• શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-1
  • શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-2
  • શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-3
  • શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-4
  • શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-5
  • શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-6
  • શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-7
  • શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-8
  • શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-9
  • શ્રીપાલ મયણા ચારિત્ર ભાગ-10
રાજા શ્રેણીકના પ્રશ્નથી ગણધર ભગવંત ગૌતમસ્વામી રાજા શ્રીપાળ ચારિત્ર પ્રકાશે છે..
part1
એક વખત શ્રી ગૌતમસ્વામી મહારાજ પ્રભુ મહાવીર દેવની આજ્ઞાથી રાજગૃહી નગરીમાં પધાર્યા. અને શ્રેણિક વિગેરેને સ્વમુખે આ રીતે દેશના આપી કે અનંત ઉપકારી અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સર્વ ગુણોને ધારણ કરનાર સાધુ ભગવંતની ઉપાસના કરો તથા અત્યંત દુર્લભ સમ્યગ્દર્શન,જ્ઞાન, ચારિત્ર અને સારા ભાવપૂર્વક તપ એ નવપદ રૂપી સિદ્ધચક્રને સેવવાથી સંસારસમુદ્રનો પાર પમાય છે. આ નવપદજીને સેવા કરવાથી શ્રીપાલરાજાની જેમ આ ભવમાં અને પર ભવમાં અત્યંત વિશાળ સુખ અને ઋદ્ધિ પ્રાપ્ત થાય છે તથા ભયંકર વ્યાધિઓ અને શોક વિગેરે નાશ પામે છે. આ પ્રમાણે સાંભળીને શ્રેણિકરાજાએ પ્રüા કર્યો કે હે પ્રભુ ? પુણ્યાત્મા, પવિત્ર પુરુષ એ શ્રીપાળરાજા કોણ હતા. ત્યારે શ્રી ગૌતમસ્વામી મહારાજ શ્રીપાળરાજાનું ચરિત્ર કહે છે.
અત્યંત શ્રેષ્ઠ અધિકારવાળો માલવ નામનો સુંદર દેશ હતો. ચારે બાજુ પરિવાર સરખા બીજા દેશો હતા તેમ હું માનું છું. તે માલવદેશના મસ્તકે મુગટ સરખી જેને કોઇની ઉપમા ન આપી શકાય તેવી સુંદર ઉજ્જયિણી નામની નગરી છે કે જે નગરીની શ્રીમંતાઇનો પાર કોણ કળી શકે. આ ઉજ્જયિણી નગરીની મનોહરતાનો વિચાર કરીને સ્વર્ગપુરી સ્વર્ગમાં ઉંચે જતી રહી. અલકાપુરી નગરી તો દૂર જઇને વસી; અને લંકાનગરીએ તો સમુદ્રમાં જ ]ંપાપાત કર્યો. અર્થાત્ આ ઉજ્જયિણી નગરી સંપૂર્ણ વૈભવથી વિશિષ્ટ હતી. તે ઉજ્જયિણી નગરીમાં સર્વ રાજાઓમાં મુખ્ય પ્રજાપાલ રાજા પ્રતાપથી રાજ્ય કરે છે.
  એ રાજા સૌભાગ્યસુંદરી અને રૂપસુંદરીનો સ્વામી છે. સૌભાગ્યસુંદરી સ્વભાવથી જ ચિત્તમાં મિથ્યાત્વને માનનારી છે, જ્યારે રૂપસુંદરીને ચિત્તમાં મનનીય સમ્યકત્વની વાત રમે છે. સ્વર્ગના દોગુંદક દેવની જેમ બન્ને રાણીઓ સાથે વિષય વિલાસને ભોગવતાં રાજાની તે બન્ને રાણીઓને એક એક પુત્રીરત્નની પ્રાપ્તિ થઇ. તે બન્ને પુત્રીઓમાંની એક પુત્રી અનુપમ કલ્પવેલડીની જેમ તેનું રૂપ વધે છે તેમ તે પણ વધે છે અને બીજી પુત્રી બીજના ચંદ્રની કલાની જેમ વધે છે. હવે રાજાએ મનમાં અત્યંત ઉત્સાહ લાવીને સૌભાગ્યદેવીની પુત્રીનું સુર સુંદરી એવું સુશોભિત નામ સ્થાપન કર્યું. તેમ જ વળી રાજાએ મનમાં ઘણા ઉત્સાહને લાવીને રૂપસુંદરી રાણીની પવિત્ર અંગવાળી કુંવરીનું મયણાસુંદરી એવું નામ સ્થાપન કર્યું. હવે સૌભાગ્યસુંદરી રાણી પોતાની પુત્રી સુરસુંદરીને સ્ત્રાળની ચોસઠ કલાને શીખવાને માટે વેદશાસ્ત્રના જાણનાર બ્રાહ્મણ પંડિતને સુપ્રત કરે છે. તેમ જ રૂપસુંદરી રાણી પોતાની પુત્રીને સ્યાદ્વાદ સિદ્ધાન્તના શ્રેષ્ઠ મર્મનો અભ્યાસ કરાવવા જિન કથિત શાસ્ત્રના જાણનાર વિદ્વાન પંડિતને સુપ્રત કરે છે. જાણે બુદ્ધિનો ભંડાર જ હોય એવી અને ચતુર તે બન્ને બહેનોએ ચોસઠ કલાઓને ભણી લીધી. એટલું જ નહી પરંતુ શબ્દશાસ્ત્ર, નામમાળા, નિઘંટુગ્રંથ, નિદાનગ્રંથ વિગેરે અનેક શાસ્ત્રાેને કંઠસ્થ કર્યા. વળી તે બન્ને કન્યાઓ કવિતા બનાવવાની કળાને શીખવા લાગી, તથા વાંજિત્ર વગાડવા, ગીતગાન કરવા જ્યોતિષ તથા વૈદકશાસ્ત્રાે તેમ જ છ પ્રકારના રાગ, નવ પ્રકારના રંગ વિગેરેની પણ જાણનારી થઇ.
રાજા દ્વારા બન્નેપુત્રીઓની પરીક્ષા..
મયણાસુંદરીની બુદ્ધિ અત્યંત નિપુણ હતી, તેથી જિનેશ્વર ભગવંતના કહેલા શાસ્ત્રાેને જાણી શકતી હતી. એટલે જ તેના મનને વિશે નિýાય વ્યવહારરૂપ સ્યાદ્વાદ શૈલી વાસ કરતી હતી. તેથી બીજા એકાન્તનયોને જુઠા માનતી હતી. વળી તે મયણાસુંદરી નવ તત્ત્વોનો નિýાય અને વ્યવહાર વિગેરે નયોને તથા પુદ્ગલ દ્રવ્યના ગુણ અને પર્યાયને જાણે છે. તથા કર્મના વિષયવાળા ગ્રંથોને પણ મૂખપાઠ કર્યા છે. તેથી તેનું શુદ્ધ સમ્યક્ત્વ શોભી રહ્યું છે. સંઘયણી સૂત્ર તથા તેના અર્થને, પ્રવચનસારોદ્વાર જેવા મહાન ગ્રંથને તથા ક્ષેત્ર સંબંધી વિચારવાળા ક્ષેત્રસમાસ વિગેરે અનેક વિષયવાળા ગ્રંથોને ભણીને મૂખપાઠ કર્યા હતા.
હવે એક દિવસે રાજાએ મનમાં ઉલ્લાસ લાવીને આવા પ્રકારનો વિચાર કર્યો કે બન્ને પુત્રીઓને જ્ઞાન, વિવેક વિગેરેમાં કુશળતા કેવી છે તેની પરીક્ષા તો કરું. આ પ્રમાણે વિચાર કરીને રાજાએ બન્ને પુત્રીઓનેબોલાવી ત્યારે મોહ પમાડે તેવા ગુણોરૂપી મણિની જાણે માળા હોય એવી તે બન્ને કુંવરીઓ સોળે શણગાર સજીને પોતપોતાના વિદ્યાગુરૂ સહિત રાજસભામાં આવી. હવે રાજા શાસ્ત્રાેના જે અગોચર એટલે સામાન્ય મનુષ્યોને સમજી શકાય તેવા કઠીન જે જે અર્થને પૂછે તેના ઉત્તરો આ બન્ને કુંવરીઓ પોતાની ચતુરાઈથી આપે છે. તે કુંવરીઓના ઉત્તરો સાંભળીને પોતાના વિદ્યાગુરૂઓ આનંદ પામ્યા, અને સગાસંબંધીઓને પણ અત્યંત ઉલ્લાસ થયો. ચતુર અને વિદ્વાન્ મનુષ્યોનાં પણ હૃદય વિસ્મય પામ્યાં. તેમ જ બન્ને માતાઓનાં મનોરથો પૂર્ણ થયા. વિનયવડે વહાલી બનેલી પોતાની બન્ને બાળાઓની શાસ્ત્રાે વડે સુકોમળ વાણી હોવાથી રાજાને રસ સહિત આંબાની કેરીમાં સાકર મળેલી હોય તેવી અત્યંત મીઠી લાગી. રાજાને બાલિકાઓના વચનોનો વિનોદ મનને વિષે અત્યંત મીઠો લાગે છે. તેથી અત્યંત ઉત્સાહ લાવીને પ્રüાાે પૂછતાં કહે છે કે - હે પુત્રીઓ ! તમે હૃદયમાં ખૂબ વિચાર કરજો અને પ્રüાાેના ઉત્તરો આપી અમારા શંસયોને દૂર કરજો.
હવે રાજા સુરસુંદરીને પ્રüા પૂછે છે કે હે પુત્રી ! (1) જીવતા પ્રાણીના જીવિતનું લક્ષણ શું? (2) કામદેવની સ્ત્રાળ કોણ?
