• પ્રસ્તાવના
 • પ્રથમ દિવસ
 • બીજો દિવસ
 • ત્રીજો દિવસ
 • ચોથો દિવસ
 • પાંચમો દિવસ
 • છઠ્ઠો દિવસ
 • સાતમો દિવસ
 • આઠમો દિવસ
 • નવમો દિવસ
 • પારણાનો દિવસ
 • આવશ્યક સુચનો
પ્રસ્તાવના
જૈનશાસનમાં શ્રી સિદ્ધચક્રજી - નવપદજીની આરાધના સુપ્રસિદ્ધ છે. મોટામાં મોટા શહેરથી નાનામાં નાના ગામડા સુધી જૈન કુલમાં જન્મેલો ભાગ્યે જ એવો કોઇ આત્મા હશે કે જે સિદ્ધચક્ર નવપદજીનું નામ ન જાણતો હોય. આ સિદ્ધચક્રની આરાધનામાં મુખ્ય આરાધના શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવપદોની છે. તેથી તે નવપદજીના નામથી પણ એટલાં જ પ્રસિદ્ધ છે. કારણ કે શ્રી સિદ્ધચક્રમાં સૌથી મુખ્ય અને પ્રથમ કોઇ માંડલું હોય તો આ નવપદોનું છે. શાશ્વતી ઓળીના દિવસોમાં એ નવપદોને અવલંબીને નવ દિવસ સુધી દરરોજ આયંબિલપૂર્વક એક એક પદની આરાધના કરવામાં આવે છે. શ્રી સિદ્ધચક્રમાં બીજું જે કાંઇ છે, તે પણ પ્રથમ માંડલાના વિસ્તારરૂપે છે. ધર્મનું તમામ સારભૂત સત્વ અને તત્વ શ્રી સિદ્ધચક્રમાં સંગ્રહીત થયેલું છે. એથી એની આરાધના દ્વારા સમગ્ર ધર્મની આરાધના સુલભ બની જાય છે. દુર્લભ મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને જીવનમાં વિશુદ્ધ ભાવે શ્રી સિદ્ધચક્રજીની આરાધના કરી લેવી એ વિવેકી આત્માઓનું એક શ્રેષ્ઠ કર્તવ્ય છે. શ્રી સિદ્ધચક્રજીના આલંબનદ્વારા આત્મ વિકાસના માર્ગમાં આત્મા દિનપ્રતિદિન પોતાની પ્રગતી કેવી રીતે અધિકાધિક સાધતો રહે છે, તે જાણવા માટે અહીં શ્રી સિદ્ધચક્રજીની વિશેષતા સંબંધી થોડી ઉપયોગી હકીકત જોઇએ. દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મના ચાર પ્રકારોમાં ભાવ એ પ્રધાન સ્થાને છે. દાનાદિ બીજી ક્રિયાઓ પણ ભાવશુદ્ધિ હોય તો જ સફળ બને છે. આ ભાવ એ મનનો વિષય છે અને પ્રાથમિક અવસ્થામાં મન અતિચંચળ હોય છે. આલંબન વિના તે કોઇ રીતે સ્થિર રહી શકતું નથી. જ્યાં સુધી જીવ ઉપર પ્રમાદનું જોર છે, ત્યાં સુધી તે પ્રમાદને હઠાવવા માટે સાલંબન અનુષ્ઠાનના આચરણ શિવાય બીજો કોઇ ઉપાય જ્ઞાની પુરુષોએ જોયો નથી. ધર્મકાર્યમાં ઉત્સાહ ન થવા દેવો એ પ્રમાદનું સ્વરૂપ છે. તત્ત્વથી આ પ્રમાદ જ આત્માનો કટ્ટર શત્રુ છે. તે નામથી એક હોવા છતાં કાર્યથી અનેક પ્રકારે પરિણમી જીવને ધર્મમાર્ગમાં પ્રગતી કરવા દેતો નથી.   બહુ રૂપવાળા આ પ્રમાદના મર્મસ્થાનને ભેદી તેને જડમૂળથી ઉખેડી નાખવા માટે અનુભવસિદ્ધ જ્ઞાની પુરુષોએ અસરકારક અનેક ઉપાયો બતાવ્યા છે, એ બધા ઉપાયોનો સુંદર સંગ્રહ એક સાથે એક જ સ્થાને જો ક્યાંય જોવા મળતો હોય તો તે નવપદજીની આરાધનામાં જોવા મળે છે. જો કે મોક્ષની સાથે જોડનાર તમામ ધર્મવ્યાપારો એ યોગ જ છે, તેમ છતાં તે તમામ વ્યાપારોમાં નવપદનું સ્થાન સૌથી મોખરે છે. સાધક એના આલંબનથી જ આત્મકલ્યાણના માર્ગમાં સાચી પ્રગતિ સાધી શકે છે. બીજા પણ તમામ ધર્મવ્યાપારોમાં કોઇને કોઇ પ્રકારે નવપદમાંના કોઇપણ પદનું સ્થાન રહેલું જ છે. શ્રી સિદ્ધચક્રની આરાધનાથી આત્મકલ્યાણકારી સાચા સદ્ગુણોનો કેવી રીતે વિકાસ થતો રહે છે અને આત્માના શત્રુભૂત એવા મુખ્ય મુખ્ય દોષોનો કેવી રીતે હ્રાસ થવા માંડે છે, તે બાબતને આત્મ-નિરીક્ષણપૂર્વક વારંવાર ખૂબ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવી જરૂરી છે. જો એ પ્રમાણે થાય તો દિનપ્રતિદિન આરાધનામાં વેગ આવ્યા વિના રહે નહિ. શ્રી સિદ્ધચક્ર એ સદ્ગુણોનું સંગ્રહસ્થાન છે. સાચો એક પણ સદ્ગુણ એવો નથી કે જે શ્રી સિદ્ધચક્રમાં ન હોય. અને તેથી શ્રી સિદ્ધચક્રને સદ્ગુણીરૂપી રત્નોની ખાણ કે રત્નોના રત્નાકરની ઉપમા આપવામાં આવી છે તેની સાચા આરાધના કરનારને ગુણરત્નનું દારિદ્ર કદી પણ હોતું નથી. શ્રી નવપદજીની આરાધનામાં વેગ લાવવા માટે ચાર વસ્તુની માહિતી અનિવાર્યરૂપે હોવી જોઇએ. 1) સાધ્ય 2) સાધક 3) સાધના અને 4) તેનું ફલ. એ ચાર વસ્તુનું જ્ઞાન આરાધકને ચોIસ હોવું જોઇએ. સંક્ષેપમાં સાધ્ય અભીષ્ટ અબાધિત અને સર્વશ્રેષ્ઠ હોવું જોઇએ. સાધક સદાચાર આદિ ગુણોથી સંપન્ન હોવો જોઇએ. સાધના શબ્દ, અર્થ અને તે બન્નેમાં ઉપયોગ સહિત હોવી જોઇએ. તથા તેનું પરંપર ફળ ઐકાંતિક, આત્યંતિક અને અવિ નશ્વર સુખસ્વરૂપ મોક્ષ હોવું જોઇએ. શ્રી નવપદજીની આરાધનામાં અતિપ્રયોજનભૂત ઉપરની ચારે બાબતોને ક્રમસર વિચારવા અહીં ક્લીક કરો. (1) સાધ્ય (2) સાધક (3) સાધના અને (4) ફળ.
   
