણા જીવોને સન્માર્ગે વાળી અંતે અષ્ટાપદ તીર્થ પરથી મુકિત પામ્યા. માત્ર વંદનના વિચારથી જ સર્વ ઘાતિ-અઘાતિ કર્મો બાળી નાખ્યાં, આવો છે વંદનભક્તિનો મહિમા. માટે જ્ઞાનીઓને વંદનનો મહિમા આપણે જાણી તન-મન-yાન અને આત્મ સમર્પણતાથી વંદન કરવા જોઇએ.

નેમિનાથ ભગવંતના વખતમાં શ્રી કૃષ્ણે 18000 સાધુઓને ખૂબ જ ભક્તિભાવ અને ભાવવિભોર થઇ વંદન કર્યા હતા તેના મહિમાને લીધે તેમની દુર્ગતિ અટકી હતી.

સેવન ભક્તિ - દૃષ્ટાંત : કંબલ - સંબલkambalsambalશેઠ જિનદાસે તિર્યંચજીવોની પણ આટી ઉત્કૃષ્ટ સેવા કરી, તેઓને મૃત્યુ સમયે મહામંત્ર નવકાર સંભળાવ્યો, મંત્રના પ્રભાવથી તિર્યંચ ગતિમાંથી કંબલ-સંબલ નામક દેવ થયા. ધન્ય હો શેઠ જિનદાસના સેવા ભાવને! આ કંબલ અને સંબલ નામના દેવોએ ભગવાન મહાવીર પર થયેલા સુદંષ્ટ્રદેવ દ્વારા નાવમાં કરેલા ઉપસર્ગનું નિવારણ કર્યું હતું. ધન્ય છે! કંબલ - સંબલ દેવોને

મથુરામાં જિનદાસ નામના એક અત્યંત સેવાભાવી વેપારી સાધુદાસી નામની પોતાની સ્ત્રાળ સાથે રહેતો હતો. જયણા અને અહિંસા પળાય તે અર્થે તેઓએ પોતાના કોઇ કામ માટે ઢોર ઢાંખર ન પાળવાનો નિયમ લીધો હતો. તેથી તેઓ ભેળસેળ વિનાનું ખાતરીબંધ દૂધ-qહીં એક ગોવાળણી પાસેથી તે ખરીદતા. વખત જતાં તે ગોવાળણને સાધુદાસીને બહેનપણા જેવો સંબંધ થઇ ગયો. એક વખત તે ગોવાળણને ઘેર વિવાહનો પ્રસંગ આવતાં સેવાભાવી શેઠ શેઠાણીએ પોતાને ત્યાંથી વસ્ત્ર, અલંકાર, ધન-yાાન્ય વગેરે પુષ્કળ પદાર્થો મોકલી આપ્યા. આથી પેલી ગોવાળણને ત્યાં આવેલા ગોવાળોમાં તેની શોભા સારી થઇ. ઉત્સવ પતી ગયા બાદ ખુશ થયેલા ગોવાળ-Nાાેવાળણ ત્રણ વર્ષની વયના પોતાના હૃષ્ટ-પુષ્ટ કંબલ અને સંબલ નામના બે બળદો લઇને શેઠને આપવા આવ્યા. શેઠે ના પાડવા છતાં તેમને બારણે બાંધી ચાલ્યા ગયા. સેવાભાવી શેઠ જિનદાસે વિચાર્યું કે જરૂર આ જીવો જોડે મારે કંઇક ઋણાનુબંધ લાગે છે, જો હું આ બળદો છોડી મૂકીશ તો બીજા ગમે તે લોકો તેમને હળ વગેરે સાથે જોડીને દુઃખી કરશે અને આ અણસમજુ ગોવાળ-Nાાેવાળણ તો તેમને પાછા લેશે જ નહિ. તો પછી નિર્દોષ ઘાસ-પાનથી આ બળદોનું પોષણ કરવાનું જ મારે માટે બાકી રહે છે અને તેણે તેમ જ કરવા માંડ્યું. તે બળદો પણ એટલા જાતવાન હતા કે શેઠની સર્વ ધાર્મિક પ્રક્રિયાઓ ધ્યાનથી લક્ષમાં રાખતા. શેઠ જ્યારે અષ્ટમી કે ચતુર્દશી ઉપવાસ કરે ત્યારે તે બળદો પણ કશું ઘાસ-પાન ખાય-પીવે નહિ. શેઠ તેમની આ ભદ્રિક વૃત્તિ જોઇ તેમના ઉપર પ્રસન્ન રહેતા તથા તેઓ સમજે કે ન સમજે તો પણ તેમના કાનમાં નવકાર અને ધર્મના વચનામૃતોનું સિંચન કરતા.

એક વખત નગરીમાં ભંડીરવરણ નામના યક્ષની યાત્રાનો ઉત્સવ આવ્યો. તે વખતે ગામના જુવાનો વાહનક્રીડાની શરતો રમતા. તે ગામમાં જિનદાસનો એક કૌતુકી મિત્ર રહેતો હતો. તે જિનદાસના આ બળદોને હૃષ્ટપુષ્ટ જોઇ સ્નેહને કારણે જિનદાસની રજા માંગવાની જરૂર ન ગણી, પરભાર્યો જ બળદોને ઉત્સવમાં વાહને જોડવા લઇ ગયો. તે બળદો દેખીતા બળવાન હતા પરંતુ કોઇ પણ કઠીન કામકાજ કદી ન કરવું પડ્યું હોવાને કારણે સુકુમાર બની ગયા હતા. તે મેળાની શરતોમાં ચાબુક - પરોણાના મારથી ખૂબ જ દોડ્યા, તથા બધી શરતો પણ જીત્યા પરંતુ તેમના સાંધા તૂટી ગયા. પેલો મિત્ર પોતાનું કામ પતી ગયે તે બળદોને શેઠને ત્યાં પાછા બાંધી ગયો. ભોજનનો અવસર થતાં શેઠ જ્યારે ઘાસ લઇ બળદો પાસે આવ્યા ત્યારે તેમના મોં પહોળા થઇ ગયેલા, તેમને ખૂબ શ્વાસ ચડેલો, તથા શરીરે આરો બોંકાવાથી તેઓ લોહીલોહાણ થઇને પડેલા. પોતાના નોકરોને પૂછતાં બધી વાતની શેઠને ખબર પડી. તેમને અત્યંત ખેદ થયો તથા તેમણે બળદો પાસે પૌષ્ટિક અન્નથી ભરેલો થાળો લાવી-લાવીને મૂકવા માંડ્યાં પણ બળદો તેમને સામું પણ જોયું નહિ. શેઠ તેમની ઉપરના થયેલા ત્રાસને કારણે કામકાજ છોડી તેમના કાનમાં નવકારમંત્ર જપતા ત્યાં જ બેસી રહ્યા. અંતે તે બળદો મૃત્યુ પામ્યા. ત્યાંથી તે દેવલોકમાં ચ્યવી કંબલ અને સંબલ નામના દેવકુમારો થયા. તિર્યંચજીવોની પણ આટલી ઉત્કૃષ્ટ સેવા કરનારા, તેમને મૃત્યુસમયે મહામંત્ર નવકાર સંભળાવનાર શેઠ જિનદાસને ધન્ય હો! શેઠની સેવાભક્તિથી અને નવકારમહામંત્રના પ્રભાવથી આ કંબલ અને સંબલ નામના દેવોએ જ ભગવાન મહાવીર પર થયેલા સુદંષ્ટ્રદેવ દ્વારા નાવમાં કરેલા ઉપસર્ગનું નિવારણ કર્યું હતું. ધન્ય છે કંબલ - સંબલ દેવોને.

6dhyan

ધ્યાન ભક્તિ

પરને જાણવું નહિ, પરનો ઉપયોગ કરવો નહિ, અને સ્વને જેવો જાણ્યો છે તેવો વેદવો તેનું નામ ધ્યાન છે.

વીતરાગ દેવના સ્વરૂપમાં, ગુણોમાં કે ચારિત્રપ્રસંગોના સ્મરણમાં જ્યારે ભક્ત એકતાર થઇ જાય છે ત્યારે તે સ્મરણમાંથી ધ્યાનમાં આવ્યો છે એમ કહી શકાય. પરંતુ સાધનાકાળમાં સાધકને સ્મરણ અને ધ્યાનની અવસ્થાઓનું આવન-Xવન થયા જ કરે છે. આપણે અહિં ભક્તિના વિષયનું પ્રતિપાદન કરી રહ્યા છીએ. ધ્યાન એ તો મુખ્યપણે તો યોગ-સાધનાનો વિષય છે. અહીં તો માત્ર ભક્તજન, પ્રભુસ્મરણ કે સદ્ગુરુ સ્મરણને કેવી રીતે લંબાવે છે તેનું જ સંક્ષિપ્ત વિવરણ કરીશું.

આપણે આગળ જાપના વિષય હેઠળ જે જે મુદ્દાઓ કહ્યા હતા તે બધા અહીં પણ લાગુ પાડવા. વીતરાગ દેવની મૂર્તિનું જે માનસિક ચિત્ર અંતરમાં અંકાયું હોય તેને સ્મૃતિપટ પર સ્પષ્ટ કરવું. સામાન્યરીતે તે પ્રતિમાજી કે તે મુદ્રા જાણે હૃદયપ્રદેશમાં વિરાજિત કરેલી હોય તેમ ભાવના કરીને તે પ્રતિમાના ચરણોથી લઇ નાભી, છાતી, કંઠ, વીતરાગ દેવનું શ્રીમુખ કમળ, ચક્ષુ, અને તેમના શિર સુધી એમ ભિન્ન ભિન્ન અંગો પર દૃષ્ટિને સ્થિર કરવી અને આવી રીતે વારંવાર પરિકમ્મા કરવી. પછી સંપૂર્ણ મુદ્રાનું એકસાથે ધ્યાન કરવું અને તેના વડે પોતના આખા શરીરમાં જ્ઞાનરૂપી તેજ વ્યાપી સર્વ પ્રકારની મલીનતાનો નાશ કરી રહ્યું છે એમ ભાવના કરવી. અત્યંત પ્રેમભાવને લીધે જે ધ્યાન કરી રહ્યો છે તે જાણે ધ્યેયની સાથે એક થઇ જાય છે તેવો ભાવ કરવો. આ પ્રયત્ન સતત ચાલુ રાખવો. આગળ ધ્યાન ભૂમિકાવધતા, પાત્રતા વધતા સહજપણે લાગે છે. આનાથી આગળના ભક્તિના બીજા ત્રણ પ્રકાર લઘુતા, સમતા અને એકતા સમજાતા ધ્યાન સહજપણે સમજાતુ જશે.

સ્મરણ શબ્દમાં ચિંતવન અને ધ્યાન બન્નેનો સમાવેશ થઇ જાય છે, જે વડે કરીને ભક્ત ભગવાનમાં અથવા સદ્ગુરૂમાં લય લગાવવાનો પ્રયત્ન કરે છે, બુદ્ધિપૂર્વકના પ્રયત્ન દ્વારા જગતની બીજી બધી વસ્તુઓને ભૂલી, યેન કેન પ્રકારે પણ તે પ્રભુ - ગુરૂનું જ પોતાના હૃદયમંદિરને વિશે પ્રેમપૂર્વક પ્રતિષ્ઠાપન કરે છે તેને સ્મરણ કહીએ. અધ્યાત્મદૃષ્ટિએ વિચારતાં એને ભાવના, પ્રેમ કે સુરતા પણ કહી શકાય અને સર્વ સાધનાનું ફળ પણ જ્ઞાનીઓએ આ જ કહ્યું છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું.