  (3) ક્યું ફુલ ઉત્તમ કહેવાય? અને (4) કુમારિકા પરણીને શું કરે? આ ચારે પ્રüાાેના જવાબ એ જ વાક્ય વડે આપો, ત્યારે સુરસુંદરી બોલીકે, હે પિતાજી? એ ચારે પ્રüાાેના ઉત્તર એક વાક્ય વડે આ રીતે થાય છે કે ``સાસરાઇજાઇ'' આ રીતે અમારો જવાબ સાંભળી અમારું માન વધારજો. (અહીં પહેલા પ્રüા-જીવતા પ્રાણીનું લક્ષણ શું? તેનો ઉત્તર સાસ એટલે શ્વાસ. બીજાનો ઉત્તર રઇ(રતિ) તે કામદેવની સ્ત્રાળ છે. ત્રીજા પ્રüાનો ઉત્તર જાઇનું ફુલ સર્વ પુષ્પોમાં ઉત્તમ છે. ચોથાનો ઉત્તર સાસરે જાય છે.) આ પ્રમાણે સુરસુંદરીએ એક વાક્ય વડે ચાર પ્રüાાેના જવાબ આપ્યા. પછી રાજાએ મયણાસુંદરીને કહ્યું કે હે પુત્રી જો તમને તમારા શાસ્ત્રાે ભણવાથી વિવેક જાગૃત થયો હોય તો મારા પ્રüાાેના ઉત્તર એક શબ્દમાં આપો. ત્રણ અક્ષરનો એક શબ્દ છે કે જેનો પહેલો અક્ષર કાઢી નાખીએ તો જગતને જીવાડનાર બને છે. તે જ શબ્દ વચલો અક્ષર કાઢી નાખતાં જગતનો નાશ કરનાર થાય છે. વળી છેલ્લા અક્ષર વિના તે શબ્દ આપણે સર્વનો ઘણો પ્રય લાગે છે. આ પ્રüા સાંભળી મયણાસુંદરીએ કહ્યું કે હે પિતાજી? સાંભળો, તે અક્ષરવાળી વસ્તુ હંમેશા મારા નેત્રમાં દેખાય છે. તે આ - કાજળ. (કાજળ શબ્દમાં કા કાઢી નાખીએ તો જળ એમ બાકી રહે. તે જળ સર્વ પ્રાણીઓને જીવાડનાર છે. મધ્યનો અક્ષર જ કાઢી નાખીએ તો કાળ એમ રહે, તે કાળ જગતનો નાશ કરનાર થાય છે. અને છેલ્લો અક્ષર ળ કાઢી નાખીએ તો કાજ એમ અક્ષરો બાકી રહે, તે કાજ એટલે કામ, દુનિયામાં કામ સૌને વહાલું હોય છે. તેથી કામ કરનાર દરેકને પ્રિય લાગે છે. વળી પણ રાજા ચિત્તમાં સ્નેહને ધારણ કરીને નવા પ્રüા યાદ કરીને ફરી પૂછે છે કે સુગુણી પુત્રીઓ? તમે આ સમસ્યા પૂર્ણ કરો કે પુણ્ય દ્વારા જે પ્રાપ્ત કરાય છે. તે સાંભળીને સુરસુંદરીએ કહ્યું કે ચિત્તની ચતુરાઇ, ધન, યુવાવસ્થા, સુંદર શરીર, અને મનગમતા સ્વામી આ બધું પુણ્ય વડે જ પ્રાપ્ત થાય છે. ત્યારે જૈન સિદ્ધાંતના રહસ્યને જાણનારી મયણાસુંદરીએ કહ્યું કે હે પિતાજી? ન્યાયથી પુર્ણ બુદ્ધિ, શીયલથી પવિત્ર શરીર, ગુણવાન ગુરુજનની સોબત આ સર્વ પુણ્ય પ્રાપ્ત થાય છે.
મયણાની કર્મસત્તા પર દૃઢ શ્રદ્ધા જોઇ રાજા ક્રોધિત થઇ ઊઠે છે..
એ અવસરે રાજાએ કહ્યું કે, હે પુત્રીઓ! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું તેથી તમો જે ઇચ્છો તે મનોવાંછિત આપું વળી હું ધન વિનાના લોકોને ધન આપું છું. વળી ભીખારીને રાજા બનાવી શકું છું. એટલે કે સમગ્ર જનતા જે સુખ ભોગવે છે તે સઘળો પ્રતાપ મારો જ છે. (એટલે મારી કૃપા સિવાય કોઇ સુખ ભોગવી શકે તેમ નથી.) જગતમાં હું જેના પર પ્રસન્ન થાઉં તે સઘળી ઇચ્છિત વસ્તુને મેળવી શકે છે. અને હું જેના ઉપર કોપિત થાઉં તેને ખેદાન મેદાન કરી નાખું, જેથી તેની છાયામાં પણ કોઇ ઉભો રહેવા ન પામે. આ વાત સાંભળીને સુરસુંદરી કહેવા લાગી કે હે પિતાજી! તમે કહો છો તે સત્ય જ છે. એમાં વળી શંકા શું હોય? કારણકે જગતને જીવાડનાર એક રાજા અને બીજો વરસાદ એ બે જ છે. તે વખતે સઘળા લોકો `સાચું સાચું' એ પ્રમાણે બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ સુરસુંદરી જેવી ચતુર આ દુનિયામાં કોઇ નથી. રાજા પણ મનમાં આનંદિત થયો. અને કહેવા લાગ્યો કે હે સુરસુંદરી! તું ઇચ્છિત વસ્તુને માગ, તારી મનોકામનાને પૂર્ણ કરી હું તને સર્વ સૌભાગ્યને કરી આપું. તે અવસરે કુરુજંગલ નામના દેશમાંથી ત્યાંનો રાજા ત્યાં આવ્યો. અને તે યોવન, વય અને સોહામણા રૂપ વડે સુંદર હોવાથી સભામાં અત્યંત શોભવા લાગ્યો. તે રાજા શંખાપુરી નગરીનો અધિપતિ હતો. તેનું અરિદમન નામ હતું. તેને જોઇને સુરસુંદરીને કામવાસના પ્રગટ થઇ. રાજાએ તે અરિદમન ઉપર સુરસુંદરીને સ્નેહદૃષ્ટિવાળી જાણીને તે અરિદમન રાજાને તિલક કરી પોતાની સુરસુંદરી પુત્રી આપી. આ પ્રસંગ જોઇ મયણાસુંદરી મસ્તકને ધુણાવવા લાગી. તે જોઇને રાજાએ મયણાસુંદરીને પુછયું કે હેપુત્રી? શું આ વાત તારા મનને રૂચતી નથી. હે પુત્રી તારા હૃદયમાં સમગ્ર સભા કરતાં સોગુણી ચતુરાઇ દેખાય છે. હૃદયમાં ઉત્સાહ લાવીને તે ચતુરાઇને પ્રગટ કરો.
ત્યારે મયણાસુંદરી કહેવા લાગી કે હે મહારાજ! અહીં બોલવું ઉચિત નથી, કારણ કે દ્રુષ્ટ એવા વિષય અને કષાયોથી માણસોનું મન મોહ પામે છે. વળી જ્યાં રાજા વિવેક વિનાના હોય, શાસ્ત્રના જ્ઞાનનો અંશ પણ ઉપયોગ ન હોય, અને સભાના સર્વ લોકો હાજી હા કરનારા હોય,આવો સરખે સરખાનો સંયોગ મળ્યો હોય ત્યાં બોલવું ઉચિત નથી.
એ અવસરે રાજાએ કહ્યું કે, હે પુત્રીઓ! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું તેથી તમો જે ઇચ્છો તે મનોવાંછિત આપું વળી હું ધન વિનાના લોકોને ધન આપું છું. વળી ભીખારીને રાજા બનાવી શકું છું. એટલે કે સમગ્ર જનતા જે સુખ ભોગવે છે તે સઘળો પ્રતાપ મારો જ છે. (એટલે મારી કૃપા સિવાય કોઇ સુખ ભોગવી શકે તેમ નથી.) જગતમાં હું જેના પર પ્રસન્ન થાઉં તે સઘળી ઇચ્છિત વસ્તુને મેળવી શકે છે. અને હું જેના ઉપર કોપિત થાઉં તેને ખેદાન મેદાન કરી નાખું, જેથી તેની છાયામાં પણ કોઇ ઉભો રહેવા ન પામે. આ વાત સાંભળીને સુરસુંદરી કહેવા લાગી કે હે પિતાજી! તમે કહો છો તે સત્ય જ છે. એમાં વળી શંકા શું હોય? કારણકે જગતને જીવાડનાર એક રાજા અને બીજો વરસાદ એ બે જ છે. તે વખતે સઘળા લોકો `સાચું સાચું' એ પ્રમાણે બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ સુરસુંદરી જેવી ચતુર આ દુનિયામાં કોઇ નથી. રાજા પણ મનમાં આનંદિત થયો. અને કહેવા લાગ્યો કે હે સુરસુંદરી! તું ઇચ્છિત વસ્તુને માગ, તારી મનોકામનાને પૂર્ણ કરી હું તને સર્વ સૌભાગ્યને કરી આપું. તે અવસરે કુરુજંગલ નામના દેશમાંથી ત્યાંનો રાજા ત્યાં આવ્યો. અને તે યોવન, વય અને સોહામણા રૂપ વડે સુંદર હોવાથી સભામાં અત્યંત શોભવા લાગ્યો. તે રાજા શંખાપુરી નગરીનો અધિપતિ હતો. તેનું અરિદમન નામ હતું.
  તેને જોઇને સુરસુંદરીને કામવાસના પ્રગટ થઇ. રાજાએ તે અરિદમન ઉપર સુરસુંદરીને સ્નેહદૃષ્ટિવાળી જાણીને તે અરિદમન રાજાને તિલક કરી પોતાની સુરસુંદરી પુત્રી આપી. આ પ્રસંગ જોઇ મયણાસુંદરી મસ્તકને ધુણાવવા લાગી. તે જોઇને રાજાએ મયણાસુંદરીને પુછયું કે હેપુત્રી? શું આ વાત તારા મનને રૂચતી નથી. હે પુત્રી તારા હૃદયમાં સમગ્ર સભા કરતાં સોગુણી ચતુરાઇ દેખાય છે. હૃદયમાં ઉત્સાહ લાવીને તે ચતુરાઇને પ્રગટ કરો. ત્યારે મયણાસુંદરી કહેવા લાગી કે હે મહારાજ! અહીં બોલવું ઉચિત નથી, કારણ કે દ્રુષ્ટ એવા વિષય અને કષાયોથી માણસોનું મન મોહ પામે છે. વળી જ્યાં રાજા વિવેક વિનાના હોય, શાસ્ત્રના જ્ઞાનનો અંશ પણ ઉપયોગ ન હોય, અને સભાના સર્વ લોકો હાજી હા કરનારા હોય,આવો સરખે સરખાનો સંયોગ મળ્યો હોય ત્યાં બોલવું ઉચિત નથી.
હે પિતાજી! જેના મન મંદિરને વિશે દીપકની સમાન વિવેક પ્રગટ થયો છે. તે મનુષ્યના અંગમાં રહેલા અનેક અજ્ઞાનો તેને પરાભવ કરી શકતા નથી. માટે હે પિતાજી! ખોટું અભિમાન ન કરો. ખરેખર આ સઘળી ઋદ્ધિ સિદ્ધિ તે સમુદ્રના તરંગોની જેમ અસ્થિર છે. આ સંસારમાં સહુ કોઇ સુખ અને દુખને કર્મના પ્રતાપથી જ ભોગવે છે. તેમાં કોઇનાથી વધારે કે ઓછુ કરી શકાતું નથી. તે સાંભળી રાજા ક્રોધથી લાલચોળ થઇ ધમધમતો બોલ્યો હે પુત્રી! તે મારા વચનનો ભંગ કર્યો છે. તેથી તું ઘણી વહાલી હોવા છતાં દુશ્મન જેવી થઇ છે. અને તું બહું સારુ ભણી? કે જેથી મારી મર્યાદાને લોપી છે. તારું કાર્ય તે હાથે કરીને બગાડયું છે. તેથી હે પુત્રી તું ખરેખર મૂર્ખ શિરોમણી છે. વળી તને કપૂર જેવા ઉજળા ભાત વગેરેનાં ભોજન કરાવી પોષણ આપી મોટી કરી છે તથા તું રત્નના હિંચકામાં હિંચે છે. સુંદર ભોગોને પૂર્ણ રીતે ભોગવે છે. તથા તું હીરનાં રેશમી વસ્ત્રાે પહેરે છે. નોકર ચાકર તારા ચરણોની સેવા કરે છે. અને જગતમાં સર્વ કોઇ હાજી રાજી કરે છે. તે સર્વ મારી મહેરબાની છે.