પ્રથમ દિવસ અરિહંત પદ
   
રંગ : સફેદ

01arihant

અનાજ : ચોખા
કાઉસગ્ગ : 12 લોગસ્સ
ખમાસણા : 12
પ્રદક્ષિણા : 12
સ્વસ્તિક : 12
 

જાપ : ૐ રીમ નમો અરિહંતાણંની વીસ માળા

 
 ખમાસમણાનો દુહો
 અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણ પજ્જાય રે;
ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે-
વીરજિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
 શ્રી અરિહંત પદના બાર ગુણ
 1. અશોકવૃક્ષપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
2. પુષ્પવૃષ્ટિપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
3. દિવ્યધ્વનિપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
4. ચામરયુગ્મપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
5. સ્વર્ણસિંહાસનપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
6. ભામણ્ડલપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
7. દુન્દુભિપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
8. છત્રત્રયપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
9. જ્ઞાનાતિશયસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
10. પૂજાતિશયસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
11. વચનાતિશયસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
12. અપાયાપગમાતિશયસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
શ્રી અરિહંત પદનું ચૈત્યવંદન
 જય જય શ્રી અરિહંતભાનુ, ભવિ કમલ વિકાશી;
લોકાલોક અરૂપી રૂપી, સમસ્ત વસ્તુ પ્રકાશી. 1
સમુદ્ઘાત શુભ કેવલે, ક્ષય કૃત મલ રાશિ;
શુક્લ ચમર શુચિ પાદસે, ભયો વર અવિનાશી. 2
અંતરંગ રિપુગણ હણીએ, હુયે અપ્પા અરિહંત;
તસુ પદ પંકજમેં રહી, હીર ધરમ નિત સંત. 3
શ્રી અરિહંતપદ સ્તવન
ત્રીજે ભવ વિધિસહિતથી, વીશસ્થાનક તપ કરીને રે;
ગોત્ર તીર્થંકર બાંધીયું, સમકિત શુદ્ધ મન ધરીને રે.
અરિહંતપદ નિત વંદીએ, કરમ કઠિન જિમ છંડીએ રે.
જન્મ કલ્યાણકને દિને, નારકી સુખીયા થાવે રે;
મતિ શ્રુત અવધિ વિરાજતા, જસુ ઓપમ કોઇ નાવે રે.
દીક્ષા લીધી શુભ મને, મનઃપર્યવ આદરીયું રે;
તપ કરી કર્મ ખપાઇને, તતખિણ કેવલ વરીયું રે.
ચઉતીશ અતિશય શોભતા, વાણી ગુણ પેંતીશો રે;
અડદશ દોષ રહિત થઇ, પુરે સંઘ જગીશો.
તન મન વયણ લગાઇને, અરિહંતપદ આરાધે રે;
તે નર નિશ્ચયથી સહી, અરિહંતપદવી સાધે રે.
શ્રી અરિહંતપદ સ્તુતિ
 સકલ દ્રવ્ય પર્યાય પ્રરૂપક, લોકાલોક સરૂપોજી,
કેવલજ્ઞાનકી જ્યોતિ પ્રકાશક, અનંત ગુણે કરી પુરોજી;
ત્રીજે ભવ સ્થાનક આરાથી ગોત્ર તીર્થંકર નૂરોજી,
બાર ગુણાકાર એહવા, અરિહંત આરાધો ગુણ ભૂરોજી.
   
બીજો દિવસ સિદ્ધ પદ
   
રંગ : લાલ

02siddha

અનાજ : ઘઉં
કાઉસગ્ગ : 8 લોગસ્સ
ખમાસણા : 8
પ્રદક્ષિણા : 8
સ્વસ્તિક : 8
 

જાપ : ૐ રીમ નમો સિદ્ધાણંની વીસ માળા

 
 ખમાસમણાનો દુહો
રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણી રે;
તે ધ્યાતા નિજ આતમા, હોવે સિદ્ધ ગુણખાણી રે.
વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
 શ્રી સિદ્ધ પદના આઠ ગુણ
1. અનન્તજ્ઞાનસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
2. અનન્તદર્શનસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
3. અવ્યાબાધગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
4. અનન્તચારિત્રગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
5. અક્ષયસ્થિતિગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
6. અરૂપિનિરંજનગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
7. અગુરુલઘુગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
8. અનન્તવીર્યગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃઃ
શ્રી સિદ્ધ પદનું ચૈત્યવંદન
શ્રીશૈલેશી પૂર્વ પ્રાંત, તનુ હીન ત્રિભાગી;
પુવ્વપઓગ પસંગસે, ઉરધ ગત જાગી. 1
સમય એકમેં લોકપ્રાંત, ગયે નિર્ગુણ નીરાગી;
ચેતન ભૂપે આત્મરૂપ, સુદિશા લહી સાગી. 2
કેવલ દંસણ-નાણથી એ, રૂપાતીત સ્વભાવ;
સિદ્ધભયે જસુ હીરધર્મ, વંદે ધરી શુભ ભાવ. 3
શ્રી સિદ્ધપદનું સ્તવન
સકલ કરમનો ક્ષય કરી, સિદ્ધ અવસ્થા પાઇ રે;
ગુણ ઇગતીસ વિરાજતા, ઓપમ જસ નહીં કાંઇ રે.
મન શુદ્ધ સિદ્ધપદ વંદીએ - એ આંકણી. 1
જનમ મરણ દુખ નિર્ગમ્યાં, શુદ્ધાતમ ચિદ્રૂપી રે;
અનંત ચતુષ્ટય ધારતા, અવ્યાબાધ અરૂપી રે. મન. 2
જાસ ધ્યાન જોગીસરૂ, કરે અજપા જાપે રે;
ભવ ભવ સંચ્યાં જીવડે, કઠિણ કરમ તે કાપે રે. મન. 3
ધ્યાન ધરંતાં સિદ્ધનું, પૂજતાં મનરાગે રે;
અવિચલ પદવી પાઇએ કહ્યું જિનવર વડ ભાગે રે. મન. 4
શ્રી સિદ્ધપદ સ્તુતિ
અષ્ટ કરમકું ધમન કરીને, ગમન ક્રિયો શિવવાસીજી,
અવ્યાબાધ સાદિ અનાદિ, ચિદાનંદ ચિદ્રાશિજી
પરમાતમપદ પૂરણ વિલાસી, અધઘન દાધ વિનાશીજી,
અનંત ચતુષ્ટય શિવપદ ધ્યાવો, કેવલજ્ઞાની ભાષીજી.
   