 

જેનો મહિમા નીચેના દોહરામાં જણાવ્યો છે કે,
જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ;

તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પદમપદ શુદ્ધ.
• • •

જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતા પરમાત્માનું સ્મરણ કરે છે, તેનું જ ચિંતન કરે છે, તેનું જ ધ્યાન કરી મન શુદ્ધ કરે છે, તે ધ્યાતાને એક ક્ષણમાં પરમશુદ્ધ પદની સહેજે પ્રાપ્તિ થાય છે.
• • •

अप्पाणमेव जुज्झाई किं ते जुज्झेण वज्झओ!
ઉત્તરાધ્યયન સૂત્ર

અર્થાત્ ઃ હે આત્મન્ ! તારી પોતાની સાથે જ યુદ્ધ કર! બહારના જીવો સાથે યુદ્ધ કરવાનું તારે શું પ્રયોજન છે? પોતાને પોતે જીતવાનો છે અર્થાત્ પોતાને પોતે પામવાનો છે.

આવો અખંડ અને સળંગ મોક્ષપુરુષાર્થ કરવા જણાવ્યું છે, પણ અલ્પ સત્ત્વવાળા જીવોને આવો પુરુષાર્થ નથી હોતો પણ તત્ત્વની વાચારણારૂપ ધર્મ પુરુષાર્થ હોય છે, મોક્ષપુરુષાર્થ કરવા અને તેમાં રહેવાનું સામર્થ્ય ન હોય તો જ ધર્મ પુરુષાર્થ કરવાની પ્રેરણા કરે છે. કારણ કે મોક્ષ પુરુષાર્થ શીઘ્ર મોક્ષ આપે છે જ્યારે ધર્મ પુરુષાર્થ સદ્ગતિ દાયક છે. ધર્મ પુરુષાર્થથી મન એ સુમન બને છે જ્યારે મોક્ષ પુરુષાર્થથી તો મન એ અમન બને છે. અધ્યાત્મના માર્ગમાં મનનો નાશ નથી કરવાનો, મનના ટૂકડા નથી કરવાના પણ મનનું વિલીનીકરણ કરવાનું છે. સ્વરૂપની સાધના કરવા દ્વારા મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ ભાવમનમાંથી વિકારીભાવોને કાઢતા જવાનું છે. એ વિકારીભાવોનું કાઢવું એ મનનું વિલીનીકરણ છે. અને જ્યારે સંપૂર્ણ વિકારીભાવો નીકળી જતાં મન વીતરાગ બને છે અને વીતરાગભાવને પામેલ મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ ભાવમન એક આંખના પલકારામાં મતિજ્ઞાનમાંથી કેવલજ્ઞાનમાં પલટાઇ જાય છે. આ જ ભાવ મોક્ષ છે. એ સૌ કોઇ ભવ્યાત્માઓએ વહેલો મોડો પામવાનો જ છે. • • •

આ પ્રકારે ધ્યાનનો અચિંત્ય મહિમા અંતરમાં લાવી, તેવા ઉત્તમ ભાવો આપણા આત્માને વિષે નિરંતર ઊપજે અને સ્થિર રહી આપણને સ્થિરતા આપે તેવા પુરુષાર્થમાં લાગવાની પ્રભુ આપણને શક્તિ આપે એ જ અભ્યર્થના.

ધ્યાન ભક્તિ - દૃષ્ટાંત : પ્રસન્નચંદ્ર મુનિprasanchandra।। દુર્લભ રત્નત્રય આરાધન, દીક્ષા કા ધરના; દુર્લભ મુનિવર કો વ્રત પાલન,
શુભભાવના કરનાઃ દુર્ભલ તૈ દુર્લભ હૈ ચેતન, બોધિ જ્ઞાન પાવે; પાકર કેવળજ્ઞાન નહી ફીર ન ઇસ ભવમેં આવે. ।।
આર્ત-રૌદ્ર ધ્યાનમાં ડૂબી ગયેલ મુનિવર પોતાના જ માથા પર હાથ લાગતા જાગૃત થાય છે અને મુનિને દીક્ષા વ્રતપાલન અને રત્નત્રય ધર્મની આરાધનાની દુર્લભતા સમજાય છે. અશુભ ધ્યાન છોડી શુભ અને શુક્લધ્યાનમાં ચડી કેવળજ્ઞાન પામે છે.

મધુર વચન હૈં ઔષધિ, કટુ વચન હૈ તીર; શ્રવણ દ્વાર સે સંચરે, સાલે સકલ શરીર.

મહાત્મા કબીર કહે છે કે મધુર વચનો ઔષધિ સમાન છે જે કેટલાયને શાતા અને શાંત્વન આપે છે, મોતના મુખમાંથી પાછા ફેરવી જીવનદાન પણ આજ શબ્દો અપાવે છે, જ્યારે કટુ વચન એટલે કે કડવા વચનો માણસના જીવનમાં તીર સમાન કામ કરે છે, જેથી બીજાના જીવનપર તેની માઠી અને વિપરીત અસરો જોવા મળે છે. આવા શબ્દો બીજા દ્વારા જ્યારે આપણાં કાનરૂપી દ્વારથી અંદર ઘૂસે છે ત્યારે તે આખા શરીરને સાલ્યા જ કરે છે, શબ્દોના બાણનું આવું જ એક દૃષ્ટાંત એટલે પ્રસન્નચંદ્ર મુનિનું.

રાજા પ્રસન્નચંદ્ર પોતાના ભાઇ મુનિ વલ્કલચીરીની દેશના સાંભળીને વૈરાગ્યને પામેલા આ રાજા પોતાના દૂધ પીતા બાળકને અર્થાત્ પાંચ જ વર્ષના નાના બાળકને રાજસિંહાસન પર બેસાડીને રાજ્ય મંત્રીઓને સોંપીને દીક્ષા લે છે. જ્યારે માણસને ઉત્કૃષ્ટ વૈરાગ્ય જાગે છે, સાચું સત્ય સમજાઇ જાય છે પછી ક્ષણવાર પણ તે સંસારમાં રહી શકતો નથી. પ્રસન્નચંદ્ર રાજા દીક્ષા લીધા બાદ કઠોર તપ કરે છે. એક પગે ઊભા રહીને સૂર્યની આતાપના લે છે. એક વખત તેઓ આ રીતે આતાપના લેતા હોય છે અને ત્યાંથી શ્રેણિક મહારાજા સવારી સાથે પ્રભુને વંદન કરવા માટે નીકળે છે. તેમના સૈન્યની મોખરે ચાલી રહેલા બે સૈનિકો પરસ્પર વાતો કરે છે, એક કહે છે કે આ રાજાને ધન્યવાદ છે કેવું ઉગ્ર તપ કરે છે? ભરયુવાનીમાં દીક્ષા લેવી, રાજપાઠ છોડવા કંઇ સહેલું નથી. કેવા સત્ત્વશાળી છે? આમ પ્રશંસા કરે છે, ત્યાં બીજો સૈનીક કહે છે પણ રાજાને પોતાના નાના બાળકની જરાયે ખેવના રાખ્યા વિના દીક્ષા લઇ લીધી. એમને ક્યાં ખબર છે કે મંત્રીઓ બધા ભેગા થઇને આ બાળકની પાસેથી રાજપાઠ બધુ પડાવી લેવાના છે. આ વાતચીત રાજર્ષીના કાને પડી અને તેનો ક્રોધ આસમાને પહોંચ્યો, મનોમન તેઓ વિચાર કરવા લાગ્યા કે મંત્રીઓ આવા અધમ નીકળ્યા.. ધિIાર છે. હવે તો હું તેમની બરાબર ખબર લઇ નાંખુ, મનથી જ યુદ્ધે ચઢયા.. પોતે કોણ છે? ક્યાં છે? તેનું ભાન ન રહ્યું. મનમાં ને મનમાં ભાલા ને તીર ખેંચ્યા. એ આને માર્યો, આને વિંધ્યો. એક પછી એક યોદ્ધાઓને મનથી જ મારવા માંડ્યો આમ તેમનું મનોમન યુદ્ધ ચાલુ થઇ ગયું. શ્રેણિક રાજા ત્યાંથી પસાર થાય છે, તે તો આવા યુવાન રાજર્ષિને આવી ઉગ્ર તપýાર્યા કરતાં જોઇને ભાવથી નમી પડે છે. સમવસરણમાં ભગવાનની પાસે આવીને બેસે છે. દેશના સાંભળે છે. દેશનાના અંતે શ્રેણિક મહારાજા ભગવાનને પૂછે છે કે ભગવન્ ! આજે રસ્તમાં મેં યુવાન સાધુને આતાપના લેતા દીઠા હતા, તે જો અત્યારે કાળ કરી જાય તો ક્યાં જાય? શી ગતિ થાય તેમની? ભગવાન કહે છે કે હે રાજન્ ! તે જો અત્યારે કાળ કરી જાય તો સાતમી નરકે જાય... શ્રેણિક તો આ સાંભળીને દિંગ્ જ થઇ ગયા.

આવા ઉગ્ર તપસ્વી અને સાતમી નરકે..?? આ કેમ બને? ભગવાનની વાણી પણ ખોટી ન હોય. થોડી વાર પછી મનની દ્વિધાને દૂર કરવા ફરી પૂછ્યું. ભગવંત તે મહાત્મા કાળ કરે તો ક્યાં જાય? ભગવાન કહે અનુત્તરવિમાનમાં જાય. વળી આ જવાબ સાંભળીને રાજા દ્વિધામાં પડ્યો. ક્ષણવાર પહેલાં સાતમી નરક, છેલ્લામાં છેલ્લું સ્થાન અને અત્યારે ઉત્કૃષ્ટ દેવલોક ગતિ? એકબાજુ સુખની પરાકાષ્ઠા અને બીજી બાજુ દુઃખની પરાકાષ્ઠા. આમ વિચારે છે તેટલામાં તો દેવદુંદુભિ સંભળાઇ. શ્રેણિકે અતિ હર્ષથી પૂછે છે કે ભગવાન આ શું ? દેવદુંદુભિ કેમ વાગી ? ભગવાન કહે છે કે રાજન! તે મહાત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રેણિક ભગવાનને પૂછે છે કે ભગવાન આપના આ દ્વિધા ભરેલા જવાબો મને મૂંઝવે છે. આપ વિસ્તારથી મને તે મહાત્માનું ચરિત્ર કહો. ભગવાન કહે છે કે શ્રેણિક તું જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે તારા સૈનિકોના શબ્દોથી મહાત્મા મનમાં જ ભયંકર યુદ્ધ ખેલી રહ્યા હતા. યુદ્ધ ખેલતાં જ તેમના શસ્ત્રાે ખૂટી પડ્યા તેથી માથા પરનો ટોપો લઇને બધાને છૂંદી નાંખુ એવા ભયંકર રૌદ્રધ્યાનથી તેઓ જ્યાં માથા પર હાથ મૂકવા જાય છે ત્યાં માથા પર તો લોચ કરેલો છે, હાથ માથા પર પડતાની સાથે વિચારધારા પલટાઇ. અરેરે! હું ક્યાં છું ? હું કોણ છું? મેં આ શું કર્યું? પýાાત્તાપનો ભયંકર અગ્નિ સળગી ઊઠ્યો, રોદ્રધ્યાન દ્વારા જે સાતમી નારકીના આયુષ્યના દળીયા તૈયાર કર્યા હતા તે બધા ખપાવવા માંડ્યા. ક્ષપકશ્રેણિએ ચઢયા, એક પછી એક કર્મોનો ખાતમો બોલાવતા બોલાવતા છેક કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા. આમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન દ્વારા બાંધેલી છેલ્લામાં છેલ્લી ગતિને એક ઘડીમાં જ શુભ ધ્યાનથી શુક્લધ્યાન માંડી મુનિ પ્રસન્નચંદ્ર કેવળજ્ઞાનને વર્યા. છટ્ઠી ઇદ્રિય મનને કાબુમાં કરી તેના પર વિજય મેળવવો અતિ આવશ્યક છે. કારણ કે મન જ જીવનું ભુંડુ કરનાર છે અને મન જ જીવને મોક્ષે પહોંચાડનાર છે. મનને કાબુમાં લાવવા ધ્યાન સીવાય બીજો કોઇ ઉપાય નથી.