તે સાંભળી મયણા કહે છે કે હે પીતાજી! તે સર્વ બાબતોનો ઉંડા રહસ્યનો વિચાર કરો. પરંતુ મનમાં ક્રોધ કરો નહી. હું કંઇ તમારા કુળમાં આવવા માટે જોષ જોવા ગઇ ન હતી. મારા પૂર્વ કર્મે જ તમારા કુળમાં જન્મ લીધો છે. વળી હે પિતાજી? તમે મને મોઘેરા મનથી મલ્હાવો છો. નવાં નવાં વિવિધ પ્રકારનાં ખાનપાન કરાવો છો, તે સર્વ મારા કર્મના પસાયથી જ છે. આ સર્વ રહસ્યને ચિત્તમાં ધારણ કરો. અને ખોટું અભિમાન ન કરો.
ત્યારે રાજા કહે છે કે હે પુત્રી! જો તને એકાન્તેકર્મ ઉપર જ હઠવાદ હોય કે ``કર્મથી જ બધું થાય છે'' તો કર્મે લાવી મૂકેલ પતિ જ તને પરણાવું. પછી રાજા મનમાં વિચારવા લાગ્યો કે આ પુત્રીએ સભા સમક્ષમાં મારા માનનો ભયંકર ભંગ કર્યો છે, તેથી સર્વ પ્રજાસમક્ષ જ તેનું ફળ હું તેને બતાવીશ. ત્યારે સભામાંથી લોકો કહેવા લાગ્યા કે અરે રે એની સાહેલડીઓએ એને શું શીખવ્યું હશે. શું આવું જ શીખવ્યું? તેમજ ભણાવનાર અધ્યાપક પણ મૂર્ખ લાગે છે. કારણ કે આ અપમાન દેખીને જોનારા સજ્જનોને પણ લજ્જા આવે. તેમ જ નગરના સર્વે લોકો પણ નિંદા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ મયણાસુંદરીનું ભણવું તે બધું ધૂળ છે. જૂઓને સામાન્ય વાતની વાતમાં પિતાને શત્રુ સરખા કર્યા.
તે સમયે મિથ્યાદૃષ્ટિ લોકો કહેવા લાગ્યા કે જૈનોની દરેક વાતો અવળી હોય છે. તથા તેઓ જગતની રીત ભાતને સમજતા નથી અને પોતાના સિદ્ધાન્તને પકડી રાખનારા તેઓ ઉંધા અને વિનય રહિત હોય છે. તે વખતે સમયને ઓળખીને રાજાના ક્રોધને શાન્ત કરવા માટે પ્રધાને અરજ કરી કે હે મહારાજ! રયવાડી ફરવાનો સમય થયો છે. માટે પધારો.
રાજાની રયવાડીએ સવારી અને કોઢિયાઓના દૂત સાથે મુલાકાત
હવે સૈન્ય સહિત રાજા રયવાડી ફરવા નીકળ્યા. તે વખતે સાથે તોફાની બનેલા મદોન્મત્ત ઘણાં હાથીઓ અને હજારો ઘોડેસ્વારો છે. તે સમયે સુંદર શરણાઇઓ વાગી રહી છે, ગંભીર અવાજવાળી નોબતો અવાજ કરી રહી છે. આવા પ્રકારના ઠાઠ સહિત રાજા નગરની બહાર આવ્યા તે વખતે ભાલા અને બરછીઓ જાણે ]ગમગતો સૂર્ય હોય તેવા લાગતા હતા. હવે પ્રજાપાળ રાજા રયવાડીએ ચઢયા ત્યારે રસ્તામાં સામે દૂર દૂર ઘણી જ ધૂળ ઉડતી હતી. તે જોઇ રાજાએ મંત્રી તરફ જોઇ પૂછયું હે પ્રધાન! આટલા બધા આ ક્યા લોકો આવે છે? ત્યારે મંત્રીએ કહ્યું કે હે રાજન્ ! એમના દર્શન પણ કરવા જેવા નથી માટે આપ તેમના દર્શનથી દુર રહો. એ સાતસો કોઢીયા લોકો પરસ્પર એક મનવાળા થઇને તેઓએ એક રાજા સ્થાપ્યો છે. અને ગામોગામ તેમના રાજાને માટે રાજકન્યાની માગણી કરતા ફરે છે. હવે રાજા જ્યારે માર્ગ છોડીને બીજે રસ્તે જાય છે. તે સમયે ગળી ગયેલી આંગળીઓવાળો તે કોઢીયાઓનો દૂત આવીને રાજાને મળે છે. કોઢીયાઓનો દૂત કહેવા લાગ્યો કે હે રાજન્ આ રાજમાર્ગ છોડી દઇને બીજે રસ્તે કેમ જાઓ છો. અને ઘણા કાળથી મેળવેલ યશને કેમ ગુમાવો છો. વળી જેની આગળ યાચકજનો નીચા મુખવાળા અને આશાના અભાવવાળા (નિરાશ) થઇને રહે તેઓને જગતમાં ભારરૂપ નિર્ગુણ પ્રાણીઓ કહ્યા છે. ત્યારે પ્રજાપાળ રાજા કહેવા લાગ્યા કે તમે કઇ વસ્તુની યાચના કરો છો. તે વિગતવાર કહો. એક તો પુત્રીએ ભર સભામાં આબરૂ ઉપર પાણી ફેરવ્યું છે, પરંતુ તમે શા માટે મારી કીર્તિનો નાશ કરો છો. ત્યારે દૂત કહેવા લાગ્યોકે અમારા રાજાને રાજયોગ્ય સઘળી ઋદ્ધિ સિદ્ધિ વગેરે કારકીર્દિ અમે મેળવી આપવાથી સારી રીતે પ્રાપ્ત થઇ છે. પરંતુ અમારા રાજાને કોઇ એક સારા કુળની કન્યા મળી જાય અને તે તેની રાણી થાય. બસ એજ એક ઉમેદ અમારા હૈયામાં બાકી છે. ત્યારે રાજા મનમાં વિચારવા લાગ્યો કે, મયણાસુંદરીને આ કોઢીયાના રાજાને આપી દઉં અને જગતમાં મારી ખરેખરી અવિચલ કીર્તિને જાળવું. અને વળી મયણાસુંદરી ``કર્મ કર્મ કરે છે'' તો તે પણ કર્મનું ફળ પ્રત્યક્ષ પામે. અરે! તે વચનો હજી પણ મારા હૈયામાં ખટકે છે.   વળી દાવાનળથી જે વૃક્ષો બળી ગયા હોય તે પણ જો અત્યંત વૃષ્ટિ થાય તો ફરી પણ નવપલ્લવિત થાય. પરંતુ કુવચનોના ઘાથી દાઘેલું મન તે ભવમાં કેમે કરી પ્રેમાળ થતું નથી. ક્રોધના આવેશથી રાજાનો સર્વ વિવેક અને બુદ્ધિ નાશ પામી ગઇ છે. તેથી દૂતને કહેવા લાગ્યો કે હે દૂત! તું જઇને તારા રાજાને અમારે ઘેર લઇને આવ. તારા રાજાને રૂપમાં અપ્સરા જેવી મારી રાજકુમારી આપું. રાજાની આ અસંભવિત વાત સાંભળી દૂતના મનમાં આýાર્ય સાથે સંદેહ થયો. ત્યારે રાજા કહેવા લાગ્યા કે હે મૂઢ! તું શું મનમાં વિચારે છે? મેં જે વાત કહી તે જગતમાં ``પૂર્વ દિશાનો સૂર્ય પýિામમાં ઉગે તો પણ'' ક્યારે ફરનાર નથી. તે વાત નિýાે સત્ય છે. ક્રોધથી કઠીન થયેલો હૃદયવાળો રાજા હવે પોતાને મહેલે પાછો ફર્યો. અને મનમાં અભિમાનના શિખરે ચડેલો તે સિંહાસન ઉપર બેઠો થકો મયણાને બોલાવે છે. પછી મયણાસુંદરીને બોલાવીને કહેવા લાગ્યો કે હે સુંદરી? હજુ કહું છું કે ``કર્મ કરે તે થાય'' તે પક્ષ છોડી દે, અને મારી કૃપાથી ``જે કરુ તે થાય'' એ પક્ષ સ્વીકારી લે, કે જેથી તારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરું. ત્યારે અચલ સિદ્ધાન્તવાળી મયણાસુંદરી કહેવા લાગી કે હે પિતાજી! તે સર્વ મિથ્યા હકીકતને છોડી દો. જગતમાં જે કંઇ સુખ દુખ પ્રાપ્ત થાય છે તે સર્વ કર્મનો જ પ્રતાપ છે. આ પ્રમાણે રાજા બાલિકાને વારંવાર કહેતો થકો હઠે ચડાવે છે વળી બાળકની સાથે વારંવાર વાદ કરવાથી ન્યાય હલકાઇને પામે છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે બાળકને બહુ સતાવવા નહી. પરંતુ આ રાજા જેમ જેમ મયણાને કહેતા જાય છે તેમ તેને હઠે ચડાવતા જાય છે. પરંતુ મોટા માણસ નાના બાળકની સાથે વાદ કરે તો તેમાં મોટાની હલકાઇ થાય છે માટે બાળકની સાથે વાદ ન કરવો જોઇએ. વળી કેટલાક કહેવા લાગ્યા કે આ બાલિકા તો જુઓ! કે તે હઠાગ્રહી થાય છે. સમય ઉચિત બોલવાનું સમજતી નથી. તેથી રાજાને રીશે ચડાવે છે.
ઉંમરરાણાનો સાતસો કોઢીયાઓ સાથે નગરમાં પ્રવેશ
part2
ઉંમરરાણો નગરમાં આવે છે, તે વખતે સડી ગયેલા અને સૂપડા જેવા પહોળા કાનવાળા પુરુષે તેના મસ્તક ઉપર છાંયડો કરવા માટે છત્ર ધારણ કરેલું છે. હે ચતુર પુરુષો! કર્મની ગતિ તો જુઓ! કર્મથી જ સુખ અને દુખ પ્રાપ્ત થાય છે. કર્મના બંધનમાંથી કોઇ છુટી શકતું નથી. વળી કોઢ રોગથી ધોળી ધોળી થયેલ આંગળીવાળો પુરુષ ઉંમર રાણાને ચામર વીં]ે છે. તથા ખવાઇ ગયેલ નાસિકાવાળો અને બિહામણા અવાજવાળો ઘોઘરા સ્વરે એક છડીદાર પુરુષ છડી પુકારે છે, તેમ જ તે ઉંમરરાણાએ ખચ્ચર પર સવારી કરી છે. કોઢ રોગવાળા માણસોથી પરિવરેલો છે. તેથી બળેલ બાવળીયાના વૃક્ષોથી વીટળાએલા અને દા]ાળ ગયેલા આંબાની જેમ તે શોભી રહ્યો છે. તથા ઉંમરરાણાના પરિવારમાં કેટલાક હાથે ટૂંટા છે, કેટલાક પગે લંગડા છે. કેટલાક પગે કંઇક ખોડવાળા છે, કેટલાક રોગથી ક્ષીણ થયેલા છે. કેટલાક ખસવાળા છે. કેટલાક ઘણી ખાંસીવાળા છે. કેટલાક દાદરવાળા છે અને કેટલાક કંગાળ રાંકડા છે. તેમજ વળી કોઇકના મુખ ઉપર તો માખીઓ ગણગણાટ કરી રહી છે. કોઇકના મુખમાંથી લાળ પડે છે; કોઇકના શરીર ઉપર તો ચાંદા લોહી અને પરૂથી ચગચગી રહ્યાં છે. અને કોઇકના મસ્તક ઉપરથી તો વાળ જતા રહ્યા છે. એટલે માથે ટાલ જ પડી ગઇ છે. તે સમયે આ સાતસો કોઢીયાઓ ભરબજારમાં ચાલતાં ચાલતાં શોરબકોર કરી રહ્યા છે. ત્યારે તેઓને જોવા માટે લાખો લોકો ભેગા થયા છે. અને કહેવા લાગ્યા કે અરે આ તે શો ઉત્પાત છે. વળી તે કોઢીઆઓને જોઇને ગાય, ભેંસ, બળદ વિગેરે ઢોરો તો સામા જ ઘસવા લાગ્યા. કુતરાઓ ભસવા લાગ્યા અને બધા લોકો મુખમાંથી ધિકકાર છે ધિIાર છે એમ બોલતા પુછવા લાગ્યા કે અરે! તમે કોણ છો! ભૂત છો! પ્રેત છો! કે પિશાચ છો! ત્યારે કોઢીયાઓ તે લોકોને કહેવા લાગ્યા કે અરે ભાઇ! અમે ભૂત પ્રેત કે પિશાચ નથી, પરંતુ તમારા રાજાની રૂપરૂપના અંબાર જેવી પુત્રીને અમારો રાજા પરણવા જાય છે. તેની આ જાન જઇ રહી છે.