ત્રીજો દિવસ આચાર્ય પદ
   
રંગ : પીળો

03aacharya

અનાજ : ચણાં
કાઉસગ્ગ : 36 લોગસ્સ
ખમાસણા : 36
પ્રદક્ષિણા : 36
સ્વસ્તિક : 36
 

જાપ : ૐ રીમ નમો આયરિયાણંની વીસ માળા

 
 ખમાસમણાનો દુહો
રધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે.
વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સંભાળજો ચિત્ત લાઇ રે;
આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
 શ્રી આચાર્યપદના છત્રીસ ગુણ
1. પ્રતિરૂપગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
2. સૂર્યવત્તેજસ્વિગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
3. યુગપ્રધાનાગમસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
4. મધુરવાક્યગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
5. ગામ્ભીર્યગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
6. ધૈર્યગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
7. ઉપદેશગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
8. અપરિશ્રાવિગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
9. સૌમ્યપ્રકૃતિગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
10. શીલગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
11. અવિગ્રહગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
12. અવિકથકગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
13. અચપલગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
14. પ્રસન્નવદનગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
15. ક્ષમાગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
16. ઋજુગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
17. મૃદુગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
18. સર્વાંગમુક્તિગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
  19. દ્વાદશવિધતપોગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
20. સપ્તદશવિધસંયમગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
21. સત્યવ્રતગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
22. શૌચગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
23. અકિંચનગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
24. બ્રહ્મચર્યગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ
25. અનિત્યભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
26. અશરણભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
27. સંસારસ્વરૂપભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
28. એકત્વભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
29. અન્યત્વભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
30. અશુચિભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
31. આશ્રવભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
32. સંવરભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
33. નિર્જરાભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
34. લોકસ્વરૂપભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
35. બોધિદુર્લભભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
36. ધર્મદુર્લભભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમઃ
શ્રી આચાર્ય પદનું ચૈત્યવંદન
જિનપદ કુલ મુખરસ અનિલ, મતરસ ગુણ ધારી;
પ્રબલ સબલ ધન મોહકી, જિણતે ચમૂ હારી. 1
ઋજ્વાદિક જિનરાજ ગીત, નયતન વિસ્તારી;
ભવકૂપે પાપે પડત, જગજન નિસ્તારી. 2
પંચાચારી જીવકે, આચારજ પદ સાર;
તીનકું વંદે હીરધર્મ, અઠોત્તરસો વાર. 3
શ્રી આચાર્ય પદનું સ્તવન
ગુણ છત્તીશે દીપતા, પાલે પંચ આચારો રે;
જિન મારગ સાચો કહે, યુગપ્રધાન જયકારો રે.
આચારજ પદ વંદીએ-આંકણી. 1
સારણ વારણ ચોયણા, પડિચોયણા ચૌ શિક્ષા રે;
ભવ્ય જીવ સમજાવવા, દેવોને તે દક્ષા રે. આ. 2
જિનવર સૂરજ આથમ્યા, પરતિખ દીપક જેહા રે;
સકલ ભાવ પરગટ કરે, જ્ઞાનમયી જસુ દેહા રે. આ. 3
વિધિશું પૂજા સાચવે, ધ્યાવે નિજ હિત જાણી રે;
પાવે લઘુતર કાલમાં, આચારજ પદ પ્રાણી રે. આ. 4
શ્રી આચાર્ય પદ સ્તુતિ
પંચાચાર પાલે ઉજવાલે, દોષ રહિત ગુણધારીજી,
ગુણ છત્તીસે આગમધારી, દ્વાદશ અંગ વિચારીજી;
પ્રબલ સબલ ધનમોહ હરણકું, અનિલ સમો ગુણ વાણીજી,
ક્ષમા સહિત જે સંયમ પાલે, આચારજ ગુણધ્યાનીજી.
   
ચોથો  દિવસ ઉપાધ્યાય પદ
   
રંગ : લીલો

04upadhyaya

અનાજ : મગ
કાઉસગ્ગ : 25 લોગસ્સ
ખમાસણા : 25
પ્રદક્ષિણા : 25
સ્વસ્તિક : 25
 

જાપ : ૐ રીમ નમો ઉવજ્ઝાયાણંની વીસ માળા

 
ખમાસમણાનો દુહો
તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.
વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
 શ્રી ઉપાધ્યાયપદના પચ્ચીસ ગુણ
1. શ્રી આચારાંગસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
2. શ્રી સુત્રકૃતાંગસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
3. શ્રી સ્થાનાંગસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
4. શ્રી સમવાયાંગસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
5. શ્રી ભગવતીસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
6. શ્રી જ્ઞાતાસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
7. શ્રી ઉપાસકદશાસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
8. શ્રી અન્તકૃદ્દશાસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
9. શ્રી અનુત્તરોપપાતિકસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
10. શ્રી પ્રüાવ્યાકરણસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
11. શ્રી વિપાકસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
12. ઉત્પાદપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
  13. અગ્રાયણીયપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
14. વીર્યપ્રવાદપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
15. અસ્તિપ્રવાદપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
16. જ્ઞાનપ્રવાદપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
17. સત્યપ્રવાદપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
18. આત્મપ્રવાદપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
19. કર્મ્મપ્રવાદપૂર્વકપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
20. પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
21. વિદ્યાપ્રવાદપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
22. કલ્યાણપ્રવાદપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
23. પ્રાણવાયપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
24. ક્રિયાવિશાલપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
25. લોકબિન્દુસારપૂર્વપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમઃ
શ્રી ઉપાધ્યાય પદનું ચૈત્યવંદન
ધનધન શ્રી ઉવજ્]ાય રાય, શઠતા ધન ભંજન;
જિનવર દિસત દુવાલસંગ, દુરકૃત જનરંજન. 1
ગુણવણ ભંજણ મણગયંદ, સુયશણિકિયગંજણ;
કુણાલંધલોયલોયણે, જથ્થયસુયમંજણ. 2
મહાપ્રાણમેં જિન લહ્યો એ, આગમસે પદ તુર્ય;
તીન પે અહનિશ હીરધર્મ, વંદે પાઠકવર્ય. 3
શ્રી ઉપાધ્યાય પદનું સ્તવન
દ્વાદશાંગી વાણી વદે, સૂત્ર અર્થ વિસ્તારે રે;
પંચ વરગ ગુણ જેહના, સુમતિ ગુપ્તિ નિત ધારે રે.
શ્રી ઉવજ્ઝાયા વંદીએ - એ આંકણી. 1
દાયક આગમ વાચના, ભેદ ભાવ યુત સારી રે;
મૂરખકું પંડિત કરે, જગજ્જન્તુ હિતકારી રે. શ્રી. 2
શીતલચંદ કિરણ સમી, વાણી જેહની કહીએ રે;
તે ઉવજ્ઝાયા પૂજતાં, અવિચલ સુખડાં લહીએ રે. શ્રી. 3
શ્રી ઉપાધ્યાય પદ સ્તુતિ
અંગ ઇગ્યારે ચઉદે પૂરવ, ગુણ પચવીશના ધારીજી,
સૂત્ર અરથધર પાઠક કહીએ, જોગ સમાધિ વિચારીજી;
તપ ગુણ શૂરા આગમ પૂરા, નય નિક્ષેપે તારીજી,
મુનિ ગણધારી બુધ વિસ્તારી, પાઠક પૂજો અવિકારીજી.
   