7laghuta

લઘુતા ભક્તિ

લઘુતા શબ્દ અલ્પપણું નાનાપણું સૂચવે છે. પોતાના આત્માવિષે આવો લઘુતાનો ભાવ કોને ઊપજે? જે ભાગ્યવાન ભક્તજને શ્રી સદ્ગુરૂના બોધ દ્વારા ભગવાનના, વીતરાગ દેવના અનંત અચિંત્ય અલૌકિક સ્વરૂપને જાણ્યું હોય, અહો! આવા અદ્ભુત ઐશ્વર્યના સ્વામી મારા પ્રભુજી છે એવી જેના અંતરમાં પ્રતીતિ થઇ હોય, તેવા ભક્તના હૃદયમાં પોતાની વર્તમાન દશાના દોષોનું દિગ્દર્શન થતાં જે અલ્પત્વનો, તુચ્છતાનો, પ્રભુનું દાસાનુદાસપણું સ્વીકારવાનો અને તેને જ શરણે રહેવાનો જે ભાવ ઉપજે તે સાચી લઘુતા છે. આવો ભાવ ખરેખર ઊપજવો કઠિન છે અને તેથી જ શાસ્ત્રકારની શૈલીમાં પણ તેનો ક્રમ શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન એવી છ સાધનાભૂમિકાઓના પરિપાકરૂપે સાતમી ભૂમિકામાં ભવ્ય ભક્તોના જીવનમાં ઉપજવો કહ્યો છે.

સત્સંગ, સમજણ અને શ્રદ્ધા એમ ત્રણ મુખ્ય ભૂમિકાઓમાં આ સાધના વહેંચાયેલી છે.

ભક્તનું અને ભગવાનનું, આત્મા અને પરમાત્માનું સત્ સ્વરૂપ શું છે તે જાણવાનો સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની પુરુષનો સમાગમ કરવો તે છે. જ્યાં સુધી તેમનો સત્સંગ ન થાય ત્યાં સુધી પોતાના દોષો કેવી રીતે જણાય? આવા પરમ - માહાત્મ્યવાન પ્રભુ છે એ પણ ક્યાંથી ખ્યાલમાં આવે?

નિજદોષકથન એ આત્માસુધારવાનું એક અગત્યનું અંગ છે, જેવી રીતે વ્યવહારજીવનમાં કોઇનું સ્વજન ગુજરી ગયું હોય અને તે વ્યક્તિ ન રડતી હોય તો તેને રડાવવામાં આવે છે કે જેથી તેની અંતરવ્યથા હળવી થઇ જાય, તેવી રીતે પરમાર્થમાં દિનપ્રતિદિનના જીવનથી આપણને જે દોષ લાગ્યા હોય અથવા પ્રમાદથી કોઇ મોટા દોષ થઇ ગયો હોય તો તેનું સદ્ગુરુ કે પ્રભુ સમક્ષ નિવેદન કરીને પ્રાયýિાત્ત કરવાથી તે દોષ હળવો થઇ જાય છે અને ભક્તજન કે શ્રાવક ફરી તે ભૂલ ન થાય તેની તકેદારી સહજ જ થાય છે, જેથી ફરી એ દોષોનું પુનરાવર્તન થતા અટકે છે. આત્મશુદ્ધિની આ પ્રક્રિયાના એટલે કે પ્રાયýિાત્તના જે નવ પ્રકારો કહ્યા છે અભ્યાસીઓએ તેનું અવલોકન કરી લેવું. અત્રે તો આટલું જ કહેવું બસ થશે કે પોતાના દોષોનું કથન ખુલ્લા દિલથી કરવું જોઇએ અને થવું જોઇએ. આ પૂર્વે જે આત્માર્થીઓએ પોતાના દોષોની નિખાલસપણે કથની કરી હતી અને દોષરહિત થયા હતા તે આત્માઓ ઉચ્ચ કોટીના મહાત્મા તરીકે ઓળખાયા છે અને પોતાનો આત્માર્થ સાધી મોક્ષે પણ સિધાવ્યા છે. રત્નાકર પચ્ચિશી એ આનું જીવંત ઉદાહરણ છે.

શ્રાવકે આત્માર્થે સાચા જિજ્ઞાસુ થઇને સરળતા - વિનયાદિ ગુણો સહિત વારંવાર ગુરુ મહારાજ, વ્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, સાધર્મિક ભક્તો સાથે સત્સંગ નિરંતર કરવો જોઇએ, પ્રભુના ગુણોનો મહિમા સાંભળીને તે સંબંધી વિચાર અને ચિંતન કરવું જોઇએ. આ સાધનામાં જે જે બાધક તત્ત્વો હોય તેમનો ત્યાગ કરવો જોઇએ, સાત્ત્વિકતાને ગ્રહણ કરી નાસ્તિકો અને દુર્જનોથી દૂર જ રહેવું. જેમ જેમ પ્રભુના ગુણોમાં રૂચિ અને પ્રીતિ થતી જશે તેમ તેમ શ્રદ્ધાનો આવિર્ભાવ થઇ તે પાકી થતી જશે. સાધકોને સાધનાની પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં અનાદિ કાળથી સેવેલા મિથ્યા - અભિમાનના સંસ્કારો જોર કરશે, તથા ઊંઘ, ખૂબ ખાવા પીવાની વૃત્તિ, ગામના ગપાટા મારવાની ટેવ, વ્યસન વગેરે તુચ્છ વસ્તુઓ પ્રતિ ચિત્તનું વારંવાર ખેંચાઇ જવું, લોકો તરફથી અથવા સ્વજનો તરફથી આ માર્ગમાં અનેક વિઘ્નોનું ઉપજાવવું, ભવિષ્યમાં મારું શું થશે? અને મને કોણ મદદરૂપ થશે? એવી ચિંતા અને ભયની લાગણી થવી ઇત્યાદિ પ્રકારે અનેક બાહ્ય અને આંતર પરિબળો સત્સંગ, વાંચન, સદ્વિચાર, પ્રભુભક્તિમાં વિક્ષેપરૂપ થશે તો પણ શ્રદ્ધા, સદ્ગુરૂમાં નિષ્ઠા અને આધીનપણું તથા સતત સ્વાધ્યાયથી વીતરાગ દેવનું માહત્મ્ય શ્રદ્ધામાં આવશે અને પોતાના દોષોનો વિશેષ વિશેષ ખ્યાલ આવતો જશે. આમ થતાં સાચા સ્વરૂપમાં લઘુતાનો ભાસ થશે અને ભક્તિના આ પ્રકારની સાધના ક્રમે કરીને સારી રીતે સિદ્ધ થઇ શકશે.

ઉપરોક્ત આખી સાધનાની સાંકળમાં યોગ્ય સ્વાધ્યાયનો વિધિપૂર્વક આશ્રય અને પોતાની અંતરની શ્રદ્ધા આ બે વસ્તુઓ પાયારૂપ છે.

જ્યાં સુધી અને જેટલા પ્રમાણમાં પોતાની ભક્તિ-શક્તિ પહોંચે છે ત્યાં સુધી અને તેટલા પ્રમાણમાં ભક્ત સાધક વિવેકપૂર્વકનો પુરુષાર્થ કરે છે. આમ કરવા છતાં કોઇક કોઇક ક્ષણો સાધનાકાળમાં એવી પણ આવે છે કે જ્યારે આગળ વધવું તો શું પણ જ્યાં હોઇએ ત્યાં ટકી રહેવું પણ સાધક ભક્તને મુશ્કેલ બની જાય છે. આવું અનુલ્લંઘનીય વિઘ્ન આવતા તે શું કરે? આવા કસોટીના કપરા કાળમાં કાં તો તે તેના ગુરુના શરણે જાય આથવા તો પ્રભનું શરણ ગ્રહણ કરી પોતે પ્રાર્થનારૂપે પ્રવર્તે છે. દરેક ભક્ત - સાધકને વધતા - ઓછા પ્રમાણમાં આવી દશાનો અનુભવ થાય જ છે, તેથી તે પ્રાર્થનારૂપ સાધના પ્રણાલીનો આપણે વિચારીયે.

પ્રાર્થનાને શબ્દાન્વયની અપેક્ષાએ વિચારીએ તો પોતાના પ્રકૃષ્ટ અર્થ-(પ્ર-અર્થ)ની સિદ્ધિ માટે જે કાંઇ કરવામાં આવે તે પ્રાર્થના કહી શકાય. પરંતુ મનુષ્યોના આત્મવિકાસની અનેક શ્રેણિઓ, અનેક ભૂમિકાઓ હોવાને લીધે તેઓનું અભીષ્ટ (yયેય-અર્થ) પણ જુદું જુદું હોય છે અને અપેક્ષાએ પ્રાર્થના કરનાર શ્રેણિઓ પણ અનેક છે. તેવા ભક્તોના મુખ્ય ચાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. 1) અર્થાર્થી; 2) આર્ત્ત; 3) જિજ્ઞાસુ અને 4) જ્ઞાની.

અર્થાર્થી ઃ સૌથી નીચેની કક્ષાનો આ ભક્ત પોતાના સ્વાર્થને માટે પ્રભુને પ્રાર્થના કરે છે; છતાં તેને પ્રભુમાં વિશ્વાસ છે, એ અપેક્ષાએ તેને ભક્ત તરીકે ગણાવવામાં આવ્યો છે.

આર્ત્ત ઃ આ ભક્ત નવી સંપત્તિ કે બીજા કોઇ સાંસારીક વૈભવને ઇચ્છતો નથી, પરંતુ પ્રાપ્ત ઐશ્વર્યનો વિયોગ સહન કરવાની તેનામાં હજુ શક્તિ નથી, તેથી તેની રક્ષા અર્થે પ્રભુને પ્રાર્થના કરે છે.

જિજ્ઞાસુ ઃ આ ભક્ત મહદ્ અંશે નિષ્કામ છે કારણ કે તે જગતના કોઇ પદાર્થોની ઇચ્છા કરતો નથી; માત્ર પરમાત્માપદના જ્ઞાનની પ્રાપ્તિને તેને ઇચ્છા છે. એ અપેક્ષાએ આ ભક્ત ઊંચી કોટિનો ગણી શકાય.

જ્ઞાની ઃ આ સર્વોત્તમ ભક્ત છે, તેણે તો કોઇ અપેક્ષાએ પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું છે એમ કહી શકાય. તેની ભક્તિ માત્ર અહૈતુકી છે, નિઃસ્પૃહા છે, અનન્ય છે, પ્રશંસનીય છે. પ્રભુએ તેને પોતાના આત્મીયજન તરીકે સ્વીકાર્યો છે.

મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઇને, આત્માની શુદ્ધિ માટે, પરમાત્મા કે સદ્ગુરુને નજર સમક્ષ રાખીને ભક્ત, ભગવાનને જે નમ્ર વિનંતિ કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યવહારિક સ્વરૂપ છે. પ્રાર્થનાનું વિજ્ઞાન સમજવા માટે અને આધ્યાત્મિક વિકાસમાં તેનો યથાયોગ્ય ઉપયોગ થઇ શકે તે અર્થે, દરેક પ્રબુદ્ધ પ્રાર્થનાકારે અમુક સિદ્ધાંતોને સારી રીતે સમજવા જોઇએ, જેમ કે 1) લઘુતા સહિત આત્મસમર્પણ 2) શ્રદ્ધા 3) નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન.

1) લઘુતા સહિત આત્મસમર્પણ ઃ પ્રાર્થના કરનાર ભક્તને એક વાતનો ખ્યાલ હોવો જોઇએ કે પોતે અલ્પ શક્તિનો ધરનાર છે અને જેમને પ્રાર્થના કરવામાં આવી રહી છે તે અતિમહાન શક્તિના ધારક છે. જેના અંતરની અંદર, પોતાની વર્તમન દશાની લઘુતાનું યથાર્થ દર્શન નથી થયું તે સર્વાર્પણભાવથી પ્રભુનું શરણ કેવી રીતે લઇ શકે? જ્યાં સુધી અજ્ઞાનજનિત હું, અહમ્ કે અભિમાનનો ભાવ અંતરમાં રહ્યો છે ત્યાં સુધી આત્યંતિક શરણાગતિનો ભાસ સિદ્ધ થઇ શકતો નથી.

બાહુબલીજી તો ચક્રવર્તિ કરતા પણ અધિક શક્તિશાળી હતા, 1 વર્ષ સુધી ખડગાસનમાં અપૂર્વ એવું તપ તેમણે કર્યું છતાં કેવળજ્ઞાન થતું નહોતું, શા કારણે? માત્ર થોડું જ માન હું પણામાં બાકી હતું, બહેન બ્રાહ્મી અને સુંદરીના વચનથી તેમની અંતરની આંખો ખુલી અને લઘુતા ભાવનો આવિર્ભાવ થયો, માન ગળી ગયું, હુંપણું પણ ગયું અને એક જ કદમ આગળ મુકતા સર્વકર્મનો ક્ષય થઇ ગયો અને કેવળજ્ઞાન ઉપજ્યું.

આ કક્ષાની સાધના સંપૂર્ણ રીતે સફળ થવા માટે ભક્તના અંતરમાં, વર્તમાનમાં પોતાના પુરુષાર્થથી આગળ વધવાની પોતાની સંપૂર્ણ અશક્તિની જાહેરાત અને તેના ફળરૂપે ઊપજવા યોગ્ય શરણાગતિની સંપૂર્ણતા પણ દૃષ્ટિગોચર થાય છે.

2) શ્રદ્ધા - (વિશ્વાસ) ઃ જો કે ભક્તિ-માર્ગની આરાધના કરતી વખતે સર્વત્ર પ્રભુમાં વિશ્વાસ તો જરૂરી છે જ , પણ આ કક્ષાએ વિશ્વાસ તેની ચરમ સીમાએ પહોંચે છે.

 

અહીં, ભક્તજન થાકી જઇને જાણે કે પ્રભુ કે સદ્ગુરુના ખોળે જઇ બેસે છે, જેમ કોઇ બાળક બહારથી રમી આવીને, થાક્યોપાક્યો માતાના ખોળામાં જઇ પડે તેમ. જેમ બાળકને માતામાં અતૂટ વિશ્વાસ છે કે તેણી તેના પર હેતથી હાથ ફેરવી તેનો થાક ઉતારશે અને ખાવાપીવાનું આપશે તેવો જ પણ તેથી અનેકગણો વધારે વિશ્વાસ ભક્તને ભગવાનમાં છે. એક લૌકિક સજ્જન પણ જો શરણાગતનું રક્ષણ કરે છે તો ત્રણ લોકના નાથ એવા પરમાત્મા કે કરુણાના સાગર એવા સદ્ગુરુ કેમ સહાયક થયા વિના રહે? હા, આ એક અલૌકિક, દિવ્ય પ્રેમ સંબંધની વાત છે, જે માત્ર ભક્તહૃદય જ સમજી શકે છે કે જેણે પોતાનું સર્વસ્વ પ્રભુચરણે સમર્પણ કરી દીધું છે. સંતો આ વિશ્વાસને, શ્રદ્ધાને ધર્મ-સાધનાનું મુખ્ય અંગ ગણે છે. શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે.

જેમ ગુરુ ગૌતમસ્વામી, ભગવંત મહાવીરસ્વામિના શ્રીમુખથી તેમની શંકાઓનું સમાધાન થતાં જ પોતાનું સર્વ માન ગાળી, પોતાનું ગુરુપદ તજી, સંપૂર્ણ શ્રદ્ધા રાખી અને સર્વસ્વ રીતે પ્રભુના ચરણોના ઉપાસક બની ગયા, પોતે પ્રભુને શ્રદ્ધા સહિત સમર્પિત થઇ પોતાનું જીવન ધન્ય અને કૃતકૃત્ય બનાવ્યું. નમન હો તેમની શ્રદ્ધાને!! નમન હો તેમના સમર્પણને!!!

3) નિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન ઃ પ્રાર્થના એ વ્યાપાર નથી; એ તો છે નિર્મળ પ્રતીક ભક્તની લઘુતાનું, વિશ્વાસનું અને સમર્પણતાનું. અજ્ઞાનતાવશ પ્રાર્થનામાં ઘણી વખત આપણે સંસારની કે કોઇ ને કોઇ પ્રકારની વાંછા કરી નાખતા હોઇએ છીએ, પરંતુ જેમ જેમ પ્રાર્થનાનું રહસ્ય સમજાતું જશે, પ્રભુ ભક્તિથી સંસારની અસારતા સમજાતી જશે, તેમ તેમ ભક્તને આ લોકની કે પરલોકની લૌકિક વૈભવની ઇચ્છા કે કોઇ પણ પ્રકારની યાચના, વાંછા પ્રભુ સમક્ષ કરતા નથી અને આ ક્રમ સહજ જ થાય છે. આ દશા જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી ભક્તની ભક્તિ પૂર્ણતા નથી પામતી. સત્પુરુષોએ કહ્યું છે કે ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.

આવા નિઃસ્પૃહ ભક્તો જ ભક્તિ-સાધનાની ચરમ સીમાને પામીને પોતાના જીવનને કૃતકૃત્ય કરે છે.

અહીં જો એમ પ્રüા થાય કે આવા ભક્તોને કાંઇ ઇચ્છા નથી તો શા માટે તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે? શું ભગવાનને ખબર નથી કે તેના ભક્તને માટે શું ઇષ્ટ છે અને શું અનિષ્ટ? શું ભગવાન સર્વજ્ઞ નથી? તેઓ શું કરુણાસાગર નથી? ભગવાનને પ્રાર્થના કરવાથી શું સિદ્ધ થઇ શકે છે?

આ પ્રüાાેનું સમાધાન આ પ્રમાણે જાણવું કે પ્રાર્થના એ પ્રાયýિાત્તનું એક સ્વરૂપ છે અને પ્રાયýિાત્તને સિદ્ધાંતમાં એક અંતરંગ તપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. પ્રાર્થના મોક્ષમાર્ગની સિદ્ધિમાં. પુરુષાર્થ અને પ્રારબ્ધનો સમ્યક્ પ્રકારે સમન્વય સાધે છે અને તેથી સ્યાદ્વાદવિદ્યાની પુષ્ટિ કરે છે; મતલબ કે ગુરૂત્તમ પુરુષાર્થ કરવા છતાં જ્યારે સાધનામાં આગળ વધી શકાતું નથી ત્યારે ભક્ત-સાધકને પ્રભુશરણ સ્વીકાર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી. અને જો કે પરમાત્મા કે સદ્ગુરુને ભક્ત તરફથી કોઇ સ્તુતિ, ભક્તિ, પ્રાર્થના વગેરેનું પ્રયોજન નથી, છતાં જ્યાં સુધી તે પ્રમાણે ન કરવામાં આવે ત્યાં સુધી ભક્તનો અહંભાવ, મમત્વભાવ વિલય પામતો નથી અને તેમ થયા વિના પરમાર્થ મોક્ષમાર્ગની સિદ્ધિ પણ થઇ શકતી નથી અને આમ કર્યા સિવાય બીજો કોઇ છુટકો પણ નથી.

નિઃસ્પૃહ પ્રાર્થના છતાં તેની સિદ્ધી આ એક અનુભવની વાત છે, ઐતિહાસિક અનેક દૃષ્ટાંતો અને તેમના જીવનમાં થયેલા અપૂર્વ ઘટનાઓ દ્વારા આ વાત આપણને પણ સમજાય છે. જેમ કે, આચાર્ય માનતુંગસૂરિજી, ચંદનબાળાજી, સુદર્શન શેઠ, અંજન ચોર, સમીપ કાળમાં જ થઇ ગયેલ નરસિંહ મહેતા, મીરાંબાઇ આદિ મહાત્માઓ. આ વડે પ્રાર્થનાની સાધના પ્રણાલીની સફળતાપૂર્વક સિદ્ધિ થાય છે, જે યુગપ્રધાન આચાર્યો, અપ્રમત્ત યોગીશ્વરો અને મહાજ્ઞાનીઓએ સૈદ્ધાંતિક ગ્રંથોની રચના કરી છે તેમણે જ સાથે સાથે ભક્તિ, પ્રાર્થના, આલોચના, પ્રાયýિાત્ત આદિ વિષયક ગ્રંથો પણ રચ્યા છે.

પોતાની જીવનસાધાનામાં તેઓએ જ્ઞાન સાથે ભક્તિની આવશ્યકતાનો અત્યંતપણે અનુભવ કરીને તેનો સ્વીકાર કર્યો છે. અહીં ભક્તની જે નિઃસ્પૃહતા કહી છે તે સાંસારિક વસ્તુઓ સંબંધી જાણવી. ભક્ત મોક્ષમાર્ગમાં આગળ વધવા ભક્તિ કરવાની શક્તિ, સંયમ, ધીરજ, જ્ઞાન ઇત્યાદિ પારમાર્થિક સદ્ગુણોની પ્રાર્થના કરે તો તેનો કોઇ અપેક્ષાએ બાધ નથી. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે વીર પ્રભુની સ્તુતિમાં ગાયું છે કે..વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે

શ્રીમદ્ દેવચદ્રજીકૃત મહાવીરસ્વામીના સ્તવનમાં ભગવાનને લઘુતાભાવથી વિનવતા કહે છે કે..

તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી,
જગતમાં એટલું સુજશ લીજે;
દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો,
દયાનિધિ દીન પર દયા કીજે.
રાગદ્વેષે ભર્યો, મોહ વૈરી નડ્યો,
લોકની રીતિમાં ઘણુંયે રાતો;
ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો,
ભમ્યો ભવમાંહી હું વિષયમાતો..
• • •

મહાત્માસંત શ્રી કબીદરદાસજી કહી ગયા છે કે

બુરા જુ દેખન મૈં ચલા, બુરા ન મિલિયા કોઇ;
જો દિલ ખોજા અપના, મુઝ-સા બુરા ન કોઇ.
• • •

કરેલા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા ઃ પ્રાર્થનાના સથવારે સાધક પોતાનાથી થઇ ગયેલા દોષોનો કેવી રીતે સંપૂર્ણ એકરાર કરે છે તે વાત આપણે આગળ જોઇ ગયા. જેણે અહંકાર અને માયાચાર છોડીને પોતાના દોષોની કબૂલાત કરી છે તેનો આશય દોષોથી રહિત થઇ સદ્ગુણસંપન્ન થવાનો છે. જેનો આ નિર્ધાર દૃઢ થયો છે, તેણે, સદ્ગુરુ કે પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જ રહી કે ફરીથી હવે આ દોષ નહી કરું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે તેને દોષનું પુનરાવર્તન થતું નથી અર્થાત્ કદાચિત્ થઇ જાય તો પણ તે દોષની માત્રા અતિ અલ્પ હોય છે. જેમ જેમ ભક્તજન યથાર્થ દીનભાવ ગ્રહણ કરીને સાચા પ્રાયýિાત્ત સહિત પ્રભુ પ્રાર્થનાની પ્રક્રિયામાં આગળ વધતો જાય છે, તેમ તેમ તેના ભાવોની વિશુદ્ધિ થતી જાય છે અને આમ થતાં સ્વાભાવિકપણે જ તેનું આત્મબળ વૃદ્ધિંગત થાય છે.