તેથી આ સાંભળીને નગરના લોકો પણ આ કૌતુક જોવા માટે તેઓની સાથે જાનમાં ભેગા થયા. આ રીતે ઉંમરરાણો જ્યાં પ્રજાપાળ રાજા બેઠા છે, ત્યાં આવી પહોંચે છે. તે સમયે રાજા મયણાસુંદરીને કહેવા લાગ્યા કે મયણા! આ તારા કર્મે લાવેલ તારો પતિ આવી ગયો છે. એની સાથે લગ્ન કરીને સર્વ સુખોને ભોગવો. ત્યારે રાજાનાં આવાં વચનો સાંભળીને મયણાસુંદરીનું મુખ જરાપણ બદલાતું નથી. અને મનમાં લેશમાત્ર ખેદને ધારણ કરતી નથી. પરંતુ વિચારવા લાગી કે જ્ઞાની ભગવંતે દેખેલું હોય તે જ થાય છે. તેમાં કંઇ ફેરફાર થતો નથી. તેમજ વળી પિતાજીએ પાંચ માણસોની સાક્ષીમાં જે પતિ આપ્યો હોય તે પતિની દેવની જેમ સેવા કરવી જોઇએ, ઉત્તમ કુલની સ્ત્રાળઓની એ જ સાચી ટેક છે. પછી પોતાના પિતાને પ્રણામ કરીને અને વચનને માન્ય કરી નિર્મળ વચનવાળી અને ઉજ્જવલ મુખવાળી મયણાસુંદરી ઉંમરરાણાની ડાબી બાજુ આવીને ઉભી રહી. ત્યારે ઉંમરરાણો કહે છે હે રાજન્ આ અયોગ્ય થાય છે, કારણકે કાગડાને કંઠે મોતીની માળા શોભે નહી.
  એટલે કે જેમ કાગડાને કંઠે મોતીની માળા શોભે નહી, તેમ આ સુરૂપવાન્ રાજ કન્યા કોઢીયા એવા મને આપવી તે યુક્ત નથી. મારે માટે તો મારા જેવી કન્યા જ યોગ્ય કહેવાય. તે સાંભળી રાજા બોલ્યા કે આ અયોગ્ય સંબંધ માટે ``કન્યાના કર્મે જોર કર્યું છે'' મેં તો ઘણું કહ્યું હતું, પરંતુ તેણીએ માન્યું નહીં માટે મારો આમાં કોઇ વાંક નથી. પરંતુ તે વખતે કન્યાને ઉંમરરાણાની પાસે ઊભેલી જોઇને સર્વ કોઢીયા ખુશી ખુશી થઇ ગયા, અને બોલવા લાગ્યા કે ભગવાને જ આજે અમારી આશા પૂરી છે. આ સર્વ અઘટીત બનાવ જોઇને લોકો કહેવા લાગ્યા કે રાજાને ધિIાર છે કે પોતાના સંતાન ઉપર આટલો બધો હદપાર ક્રોધ કરે છે. વળી કેટલાક કહે છે કે આ સર્વ વાંક તો કન્યાનો જ છે. આ પ્રમાણે લોકોની જાતજાતની વાતો સાંભળતા સર્વ સાતસો કોઢીયાઓ પોતાને ઉતારે આવ્યા. તે વખતે આ અઘટિત કાર્ય થયું હોય એમ જોઇને જ જાણે ન હોય તેમ સૂર્ય પણ અસ્ત થયો અને રાત્રિ પ્રગટ થઇ.
આ રીતે તે કોઢીયા લોકોએ પોતાની શક્તિ પ્રમાણે ઉત્સવપૂર્વક ઉંમરરાણાનું તે કન્યા સાથે વિધિપૂર્વક લગ્ન કર્યું. ત્યારબાદ મયણાસુંદરી અને ઉંમરરાણો પોતાના આવાસમાં બેઠાં છે. હવે લગ્નની પ્રથમ રાત્રીએ મયણા સાથે પોતાના ભવનમાં રહેલા ઉંમરરાણા મનમાં ચિંતવવા લાગ્યા કે ધિIાર પડો મારા અવતારને! આવી સુંદર નારીનું અને આ કાન્તિ આ મારા દેહના સ્પર્ષથી નષ્ટ થઇ જશે. અને પછી મયણાસુંદરીને કહેવા લાગ્યો કે, હે સુંદરી! ખૂબ દીર્ઘદ્રષ્ટિથી વિચારણા કરો. હજુ પણ કંઇ બગડયું નથી. આતો આખા જીવનની બાજી છે. માટે જે કામ કરવું તે ખૂબ વિચારીને કરવું. જેથી પાછળથી તેના પýાાતાપનો વખત ન આવે. માટે હે સુંદરી! ફરી પણ કહું છું કે હજી પણ વિચાર કરીલ્યો. હે સુંદરી સોનાના જેવી તારી આ કાયા મારા સંગથી નાશ પામશે, વળી તું રૂપમાં દેવાંગના જેવી છે તેથી આ કોઢીયાની સાથે તને સ્નેહ શો હોય? અર્થાત્ કોઢીયા એવા મારી સાથે સ્નેહ કરવો તે તને ઉચિત નથી. માટે હે સુંદરી! અહીં મનમાં શરમ રાખવાની જરૂર નથી, લાજ રાખવાથી કાજ બગડે છે. તેથી તારી માતાના ચરણોમાં જઇ સુંદર રાજકુંવર જેવા વરની માગણી કરી અને રાજ્યલક્ષ્મી ભોગવ. જ્યાં ઉંમરરાણાનાં આવાં વચનો સાંભળે છે, ત્યાં તો મયણાના હૃદયમાં દુખ તો સમાતું નથી. આંખમાંથી દડ દડ આંસુઓ પડવા લાગ્યાં અને પતિના ચરણોમાં પડીને વિનંતી કરવા લાગી કે હે વહાલેશ્વર પ્રાણનાથ! તમે આ શું બોલો છો? તમે તો ચતુર હોશીયાર અને સમજુ છો માટે જે કંઇ બોલો તે વિચારીને બોલ. હે વ્હાલેશ્વર! તમે આવાં વચન કેમ બોલો છો આ વચનોથી તો મારો જીવ જાય છે. તમે જીવનના સાથી અને વ્હાલા છો, તેથી બીજાનું નામ પણ ખમી શકું તેમ નથી. જેમ સૂર્ય પýિામ દિશામાં ઉગતો નથી અને જેમ સમુદ્ર મર્યાદાને મુકતો નથી તેમ સતી સ્ત્રાળ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પાંચની સાખીએ પરણેલ પતિ સિવાય બીજા પતિને ઇચ્છે નહી.
જ્ઞાની ગુરૂની આજ્ઞા દ્વારા શ્રીપાલ-મયણા નવપદની ઓળીનો પ્રારંભ
part6
અહીં કવી કલ્પના કરે છે કે તે વખતે જાણે કોઇથી ચલિત ન કરાય તેવા અને ઉજ્જવલ શીલવાળી મયણાસુંદરીના મુખને જોવા માટે જ જાણે સૂર્ય પ્રભાત સમયે ઉદયાચલ પર્વત ઉપર ચડયો! હોય તેમ હું માનું છું. આ પ્રમાણે ચક્રવાક અને ચક્રવાકીના વિરહનો નાશ કરનાર, સૂર્ય વિકાશી કમળોને વિકસાવતો અને જગતના જીવોને ચક્ષુ સમાન સૂર્ય જ્યારે ઉદય પામ્યો, ત્યારે પૃથ્વી ઉપર પ્રકાશ ફેલાયો. તે સમયે પ્રભાત થતાં મયણાસુંદરી પોતાના પતિને કહેવા લાગી કે હે સ્વામિનાથ! ચાલો આપણે ઋષભદેવ ભગવાનના મંદિરે જઇ યુગાદિદેવનાં દર્શન કરીએ કારણકે આદીશ્વર ભગવાનનું મુખ જોતાં જ દુખ અને ક્લેશ નાશ પામે છે. એ પ્રમાણેનાં મયણાસુંદરીના વચનો સાંભળી ઉંમરરાણો જિનેશ્વર ભગવાનના મંદિરે આવ્યો, અને આદીશ્વર ભગવાનનું મુખ જોતાં જ તેને મનમાં અત્યંત હર્ષ થયો. તેથી સ્તુતિકરવા લાગ્યો કે હે ત્રિભુવન નાયક પ્રભુ! તું જ આ જગતમાં મોટો છે, તારા સમાન બીજો કોઇ નથી. તે વારે મયણાસુંદરીએ કેશર, ચંદન, પુષ્પ, કપૂર વિગેરેથી જિનેશ્વર ભગવાનની પૂજા કરી અને સુગંધથી ભરપૂર લાખેણો હાર જિનેશ્વર ભગવાનના કંઠમાં સ્થાપન કર્યો. પછી ચૈત્યવંદન કરી, ભાવના ભાવી, ભાવથી કાઉસગ્ગ કરી, ચિંતવવા લાગી કે હે પ્રભો! જય પામો, જય પામો, તમે ચિંતામણિ રત્ન સમાન છો, તેમ જ તમે મોક્ષ માર્ગના આપનાર છો. વળી આ ભવ અને પરભવમાં તમારા વિના બીજો કોઇ શરણ નથી, તેથી હે પ્રભુ! શરણે આવેલા આ સેવકને પણ આપ જ આધાર છો. અમારા દુખ અને દુર્ભાગ્યને દૂર કરો. તે વખતે ભગવંત પોતાના કંઠમાંથી ફુલની માળા તથા હાથમાંથી બીજોરું (ફળ) જિનેશ્વર ભગવાનના પ્રતાપથી શાસનદેવે ઉંમરરાણાને સર્વ લોકો જોતાં આપ્યું અને તે બન્ને વસ્તુઓ તેણે હર્ષથી લીધી. મયણાસુંદરીએ કાઉસગ્ગ પાર્યો, તે વખતે તેના હૃદયમાં હર્ષ માતો નથી. તે મનમાં વિચારવા લાગી કે નિýાે શાસનદેવતાએ અમારા ઉપર કૃપા કરી છે.