પાંચમો દિવસ સાધુ પદ
   
રંગ : કાળો

05sadhu

અનાજ : અડદ
કાઉસગ્ગ : 27 લોગસ્સ
ખમાસણા : 27
પ્રદક્ષિણા : 27
સ્વસ્તિક : 27
 

જાપ : ૐ રીમ નમો સવ્વસાહૂણંની વીસ માળા

 
ખમાસમણાનો દુહો
અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે;
સાધુ સુધા તે આતમા, શું મુંડે સું લોચે રે.
વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
 શ્રી સાધુપદના સત્તાવીસ ગુણ

1. પ્રાણાતિપાતવિરમણયુક્તાય શ્રી સાધવે નમઃ
2. મૃષાવાદવિરમણવ્રતયુક્તાય શ્રી સાધવે નમઃ
3. અદત્તાદાનવિરમણવ્રતયુક્તાય શ્રી સાધવે નમઃ
4. મૈથુનવિરમણવ્રતયુક્તાય શ્રી સાધવે નમઃ
5. પરિગ્રહવિરમણવ્રતયુક્તાય શ્રી સાધવે નમઃ
6. રાત્રિભોજનવિરમણવ્રતયુક્તાય શ્રી સાધવે નમઃ
7. પૃથ્વીકાયરક્ષકાય શ્રી સાધવે નમઃ
8. અપ્કાયરક્ષકાય શ્રી સાધવે નમઃ
9. તેઉકાયરક્ષકાય શ્રી સાધવે નમઃ
10. વાયુકાયરક્ષકાય શ્રી સાધવે નમઃ
11. વનસ્પતિકાયરક્ષકાય શ્રી સાધવે નમઃ
12. ત્રસકાયરક્ષકાય શ્રી સાધવે નમઃ
13. એકેદ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે નમઃ
14. દ્વીદ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે નમઃ

  15. ત્રીદ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે નમઃ
16. ચતુરિદ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે નમઃ
17. પંચેદ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે નમઃ
18. લોભાનુગ્રહકારકાય શ્રી સાધવે નમઃ
19. ક્ષમાગુણયુક્તાય શ્રી સાધવે નમઃ
20. શુભભાવનાભાવકાય શ્રી સાધવે નમઃ
21. પ્રતિલેખનાદિક્રિયાશુદ્ધકારકાય શ્રી સાધવે નમઃ
22. સંયમયોગયુક્તાય શ્રી સાધવે નમઃ
23. મનોગુપ્તિયુક્તાય શ્રી સાધવે નમઃ
24. વચનગુપ્તિયુક્તાય શ્રી સાધવે નમઃ
25. કાયગુપ્તિયુક્તાય શ્રી સાધવે નમઃ
26. શીતાદિદ્વાવિંશતિપરિસહસહનતત્પરાય શ્રી સાધવે નમઃ
27. મરણાંતઉપસર્ગસહનતત્પરાય શ્રી સાધવે નમઃ
શ્રી સાધુ પદનું ચૈત્યવંદન
દંસણ નાણ ચરિત્ત કરી, વર શિવપદગામી;
ધર્મ શુક્લ શુચિ ચક્રસે, આદિમ ખય કામી. 1
ગુણ પ્રમત્ત અપ્રમત્તતે, ભયે અંતરજામી;
માનસ ઇંદિય દમન ભૂત, શમ દમ અભિરામી. 2
ચારુ તિ ધન ગુણ કર્યો એ, પંચમ પદ મુનિરાજ;
તત્પદપંકજ નમત હૈ, હીરધર્મ કે કાજ. 3
શ્રી સાધુ પદનું સ્તવન
સકલ વિષય વિષ વારીને, આતમ ધ્યાને રાતા રે;
ઉપશમ રસમાં ]ાળલતા, નિજ ગુણ જ્ઞાને માતા રે.
હિત ધરી મુનિપદ વંદીએ - એ આંકણી. 1
રત્નત્રયી આરાધતાં, ષટ્કાયા પ્રતિપાલે રે;
પંચિંદ્રી જીપે: સદા, જિન મારગ અજુવાલે રે. હિત. 2
ગુણ સત્તાવીશ અલંકર્યા, પંચ મહાવ્રતધારી રે;
દ્વાદશવિધ તપ આદરે, ચિદાનંદ સુખકારી રે. હિત. 3
નવવિધ બ્રહ્મચારિજ ધરે, કરમ મહા ભટ જીત્યા રે;
એહવા મુનિ ધ્યાવે સદા, તે નર જગત વિદિતા રે. હિત. 4
શ્રી સાધુપદની સ્તુતિ
સમિતિ ગુપતિ કર સંજમ પાલે, દોષ બયાલીશ ટાલેજી,
ષટ્કાયા ગોકુલ રખવાલે, નવવિધ બ્રહ્મવ્રત પાલેજી;
પંચ મહાવ્રત સૂધાં પાલે, ધર્મ શુક્લ ઉજવાલે જી,
ષપકશ્રેણિ કરી કર્મ ખપાવે, દમપદ ગુણ નિપજાવેજી.
   