પહેલાં પાપપ્રવૃત્તિઓ જોર કરી જતી હતી પણ હવે પોતાની આત્મશક્તિ અને સંકલ્પબળ વધવાથી તે પ્રવૃત્તિઓનું જોર ચાલતું નથી. મતલબ કે તેની સાધના માત્રાની અપેક્ષાએ અને ગુણવત્તાની અપેક્ષાએ વિકાસ પામતી જાય છે અને આમ ઉપર ઉપરની શ્રેણિઓને સિદ્ધ કરતો થકો તે પરાભક્તિ, અનન્યભક્તિ સમતાભાવને પામતો જાય છે. આલોચના આદિ પ્રક્રિયા દ્વારા આત્મબળ વધારી, શૂરવીર થઇ મહાપુરુષોએ કેવી રીતે મોક્ષમાર્ગમાં વિજય મેળવ્યો હશે તે માટે મહાપુરુષોના ચરિત્ર અને તેના વચનામૃતોનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લેવું.

જેમ શરીર માટે ભોજન જરૂરી છે, બાળક માટે માતા જરૂરી છે તેમ માત્ર આધ્યાત્મિક વિકાસ માટે જ નહિ પરંતુ રોજબરોજના જીવનના સંઘર્ષોથી ઉપર ઊઠવા માટે, નિર્ભય થવા માટે, મનની શાંતિ માટે અને જીવનસંગ્રામમાં પ્રેરણા, મનોબળ અને નિýિાંતતાની પ્રાપ્તિ માટે મનુષ્યને પ્રાર્થનાની આવશ્યકતા છે. સામાન્ય માનવીથી માંડી, મધ્યમ સાધક અને ઊંચી કોટિના મહાત્મા સૌ કોઇને એક યા બીજા રૂપે પ્રાર્થનાની જરૂર પડે છે. પછી તે સામૂહિક હો યા વ્યક્તિગત હો. પ્રાથમિક ભૂમિકામાં સામૂહિક પ્રાર્થના વિશેષ લાભદાયક નીવડે છે કારણ કે સામૂહિક પવિત્રતાનો લાભ પોતાને મળી શકે છે. ધીમે ધીમે શ્રદ્ધા ભક્તિ વધતાં, બન્ને પ્રકારની પ્રાર્થનામાં ભક્ત જોડાઇ શકે છે અને લાભ મેળવી શકે છે.

આધ્યાત્મિક વિકાસમાં લઘુતા ભાવ કેળવવા પ્રાર્થના, શરણાગતિ અને પ્રાયýિાત્તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેથી સાધકોને આ સાધનાનું અવલંબન લેવાની ખાસ ભલામણ છે. આ સાધના માટે અંતરની શ્રદ્ધા અને ભક્તિ સિવાય બીજી કોઇ મોટી સાધન સામગ્રીની કે શારીરિક કષ્ટ વેઠવાની પણ જરૂર પડતી નથી; માટે સહજ-સાધ્ય એવા ભક્તિમાર્ગના આ અગત્યના અંગનો સ્વીકાર કરી ભક્ત-સાધકો પોતાના જીવનને ઉન્નત અને નિýિાંત બનાવો એ જ અભ્યર્થના.

ભગવાનની તો એવી લીલા છે કે જે લઘુ થાય છે તેને ભગવાન ગુરૂ કરે છે, જે ગુરૂ થાય છે તેને ભગવાન લઘુ કરે છે. જે લઘુ, નમ્ર, અભિમાન રહિત થતો જાય છે ભગવાન પોતાના વૈભવના ગુપ્ત અખુટ ભંડારમાંથી રત્નો આપે છે અને શાંતિ અર્પે છે. જે ગુરૂ, મોટો, અભિમાની થતો જાય છે તેને ભગવાન સંસારમાં રખડાવી તેનાં કર્મોનું ફળ ભોગવાવી લઘુ કરે છે.

લઘુતા ભક્તિ - દૃષ્ટાંત : કુરગડુ મુનિkurgudu। બુરા જુ દેખન મૈં ચલા, બુરા ન મિલિયા કોઇ; જો દિલ ખોજા અપના, મુઝ-સા બુરા ન કોઇ. । લઘુતા ભાવથી અહંકાર કદી ઊભો થતો નથી, જો જીવને લઘુતા ભાવ આવી જાય તો સમતા અને એકતા પણ સહેજે આવે છે. આપણે હંમેશા નિમિત્તાધીન થઇ જઇએ છીએ, પણ કુરગુડુમુનિના જીવન પ્રસંગ વાંચી શીખવા મળશે કે સામે ક્રોધાદિનું નિમિત્ત હોવા છતાં તેઓ ચળતા નથી અને લઘુતા ભાવથી સર્વ સુખના, સ્વાધિનતાના માલિક બને છે.

લઘુતા ગુણનું સ્મરણ થતાં જ કૂરગડુ મુનિનું નામ તરત જ સ્મરણપટ પર આવશે. કૂર એટલે ભાત અને ગડૂઆ એટલે એક જાતનું પાત્ર. મુનિશ્રી કૂરગડુ સવારે પાત્ર ભરીને ભાત લાવીને વાપરે ત્યારે જ એમને થોડી ઘણી સ્વસ્થતા આવતી હતી. રોજ પાત્ર ભરીને ભાત વાપરતા હોવાથી બીજા સાધુઓ એમની મજાક કરતા હતા. કુરગડુ મુનિથી ભૂખ્યા રહેવાય નહિ. રોજ થોડો આહાર તો જોઇએ જ, તેથી થાય શું? કેટલાક તપસ્વી સાધુમહારાજો કૂરગડુ મુનિના આ આહારને જોઇને એને નિત્ય ખાઉ કહેતા.

તેમાં પણ એમના જ ગચ્છમાં બીજા ચાર સાધો તો મહાતપસ્વી હતા. એક સાધુ માસક્ષમણ (એક મહિનાના સતત ઉપવાસ) કરતા હતા. બીજા સાધુ બે મહિનાના, ત્રીજા સાધુ ત્રણ મહિનાના અને ચોથા સાધુ ચાર મહિનાના ઉપવાસ કરતા હતા. આવા ઉપવાસી સાધુઓ મુનિ કૂરગડુની મશ્કરી કરતા, તે દુર્વર્તનને ભૂલીને મુનિ કૂરગડુએ એમની સાધુસેવા ચાલુ રાખી.

તેઓ અન્ય સાધુઓની તપýાર્યાની અહર્નિશ અનુમોદના કરતા હતા. પોતાની મર્યાદાથી વાકેફ હોવાને લીધે તપસ્વી સાધુઓની ખડે પગે વૈયાવચ્ચ કરતા હતા. મુનિઓએ કરેલી નિંદાને આત્મનિંદા અને આત્મવિશ્લેષણમાં પરિવર્તિત કરી દેતા હતા. પોતે હંમેશા લઘુતા ભાવ રાખી રહેતા હતા. તેઓના આ લઘુતા સ્વભાવની પ્રકૃતિની ખૂબીથી એમના હૃદયમાં સતત ક્ષમાવૃત્તિનું ઝરણું વહેતું હતું.

એક વાર સંવત્સરી મહાપર્વના દિવસે પોતાની તીવ્ર ક્ષુધાને સંતોષવા માટે મુનિરાજ ગોચરી વહોરીને લાવ્યા. બધા સાધુઓને બતાવીને વિનયથી કહ્યું કે, આ ગોચરીમાંથી આપને કંઇ વાપરવાની અભિલાષા હોય તો વાપરો. આ શબ્દો કાને પડતા જ અન્ય સાધુઓ એમના પર ક્રોધે ભરાયા.. પર્વના આવા દિવસે તમે ભોજન કરો છો તે બાબત તો તિરસ્કારપાત્ર અને શરમજનક છે, કિંતુ બીજાને આ રીતે વાપરવાનું કહો છો તે તો અતિ ધિIારપાત્ર અને આઘાતજનક ગણાય.

ગુસ્સે થયેલા મુનિઓએ એમના પાત્રમાં મોમાંથી બળખા કાઢીને નાખ્યા. આમ છતાં કૂરગડુ મુનિને સહેજે ગુસ્સો થયો નહિ, બલકે ક્ષોભ થયો કે સાધુઓની વૈયાવચ્ચ કરવાને બદલે તેમની વિનંતી ક્રોધનું કારણ બની. તેઓ મનોમન વિચારવા લાગ્યા અહો! મારો કેવો પ્રમાદ! સાધુને તો એક પળનો પ્રમાદ ન હોય ત્યારે હંં તો એક નાનું સરખું તપ પણ કરી શકતો નથી, એમાંય પર્વના દિવસોએ મારાથી તપ થતું નથી તે કેવું શરમજનક ગણાય? ધિIાર છે મને. મારે તો આ ચારે તપસ્વી સાધુમહારાજોની વૈયાવચ્ચ કરવી જોઇએ, એમની સેવા કરવી જોઇએ. ઓહ! આવું કરવાને બદલે હું તો એમના ચિત્તમાં ક્રોધ જગાડનારો બન્યો. મુનિ તરીકે મેં કેટલી બધી મહાન ભૂલો કરી?

કૂરગડુ મુનિ ભલે તપ કરી ન શકતા હતા પણ તેમનો લઘુતાભાવ એટલો દૃઢ કેળવાયેલો હતો કે સામે ક્રોધનું ભારે નિમિત્ત હોવા છતાં તેના મનમાં દ્વેષ ભાવ જરા પણ ઉત્પન્ન થતો નથી અને તેઓ નિમિત્તાધીન થતા નથી ઉલટ આ જ નિમિત્ત તેમને સમતામાં અને એકતામાં સ્થિર કરી દે છે, આત્મનિંદા અનુભવતા પોતાનો ઉપયોગ સ્થિર કરી શુક્લધ્યાનમાં ચડી ગયા એને એક ઘડીમાં તો કેવળજ્ઞાન પામી ગયા. તેમના કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવવા આકાશમાંથી દેવો આવે છે, બાકીના સાધુ ભગવંતોને હર્ષ થાય છે કે આ નગરમાં કોને કેવળજ્ઞાન થયું જેમનો ઉત્સવ મનાવવા દેવો પણ આવ્યા !! પણ મુનિઓ આýાર્યચકિત બની જાય છે કે આતો કેવળજ્ઞાની બીજા કોઇનહી પણ ભાતતપસ્વી કૂરગડુ મુનિ જ છે! બધા સાધુભગવંતો અને તપસ્વીમુનિઓ આ વાતનો ખૂબ હર્ષ મનાવે છે અને કેવળજ્ઞાની કૂરગડુ મુનિ પાસે ક્ષમાયાચના પણ કરે છે અને ખૂબ ખમાવે છે. માટે જ કહ્યું છે કે જે લઘુ બને છે ભગવાન તેને ગુરૂ બનાવી દે છે.