આ પ્રમાણે જિનેશ્વર ભગવંતને જુહારીને પછી મયણાસુંદરી કહેવા લાગી કે હે સ્વામિન્! નજીકમાં પૌષધશાળામાં ગુણના નિધાન ગુરુમહારાજ બિરાજે છે. અને તેઓ દેશના આપે છે, તો ચાલો, આપણે તેમનો ઉપદેશ સાંભળીએ. એમ કહી તે સ્ત્રાળ ભર્તાર બન્ને જણાં ત્યાં આવ્યાં, અને ગુરુમહારાજના ચરણોમાં વિધિ મુજબ વંદના કરી પોતાને યોગ્ય એવા બેસવાના સ્થાને બેઠાં. તે વખતે ગુરુમહારાજે પણ પ્રથમ ધર્મલાભ આપી, પછી ધર્મ સ્નેહ લાવીને ``યોગ્ય જીવો છે'' એમ જાણી તેમને ધર્મદેશના આપવા લાગ્યા. હે ભવ્ય જીવો! આ અનાદિ સંસારમાં ભમતાં ભમતાં દુર્લભ એવો મનુષ્ય ભવ મળી ચુક્યો છે. તો પ્રમાદરૂપી નિદ્રાને છોડી દઇને આત્માના પોતાના સ્વાર્થરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધના કરીલ્યો. કારણકે આવી દુર્લભ ધર્મ સામગ્રી મનુષ્ય ભવ સિવાય બીજે ક્યાંય મળવાની નથી. તો હે ચેતન! ચિત્તમાં ચેતનાને લાવીને ચેતી જાઓ. જે મનુષ્ય ધર્મ સર્વ સામગ્રી મળવા છતાં પણ તેનો સદુપયોગ કરતો નથી અને પ્રમાદથી ફોગટ ગુમાવે છે, તે મનુષ્યને પેલી માખીને જેમ હાથ ઘસવા પૂર્વક પસ્તાવાનો જ વખત આવે છે. માખી ફુલોમાંથી ટીપું ટીપું રસ લઇ મધ ભેગું કરે છે. મહેનત કરે છે પણ પોતે ખાતી નથી, તેમ તે મધ કોઇને લેવા દેતી નથી. અને ઓચિંતો શિકારી તે મધ લઇ લે છે ત્યારે હાથ ઘસતી રહે છે તેમ મનુષ્ય પણ ધર્મ સામગ્રીને ગુમાવીને પાછળથી પýાાતાપ કરે છે. જેમ કોઇ મનુષ્ય ઘણા ઠાઠમાઠ સાથે જાન લઇને પરણવા જાય પરંતુ લગ્નની ઘડી ઉંઘમાં ચાલી જાય પછી જાગવાથી જેમ ઘણો પýાાતાપ થાય છે તેમ આ પ્રાપ્ત થયેલો મનુષ્ય જન્મ તથા ધર્મસામગ્રીને આરાધના વડે સફળ ન કરે, તો પýાાતાપ કરવાથી પછી કંઇ થઇ શકતું નથી. માટે મળેલી ધર્મસામગ્રીને સફળ કરવી જોઇએ. આ પ્રમાણે દેશના આપી ભવ્ય જીવો ઉપર ઉપકાર કર્યો. ત્યાર પછી ગુરુએ મયણાસુંદરીને ઓળખી લીધી અને તેને બોલાવી.
હે મયણાસુંદરી! તુ તો રાજાની પુત્રી છે અને અભ્યાસ કરતાં તને સંશય પડે ત્યારે મોટા સૈન્ય તથા પરિવાર સાથે અમને અર્થનું રહસ્ચ પુછવા તું ઉપાશ્રયે આવતી હતી. પણ આજે તું આમ એકલી કેમ છે? આ કોણ નર રત્ન તારી સાથે છે? એ પ્રમાણે ગુરુના વચનો સાંભળી મયણાસુંદરીએ મનને સ્થિર કરી શરૂઆતથી સર્વ વાત ગુરુને કહી સંભળાવી. ત્યારે વળી વિશેષમાં તેણીએ કહ્યું કે હે પૂજ્ય ગુરુદેવ! બીજી બાજુ કોઇ પણ દુખ મનમાં યાદ આવતું નથી, પરંતુ અજ્ઞાની લોકો જૈનશાસનની જેમ ફાવે તેમ નિંદા કરે છે. તે દુખ મનમાં ખટકે છે. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે હે મયણાસુંદરી! તું મનમાં જરાપણ ઓછું લાવીશ નહી. કારણ કે ધર્મના પ્રતાપથી તારા હાથમાં આ ચિંતામણી રત્ન આવ્યું છે. આ નરરત્ન વર તે શ્રેષ્ઠ પુરુષ (ઉત્તમ ક્ષત્રીય) છે. અર્થાત્ મહાભાગ્યશાળી છે. વળી આ પુરુષનો એવો ચડતો કાળ આવશે કે રાજાઓનો પણ રાજા થશે તથા જૈન શાસનની શોભા વધારશે. અને જગત આખુંય તેના ચરણોમાં નમસ્કાર કરશે. ત્યારે મયણાસુંદરીએ ગુરુને વિનંતી કરી કે હે પુજ્યગુરુદેવ! આગમને વિશે ઉપયોગ મુકીને કોઇ પણ ઉપાય કરી તમારા આ શ્રાવકનો શરીરનો કોઢ રોગ દૂર કરો. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે યંત્ર, તંત્ર, જડીબુટ્ટી, મણિ, મંત્ર, ઔષધી તથા બીજા ઉપચારો કહેવા તે જૈનમુનિઓના ઉત્તમ આચાર નથી. પરંતુ આ મહાપુરુષ છે અને એનાથી ધર્મનો ઉદ્યોત થનાર છે તેથી એક મંત્ર બતાવું છું કે જે મંત્રનો જગતમાં જાગતી જ્યોત ભર્યો ચશ છે (એટલે કે સદા ]ળહળતા પ્રભાવવાળો એક મંત્ર બતાવીશ) પછી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજે જેમ દહીં વલોવીને માખણ કાઢવામાં આવે છે તેમ આગમના ગ્રંથોને વલોવીને એટલે જોઇ જોઇને તેનામાંથી શ્રી સિદ્ધચક્રજીનો યંત્ર તૈયાર કર્યો અને મયણાને બતાવ્યો. જે મંત્રમાં ઁ઼ હ્રીઁ પદથી સહિત અરિહંત વિગેરે નવ પદો છે. તેમાં વળી બીજા પણ નવા મંત્રાક્ષરો છે તેનું તત્ત્વગુરૂગમથી મેળવવું.
  તે સિદ્ધચક્રજીની સ્થાપના આ રીતે કરવી કે પ્રથમ મધ્યમાં અરિહંત પદ અને ચારે દિશામાં સિદ્ધ વગેરે ચાર પદો તથા વિદિશાઓમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ રીતે સિદ્ધચક્રજીનું ધ્યાન કરવું. આ પ્રમાણે આઠ કમળના પાંદડાવાળું, સકળ યંત્રોમાં મુકુટ સમાન શ્રી સિદ્ધચક્રજીનું યંત્ર છે. તેને નિર્મળ મન અને શુદ્ધ કાયાથી સેવન કરે, તેના સઘળા ઇચ્છિત કાર્યો પૂર્ણ થાય છે. આ તપ આસો સુદી સાતમથી શરૂ કરી નિર્મળ એવાં નવ આયંબિલ કરી ગુણોના મંદિર સરખા આ નવપદની આરાધના કરવી. વળી વિધિપૂર્વક શુદ્ધ ધોતિયાં અને ઉત્તરાસંગ પહેરી ઉત્સાહવાળા થઇને સવાર, બપોર, સાંજ એમ ત્રિકાળ જિનેશ્વર ભગવંતની જળ-ચંદન-પુષ્પ-ધૂપ-દીપક-અક્ષત-નૈવેદ-ફળ એમ અષ્ટ પ્રકારી પૂજા કરવી.
તેમ જ નિર્મળ જીવ જન્તુ વિનાની સ્વચ્છ ભૂમિ ઉપર સંથારો કરવો, તથા જગતમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું અને એક એક પદની વીશ વીશ નવકારવાળી ગણવી. વળી દરરોજ આઠ થોય વડે દેવવંદન ત્રણ વખત કરવું. દરરોજ સવાર સાંજ બન્ને પ્રતિક્રમણ કરવા, અને ગુરુમહારાજની ઉત્તમ પ્રકારે વૈયાવચ્ચ કરવી. વળી કાયાને સંયમમાં રાખવી, વચનો વિચાર પૂર્વક બોલવાં અને નિýાલ (સ્થિર) મનથી ધર્મનું ધ્યાન ધરવું. દહીં, દુધ, ઘી, સાકર, અને પાણી એ પંચામૃત ભેગાં કરી સિદ્ધચક્રજીના યંત્રપટ્ટનો પક્ષાલ કરવો. આ રીતે પૂજા કરી નવમે દીવસે સિદ્ધચક્રજીની વિસ્તારથી ભક્તિ પૂજા કરવી.
આ પ્રમાણે ચૈત્ર સુદી સાતમથી ચૈત્ર સુદી પુનમ સુધી નવ આયંબિલના નિયમવાળી આ ઓળીનું આરાધન કરવું. આ પ્રમાણે કપટ રહિત એકાશી આયંબિલ વડે આ તપ સાડા ચાર વર્ષે પૂર્ણ થાય છે. આ પ્રમાણે આ તપ પૂર્ણ થયે પોતાની શક્તિ અનુસાર ઉદ્યાપન મહોત્સવ પણ કરવો. આ તપના પ્રભાવથી આ ભવ અને પરભવમાં અનેક સુખો ભોગવીને આત્મા સંસારના પારને પામે છે. વળી આ તપની આરાધનાનાં ફળો આ ભવમાં પણ આ પ્રમાણે મળે છે કોઇ તેની આજ્ઞાનું ખંડન કરતું નથી. તથા જેમ પ્રચંડ પવન વડે મેઘ વિખરાઇ જાય છે તેમ રોગ, દૌર્ભાગ્ય અને સર્વે દુખો શાન્ત થાય છે. વળી શ્રી સિદ્ધચક્રજીના ન્હવણજળથી અઢારે પ્રકારના કોઢ નાશ પામે છે. વળી ચોરાસી પ્રકારના વાયુ શાંત પામે છે તથા ગડગુમડાં અને ઘા પણ મટી જાય છે. તેમજ વળી ભયંકર ભગંદરના રોગનો ભય પણ નાશ પામે છે, જલોદર રોગ દૂર ભાગી જાય છે વિવિધ પ્રકારની પીડા ]ેરની વેદના, અને દુષ્ટ તાવ વગેરે નાશ પામે છે. ખાંસી, ક્ષય, ખસ, આંખના રોગો, સન્નિપાત રોગ, વિગેરે રોગો નાશ પામે છે. તથા ચોર, ભૂત અને ડાકિણીઓ વિગેરે પણ ઉપઘાત કરી શકતાં નથી. હીક રોગ, મસા, હેડકી આવવી, શરીરના અંગોમાં નારાં-પોલાણ પડવા, નાસુરની વ્યાધિ, પાઠાં-ગુદા ઉપરની ચાંદીઓ, તથા પેટની પીડા એ સર્વે તથા દંતશુલ (દાંતનીપીડા) પણ નાશ પામે છે. તથા નિર્ધન મનુષ્યોને ધન પ્રાપ્ત થાય છે. અને અપુત્રીયા (પુત્રવીનાના) હોય તેઓને પુત્ર પ્રાપ્ત થાય છે. (આ શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવે સર્વ વાંછિતો પૂર્ણ થાય છે, તેથી વિશેષ શું કહેવું) આ સિદ્ધચક્રજીના ગુણો ખરેખર કેવલી ભગવંત વિના બીજો કોઇ પણ મનુષ્ય કહી શકે તેમ નથી.