છઠ્ઠો દિવસ દર્શન પદ
   
રંગ : સફેદ

06darshan

અનાજ : ચોખા
કાઉસગ્ગ : 67 લોગસ્સ
ખમાસણા : 67
પ્રદક્ષિણા : 67
સ્વસ્તિક : 67
 

જાપ : ૐ રીમ નમો દંસણસ્સની વીસ માળા

 
ખમાસમણાનો દુહો
શમ-સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે;
દર્શન તેહી જ આતમા, શું હોય નામ ધરાવે રે.
વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
 શ્રી દર્શનપદના સડસઠ ગુણ
1. પરમાર્થસંસ્તવરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
2. પરમાર્થજ્ઞાતૃસેવનરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
3. વ્યાપન્નદર્શનવર્જનરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
4. કુદર્શનવર્જનરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
5. શુશ્રુષારૂપશ્રીસદ્દર્શનાય નમઃ
6. ધર્મરાગરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
7. વૈયાવૃત્ત્યરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
8. અર્હદ્ધિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
9. સિદ્ધવિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
10. ચૈત્યવિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
11. શ્રુતવિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
12. ધર્મવિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
13. સાધુવર્ગવિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
14. આચાર્યવિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
15. ઉપાધ્યાયવિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
16. પ્રવચનવિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
17. દર્શનવિનયરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
18. ``સંસારે શ્રી જિનઃસારઃ'' ઇતિચિન્તનરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
19. ``સંસારે શ્રી જિનમસારમ્'' ઇતિચિન્તનરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
20. ``સંસારે જિનમતસ્થિતશ્રીસાધ્વાદિસારમ્'' ઇતિચિન્ત નરૂપ શ્રી સદ્દર્શનાય નમઃ
21. શંકાદૂષણરહિતાય શ્રી સદ્દર્શનાય નમઃ
22. કાંક્ષાદૂષણરહિતાય શ્રી સદ્દર્શનાય નમઃ
23. વિચિકિત્સાદૂષણરહિતાય શ્રી સદ્દર્શનાય નમઃ
24. કુદૃષ્ટિપ્રશંસાદૂષણરહિતાય શ્રી સદ્દર્શનાય નમઃ
25. તત્પરિચયદૂષણરહિતાય શ્રી સદ્દર્શનાય નમઃ
26. પ્રવચનપ્રભાવકરૂપશ્રીસદ્દર્શનાય નમઃ
શ્રી દર્શન પદનું ચૈત્યવંદન
હૂય પુગ્ગલ પરિઅટ્ટ, અડ્ઢ પરિમિત સંસાર;
ગંઠિભેદ તબ કરિ લહે, સબ ગુણનો આધાર. 1
ક્ષાયક વેદક શશી અસંખ, ઉપશમ પણ વાર;
વિના જેણ ચારિત્ર નાણ, નહિ હુવે શિવદાતાર. 2
શ્રી સુદેવ ગુરુ ધર્મની એ, રુચિ લચ્છન અભિરામ;
દર્શનકું ગણિ હીરધર્મ, અહનિશ કરત પ્રણામ. 3
શ્રી દર્શન પદનું સ્તવન
સુગુરુ સુદેવ સુધર્મની, સદ્હણા ચિત્ત ધરીએ રે;
સાત પ્રકૃતિનો ક્ષય કરી, ક્ષાયિક સમકિત વરીએ રે.
દરસણપદ નિત વંદીએ - એ આંકણી. 1
ઇણ વિણ જ્ઞાન નિઃફલ કહ્યું, ચારિત્ર નિઃફલ જાયે રે;
શિવસુખ એ વિણ ના મીલે, બહુ સંસારી થાયે રે. દર. 2
સડસઠ્ઠી ભેદે શોભતું, અજરામર ફલ દાતા રે;
જે નર પૂજે ભાવશું, તે પામે સુખ સાતા રે. દર. 3
શ્રી દર્શનપદની સ્તુતિ
જિનપન્નત તત્ત સુધા સરધે, સમકિત ગુણ ઉજવાલેજી,
ભેદ છેદ કરી આતમ નિરખી, પશુ ટાલી સુર પાવેજી,
પ્રત્યાખાને સમ તુલ્ય ભાખ્યો, ગણધર અરિહંત શૂરાજી,
એ દર્શનપદ નિત નિત વંદો, ભવસાગરકો તીરાજી.
   
સાતમો  દિવસ જ્ઞાન પદ
   
રંગ : સફેદ

07-dyan

અનાજ : ચોખા
કાઉસગ્ગ : 51 લોગસ્સ
ખમાસણા : 51
પ્રદક્ષિણા : 51
સ્વસ્તિક : 51
 

જાપ : ૐ રીમ નમો નાણસ્સની વીસ માળા

 
ખમાસમણાનો દુહો
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરે;