8samta

સમતા ભક્તિ

લઘુતા આવવાથી રાગ-દ્વેષ નથી થતા એટલે સમતા આવે છે અને સમતા એ જ તરવાનું સત્સાધન છે, પ્રભુતા પામવાનો માર્ગ છે. આ ભક્તિમાર્ગ આરાધનાની ચરમસીમાની આ ભૂમિકા છે. સમતા આવે તો એકતા આવે. સમતા શબ્દ સમભાવ સ્વભાવનું સૂચન કરે છે. સિદ્ધાંતમાં તેને માટે બીજા છ મુખ્ય શબ્દોનો ઉપયોગ કરીને બધાને એકાર્થવાચક કહ્યા છે. આ છ શબ્દો છે સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ અને શુદ્ધ ઉપયોગ.

સમતાની સાધના ક્રમે કરીને સિદ્ધ થઇ શકે છે. સરળતા, વિનય અને સમજણ વગેરે ગુણોથી સંપન્ન થઇ, શ્રવણ-Hાળર્તનાદિ ભક્તિના પ્રકારોની ઉપાસના દ્વારા જેમ જેમ ભક્તના ભાવોની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ સમતાની ઉત્પત્તિ થઈ તેની વૃદ્ધિ થતી જાય છે, વિવેકપૂર્વકની ભક્તિના ફળરૂપે જ્ઞાનીઓએ આને સમતાની પ્રાપ્તિ કહી છે.

સમતા એ ભક્તિની આરાધનાના પરિપાકરૂપે પ્રગટ થતો ભક્તનો અતિ નિર્મળ, વિશુદ્ધ અને સૂક્ષ્મ ભાવ છે. પ્રેમભક્તિમાં જેમ જેમ ભક્ત આગળ વધતો જાય છે, તેમ તેમ તેના જીવનમાંથી સ્વાર્થના અંશોનો વિલય થતો જાય છે અને તેને સર્વ જીવોમાં પોતાના પરમ આરાધ્ય પ્રભુનું જ દર્શન થવા લાગે છે. તેવા ભક્તને મારું-lાારું કાંઇ રહેતું નથી, અંતરમાં સતત પ્રભુનું સ્મરણ રહેવાથી તેનું ચિત્ત એટલું બધું પ્રભુમય થઇ જાય છે કે જેવી દૃષ્ટિ પોતાના આત્મા પ્રત્યે હોય છે, તેવી દૃષ્ટિ સર્વ આત્માને વિષે રહે છે.

 

જેવો સ્નેહ પોતાના આત્મા પ્રત્યે હોય છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. કોઇ પ્રત્યે ઓછાપણું-અધિકપણું કંઇ તે આત્માને વર્તતું નથી. અવિકલ્પરૂપ તેમની સ્થિતિ હોય છે. આવો ભક્ત હોય તે કોના પર ક્રોધ કરે? કોની નિંદા કે ઇર્ષ્યા કરે? કોના પર મોહ કરે કે કોનો વિશ્વાસઘાત કરે? તેને તો સર્વ જીવો પ્રત્યે સમાનતાનો ભાવ ભાસે છે, તેથી જ્ઞાનીઓએ કહ્યું છે કે ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઇને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા.

આ કક્ષાએ સમતાને પામેલા મહાત્માઓનાં પરિણામોની બે શ્રેણિઓ વિચારી લઇએ. એક સવિકલ્પ અવસ્થા છે અને બીજી નિર્વિકલ્પ અવસ્થા છે. સવિકલ્પ અવસ્થામાં તે ભક્તજન ભક્તિના બીજા શ્રવણ - કીર્તનાદિ પ્રકારોમાં પ્રવર્તે અથવા પોતાને યોગ્ય બીજી પ્રવૃત્તિમાં પણ રહે, જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાય ત્યારે તો તે પ્રભુપ્રેમમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે અને દેહનું કે જગતનું સર્વ ભાન ગુમાવી દે છે, આ દશાને ભાવસમાધિ કે પ્રેમસમાધિ કહે છે.

આગળની ભૂમિકામાં દાસોડહં (હું દાસાનુદાસ છું) હતું, પછી સોડહં થયું (lામારા જેવું જ મારું સ્વરૂપ છે) અને છેવટે અહં માત્રનો અનુભવ રહી ગયો. આ અહં તે દેહ નહિ, વાણી નહિ, મન નહિ, બુદ્ધિ નહિ, માત્ર સર્વથી પાર રહેલું એવું શુદ્ધ, અનુપમ, સચ્ચિદાનંદસ્વરૂપ.. જે વાણીનો વિષય નથી. આ સ્થિતિનો અનુભવ તે જ છે એકતા.

કિર્તન ભક્તિ - દૃષ્ટાંત : ચંડરુદ્રાચાર્યchandrarudacharya `વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ, નિરંતર આત્માના શુદ્દ સ્વભાવનું અવલંબન જેને છે એવો જે જ્ઞાનનો પરિણામ તે સમભાવ કહેવાય.' જ્ઞાનસાર. લઘુતા આવવાથી રાગ દ્વેષ થતા નથી જેથી સમતા આવે છે, સમતા એ કર્મોની નિર્જરા કરનાર અમોધ શસ્ત્ર છે, જેમ જેમ વૈરાગ્ય વધશે તેમ તેમ સમતા આવશે અને જેમ જેમ સમતા વધશે તેમ તેમ વિતરાગતા આવશે. ભક્તિમાર્ગ આરાધનાની ચરમસીમાની આ ભૂમિકા છે. મુનિ ચંડરુદ્રાચાર્યના જીવનપ્રસંગમાંથી સમતાનો મહિમા અધિક સમજાશે.

ક્રોધી પ્રકૃતિને કારણે રુદ્રાચાર્યનું નામ ચંડરૂદ્રાચાર્ય પડી ગયું હતું. ચંડરૂદ્રાચાર્ય હવે વૃદ્ધ થયા હતા, તેમને પોતાની જ પ્રકૃતિથી નારાજગી વર્તતી અને મનમાં ખેદ રહ્યા કરતો. પણ ક્યારેક હું પણ શાંતિની આરાધના કરતો કરતો ક્યારેક પરમશાંતિ પણ પામીશ એવો આત્મવિશ્વાસ હતો.

એક વખત કોઇ નગરની બહાર ઉદ્યાનમાં ઉતરેલા હતા. પોતાની શાંતિ માટે તેઓ શિષ્યોથી અલગ સ્થાનમાં આરાધના કરતા હતા. ત્યાં સાંજ પડતા તોફાને ચડેલા જુવાનિયાઓને આ વયોવૃદ્ધ સાધુની ટીખળ કરવાનું સૂઝ્યું. આ મસ્તીખોર જુવાનિયાઓમાં એક જુવન મીંઢળબંધો હતો. એનાં લગ્ન લેવાઇ ચૂક્યાં હતાં. બીજા યુવાનો આ મીંઢળબંધા યુવાનને આગળ કરીને વૃદ્ધ મહારાજની મજાક કરતાં બોલ્યા, મહારાજ, આને ઉગારો, બિચારાને પરણવાની લેશમાત્ર ઇચ્છા નથી, છતાં પરાણે લગ્ન કરાવવામાં આવે છે. આપ તો દયાવાન છો! કરુણાવાન છો! એના પર કરુણા કરીને એને દીક્ષા આપો, તો એના સઘળાં દુઃખોનો અંત આવશે. આપનો મોટો ઉપકાર થશે. પહેલા તો મુનિએ તે તરફ ધ્યાન ન આપ્યું, મશ્કરા લોકોને શું જવાબ આપવો? તેમને તો મૌન જ ધારણ કર્યું. પણ યુવાનોને વધુ જોશ ચડ્યું. એમણે ફરી મીંઢબંધા યુવાનને આગળ કરી સંસારથી છુટકારો આપવાની વિનંતિ કરી. ચંડરુદ્રાચાર્ય ક્રોધી થઇ ગયા, અને કડકાઇથી કહ્યું, બોલો કોને દીક્ષા લેવી છે? મશ્કરાઓએ પહેલા વરરાજાને આગળ કરી ધકેલ્યો. ટીખળી મિજાજમાં એ પણ બોલ્યો, હા મહારાજ મને કોઇપણ ભોગે આ સંસારમાર્ગ ત્યજીને સંયમનો માર્ગ ગ્રહણ કરવો છે.

મુનિ મહારાજે પેલા યુવાનને પકડીને એના વાળ ઝાલી બરાબર લોચ કરવા માંડ્યા. આ દૃશ્ય જોઇને બીજા ટીખળી યુવાનો તો ભાગ્યા; જ્યારે પેલો મીંઢળબંધો યુવાન એક તસુ હટયો નહિ. મુનિ ચંડરુદ્રાચાર્યને એમ હતું કે એક બે ચપટી વાળની ખેંચશે એટલે તે પણ ભાગશે અને કદી મશ્કરી કરવાનું નામ નહિ લે. પણ આ યુવાન તો ગજબનો નીકળ્યો. એ તો શાંતિથી બેસી જ રહ્યો એના ચહેરા પરથી લાગતું હતું કે એના ભાવોમાં પરિવર્તન આવી ગયું હતું. મશ્કરીના સ્થાને ગંભીરતા અને પ્રસન્નતા આવી હતી. તેના લગ્ન લખાઇ ચૂક્યા હોવા છતાં તે દીક્ષા લેવા તૈયાર થઇ ગયો હતો અને મુનિ એ તેમને દીક્ષા આપી દીધી.

દીક્ષા બાદ યુવાને કહ્યું ગુરુદેવ! આ ગામમાં તો હવે આપણાથી રહી શકાશે નહિ. મારા સંબંધીઓને ખબર પડશે તો આપને અને મને ઘણી મુશ્કેલી ઊભી થશે. માટે વિહાર કરીને આજે જ કોઇ બીજે ગામ જતા રહીએ તો સારું. સાંજ પડવા આવી હતી. મુનિએ કહ્યું સારું! તું રસ્તો જોઇ આવ. આપણે નીકળી જઇએ. નવદીક્ષિત રસ્તો જોઇ આવ્યો, બંન્ને સમી સાંજે અંધારામાં નીકળી પડ્યાં. અંધારું ગાઢ બનતું ગયુ, વૃદ્ધાવસ્થાના કારણે નજર ઓછી હતી એટલે મુનિ મહારાજને ઠોકરો લાગવા લાગી. ફરી તેમનો ગુસ્સો ભભૂકી ગયો, તે તો નૂતન દીક્ષિત પર તૂટી જ પડ્યા, અલ્યા! અIલના જામ! રસ્તો-બસ્તો જોયો છે કે નહિ! રસ્તો આમ જોવાય? કેટલા બધા ખાડા છે. એમ કરી ચેલાને તો તેઓએ ધમકાવી નાંખ્યો. પણ તે નૂતન દીક્ષિત શાંત રહ્યો, તેણે કહ્યું ગુરુજી આપની વાત સાચી છે. આપ મારા ખભે બિરાજો. આપને તકલિફ નહિ પડે. મુનિ ચંડરુદ્રાચાર્ય તેના ખભે બેસી ગયા. શિષ્ય ધીમે ધીમે ચાલતો ગયો પણ રસ્તામાં ખાડા-ટેકરા હોવાથી આંચકા આવવા લાગ્યા, ફરી મુનિ બોલ્યા બુદ્ધિના બળદીયા! જરા સીધો તો ચાલ ! તારા ખાતર હું આ મોટી ઉમરે પણ કેટલો હેરાન થાઉં છું? જરા મારી ઉંમરનો ખ્યાલ તો કર. સીધું ચાલતાં પણ નહી આવડે તો સંયમ જીવન જીવતાં શી રીતે આવડશે? અરે.. ફરી આંચકો!! આટલું બધું કહું છું છતાંય તું સાંભળતો નથી? લે.. લેતો જા ફટાક! એમ કરી હાથમાં રહેલો દાંડો તેના માથા પર ફટકારી દીધો. મુનિ ક્રોધમાં આંધળા થયા હતા, પેલો બિચારો તો નવદીક્ષિત મશ્કરીમાં મુનિ બન્યો છે, તાજો જ લોચ થયેલો હતો, પહેલા લોચવાળા માથા પર કોઇની આંગળી પણ અડે તો પણ પીડા થાય ત્યાં દંડા ફટકારવા એ કેટલી ક્રુરતા! પણ યુવાનની જાણો કે આ સમતાની કસોટી હતી. હજુ તો તેણે કોઇ શાસ્ત્રાદિનો અભ્યાસ પણ નથી કર્યો, મનને સમતાભાવમાં રાખવાનો કોઇ પ્રયત્નો પણ નહોતા કર્યા. તેમને તો વગર વિચાર્યે ફટકારવાનું શરૂ જ રાખ્યું હતું.