આ પ્રમાણે શ્રી મુનિભગવંતે સિદ્ધચક્રજીનો યંત્રપટ બનાવીને આપ્યો અને કહ્યું કે આના પ્રભાવથી આ ભવ અને પરભવમાં મનોવાંછિત સિદ્ધિઓ પ્રાપ્ત થશે. તે સમયે ગુરુ ભગવંતે ત્યાં બેઠેલા બીજા શ્રાવકોને ઉદ્દેશીને કહ્યું કે આ બન્ને જીવો સારા ગુણોના ભંડાર છે આવા સાધર્મિકો કોઇક વખત મળે છે, માટે તમો સાવધાનપણે તેઓની ભક્તિ કરો. વળી સાધર્મિકના સગપણ જેવું બીજું કોઇ ઉત્તમ સગપણ જગતમાં નથી કારણકે સાધર્મિક ભક્તિ કરવાથી સમ્યકત્વ નિર્મળ થાય છે. એ પ્રમાણેગુરુભગવંતના વચનો સાંભળી આદર સત્કાર પૂર્વક શ્રદ્ધાળુ શ્રાવકો તે બન્નેને પોતાના ઘેર લઇ ગયા. અને ચિત્તમાં ઉલ્લાસ લાવીને વિવિધ પ્રકારે તેમની ભક્તિ કરવા લાગ્યા. ત્યારે તે બન્ને જણાં સાધર્મિક બંધુને ઘેર રહીને નવપદજીનું પૂજન તથા વિશેષ પ્રકારે આયંબીલ તપ વિગેરે સઘળો વિધિ ગુરૂની આજ્ઞા અનુસાર કરે છે.
હવે તે સ્ત્રાળ અને ભરતારે શુભભાવ પૂર્વક આયંબિલની ઓળી શરૂ કરી, તથા પ્રભુની અષ્ટ પ્રકારી પૂજાકરવા પૂર્વક મનને સંયમમાં રાખી આયંબિલ કરવા શરૂ કર્યા. ત્યાં પહેલા આયંબિલે જે મનને અનુકુળ થાય તેમ રોગનું મૂળ નાશ પામ્યું. જેથી અંતરનો દાહ (અંતરની બળતરા-પીડા) સર્વ શાંત થયોઅને તેથી શ્રી સિદ્ધચક્રજીના યંત્રનો મહિમા મનમાં રમવા લાગ્યો એટલે વારંવાર યાદ આવવા લાગ્યો. શ્રદ્ધા સહિત પવિત્ર ભાવ વડે શ્રી સિદ્ધચક્રજીનો જાપ જપવાથી બહારની ચામડી પણ નિર્મળ થઇ પછી દિવસે દિવસે શરીરની કાન્તી વધવા લાગી તેથી શરીર સુવર્ણ જેવું થયું. વળી નવમાં આયંબિલના દિવસે શ્રી સિદ્ધચક્રજીના યંત્રના ન્હવણ જળને શરીરે લગાડવાથી શરીર રોગ વિનાનું થયું તેથી હે પ્રાણીઓ! સિદ્ધચક્રજીનો પ્રભાવ તો દેખો! આ પ્રભાવને જોઇને સર્વ લોકોને મનમાં અચંભો થયો. તે વખતે મયણાસુંદરી કહેવા લાગી કે હે સ્વામિન્! પૂજ્ય ગુરુની મહેરબાનીથી આ સર્વ સુખ થયું છે. માતા, પિતા, ભાઇ, પુત્ર એ સર્વ હિતકારી છે. તો પણ ગુરુની સમાન કોઇ પણ પરમહિતને કરનાર નથી. વળી પુજ્ય ગુરુભગવંત આ લોકમાં દુખનો નાશ કરે છે અને પરલોકમાં દુર્ગતિથી રક્ષણ કરે છે. તથા સુગુરુની સેવા કરવાથી સારી બુદ્ધિ મળે છે તેથી ગુરુ દીપક સમાન છે અને ગુરુ દેવ સરખા છે. ત્યારે લોકો કહેવા લાગ્યા કે ધન્ય છે આવા જ્ઞાની ગુરુને! અને ધન્ય છે આ ધર્મને! તે વખતે જૈનધર્મની સૌ કોઇ પ્રશંસા કરવા લાગ્યા અને ઘણા જીવો બોધિબીજ (સમ્યકત્વ) પામ્યા. વળી જે સાતસો કોઢીયા હતા તે બધાના પણ રોગો સિદ્ધચક્રજીના યંત્રના ન્હવણને શરીરે લગાડવાથી નાશ પામ્યા. તેથી તે સર્વે સુખી થયા. અને પોતપોતાના સ્થાનકે જતા રહ્યા.
રાજા શ્રીપાળ અને રાણી મયણા માતૃચરણે
part3
એક વખત જિનેશ્વર ભગવંતની પૂજા કરી કુંવર એક ધ્યાનથી મધુર સ્વરે ચૈત્યવંદન કરતા હતા અને સાસુ તથા વહુ બન્ને સાંભળતા હતા. હવે જ્યારે પ્રજાપાળ રાજાએ દ્વેષ ધારણ કરીને મયણાસુંદરીને ઉંબરરાણાને પરણાવી હતી ત્યારે મયણાસુંદરીની માતા રૂપસુંદરી રાજાના આવા વર્તનથી બહુ દુખ પામી હતી. તેથી પ્રજાપાળ રાજાથી રીસાઇને તે વખતે તે જ શહેરમાં રહેતા પોતાના ભાઇ પુણ્યપાળ રાજાને મહેલે આવી રહેવા લાગી. અને દુખની મારી રોજ મુખેથી નિસાસા મૂકતી હતી. પરંતુ કેટલાક સમય પછી જિનેશ્વરદેવનાં વચનોને યાદ કરી દુખના સમુહને કંઇક ભૂલી જઇ તે જ દિવસે આનંદપૂર્વક જિનેશ્વર ભગવાનના દર્શન કરવા માટે ત્યાં આવી. ત્યારે માતાએ અણસાર ઉપરથી ત્યાં ચૈત્યવંદન કરતી પોતાની પુત્રીને ઓળખી લીધી અને તેની આગળ કોઢીયાને બદલે યુવાવસ્થા અને રૂપથી સુશોભિત એવો બીજો કોઇ પુરુષ બેઠેલો જોયો. તેથી રૂપસુંદરી માતા વિચારવા લાગી કે હે દૈવ! કુળનો નાશ કરનાર એવી આવી કુંવરી તે મને કેમ આપી? કે જેણીએ કોઢીયાવરનો ત્યાગ કરીને બીજો પતિ કર્યો. આ કરતાં તો મારી કુક્ષિ ઉપર વજ્ર કેમ ન પડયું અથવા મારા જન્મને ધિIાર છે. કે આવી કુલખપણ પુત્રી મળી! આ રીતે રૂપસુંદરી તે વખતે અત્યંત રુદન કરવા લાગી. આ રીતે પોતાની માતાને રડતી જોઇ મયણાસુંદરી ઉતાવળી આવી પોતાની માતાના ચરણોમાં પડી. હે માતા! તમે હર્ષના સ્થાનમાં દુખ કેમ લાવો છો? અમારા દુખો અને દૌર્ભાગ્ય તો શ્રી જિનેશ્વરદેવના ધર્મના પ્રતાપથી નાશ પામ્યાં છે. વળી આપણે જિનેશ્વર ભગવાનનાં દેરાસરમાં નિસીહિ કહીને આવ્યા છીએ તેથી સંસારની વાતો કરવાથી આશાતના થાય છે.   માટે હે માતા! હમણાં અમે જ્યાં રહીએ છીએ, ત્યાં અમારા આવાસે તમો આવો. અને સઘળી વાતો સાંભળો, જેથી હૃદયમાં ઉલ્લાસ થશે. ત્યારે જિનમંદિર દર્શન કરી પછી ચતુર એવા તે ચારે જણા ત્યાં સાધર્મિક બંધુના આવાસે જઇ એકઠા થઇ બેઠા. ખરેખર તે દિવસ અને તે ઘડી ધન્ય છે કે જે દિવસે સ્વજનોનો મેળાપ થાય છે. પછી મયણાના મુખથી તે સઘળી હકીકત સાંભળી રૂપસુંદરી અત્યંત હર્ષિત થઇ ગઇ. જેથી હૃદયમાં તો હર્ષ સમાતો નથી. તે વખતે વર, વહુ, અને તેની બન્નેની સાસુઓ એ ચારે એકઠાં મળ્યા. અને બન્ને વેવાણો વાતચીત કરવા લાગ્યા. તેમાં કમળપ્રભા રૂપસુંદરીને કહેવા લાગી કે તમારા પ્રસિદ્ધ કુળને ધન્ય છે. પુણ્યની ગતિ ન ચિંતવી શકાય તેવી છે, ખરેખર પુણ્યથી સર્વ વાંછિતો સિદ્ધ થાય છે. તેમ જ સર્વ દુખો નાશ પામે છે. માટે પુણ્યની અગમ્ય ગતિ છે એમ વિચાર કરો. વળી આ વહુએ અમારા કુળનો ઉદ્ધાર કર્યો છે, અને અમારા ઉપર ઉપકાર કર્યો છે. અમને જૈનધર્મનો બોધ આપ્યો છે અને દુખ સમુદ્રથી પાર ઉતાર્યા છે. જેમ સોય દોરાને સ્થાનમાં લઇને કસબમાં શોભા પમાડે છે, તેમ આ પુત્રવધુએ મારા પુત્રની ઘણી આબરૂ વધારી અમને ઠેકાણે લાવ્યા છે. ત્યારે રૂપસુંદરી પણ કહેવા લાગી કે અમે પુણ્યવાન, ચિંતામણિ રત્ન સરખા, સુંદર દેહની કાન્તિવાળા અને સ્નેહાળુ આ જમાઇને ભાગ્યાના યોગથી પામ્યા છીએ. વળી તેથી અમને તેમના કુળ, ઘર, વંશ વગેરે હકીકતો જાણવાની ઘણી ઉત્કંઠા છે, તે તમે પ્રેમથી કહો, જે સાંભળી અમારો આત્મા અત્યંત ઉલ્લાસ પામે.
શ્રીપાળ રાજાના માતા રાણી કમળપ્રભા શ્રીપાળને કોઢ થવાનું કારણ જણાવે છે..