તો હૂએ એહીજ આતમા; જ્ઞાને અબોધતા જાયરે.
વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇરે;
આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
 શ્રી દર્શનપદના એક્કાવન ગુણ
1. સ્પર્શનેદ્રિયવ્યંજનાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
2. રસનેદ્રિયવ્યંજનાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
3. ાણેદ્રિયવ્યંજનાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
4. શ્રોત્રેદ્રિયવ્યંજનાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
5. સ્પર્શનેદ્રિય - અર્થાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
6. રસનેદ્રિય - અર્થાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
7. ાણેદ્રિય - અર્થાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
8. ચક્ષુરિદ્રિય - અર્થાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
9. શ્રોત્રેદ્રિય - અર્થાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
10. માનસાર્થાવગ્રહમતિજ્ઞાનાય નમઃ
11. સ્પર્શનેદ્રિય - ઇહામતિજ્ઞાનાય નમઃ
12. રસનેદ્રિય - ઇહામતિજ્ઞાનાય નમઃ
13. ાણેદ્રિય - ઇહામતિજ્ઞાનાય નમઃ
14. ચક્ષુરિદ્રિય - ઇહામતિજ્ઞાનાય નમઃ
15. શ્રોત્રેદ્રિય - ઇહામતિજ્ઞાનાય નમઃ
16. મન ઇહામતિજ્ઞાનાય નમઃ
17. સ્પર્શનેદ્રિય - અપાયમતિજ્ઞાનાય નમઃ
18. રસનેદ્રિય - અપાયમતિજ્ઞાનાય નમઃ
19. ાણેદ્રિય - અપાયમતિજ્ઞાનાય નમઃ
20. ચક્ષુરિદ્રિય - અપાયમતિજ્ઞાનાય નમઃ
21. શ્રોત્રેદ્રિય - અપાયમતિજ્ઞાનાય નમઃ
22. મન અપાયમતિજ્ઞાનાય નમઃ
23. સ્પર્શનેદ્રિય - ધારણામતિજ્ઞાનાય નમઃ
24. રસનેદ્રિય - ધારણામતિજ્ઞાનાય નમઃ
25. ાણેદ્રિય - ધારણામતિજ્ઞાનાય નમઃ
26. ચક્ષુરિદ્રિય - ધારણામતિજ્ઞાનાય નમઃ
  27. શ્રોત્રેદ્રિય - ધારણામતિજ્ઞાનાય નમઃ
28. મનોધારણામતિજ્ઞાનાય નમઃ
29. અક્ષરશ્રુતજ્ઞાનાય નમઃ
30. અનક્ષરશ્રુતજ્ઞાનાય નમઃ
31. સંજ્ઞિશ્રુતજ્ઞાનાય નમઃ
32. અસંજ્ઞિશ્રુતજ્ઞાનાય નમઃ
33. સમ્યશ્રુતજ્ઞાનાય નમઃ
34. મિથ્યાશ્રુતજ્ઞાનાય નમઃ
35. સાદિશ્રુતજ્ઞાનાય નમઃ
36. અનાદિશ્રુતજ્ઞાનાય નમઃ
37. સપર્યવસિતશ્રુતજ્ઞાનાય નમઃ
38. અપર્યવસિતશ્રુતજ્ઞાનાય નમઃ
39. ગમિકશ્રુતજ્ઞાનાય નમઃ
40. અગમિકશ્રુતજ્ઞાનાય નમઃ
41. અંગપ્રવિષ્ટશ્રુતજ્ઞાનાય નમઃ
42. અનંગપ્રવિષ્ટશ્રુતજ્ઞાનાય નમઃ
43. અનુગામિ - અવધિજ્ઞાનાય નમઃ
44. અનનુગામિ - અવધિજ્ઞાનાય નમઃ
45. વર્ધમાન - અવધિજ્ઞાનાય નમઃ
46. હીયમાન - અવધિજ્ઞાનાય નમઃ
47. પ્રતિપાતિ - અવધિજ્ઞાનાય નમઃ
48. અપ્રતિપાતિ - અવધિજ્ઞાનાય નમઃ
49. ઋજુમતિમનઃપર્યવજ્ઞાનાય નમઃ
50. વિપુલમતિમનઃપર્યવજ્ઞાનાય નમઃ
51. લોકાલોકપ્રકાશકકેવલજ્ઞાનાય નમઃ
શ્રી જ્ઞાન પદનું ચૈત્યવંદન
ક્ષિપ્રાદિક રસ રામ વહ્નિ, મિત આદિમનાણ;
ભાવ મીલાપસે જિનજનિત, સુય વીશ પ્રમાણ. 1
ભવ ગુણપજ્જવ ઓહી દોય, મણ લોચન નાણ;
લોકાલોક સરૂપ નાણ, ઇક કેવલ ભાણ. 2
નાણાવરણી નાશથી એ, ચેતન નાણ પ્રકાશ;
સપ્તમ પદમેં હીરધર્મ, નિત ચાહત અવકાશ. 3
શ્રી જ્ઞાનન પદનું સ્તવન
ભક્ષ્ય અભક્ષ્ય વિચારણા, પેય અપેય નિર્ધારો રે;
કૃત્ય અકૃત્યને જાણીએ, જ્ઞાન મહા જયકારો રે.
જ્ઞાન નિરંતર વંદીએ - આંકણી. 1
જ્ઞાન વિના જયણા નહીં, જયણા વિણ નહીં ધર્મો રે;
ધર્મ વિના શિવસુખ નહીં, તે વિણ ન મિટે ભર્મો રે. જ્ઞાન. 2
પાંચ પ્રકાર છે જેહના, ભેદ એકાવન તાસો રે;
જાણીને પૂજે સદા, તે લહે કેવલ ખાસો રે. જ્ઞાન. 3
શ્રી જ્ઞાન પદની સ્તુતિ
મતિ શ્રુત ઇંદ્રિય જનિત કહીએ, લહીએ ગુણ ગંભીરોજી,
આતમધારી ગણધર વિચારી, દ્વાદશ અંગ વિસ્તારોજી;
અવધિ મનઃપર્યવ કેવલી વલી, પ્રત્યક્ષ રૂપ અવધારોજી,
એ પંચ જ્ઞાનકું વંદો પૂજો, ભવિલજનને સુખકારોજી.
   