પણ ત્યાં જ એક ચમત્કાર સર્જાયો, હવે શિષ્ય બરોબર ચાલે છે? મુનિએ કહ્યું આ તો સોટીનો ચમત્કાર છે. કેટલીક ચીજો એવી હોય છે કે જે તાડન કરવાથી જ બરાબર ચાલે. સ્ત્રાળ, ઢોલ, ગમાર, પશુ વગેરે તાડનને જ લાયક હોય છે. એમ નીતિવાક્યો કહે છે. ઃ ઢોલ, પશુ, મૂરખ ઔર નારી; યે સબ તાડન કે અધિકારી. ચંડરુદ્રાચાર્યે પુછ્યું હવે કેમ બરાબર ચાલો છો? માર ખાઇને સીધા ચાલ્યા એના કરતાં માર વિના જ સીધા ચાલ્યા હોત તો? ચેલાજીએ અત્યંત શાંત સ્વરે કહ્યું ગુરુદેવ! આપની કૃપા ! એના શાંત, ગંભીર અને સ્વસ્થ અવાજથી મુનિ તો સ્તબ્ધ થઇ ગયા, નIિ કંઇક રહસ્ય છે નહિ તો અંધારામાં પણ સીધુ ચાલવું!! મુનિ તો ચોંક્યા. પૂછ્યું શું કોઇ દિવ્યજ્ઞાન થયું છે?

હાજી.. ગુરુદેવ! આપની કૃપા

મુનિ તો થીજી ગયા. ચોIસ ખાતરી કરવા મુનિએ ફરી પૂછ્યું ઃ કેવું જ્ઞાન થયું છે? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ? અપ્રતિપાતિ.

તરત જ કૂદકો લગાવી મુનિ નીચે ઉતર્યા.. અરરર. મેં કેવળજ્ઞાનીની આશાતના કરી, કેવળજ્ઞાનીના ખભા પર હું બેસી રહ્યો. અને મુનિ બેચેન બન્યા. ગઇકાલનો દીક્ષિત આ મુનિ! શાસ્ત્ર નહિ ભણેલો એ મુનિ! ક્ષમાનો કેવો ભંડાર! માત્ર ક્ષમાના મહિમાથી અને સમતાના સથવારે કેવળજ્ઞાન પામી ગયો અને હું એવોને એવો કોરો-yાાકોર? મુનિ હવે પýાાત્તાપની ગંગામાં ડૂબી ગયા, આચાર્યપદ પર બિરાજમાન! અનેક શિષ્યોનો ગુરુ ! અનેક શાસ્ત્રાેનો જાણકાર! અનેક ભક્તોનો આરાધ્ય હું ! છતાં સમતાથી લાખો જોજન દૂર! અરેરે ક્યારે એવી મધુર પળો ફરી આવશે જ્યારે હું પણ સમતાના માન સરોવરમાં હંસ બનીશ? શું મારું જીવન ક્રોધની આગથી રેગિસ્તાન જ બની રહેશે? શું કદી નંદનવન નહિ બને? આવી ભાવનામાં મુનિના અધ્યવસાયો નિર્મળ થવા લાગ્યા અને પછી તેમના વિચારો વિલીન પામી નિર્વિચાર અવસ્થામાં પહોંચ્યા. આમ સમતાનો મહિમા ગાતા ગાતા પýાાત્તાપની પાવનગંગામાં ડૂબી ગયેલા ગુરુએ પણ કેવળજ્ઞાન લીધું.

9ekta1

એકતા ભક્તિ

સમતા, ક્ષમા, શાંતિ સેવતા ભગવાન જેવું જ પોતાનું સ્વરૂપ પ્રગટે. અસંગપણું એ જ એકતા છે. એ જ પરાભક્તિ છે. જ્યાં ભક્ત અને ભગવાન એક થઇ જાય છે, તે જ આ નિજ અનુભવપ્રમાણ પોતાનું મૂળ સ્વરૂપ છે. આ સ્થિતિ સર્વ આધ્યાત્મિક સાધનાની ચરમસીમા છે. આરાધનાનું ફળ પણ આ જ છે અને કૃતકૃત્યતા પણ આજ છે. આ સ્થિતિ માત્ર નિજઅનુભવ દ્વારા જ પ્રમાણ થાય છે, આને જ જ્ઞાનીઓ સ્વાનુભૂતિ અથવા આત્મસાક્ષાત્કાર કહે છે અને યોગીઓ નિર્વિકલ્પ સમાધિ કહે છે. તે ભૂમિકામાંથી પાછા ફર્યા બાદ જુદા જુદા ભક્તજનોએ તેને ગુંગે કા ગુડ કહ્યું છે, એટલે કે મુંગાને જો તમે પુછો કે ગોળનો સ્વાદ કેવો છે? તો તે શું કહેશે? અને કેવી રીતે કહેશે? આ જ પરિસ્થિતિ જ્ઞાનીઓની હોય છે કારણ કે આ અનુભવ કહેવું તે અનિર્વચનીય છે, પરંતુ તેનો અંગુલિનિર્દેશ જરૂર કર્યો છે તે જ સાધના છે તે જ શાસ્ત્રાે માં છે અને તે જ કરવું આપણો પ્રથમ અને પરમપુરુષાર્થ છે. જો મળેલું કોઇ અનમોલ રતન સમુદ્રમાં ફેંકી દઇએ તો પાછું મેળવવું દુર્લભ બરોબર જ છે, તેમ આ મનુષ્યભવ મળ્યો અને પુરુષાર્થ આત્માર્થે ન કર્યો તો ફરી મનુષ્યભવ મળવો દુર્લભ જ સમજવો. પોતપોતાની સાધના પદ્ધતિમાં અને કથનપદ્ધતિમાં ભેદ હોવાને લીધે તથા પોતાના અનુભવની પ્રગાઢતા વિભિન્ન હોવાને લીધે ભલે તેનું વર્ણન ભિન્ન ભિન્ન પદ્ધતિમાં થયું હોય, પરંતુ તે પદ, તે સ્થિતિ, તે અનુભૂતિતો એક જ છે.

સમભાવ એ તો આત્માનું મૂળ સ્વરૂપ જ છે અને તેનો આવિર્ભાવ મુખ્યપણે આ પ્રમાણે થાય છે.

1) શ્રદ્ધાની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવનો આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુદર્શન થયું એમ કહેવામાં આવે છે. 2) સ્મૃતિની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવનો આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદનું જ્ઞાન થયું એ કહેવામાં આવે છે અને 3) રસસ્વાદની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવનો આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદનો ભેટો થયો એમ કહેવામાં આવે છે.

એકતાની વાત તો મુખ્યપણે તો ગુરુગમ દ્વારા જ સમજાય છે, માટે પ્રત્યક્ષ સત્ગુરુનો બને તેટલો સમાગમ કરવો. સાધનાજીવનના સંપૂર્ણ વિકાસની ભિન્ન ભિન્ન ભૂમિકાઓના કાળમાં આ ત્રણનો આવિર્ભાવ પરસ્પરની અપેક્ષા પણ રાખે છે અને કથંચિત્ એકબીજાથી નિરપેક્ષ પણ છે. આ ભાવની અભિવ્યક્તિ મહાજ્ઞાનીઓએ અને ભક્તોએ પોતપોતાની ભાષામાં અને પોતપોતાની શક્તિ-ભક્તિને અનુસરીને કરી છે.

 

જિન (પરમાત્મા) દાતાર છે, જિન એ ભોક્તા છે,
આ સમસ્ત જગત જિન છે. જગતમાં સર્વત્ર જિન છે,
જે જિન છે તે હું પોતે જ છું.
આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર.

મોક્ષપ્રાપ્તિનાં કારણોની સામગ્રીમાં ભક્તિ જ મહાન છે. પોતાના આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું તેને જ ભક્તિ કહેવામાં આવે છે. શ્રીમદ્ શંકરાચાર્ય.
• • •

દેહબુદ્ધિથી હું તમારો દાસ છું, જીવબુદ્ધિથી હું તમારો અંશ છું અને તત્ત્વબુદ્ધિથી હું અને તમે એક છીએ,
એમ મારી દૃઢ મતિ છે.
• • •

અહો! અહો! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઇ તુજ રે. શ્રીમદ્ આનંદઘનજીકૃત્ શાંતિનાથજીનું સ્તવન

દ્રવ્યસેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિષ્કામોજી. શ્રી. પરમ ગુણી સેવન તન્મયતા, નિýાય ધ્યાને ધ્યાવેજી, શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી. શ્રી શ્રીમદ્ દેવચંદ્રજીકૃત ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન

પરમાત્મા અને આત્માનું એકરૂપ થઇ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્યે જીવને એ લય આવવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે; તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં ઐક્યભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની તો પરમાત્મા રૂપ જ છે અને તેઓની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવા દેહધારી મૂર્તિ, જ્ઞાનીરૂપ પરમાત્માને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. પંચપરમેષ્ઠી મંત્રમાં નમો અરિહંતાણં પદ પછી સિદ્ધોને નમસ્કાર કર્યા છે એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ સાક્ષાત જ્ઞાનીપુરુષ અરિહંતની ભક્તિ અને એ જ પરમાત્મા પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. આ પ્રમાણે સર્વ ભક્તોને લક્ષ્યરૂપ એવી સમતા અને એકતા નામની પરાભક્તિનું નિરૂપણ અહીં પુરૂ કર્યું. ભવ્ય જીવો ભક્તિમાર્ગના યથાર્થ સ્વરૂપને સમજી, લક્ષમાં લઇ, આ અનાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ પામી શ્રીગુરૂની કૃપાથી અનંત અવ્યાબાધ શાશ્વત સુખના ભોકતા બનો એ જ શુભેચ્છા.

એકતા ભક્તિ - દૃષ્ટાંત : નાગકેતુnagketuહવે આ મારું - તારું કે આ ખોટું - આ સાચું, આ હું - આ તુ, કે આ સ્ત્રી - આ પુરુષ એવો કોઇ ભેદભાવ રહેતો નથી, જીવને સમતા ભાવ વધવાથી સ્વરૂપમાં સ્થિર રહેવા સહેલું પડે છે, જેથી બીજા કોઇ વિકલ્પ ન આવવાથી પરમ યોગીઓ આ દશાને જ નિર્વિકલ્પ સમાધિ કહે છે, અહીં જીવમાં વિતરાગતા પુષ્ટ થવાને કારણે અસંગતા પ્રગટે છે, અસંગપણું એ જ એકતા છે એ જ પરાભક્તિ છે, પ્રભુભક્તિમાં પ્રભુમય થયેલા નાગકેતુનો જીવન પ્રસંગ.