તે વખતે કમળપ્રભા રાણી કહેવા લાગ્યા કે - હે રૂપસુંદરી વેવાણ! સાંભળો. અનુપમ એવો એક અંગ નામનો દેશ છે, તે દેશમાં અત્યંત સુશોભિત ચંપા નામની નગરી છે ત્યાં પાપ લેશમાત્ર પણ પ્રવેશ્યું નથી. વળી તે નગરમાં રાજાના ગુણોથી શોભતો એવો એક રાજા છે અને તેનું નામ સિંહ શબ્દને રથ શબ્દ જોડવાથી બને છે એટલે કે તે રાજાનું સિંહરથ નામ હતું. તે રાજાને ઘણા ગુણોની શ્રેણિથી સુશોભિત એવી કમળપ્રભા નામની રાણી હતી અને તે રાણી કોંકણદેશના રાજાની નાની બહેન હતી. તે રાજાને હંમેશા ચિત્તમાં ચિંતા રહેતી હતી કે અમારે એક પણ પુત્ર નથી તેથી રાણી પણ મનમાં હંમેશા ખેદને ધારણ કરતી હતી આ રીતે તે બન્ને જણા હંમેશા ]ારતાં હતા. તે રાજા રાણી પુત્રને માટે અનેક દેવ દોરાની માનતા કરતા હતા, પુત્રની ઇચ્છા રાખતા હતા અને તેના માટેના ઉપાયો પુછતા જેમ વિદ્યા વિવેકને જન્મ આપે તેમ રાણીએ એક પુત્રને જનમ આપ્યો. તે વખતે નગરના સર્વ માણસો આનંદ પામ્યા. દરેક ઘરે ત્રાટ તોરણો બંધાયા. અને ઘર તથા દુકાનને શણગારી સુશોભિત બનાવ્યા. તેમ જ તે સમયે પુત્રનાં અનેક ભેટણાં, રૂમાલ, ]બલાં, ટોપી વગેરે આવવા લાગ્યા.
પુત્રના જન્મથી રાજાને મનમાં ઘણોજ ઉત્સાહ છે તેથી લાખો અને ક્રોડોનું દાન આપે છે. શત્રુઓને પણ સંતોષિત કરે છે અને કારાગૃહમાંથી બંદિવાનોને છોડી મૂકે છે. તે વખતે નવયુવાન સૌભાગ્યવંતી સુંદરીઓ ધવલ મંગલ ગીતો ગાવા લાગી અને ઢોલ નોબતો વાગવા લાગી અનેક નવા નવા નાટકો થવા લાગ્યા આ પ્રમાણે મોટો મહોત્સવ શરૂ થયો. તે વખતે જમવા માટે જ્ઞાતિજનો અને સગા સંબંધીઓને નોતર્યા, ષટરસવાળા ભોજન બનાવ્યાં, જેમાં હીસાબ નથી તેટલાં પાર વિનાનાં પકવાનને તથા ઉત્તમ જાતીના ભાત, દાળ તથા સ્વાદિષ્ટ ઘીના શાક વિગેરે બનાવ્યા હતા. તેમજ ભોજન કરાવી પછી દરેકને સંબંધને અનુસારે આભુષણો, વસ્ત્રાે વગેરેની પહેરામણી કરી તથા શ્રીફળ, પુષ્પો અને મુખવાસથી દરેકને સત્કાર્યા. અને કેસરનાં તિલક કર્યા. વળી ચંદન અને ગુલાબજળ છાંટી રંગરોળ કરી સર્વેને ખુશી ખુશી કર્યા. પછી રાજાએ કહ્યું કે પુણ્યના યોગે મેળવેલો આ બાળક અમારા રાજ્યની લક્ષ્મીને પાળશે તેથી તે વખતે સ્વજનો અને ફોઇ વિગેરેએ મળીને તેનું નામ શ્રીપાળકુંવર એ પ્રમાણે નIાળ કર્યું.
  હવે જ્યારે આ બાળક શ્રીપાળ પાંચ વર્ષની વયવાળો થયો ત્યારે તેના પિતા સિંહરથ રાજા તીવ્ર શૂળરોગની વેદનાથી અકાળ મૃત્યુ પામ્યા તે વખતે સઘળા સ્વજનો અને સંબંધીઓ મસ્તક કુટવા લાગ્યા છાતી પીટવા લાગ્યા અને રડતા રડતા બોલવા લાગ્યા કે હે સ્વામી! તમે આ અમારી માયા છોડી ચાલ્યા ગયા તેથી હવે અમારી દેખરેખ સંભાળ કોણ કરશે. વળી જે સ્નેહીઓ દૂર પરદેશમાં ગયા હોય, તે તો કોઇ વખત પણ પાછા આવી મળે છે પરંતુ આ લાંબી વાટે જેઓને વોળાવ્યા હોય તે તો ફરીથી બીજી વખત મળતા જ નથી. હે નિર્લજ હૃદય! જેઓ સ્નેહથી હસી હસીને એક ક્ષણમાં પણ કેટલીય વાર બોલાવતા હતા તે સ્વજન આજે નજર પણ માંડતા નથી, તો તું પણ કેમ ફૂટી જતું નથી. કમળપ્રભા રાણી કહેવા લાગી કે હે સ્વામી! મારો તો સ્નેહ પણ તમે મનમાં ન લાવ્યા પરંતુ તમારા પુત્રને રાજગાદીએ પણ બેસાડયો નહી અને આટલી બધી ઉતાવળ કરી આ માર્ગે કેમ ચાલ્યા ગયા? આ પ્રમાણે કમળપ્રભા રાણી હૃદયફાટ રૂદન કરતી અત્યંત વિલાપ કરવા લાગી. તે વખતે મતિસાગર મંત્રી પોતે તેને આ પ્રમાણે સમજાવવા લાગ્યો. હે રાજમાતા! હવે હૃદયને મજબુત કરી સર્વ કાર્ય સંભાળો, કેમકે તમારો કુંવર હજી નાનો છે. અને આ રીતે રડવાથી કાંઇ રાજ્ય રહેશે નહી. તે વખતે કમળપ્રભા રાણીએ મંત્રીને કહ્યું કે હવે તમે અમારા આધારરૂપ છો. માટે શ્રીપાળકુંવરને રાજ્ય આપીને તમે તમારો અધિકાર સફળ કરો.
ત્યાર પછી રાજાનાં મરણ સંબંધી કાર્યો પૂરા કરી સર્વ શોક દૂર કરી મંત્રીશ્વર મતિસાગરે સર્વ લોકોને સ્થિર કર્યાં, ખરેખર કર્મની ગતિ તો જુઓ! કર્મ કરે તે જ થાય છે, તેમાં કોઇનું કાંઇ ચાલતું નથી. પછી શ્રીપાળકુંવરને રાજા તરીકે સ્થાપન કરી તેની આજ્ઞા સર્વ ઠેકાણે પ્રવર્તાવી અને અત્યંત બુદ્ધિના નિધાન સમાન મંત્રી રાજ્યનાં સર્વ કાર્યો ચલાવવા લાગ્યો. એવા સમયે મતિથી મૂઢ બનેલા શ્રીપાલકુંવરના પિતરાઇ કાકા અજીતસેને સર્વ પરિવારનો માણસો, મંત્રી, સામન્ત, નોકર, ચાકર, સેના વિગેરેને ફેરવી (ફોડી)ને આ પ્રમાણે છાની મસલત કરવા લાગ્યો. વળી તે દુષ્ટ અજીતસેન મતિસાગર મંત્રી અને શ્રીપાળકુંવરને મારવા માટે અને ચંપાનગરીનું રાજ્ય લેવા માટે તૈયાર થયો.
રાણી કમળપ્રભા પુત્ર શ્રીપાળને લઇ નાસી છૂટે છે..
part4
હવે મતિસાગર મંત્રીએ તે વૈરીની વાત કોઇક રીતે ચરપુરુષો દ્વારા જાણી લીધી. તેથી તે રાણી પાસે આવીને કહેવા લાગ્યો કે હે માતા! બાળકને લઇ મધ્યરાત્રિએ કોઇ પણ સ્થાને નાશી જાઓ, હવે બીજો કોઇ જીવવાનો ઉપાય નથી. હે માતા! કુંવરને જીવાડવા માટે જો આપ ભાગી જશો, તો જ તમો અને કુંવર જીવતા રહેશો. અને કુંવર જો કુશળ એટલે જીવતો હશે તો ફરી પણ ભવિષ્યમાં રાજ્ય ભોગવશો. એ પ્રમાણે મંત્રીના વચનો સાંભળી રાણી પુત્રને કેડમાં બેસાડી એકલી જંગલમાંને જંગલમાં ચાલી નીકળી, અને જ્યાં ભયંકર આડો આવળો ઉજ્જડ માર્ગ પડેલો છે તેવા વનમાં જાય છે. વળી જ્યાં વનમાં સુકાં પાંદડાવાળા અને કાંટાવાળા ]ાડો ગીચોગીચ રહેલા છે. વળી ખાખરાના પાદડાંના ઢગલા, પર્વતના ટેકરા, મોટા પત્થરા હતા. તેમજ જ્યાં મોટા મોટા સર્પો, મણિને ધારણ કરનાર સર્પો, અજગરો, જંગલી ઉંદરો, પાટલા ઘો,ચંદના ઘો વિગેરે આમથી તેમ દોડા દોડ કરી રહ્યા છે. ઉજ્જડ માર્ગમાં ભયંકર અંધારી રાત્રિને વિશે શરણ વિનાની તે અબલા (સ્ત્રાળ) રખડી રહી છે. એથી તેના પગમાં કાંટા અને કાંકરા ભોંકાવાથી લોહીની ધારાઓ વહી રહી છે. વળી એ ભયંકર માર્ગમાં વરૂ, વાઘ, વરઘડા, શીયળ, ચીત્તા વિગેરે જંગલી પ્રાણીઓ સોર બકોર કરી રહ્યાં છે. આવા ભયંકર જંગલમાં પણ બન્નેનું આયુષ્ય બળવાન હોવાની અને તેમની સાથે સત્ય અને શીયળ વોળાવા રૂપે હોવાથી તથા કુંવર મહાભાગ્યશાળી હોવાથી હિંસક પ્રાણીઓ પણ તેમને હેરાન કરતા નથી. અહો! જે રાણી રત્નજડિત હિંડોળા ખાટમાં હિંચતી હતી અને જે સોનાના પલંગમાં સુતી હતી, તે રાણીને માથે આવી વિષમ આપત્તિ આવી પડી છે તેથી એ કર્મને માથે તો ધૂળનો દાટ વળો. એ પ્રમાણે રખડતાં રખડતાં રાત્રિ વ્યતિત થઇ ગઇ અને સવારમાં શુદ્ધ માર્ગે ચડી ગઇ. તે સમયે બાળક ભૂખ્યો થયો અને સાકર મિશ્રીત દુધ માગવા લાગ્યો. ત્યારે રાજમાતા રડતી રડતી કહેવા લાગી કે હે પુત્ર! દુધ અને સાકર તો આપણાથી ઘણાં દૂર છે જો હવે તો કૂકશાનું ભોજન મળે તો પણ તે કપૂર સહિત કુરીયા (ભાત) સરખું છે, એમ માની લે.    આ પ્રમાણે બાળકને સમજાવતી માતા આગળ ચાલે છે. તેવામાં ત્યાં એક કોઢીયાઓની સેના સામે મળી, તે સેનામાં સાતસો કોઢરોગવાળા કોઢીયા લોકો એકઠા થઇ આનંદ કરતા કરતા આગળ ચાલતા હતા. તે વખતે કોઢીયાઓએ રાણીને રસ્તામાં એકલી જતી જોઇને તેનું કારણ પુછ્યું, ત્યારે રાણીએ સર્વ હકીકત કહી સંભળાવી. તે વખતે કોઢીયાઓએ વળતું કહ્યું કે હે માતા! હવે તમે જરા પણ ખેદ ન કરો. હે માતા! તમે હવે અમારા શરણે આવ્યાં છો. માટે ચિત્તમાં શાન્તિ રાખો હવે અમે જીવતા હોઇશું ત્યાં સુધી કોઇ પણ માણસ તમારું નામ નહી લઇ શકે. પછી કોઢીયાઓએ તેમને બેસવા માટે ખચ્ચર આપ્યું અને બાળકનું સંપૂર્ણ શરીર કપડાથી ઢાંકી દીધું, પછી બાળકને ખોળામાં લઇ રાજામાતા અIડ થઇને બેઠી. એટલામાં શત્રુના સવારો શોધતા શોધતા ત્યાં આવ્યા અને કોઇ સ્ત્રાળને અહીં જોઇ છે! એમ વારંવાર પુછપરછ કરવા લાગ્યા. ત્યારે કોઢીયાઓએ કહ્યુંકે અહીં કોઇ આવ્યું નથી અમારા ઉપર ખોટો આળ ન આપો જો અમારા વચનનો વિશ્વાસ ન હોય તો તમે જાતે અમારા ટોળામાં ફરી ફરીને જોઇલો. પરંતુ જો અમારા ટોળામાં જોવા જશો તો અસાધ્ય એવો આ કોઢ રોગ તમારા શરીરે લાગશે, એમ સાંભળીતે માણસો બિચાર ભય પામતાં નાસી ગયા કારણ કે કદાચ ચેપી રોગ વળગી જાય તો આપણું ખરાબ થાય.