આઠમો દિવસ ચારિત્ર પદ
   
રંગ : સફેદ

08chatritra

અનાજ : ચોખા
કાઉસગ્ગ : 70 લોગસ્સ
ખમાસણા : 70
પ્રદક્ષિણા : 70
સ્વસ્તિક : 70
 

જાપ : ૐ રીમ નમો ચારિત્તસ્સની વીસ માળા

 
ખમાસમણાનો દુહો
જાણ ચારિત્ર તે આતમા, નિજસ્વભાવમાં રમતો રે;
લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવી ભમતો રે.
વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઈ રે;
આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
 શ્રી ચારિત્ર પદના સિત્તેર ગુણ
1. પ્રાણાતિપાતવિરમણરૂપચારિત્રાય નમઃ
2. મૃષાવાદવિરમણરૂપચારિત્રાય નમઃ
3. અદત્તાદાનવિરમણરૂપચારિત્રાય નમઃ
4. મૈથુનવિરમણરૂપચારિત્રાય નમઃ
5. પરિગ્રહવિરમણરૂપચારિત્રાય નમઃ
6. ક્ષમાધર્મરૂપચારિત્રાય નમઃ
7. આર્જવધર્મરૂપચારિત્રાય નમઃ
8. મૃદુતાધર્મરૂપચારિત્રાય નમઃ
9. મુક્તિધર્મરૂપચારિત્રાય નમઃ
10. તપોધર્મરૂપચારિત્રાય નમઃ
11. સંયમધર્મરૂપચારિત્રાય નમઃ
12. સત્યધર્મરૂપચારિત્રાય નમઃ
13. શૌચધર્મરૂપચારિત્રાય નમઃ
14. અકિંચનધર્મરૂપચારિત્રાય નમઃ
15. બ્રહ્મચર્યધર્મરૂપચારિત્રાય નમઃ
16. પૃથિવીરક્ષાસંયમચારિત્રાય નમઃ
17. ઉદકરક્ષાસંયમચારિત્રાય નમઃ
18. તેજોરક્ષાસંયમચારિત્રાય નમઃ
19. વાયુરક્ષાસંયમચારિત્રાય નમઃ
20. વનસ્પતીરક્ષાસંયમચારિત્રાય નમઃ
21. દ્વીદ્રિયરક્ષાસંયમચારિત્રાય નમઃ
22. ત્રીદ્રિયરક્ષાસંયમચારિત્રાય નમઃ
23. ચતુરિદ્રિયરક્ષાસંયમચારિત્રાય નમઃ
24. પંચેદ્રિયરક્ષાસંયમચારિત્રાય નમઃ
25. અજીવરક્ષાસંયમચારિત્રાય નમઃ
26. પ્રેક્ષાસંયમચારિત્રાય નમઃ
27. ઉપેક્ષાસંયમચારિત્રાય નમઃ
28. અતિરિક્તવસ્ત્રભક્તાદિપરિસ્થાપનત્યાગરૂપસંયમચારિત્રાય નમઃ
29. પ્રમાર્જનરૂપસંયમચારિત્રાય નમઃ
30. મનઃસંયમચારિત્રાય નમઃ
31. વાક્સંયમચારિત્રાય નમઃ
32. કાયસંયમચારિત્રાય નમઃ
33. આચાર્યવૈયાવૃત્યરૂપસંયમચારિત્રાય નમઃ
34. ઉપાધ્યાયવૈયાવૃત્યરૂપસંયમચારિત્રાય નમઃ
35. તપસ્વિવૈયાવૃત્યરૂપસંયમચારિત્રાય નમઃ
  36. લઘુશિષ્યાદિવૈયાવૃત્યરૂપચારિત્રાય નમઃ
37. ગ્લાનસાધુવૈયાવૃત્યરૂપચારિત્રાય નમઃ
38. સાધુવૈયાવૃત્યરૂપચારિત્રાય નમઃ
39. શ્રમણોપાસકવૈયાવૃત્યરૂપચારિત્રાય નમઃ
40. સંઘવૈયાવૃત્યરૂપચારિત્રાય નમઃ
41. કુલવૈયાવૃત્યરૂપચારિત્રાય નમઃ
42. ગણવૈયાવૃત્યરૂપચારિત્રાય નમઃ
43. પશુપણ્ડગાદિરહિતવસતિવસનબ્રહ્મગુપ્તિચારિત્રાય નમઃ
44. સ્ત્રાળહાસ્યાદિવિકથાવર્જનબ્રહ્મગુપ્તિચારિત્રાય નમઃ
45. સ્ત્રાળ-આસનવર્જનબ્રહ્મગુપ્તિચારિત્રાય ન
46. સ્ત્રાળ-અંગોપાંગનિરીક્ષણવર્જનબ્રહ્મગુપ્તિચારિત્રાય નમઃ
47. કુટ્યન્તરસ્થિતસ્રીહાવભાવશ્રવણવર્જનબ્રહ્મગુપ્તિચારિત્રાય નમઃ
48. પૂર્વસ્ત્રાળસંભોગચિન્તનવર્જનબ્રહ્મગુપ્તિચારિત્રાય નમઃ
49. અતિસરસઆહારવર્જનબ્રહ્મગુપ્તિચારિત્રાય નમઃ
50. અતિઆહારકરણવર્જનબ્રહ્મગુપ્તિચારિત્રાય નમઃ
51. અંગવિભૂષાવર્જનબ્રહ્મગુપ્તિચારિત્રાય નમઃ
52. અનશનતપોરૂપચારિત્રાય નમઃ
53. ઔનોદર્યતપોરૂપચારિત્રાય નમઃ
54. વૃત્તિસંક્ષેપતપોરૂપચારિત્રાય નમઃ
55. રસત્યાગતપોરૂપચારિત્રાય નમઃ
56. કાયક્લેશતપોરૂપચારિત્રાય નમઃ
57. સંલેષણાતપોરૂપચારિત્રાય નમઃ
58. પ્રાયýિાતતપોરૂપચારિત્રાય નમઃ
59. વિનયતપોરૂપચારિત્રાય નમઃ
60. વૈયાવૃત્યતપોરૂપચારિત્રાય નમઃ
61. સ્વાધ્યાયતપોરૂપચારિત્રાય નમઃ
62. ધ્યાનતપોરૂપચારિત્રાય નમઃ
63. કાયોત્સર્ગતપોરૂપચારિત્રાય નમઃ
64. અનન્તજ્ઞાનસંયુક્તચારિત્રાય નમઃ
65. અનન્તદર્શનસંયુક્તચારિત્રાય નમઃ
66. અનન્તચારિત્રસંયુક્તચારિત્રાય નમઃ
67. ક્રોધનિગ્રહકરણચારિત્રાય નમઃ
68. માનનિગ્રહકરણચારિત્રાય નમઃ
69. માયાનિગ્રહકરણચારિત્રાય નમઃ
70. લોભનિગ્રહકરણચારિત્રાય નમઃ
શ્રી ચારિત્ર પદનું ચૈત્યવંદન
જસ્સ પસાયે સાહુ પાય, જુગ જુગ સમિતેંદ;
નમન કરે શુભ ભાવ લાય, ફુણ નરપતિ વૃંદ. 1
જંપે ધરી અરિહંતરાય, કરી કર્મ નિકંદ;
સુમતિ પંચ તીન ગુપ્તિ યુત, દે સુખ અમંદ. 2
ઇષુ કૃતિ માન કષાયથી એ, રહિત લેશ શુચિવંત;
જીવ ચરિતકું હીરધર્મ, નમન કરત નિતસંગ. 3
શ્રી ચારિત્ર પદનું સ્તવન
સર્વવિરતિ દેશવિરતિથી, અણગાર સાગારી રે;
જયવંતો થાવો સદા, તે ચારિત્ર ગુણધારી રે.
ચારિત્રપદ નિત વંદીએ - એ આંકણી. 1
ષટ્ ખંડ સુખ તજી આદરે, સંયમ શિવસુખદાયી રે;
સત્તર ભેદે જિન કહ્યો, તે આદરીએ ભાઇ રે. ચા. 2
તત્ત્વરમણ તસુ મૂલ છે, સકલ આશ્રવનો ત્યાગી રે;
વિધિ સેતી પૂજન કરે, ભાવ ધરી વડભાગી રે. ચા. 3
શ્રી ચારિત્ર પદની સ્તુતિ
કર્મ અપચય દૂર ખપાવે, આતમધ્યાન લગાવેજી,
બારે ભાવના સૂધી ભાવે, સાગરપાર ઉતારેજી;
ષટ ખંડ રાજકું દૂર તજીને, ચક્રી સંજમ ધારેજી,
એહવો ચારિત્રપદ નિત વંદો, આતમગુણ હિતકારેજી. 1
   