પૂર્વભવમાં નાગકેતુ એક વણિક પુત્ર હતો, નાનપણમાં જ એની માતા અરિહંત શરણ પામી હતી. એના પિતાએ બીજા લગ્ન કર્યા, નવી માતાને આ પુત્ર આંખમાં કણાની જેમ ખુંચતો હતો. તે તેને ઘણા પ્રકારે પીડા આપતી, ખાવા ન આપે, આપે તો ઓછુ આપે, ઘરે ખૂબ કામ કરાવે વગર કારણે પણ ઢોર માર મારે. એક વખત તે આ બધાથી ત્રાસી ઘર છોડી બીજે ભાગી જવા નીકળ્યો. પણ તેથી તેના પહેલા તે જિનેશ્વર ભગવાનનાં દર્શન કરવાનો વિચાર કર્યો. દર્શન કરી તે દહેરાસરનાં ઓટલા પર બેઠો, ત્યાં તેનો એક મિત્ર આવ્યો. નાગકેતુને ઉદાસ જોઇને પૂછે છે કે કેમ મિત્ર આટલો નિરાશ દેખાય છે? નાગકેતુએ બધી વાતની જાણ કરી, મિત્રે સાંત્વના આપતા કહ્યું ભાઇ ગભરાઇશ નહિ, ધર્મથી બધા સારાવાનાં થશે. પૂર્વભવનું પાપ ઉદયમાં છે તે પણ જશે, પણ થોડા દિવસમાં જ પર્યુષણ પર્વ આવે છે ત્યારે તું અટ્ઠમ કરજે, બધુ જ સારું થશે. નાગકેતુને આ ઉપાયમાં શ્રદ્ધા બેસી, તેથી શાંત થઇ તે પાછો ઘેર આવ્યો ત્યારે ઘરના દરવાજા બંધ હતા, તેથી તે ઘરની બહારના ફળીયમાં ઘાસની ગંજી હતી તેની ઉપર સુઇ ગયો. પણ તેના મનમાં અટ્ઠમ તપની ભાવના ભાવતો રહ્યો. કર્મની લીલા ન્યારી છે. કોઇ અઘટિત રીતે તે ઘાંસની ગંજી પર આગની ચિનગારી પડી અને આગ ભડભડ તેમાં ફેલાવા લાગી અને નાગકેતુ તે આગમાં મૃત્યુ પામ્યો પણ અટ્ઠમની ભાવના છેલ્લી ઘડી સુધી ભૂલ્યો નહિ.

તેના બીજા ભવમાં તે ચંદ્રકાન્તા નામની નગરીમાં શ્રીકાંત શેઠને ત્યાં સખી નામની ભાર્યાની કુક્ષીએ પુત્ર પણે ઉત્પન્ન થયો. અહીં તેના માતા-પિતા ધર્મશીલ હતા. પર્યુષણપર્વ આવી રહ્યું હોવાથી અટ્ઠમ તપની વાતો કરતા હતા આ સાંભળતા જ નાગકેતુને જાતિસ્મરણ જ્ઞાન થયું અને એ જ્ઞાન બળે પોતાનો પૂર્વભવ જાણ્યો. અઠ્ઠમ કરવાનો જે છેલ્લી ઘડીએ ભાવ હતો તે યાદ આવ્યો અને મનમાં નિર્ધાર કર્યો કે અઠ્ઠમ તો કરવો જ છે. આ ભાવના સફળ કરવા તેને અટ્ઠમ તપ આદર્યું, તાજો જન્મલો બાળ અને કોમળ કાયા પણ તેનો આત્મા જ્ઞાન પ્રગટવાથી બળવાન બન્યો. દૂધ નહિ પીવાથી એનું શરીર કરમાવા માંડ્યું, માતાપિતાને ક્યાં ખબર હતી કે બાળકે અટ્ઠમ તપ કર્યો છે, માટે દૂધ પીતો નથી, પાણી પણ લેતો નથી, ઘણાં ઉપચાર કરાવ્યા પરિણામે અશક્તિ એટલી વધી ગઇ કે બાળક મૂર્છા પામી ગયો. ન હાલે ન આંખ ઊંચી કરે બધાએ એમ જ સમજી લીધું કે બાળક મરી ગયો. અને એને જંગલમાં જઇ દાટી દીધો.

બાળક મરી જવાની વાત સાંભળી તેના પિતાને સખત આઘાત લાગ્યો, શેઠ નિઃસંતાન થઇ જતા આઘાત સહન ન કરી શક્યા અને શેઠ પણ મૃત્યુ પામ્યા. એ કાળમાં રાજ્યમાં કાયદો હતો કે અપુત્રિયાનું ધન રાજા ગ્રહણ કરે. તેથી રાજ્યના કાયદા મુજબ શેઠનું ધન લેવા રાજાએ પોતાના માણસો મોકલ્યા. આ બાજુ એવું બન્યું કે બાળકના અટ્ઠમ તપના પ્રભાવે ઇદ્રનું આસન ડોલ્યું. આથી ઇદ્ર મહારાજે કારણ શોધવા ઉપયોગ મુક્યો અને સઘળી વાત સમજમાં આવી. તરત ધરણેદ્ર દેવ ત્યાં આવી પ્રથમ બાળકને જમીનમાંથી બહાર કાઢ્યો અને પછી તે બાળક પર અમૃત છાંટીને શક્તિનું સિંચન કર્યું. ત્યાર બાદ ધરણેદ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરી બાળકને લઇને તેના ઘરે ગયા. રાજસેવકો જે શેઠનું ધન લેવા આવ્યા ત્યારે સેવકોને આ જીવતું બાળક બતાવ્યું, રાજા ખુદ ત્યાં આવ્યા અને આýાર્યચકિત થયેલા રાજાએ બ્રાહ્મણને પૂછ્યું તમે કોણ છો, ત્યારે તેને હકીકત જાણ કરતા કહ્યું હું નાગરાજ ધરણેદ્ર છું અને આ બાળ મહાત્મા જેને મૃત્યુ પામેલો સમજી દાટી દીધો હતો, તેને સહાય કરવા આવ્યો છું. આ બાળકે અઠ્ઠમ તપ કર્યો છે, અને કહ્યું આ બાળક રાજ્ય પર ખૂબ ઉપકાર કરનારો થશે અને આ ભવમાં જ મુક્તિ પામવાનો છે. આમ કહી નાગરાજ ધરણેદ્રે પોતાના ગળાનો હાર કાઢી નાગકેતુને પહેરાવ્યો. અને પોતાના સ્થાનકે ગયા.

આ રીતે નાગકેતુને અટ્ઠમતપનું પ્રત્યક્ષ ફળ એ જ ભવમાં મળ્યું. નાગકેતુ મોટો થતો ગયો અને તેની વીતરાગદેવ અને ધર્મ પર વિશેષ શ્રદ્ધા વધતી ગઇ, ભગવાનની ખૂબ ભક્તિ કરતા. એકતાન થઇ પૂજા અર્ચના કરતા, તપ કરતા આમ તે એક પરમ શ્રાવક બન્યો. એક વખત નગરીના રાજા વિજયસેને કોઇ એક નિર્દોષ માણસને ચોરીની સજા માટે મૃત્યુદંડ આપ્યો. તે માણસ મરીને વ્યંતર થયો, નગરી પર ગુસ્સે ભરાયેલા વ્યંતરે રાજાને લાત મારી સિંહાસન પરથી ફેકી દીધો અને આખી નગરીનો નાશ કરવા તેને આકાશમાં એક મોટી શિલા રચી, તે શિલા જોઇને લોકોમાં ગભરાટ ફેલાઇ ગઇ. નાગકેતુએ આ શિલા જોઇ વિચાર કર્યો કે જો આ શિલા નગરી પર પડી તો તમામ લોકો મૃત્યુ પામશે અને જિનમંદિરોનો વિધ્વંસ થઇ જશે. આમ વિચારી જિનપ્રાસાદના શિખરપર ચઢી ગયા અને આકાશમાં રહેલી શિલાને હાથ દીધો અને તેના તપના પ્રભાવથી અને પુણ્યબળથી પેલો વ્યંતર આ શક્તિને સહન ન કરી શક્યો અને વ્યંતરે તરત જ પોતાની વિકુર્વેલી શિલાને પોતે જ સમેટી લીધી. નીચે આવી નાગકેતુના પગમાં પડ્યોને રાજાને પણ નિરુપદ્રવ કર્યો. એક વખત નાગકેતુ ભગવાનની પુષ્પ પૂજા કરતા હતા. તે પુષ્પથી ભરેલા કરંડીયામાં રહેલા એક નાનકડા સર્પે તેને ડંખ માર્યો, ભયંકર વેદના તેમના શરીરમાં વ્યાપી ગઇ, વેદના એટલી બધી કાતિલ હતી કે ભલભલા ઉંચા-નીચા થઇ જાય પણ નાગકેતુ તે વખતે કાઉસગ્ગમાં સ્થિર થઇ ગયા અને પોતાની વેદનાને જોવા લાગ્યા ને એકદમ ચિંતનમાં ઉતરી ગયા કે વેદના કોને થાય છે? મને કે શરીરને? શરીર એ હું છું કે હું કોઇ અલગ તત્ત્વ છું? અને નાગકેતુને સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું કે શરીર એ તો તદ્દન અલગ છે, તે પોતે અલગ છે. શરીર એ તો માટીનું કોડીયું છે, તેમાં રહેલ પીડાને જાણનાર તે હું છું. શરીરને વેદના થાય તેમાં આત્માને શું લેવા - દેવા? જે રીતે શરીરે રહેલું વસ્ત્ર અલગ દેખાય તેમ તેને આત્મા અલગ દેખાવા માંડ્યો. અહીં ભગવાન અને ભક્ત એક થઇ ગયા, નાગકેતુ નિજ અનુભવમાં અને પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થઇ ગયા. આ સ્થિતિનો અનુભવ તે જ છે એકતા. નાગકેતુ કેવળી બની ગયા અને મોક્ષે સિધાવ્યા. દરવર્ષે પર્યુષણના કલ્પસૂત્રના પહેલા જ વ્યાખ્યાનમાં આપણે નાગકેતુનું જીવન સાંભળીએ છીએ.

shripalraja  સિદ્ધચક્રના ગુણ ઘણાં.. કહેતા ના'વે પાર, મનવાંછિત સહુ સુખ પૂરે વંદુ વારંવાર.
આત્મા પોતે જ નવપદમય છે. નવપદ એટલે આત્માની જ ભિન્ન ભિન્ન સ્વરૂપ અવસ્થા.
સ્વરૂપ ઉપરના અાવરણને દૂર કરવા નવપદની પૂજા, સ્તુતિ, જાપ અને ધ્યાન ઉપયોગી છે.
જેના હૃદયમાં નવપદનું પ્રણિધાન છે અને જેનો ઉપયોગ નવપદમય છે તેને સર્વદા સર્વત્ર સમાધિ સુલભ છે.
શ્રીપાલ મયણાની જેમ સર્વના હૃદયમાં નવપદ વસે અને નવપદમય બની આત્માની નવનિધિને પામે એજ અભ્યર્થના.
maynaisundri