પછી બાળકને કોઢીયાઓની સોબતથી ઉંબર જાતિનો કોઢ રોગ થયો તે વખતે રાણીને મનમાં ઘણી જ ચિંતા થવા લાગી અને વિચારવા લાગી કે આ પણ મારા આકરા કર્મનો ભોગ છે. ત્યાર પછી માતા પોતાના પુત્રને કોઢીયાઓને સોપી વૈદ્યને અને ઔષધને જોવા માટે અનેક પ્રકારનાં કષ્ટોને સહન કરતી પરદેશમાં ગઇ. એવામાં જ્ઞાની ભગવંતના વચનોથી મારી સર્વ ઇચ્છાઓ પૂર્ણ થઇ છે અને તે જ હું પોતે કમળપ્રભા અહીં આવેલી આ તમારી પાસે બેઠી છું.
શ્રીપાળ મહારાજાને શ્રી સિદ્ધચક્રજીની સેવા તત્કાળ ફળીભૂત થઇ.
આ પ્રમાણે જમાઇના ઉત્તમ કુળને સાંભળીને રૂપસુંદરીના હૃદયમાં હરષ ઉભરાઇ આવ્યો, તેથી ઉત્તમ પ્રશંસાના વચનો કહેવા લાગી. આ જગતમાં મયણાસુંદરી સરખી મહાભાગ્યશાળી બીજી કોઇ સ્ત્રાળ નથી, સતીઓમાં શિરોમણિ સરખી જેણીએ બન્ને કુળનો ઉદ્ધાર કર્યો. વળી તે મયણાસુંદરીએ નિર્મળવંશવાળો ક્ષત્રિયકુળમાં મુકુટ જેવો સિંહરથ રાજાનો પુત્ર પતિ તરીકે પુણ્યના યોગથી જ પ્રાપ્ત કર્યો છે.
એ પ્રમાણે મયણાસુંદરીની પ્રશંસા કરી રૂપસુંદરી આનંદમાં આવી પોતાના પિયર જઇ પોતાના ભાઇ પુણ્યપાળ રાજાને તે વાત કહી સંભળાવી ત્યારે તે સાંભળી તે પણ હર્ષિત થયો. પછી ભાણેજ જમાઇને પોતાને ઘેર બોલાવવા માટે તેણે ચતુરંગી સેના તૈયાર કરી સાથે મોટો પરિવાર લઇ પાણીદાર ઘોડાઓને નચાવતા સુંદર પોષાક વાળા ઘોડેશ્વારોને સાથે લઇ તથા રત્નોથી જડેલાં ]ગ]ગાટ કરતાં સુર્યમુખીઓને સાથે લઇ તથા નગારા ગડગડાત વાગતે છતે અને ફરકતી પંચરંગી ધજાઓના નિશાન સહિત સર્વ સામગ્રી તૈયાર કરી પુણ્યવાન એવા પુણ્યપાળ રાજા શ્રીપાળને પોતાને મહેલે લઇ જવા માટે જ્યાં ભાણેજ જમાઇ રહેલા છે ત્યાં જલ્દી આવ્યા.
પુણ્યપાલ રાજા કહેવા લાગ્યો કે હેજયવંત પ્રાહુણા જમાઇ! અમારે ત્યાં પધારો અને અમારું ઘર પવિત્ર કરો. તમારું ચરિત્ર સાંભળવાથી તો સર્વને આýાર્ય ઉત્પન્ન થાય તેમ છે. આ પ્રમાણે વિનંતી કરી પોતાને ઘેર પધારવા માટે મોટા ઉત્સવ સાથે હાથી ઉપર બેસાડી તેડી લાવ્યા. અને ત્યાં મામાજી સસરા રૂડા પ્રકારની સર્વ ભોગોને યોગ્ય સકલ સામગ્રી અત્યંત સ્નેહ પૂર્વક પૂરવા લાગ્યા. હવે એક દિવસ મયણાસુંદરી અને શ્રીપાળ કુંવર હવેલીના ]રુખે બેઠા હતા. અને ત્યાં તેમની આગળ જુદા જુદા છંદો તથા મૃદંગો, ભુંગળો અને તાલ વાગતા હતા. નવી નવી નર્તિકાઓ પોતાના અંગોને વારંવાર વાળીને બત્રીશ પ્રકારના નાટકના ભેદને જાણનારી તે થૈ થૈ નાચ કરી રહી છે, તેને શ્રીપાળરાજા અને મયણાસુંદરી આનંદપૂર્વક જોઇ રહ્યાં છે. એ અવસરે રયવાડીએ ગયેલા પ્રજાપાળ રાજા પોતાના પ્રાસાદ તરફ પાછા વળતા હતા, ત્યારે ત્યાં રસ્તામાં નૃત્યનો સુંદર અવાજ સાંભળી તે સાંભળવા માટે તે સ્થાને સવારી સહીત ઉભો રહ્યો.
ત્યાં ઝરૂખામાં સ્વર્ગના દેવોની જેમ સુખોને ભોગવતાં પતિ પત્નીને જોયાં જ્યારે તેઓની તરફ એકી ટસે જોવા લાગ્યો ત્યારે તે ચિત્તમાં એકદમ ચમકી ઉઠયો.
  કારણ કે તુરત જ તે વખતે મયણાસુંદરીને ઓળખી જાય છે અને તેથી રાજાને મનમાં દુખ થાય છે. કેમકે મયણાસુંદરી જેની સાથે પરણાવી હતી તેના વિના બીજા પુરુષ તેણી સાથે બેઠેલો જોયો. તેથી ચિંતવવા લાગ્યો કે હાય! હાય! અંતે પાપ પ્રગટયું. વળી મને પણ ધિIાર છે કે મેં પણ ક્રોધને પરાધીન થઇ મયણા જેવી સુંદરીને કોઢીયા માણસના હાથમાં આપી. અરે આ કુંવરી પણ કુળને કલંક લગાડનારી થઇ વળી તેણીએ મારા કુળમાં ધૂળ નાખી અને પરણાવેલા પતિને છોડી દઇને બીજો પતી કર્યો. એ પ્રમાણે ઉભા ઉભા ]ારતા એવા રાજાને જ્યારે પુણ્યપાળે જોયો ત્યારે અવસર જોઇ આવીને રાજાના ચરણોમાં પ્રણામ કર્યા અને વિનંતી કરી કે હે રાજન્ ! મારા ઘેર પધારો, અને જમાઇનું રૂપ તો જુઓ, પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધચક્રજીની સેવા ફળીભૂત થઇ છે એમ કહી ટૂંકમાં સઘળી હકીકત રાજાને પુણ્યપાલે કહી સંભળાવી. તે વખતે પ્રજાપાળ રાજાએ મુખનો ચહેરો અને ઇંગિત આકારથી પોતાના જમાઇને ઓળખ્યા. અને જૈનધર્મનો અચિંત્ય પ્રભાવ જોઇ મનમાં ચિંતવવા લાગ્યો કેજૈનધર્મ મહિમાવંત અને જગતમાં સાર રૂપ છે. ત્યારે પ્રજાપાળ મયણાસુંદરી પ્રત્યે કહેવા લાગ્યો કે મયણા! તેં સભામાં સર્વ વાત સાચી કહી હતી, પણ મેં અજ્ઞાનપણાથી તે જે કહ્યું હતું તે સઘળું ખોટું જ છે એમ માન્યુ. જોકે મેં તો તને દુખ આપવા માટે આ સર્વ ઉપાયો કર્યા હતા. એટલે કે કોઢીયા જોડે પરણાવી હતી. છતાં પણ તે દુખ ટળી સુખ પ્રાપ્ત થયું તે સઘળો તારા પુણ્યનો જ પ્રતાપ છે. તે વખતે પિતાનાં વચન સાંભળી મયણાસુંદરી કહેવા લાગી કે હે પિતાજી! અહીં તમારો વાંક નથી કારણકે સર્વ જીવો કર્મને વશ છે, ખરેખર! કોણ રાજા અને કોણ રંક છે. પછી પ્રજાપાળ રાજાએ માનનો ત્યાગ કરી મયણાસુંદરીની માતા જે રીસાઇને ગઇ હતી તેને મનાવી, તેમજ સર્વ સ્વજનો એક મનવાળાં થયા. તેથી સર્વના અંગમાં હર્ષ માતો નથી. હવે રાજાએ જમાઇને પોતાના મહેલે લઇ જવા માટે બજાર અને ચોક એમ સઘળે ઠેકાણે સજાવટ કરી, એટલું જ નહિ પરંતુ ઘેર ઘેર ]ગમગતા તોરણો બંધાવ્યા અને ગુડીઓ ઉદ્ધળવા લાગી. એ પ્રમાણે મહાન ઉત્સવ પૂર્વક રાજા જમાઇ શ્રીપાળકુંવરને પોતાના મહેલે તેડી ગયો. ત્યાં તે દંપતી શ્રી સિદ્ધચક્રજીના પ્રતાપે અનેક જાતનાં સંપૂર્ણ સુખો ભોગવવા લાગ્યા. તે વખતે સારાએ શહેરમાં માણસોના મુખથી એક જ વાત પ્રગટ થઇ કે જૈન શાસનની ઉન્નતિ થઇ અને મયણાસુંદરીએ કર્મવાદની પ્રસિદ્ધિ કરી. અને શ્રીપાળ મહારાજાને શ્રી સિદ્ધચક્રજીની સેવા તત્કાળ ફળીભૂત થઇ.
 
shripalraja  સિદ્ધચક્રના ગુણ ઘણાં.. કહેતા ના'વે પાર, મનવાંછિત સહુ સુખ પૂરે વંદુ વારંવાર.
આત્મા પોતે જ નવપદમય છે. નવપદ એટલે આત્માની જ ભિન્ન ભિન્ન સ્વરૂપ અવસ્થા.
સ્વરૂપ ઉપરના અાવરણને દૂર કરવા નવપદની પૂજા, સ્તુતિ, જાપ અને ધ્યાન ઉપયોગી છે.
જેના હૃદયમાં નવપદનું પ્રણિધાન છે અને જેનો ઉપયોગ નવપદમય છે તેને સર્વદા સર્વત્ર સમાધિ સુલભ છે.
શ્રીપાલ મયણાની જેમ સર્વના હૃદયમાં નવપદ વસે અને નવપદમય બની આત્માની નવનિધિને પામે એજ અભ્યર્થના.
maynaisundri