નવમો દિવસ તપ પદ
   
રંગ : સફેદ

09tap

અનાજ : ચોખા
કાઉસગ્ગ : 50 લોગસ્સ
ખમાસણા : 50
પ્રદક્ષિણા : 50
સ્વસ્તિક : 50
 

જાપ : ૐ રીમ નમો તવસ્સની વીસ માળા

 
ખમાસમણાનો દુહો
ઇચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે;
તપ તે એહીજ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે.
વીર જિણેસર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઇ રે;
આતમ ધ્યાને આતમા, રિદ્ધિ મળે એવી આઇ રે.
 શ્રી તપ પદના પચાસ ગુણ
1. યાવત્કથિકતપસે નમઃ
2. ઇત્વરકથિકતપસે નમઃ
3. બાહ્ય-ઔનોદર્યતપસે નમઃ
4. અભ્યન્તર - ઔનોદર્યતપસે નમઃ
5. દ્રવ્યતઃ વૃત્તિસંક્ષેપતપસે નમઃ
6. ક્ષેત્રતઃ વૃત્તિસંક્ષેપતપસે નમઃ
7. કાલતઃ વૃત્તિસંક્ષેપતપસે નમઃ
8. ભાવતઃવૃત્તિસંક્ષેપતપસે નમઃ
9. કાયક્લેશતપસે નમઃ
10. રસત્યાગતપસે નમઃ
11. ઇદ્રિય-કષાય-યોગવિષયકસંલીનતાતપસે નમઃ
12. સ્ત્રાળ-પશુ-પણ્ડગાદિવર્જિતસ્થાનાવસ્થિતતપસે નમઃ
13. આલોચનાપ્રાયýિાત્તતપસે નમઃ
14. પ્રતિક્રમણપ્રાયýિાત્તતપસે નમઃ
15. મિશ્રપ્રાયýિાત્તતપસે નમઃ
16. વિવેકપ્રાયýિાત્તતપસે નમઃ
17. કાયોત્સર્ગપ્રાયýિાત્તતપસે નમઃ
18. તપઃપ્રાયýિાત્તતપસે નમઃ
19. છેદપ્રાયýિાત્તતપસે નમઃ
20. મૂલપ્રાયýિાત્તતપસે નમઃ
21. અનવસ્થિતપ્રાયýિાત્તતપસે નમઃ
22. પારાંચિતપ્રાયýિાત્તતપસે નમઃ
23. જ્ઞાનવિનયરૂપતપસે નમઃ
24. દર્શનવિનયરૂપતપસે નમઃ
25. ચારિત્રવિનયરૂપતપસે નમઃ
  26. મનોવિનયરૂપતપસે નમઃ
27. વચનવિનયરૂપતપસે નમઃ
28. કાયવિનયરૂપતપસે નમઃ
29. ઉપચારવિનયરૂપતપસે નમઃ
30. આચાર્યવૈયાવૃત્યતપસે નમઃ
31. ઉપાધ્યાયવૈયાવૃત્યતપસે નમઃ
32. સાધુવૈયાવૃત્યતપસે નમઃ
33. તપસ્વિવૈયાવૃત્યતપસે નમઃ
34. લઘુશિષ્યાદિવૈયાવૃત્યતપસે નમઃ
35. ગ્લાનસાધુવૈયાવૃત્યતપસે નમઃ
36. શ્રમણોપાસકવૈયાવૃત્યતપસે નમઃ
37. સંઘવૈયાવૃત્યતપસે નમઃ
38. કુલવૈયાવૃત્યતપસે નમઃ
39. ગણવૈયાવૃત્યતપસે નમઃ
40. વાચનાતપસે નમઃ
41. પૃચ્છનાતપસે નમઃ
42. પરાવર્તનાતપસે નમઃ
43. અનુપ્રેક્ષાતપસે નમઃ
44. ધર્મકથાતપસે નમઃ
45. આર્ત્તધ્યાનનિવૃત્તિતપસે નમઃ
46. રૌદ્રધ્યાનનિવૃત્તિતપસે નમઃ
47. ધર્મધ્યાનચિન્તનતપસે નમઃ
48. શુક્લધ્યાનચિન્તનતપસે નમઃ
49. બાહ્યકાયોત્સર્ગતપસે નમઃ
50. અભ્યન્તરકાયોત્સર્ગતપસે નમઃ
શ્રી તપ પદનું ચૈત્યવંદન
શ્રી ઋષભાદિક તીર્થનાથ, તદ્ભવ શિવ જાણ;
વિહિ અંતૈરપિ બાહ્ય મધ્ય, દ્વાદશ પરિમાણ. 1
વસુકર મિત આમોસહી, આદિક લબ્ધિ નિદાન;
ભેદે સમતા યુત ખિણે, દૃગ્ઘન કર્મ વિમાન. 2
નવમો શ્રી તપપદ ભલો એ, ઇચ્છારોધ સરૂપ;
વંદનસે નિત હીરધર્મ, દૂર ભવતુ ભવકૂપ. 3
શ્રી તપ પદનું સ્તવન
નિજ ઇચ્છા અવરોધીએ, તેહીજ તપ જિન ભાખ્યું રે;
બાહ્ય અભ્યંતર ભેદથી, દ્વાદશ ભેદે દાખ્યું રે.
અનુપમ તપપદ વંદીએ - એ આંકણી. 1
તદ્ભવમોક્ષગામીપણું, જાણે પણ જિનરાયા રે;
તપ કીધાં અતિ આકરાં, કુત્સિત કરમ ખપાયાં રે. અ. 2
કરમ નિકાચિત ક્ષય હુવે, તે તપને પરભાવે રે;
લબ્ધિ અઠયાવીશ ઉપજે, અષ્ટ મહાસિદ્ધિ પાવે રે. અ. 3
એહવું તપપદ ધ્યાવતાં, પૂજંતાં ચિત્ત ચાહે રે;
અક્ષય ગતિ નિર્મલ લહે, સહુ યોગીંદ સરાહે રે. અ. 4
શ્રી તપ પદની સ્તુતિ
ઇચ્છારોધન તપ તે ભાખ્યો, આગમો તેહનો સાખીજી,
દ્રવ્ય ભાવસે દ્વાદશ દાખી, જોગસમાધિ રાખીજી;
ચેતન નિજ ગુણ પરિણતિ પેખી, તેહીજ તપગુણ દાખીજી,
લબ્ધિ સકલનો કારણ દેખી, ઇશ્વર શ્રીમુખ ભાખીજી.
   
દસમો દિવસ પારણું
   
- siddhachakra
-
કાઉસગ્ગ : 9 લોગસ્સ
ખમાસણા : 9
પ્રદક્ષિણા : 9
સ્વસ્તિક : 9
 

જાપ : ઓમ રીમ શ્રીમ્ વિમલેશ્વરચક્રે શ્વરીપૂજિતાય શ્રી સિદ્ધચક્રાય નમઃની વિસ માળા

 
પારણાના ખમાસણા
સિદ્ધ ચક્રના ગુણ ઘણાં, કહેતાં ન આવે પાર,
વાંછિત પૂરે દુખ હરે, વંદુ વાર હજાર.
હ્રીઁ શ્રી સિદ્ધચક્રાય નમો નમઃ
આ પ્રમાણે બોલી નવ ખમાસમણા આપવા.
પારણાની વિધી

પારણાને દિવસે ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચક્ખાણ કરવું.
હંમેશ મુજબ પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન સવારના કરવા,
વાસક્ષેપ પૂજા તેમજ ઉપર મુજબની વિધિ કરવી.
પછી સ્નાન કરી શુદ્ધ થઇ સ્નાત્ર તથા સત્તરભેદી પૂજા ભણાવવી.

 ઓળી કરનાર ભાઇ - બહેનોને આવશ્યક સૂચનો
1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી' પળાવવી.
3. દેવપૂજનનાં કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખવો.
4. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
5. જતા-આવતાં ઇર્યાસમિતિનો ખાસ ઉપયોગ રાખવો.
6. કોઇ પણ ચીજ લેતાં-મૂકતાં કટાસણું, સંથારીયું પાથરતાં, યતનાપૂર્વક પુંજવા-પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો.
7. થુંક, બળખો, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખવો. તેથી પણ જીવરક્ષા સારી થઇ શકે છે.
8. પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુપૂજન વિગેરે ક્રિયા કરતાં, ગુણણું ગણતાં, આહાર વાપરતાં, માર્ગે જતાં આવતાં, સ્થંડિલ, માત્રુ કરવા જતાં બોલવું નહિ.
9. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા `સુર સુર' `ચળ ચળ' શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
10. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
11. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.
12. થાળી વાટકા વગેરે તમામ વાસણો નામ વિનાનાં તથા વસ્ત્રાે ધોયેલાં વાપરવાં, સાંધેલાં-ફાટેલાં ન વાપરવાં.
13. ભાણાં માંડવાના પાટલાઓ ડગતા ન રહે તેનો ખાસ ઉપયોગ રાખવો.
14. નવકારવાલી તથા પુસ્તક વગેરે શુદ્ધ ઉંચે સ્થાનકે મૂકવાનો ઉપયોગ રાખવો. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણ ઉપર જેમ તેમ મૂકી દેવાથી આશાતના થાય છે.
15. દરેક ક્રિયા ઉભા ઉભા પ્રમાદ રહિતપણે કરવી.
shripalraja  સિદ્ધચક્રના ગુણ ઘણાં.. કહેતા ના'વે પાર, મનવાંછિત સહુ સુખ પૂરે વંદુ વારંવાર.
આત્મા પોતે જ નવપદમય છે. નવપદ એટલે આત્માની જ ભિન્ન ભિન્ન સ્વરૂપ અવસ્થા.
સ્વરૂપ ઉપરના અાવરણને દૂર કરવા નવપદની પૂજા, સ્તુતિ, જાપ અને ધ્યાન ઉપયોગી છે.
જેના હૃદયમાં નવપદનું પ્રણિધાન છે અને જેનો ઉપયોગ નવપદમય છે તેને સર્વદા સર્વત્ર સમાધિ સુલભ છે.
શ્રીપાલ મયણાની જેમ સર્વના હૃદયમાં નવપદ વસે અને નવપદમય બની આત્માની નવનિધિને પામે એજ અભ્યર્થના.
maynaisundri